સોમવાર, 4 જાન્યુઆરી, 2021

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો છંદ ૪૩,૪૪,૪૫ નો આવો થાય છે અનુવાદ જાણો

 વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો છંદ ૪૩,૪૪,૪૫ નો આવો થાય છે અનુવાદ જાણો

આનંદ નો ગરબો એ માં બહુચર ની ભક્તિ કરવાનો અને પ્રસન્ન કરવાનો ઉત્તમ પાઠ છે. આનંદ ના ગરબા ની રચના ભાઈ ભક્ત વલ્લભ ભટ્ટ કરી હતી એવું કહેવાય છે કે માં બહુચર ભક્ત વલ્લભ ભટ્ટ ના જીભ ના અગ્ર પર બેસી ને આનંદ ના ગરબા ની રચના કરી હતી. 
 
 


 
આવો આપણે જાણીએ આ ગરબા અગલ અલગ છંદ ના અથૅ શું થાય છે.
 
 
 
 

સુર સંકટ હરનાર; સેવક ના સન્મુખ મા

અવિગત અગમ અપાર, આનંદા દધિસુખ મા  || ૪૩ ||

 

જય શ્રી બહુચર માં  માડી  સમુદ્ર માંથી નિકળેલુ અમૃત છળથી અસુરોઓ લઈ જતા હતા અને રાહુ છળી જતો હતો તે જાણી આપ મોહિની સુંદરી સ્વરૂપ ની માયાવડે અસુરોને માયાજાળ માં ફસાવી અમૃત લઈ દેવોનું સંકટ ટાળ્યું એથી હે સુરસંકટહરનાર માડી આપ તે વખતે સેવક દેવોને સન્મુખ ને અસુરોના અગમજ્ઞાન છતાં અપાર છે એમ કહ્યા વિના ચાલે તેમજ નથી. અને આપ મંને ભજનાર તો આનંદ સાગર સુખમાજ રસબર રાખનારા છો એ પણ નિવિવાદ છે... || ૪૩ ||

 


 

સનકાદિક મુનિ સાથ, સેવી વિવિધ વિધેં મા

આરાધી નવનાથ; ચોરાશી સિધ્ધે મા || ૪૪ ||


 

જય શ્રી બહુચર માં  માડી  બ્રહ્માજીના ચાર પુત્રો એટલે કે સનક, સનંદન , સન્તકુમાર , અને સનાતન એ મુનિ વગેરે વિવિધ વિધિ સહિત આપની આદિ નવનાથ અને ચોરશી સિદ્રોએ પણ આપની અનન્ય ભક્તિ પૂર્વક આરાધના કરી તેઓએ વચનસિદ્રિ આદિ અનેક અચિંત્ય શક્તિયો પ્રાપ્ર કરી. જેથી ખુલ્લું જ છે કે અશક્તિ ના નાશનો તાત્કાલિક ઉપાય આપ શક્તિ જ છો... || ૪૪ ||


 
 
 
 

આવી અયોધ્યા ઈશ, નામી શીશ વળ્યા મા

દશમસ્તક ભુજ વીશ, છેદી સીત મળ્યા મા  || ૪૫ ||

 

જય શ્રી બહુચર માં  માડી  અયોધ્યા ગાદીપતિ શ્રી રામચંદ્રજી એ આપના ચરણોમાં શીશ નમાવી આપની સહાયતા સાથે રાવણનો નાશ કરવા વિચયૉ અને એ વિજય શક્તિ પ્રભાવથી દશ માથા અને વીસ ભૂજાવાળા મહાબળી રાવણને સંહાર કર્યો અને જીત મેળવી. સીતાજી મેળ્યા તે બધોજ આપનો પ્રતાપ તેવું રામાયણ પરથી જાણી શકાય છે... || ૪૫ ||

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો