બુઘવારે પાઠ કરો શ્રી ગણેશજી ભજન ગુજરાતી લખાણ સાથે | Ganesh Bhajan Gujarati Lyrics | Okhaharan
![]() |
ganeshji-bhajan-gujarati-lyrics |
ૐ ગં ગણપતિ ૐ ગં ગણપતેય,
દુંદાળો દુઃખ ભંજન સ્વામી ૐ ગં ગણપતેય ૐ ગં ગણપતેય,
બાપા પ્રથમ સ્મરણ તારું કરીએ રે,
ફળ, ફૂલ દુર્વા તને ધરીએ રે,
લચપચતા લાડુ ધરીએ રે મનગમતાં મોદક ધરીએ રે.. ૐ ગં ગણપતેય ૐ ગં ગણપતેય,
તારા માતા-પિતા ઉમાશંકરને,
બેની ઓખા, કાર્તિક તારા બંધુને,
નાર રિધ્ધિ-સિધ્ધિ ને સૌ નમીએ રે ૐ ગં ગણપતેય ૐ ગં ગણપતેય,
સ્વામી સૂંઢાળા સૂપકર્ણો તું,
સ્વામી લંબોદર ગણનાયક તું,
બાપા મૂષક સવારી કરી ફરતો તું ૐ ગં ગણપતેય ૐ ગં ગણપતેય,
બાપા જ્ઞાન તણો તું સાગર છે,
બળ બુદ્ધિ માં તું આગળ છે,
બાપા મહાભારત નો લહિયો તું ૐ ગં ગણપતેય ૐ ગં ગણપતેય,
બાપા તાપ ત્રિવિધના તું કાપે છે,
સુખ શાંતિ સિદ્ધિ તું આપે છે,
ભક્તિ આનંદ રોમ રોમ વ્યાપે છે ૐ ગં ગણપતેય ૐ ગં ગણપતેય,
બોલીયે શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ ની જય
શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ
સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો
દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇