વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો છંદ ૪૩,૪૪,૪૫ નો આવો થાય છે અનુવાદ જાણો
સુર સંકટ હરનાર; સેવક ના સન્મુખ મા
અવિગત અગમ અપાર, આનંદા દધિસુખ મા || ૪૩ ||
જય શ્રી બહુચર માં માડી સમુદ્ર માંથી નિકળેલુ અમૃત છળથી અસુરોઓ લઈ જતા હતા અને રાહુ છળી જતો હતો તે જાણી આપ મોહિની સુંદરી સ્વરૂપ ની માયાવડે અસુરોને માયાજાળ માં ફસાવી અમૃત લઈ દેવોનું સંકટ ટાળ્યું એથી હે સુરસંકટહરનાર માડી આપ તે વખતે સેવક દેવોને સન્મુખ ને અસુરોના અગમજ્ઞાન છતાં અપાર છે એમ કહ્યા વિના ચાલે તેમજ નથી. અને આપ મંને ભજનાર તો આનંદ સાગર સુખમાજ રસબર રાખનારા છો એ પણ નિવિવાદ છે... || ૪૩ ||