અષાઢ સુદ 13 થી શરૂ થતા જયા પાર્વતી વ્રત માહિતી અને કથા ગુજરાતી લખાણ સાથે | Jaya Parvati Vrat katha in Gujarati Okhaharan
![]() |
Jaya-Parvati-Vrat-katha-Gujarati-2021 |
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારા આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે આપણે જાણીશું બહેનો માટે અતિપ્રવિત્ર વ્રત એટલે જયા પાવૅતી વ્રત કથા એની માહિતી.
ગૌરી વ્રત કુંવારી કન્યાઓ કે સ્ત્રીઓ પાંચ દિવસ સુધી મોળો ખોરાક ખાઇને ભગવાન શિવજીની આરાધના કર્યા પછી વ્રતના પાંચમાં એટલે અંતિમ દિવસે યુવતિઓ રાત્રીનું જાગરણ કરે છે અને વહેલી સવાર સુધી જાગરણ કરીને સવારે ગોરમાં ને વારાવીને બ્રાહ્મણ કે સાધુના ઘરે ભોજનની વસ્તુ સાથેનું ‘સીધુ'' આપીને વ્રત પૂર્ણ કરે છે.
તેવી જ રીતે જયા પાર્વતી વ્રત પણ સદ્ગુણી તથા સંસ્કારી પતિ મેળવવા કુંવારી યુવતીઓ કરે છે. પોતાના નું પતિનું આરોગ્ય તથા બાળકોની વૃદ્ધિ માટે સ્ત્રીઓ આ વ્રત કરે છે આ વ્રત કરનાર શંકર પાર્વતીની કૃપાથી અપાર સુખ મળવે છે. આ વ્રત અષાઢ સુદ 13 થી અષાઢ વદ 2 સુધી એટલે કે પાંચ દિવસનું હોય છે. જયા પાવૅતી વ્રત સળંગ ૨૦ વર્ષ કરવાનું હોય છે. એમાં પણ પ્રથમ પાંચ વર્ષ તે જુવાર એકલા ખાઈને, બીજાં પાંચ વર્ષ એકલા જવ ખાઈને, ત્રીજાં પાંચ વર્ષ એકલા ચોખા ખાઈને તથા છેલ્લા પાંચ વર્ષ એકલા મગ ખાઈને કરવાનું હોય છે. તેવો આપણા હિન્દું શાસ્ત્રો માં જણાવેલ છે.
નાનપણથી જ સંસ્કારનું ચિંતન થાય તે માટે વિવિધ વ્રત કરવામાં આવે છે. વ્રતના માધ્યમથી બાલિકાઓ, સ્ત્રીઓમાં સંસ્કાર આવે છે. ઉત્સવો જીવનમાં પ્રસન્નતા તથા આનંદ વ્યાપે છે.જયા પાર્વતીનું સૌ પ્રથમ વ્રત માતા પાર્વતીએ શિવજીને પતિ તરીકે પ્રાપ્ત કરવા કર્યું હતું. માતા પાર્વતીએ જે જે વ્રત માતા પાવૅતી કર્યાં તે તે વ્રત દરેક સ્ત્રીઓ તથા દરેક કન્યાઓ કરતી હોય છે. અષાઢ સુદ એકાદશીથી અષાઢ સુદ પૂનમ સુધીનું જે વ્રત નાની બાલિકાઓ કરે છે તેને ગૌરી વ્રત કે ગોરિયો તથા મોળાક્ત વ્રત કહેવાય છે, જયારે સૌભાગ્યવતી સ્ત્રીઓ તથા મોટી ઉંમરની સ્ત્રીઓ દ્વારા કરાતા આ વ્રતને જયા પાર્વતી વ્રત કહે છે.
આ વ્રત કરવાથી પતિનો કદાપિ વિયોગ થતો નથી. બાળકોની સુખાકારી વધેતથા અખંડ સુખ આપનારૂ છે.આ વ્રત જે કુંવારી છોકરી કરે છે તેને નીતિવાન તથા ઉત્તમ સંસ્કારી છોકરો પતિ તરીકે મળે છે. આ વ્રત અષાઢ સુદ તેરશથી અષાઢ સુદ બીજ પાંચ દિવસનું હોય છે. સૌભાગ્યવતી બહેનો તેરશને દિવસે વહેલાં ઊઠી, નાહી-ધોઈ શિલાલયમાં જઈ શિવ પાર્વતીની પૂજા કરે છે. આ પાંચ દિવસ બહેનોએ મીઠા વગરનું તથા ગળપણ વગરનું ભોજન લેવાનું હોય છે.સાથે સૂકો મેવો કે દૂધ તથા ફળફળાદિ લઈ શકાય છે. શાસ્ત્રાજ્ઞા મુજબ આ વ્રત ૨૦ વર્ષ કરવાનું હોય છે. વ્રત કરનારે વ્રત પૂરું થયા બાદ બ્રાહ્મણ દંપતીને જમાડવું. શકય હોય તો તે દંપતીને વસ્ત્ર તથા દક્ષિણા આપવા. સાથે સાથે સૌભાગ્યની અંખિડતતા માટે કંકુ, કાજળ પણ દાનમાં આપવા.
જે ઘરમાં બાલિકાઓ તથા સ્ત્રીઓ આ વ્રત કરે છે તે ઘર આનદ તથા ઉલ્લાસથી ભરાઈ જાય છે. આ વ્રતના છેલ્લાં દિવસે બહેનો જાગરણ કરે છે.
જયા પાર્વતી વ્રત કથા
એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતો હતો. બંને સત્વાદી અને નીતીવાળા હતાં. તેના ઘરમાં કોઈ પણ પ્રકારની ખોટ ન હતી પરંતુ તેમને ત્યાં સંતાન ન હોવાથી તેઓ ખૂબ જ દુઃખી રહ્યા કરતા હતા. એક દિવસ નારદજી તેમને ત્યાં આવ્યા. તેમને નારદજીની સેવા કરી અને પોતાની સમસ્યાનું સમાધાન પૂછ્યું. ત્યારે નારદજીએ કહ્યું કે, તમારા નગરની બહાર જે વન છે તેના દક્ષિણ ભાગમાં બીલી વૃક્ષની નીચે ભગવાન શંકર માતા પાર્વતીની સાથે લિંગરૂપમાં વિરાજિત છે. તેમની પૂજા કરવાથી તમારી મનોકામના ચોક્કસપણે પૂરી થશે.
ત્યારે બ્રાહ્મણ દંપતીએ તે શિવલિંગને શોધીને સંપૂર્ણ વિધિ પૂર્વક પૂજા કરી. આ પ્રકારે પૂજા કરવાનો ક્રમ ચાલતો રહ્યો અને પાંચ વર્ષ વીતી ગયા. એક દિવસ તે બ્રાહ્મણ પૂજા કરવા માટે ફૂલ તોડી રહ્યો હતો ત્યારે તેને સાંપને ડંસી લીધો અને તે જંગલમાં પડી ગયો. બ્રાહ્મણ ઘણીવાર સુધી પાછો ન ફર્યો એટલે તેની પત્ની તેને શોધવા નિકળી. પતિને બેહોશ સ્થિતિમાં જોઈ તે ખૂબ જ વિલાપ કરવા લાગી અને પાર્વતીનું સ્મરણ કર્યું.
બ્રાહ્મણીની કરુણ અવાજ સાંભળી વનદેવતા અને પાર્વતી ચાલ્યા આવ્યા અને બ્રાહ્મણના મુખમાં અમૃત નાખ્યું, જેનાથી બ્રાહ્મણ બેઠો થયો. ત્યારે બ્રાહ્મણ દંપતીએ માતા પાર્વતીની પૂજા કરી. માતા પાર્વતીએ તેમને વરદાન માગવા કહ્યું. ત્યારે બંનેએ સંતાન પ્રાપ્તિ માટે માંગણી કરી. ત્યારે માતા પાર્વતીએ તેમને જયા પાર્વતી વ્રત કરવા માટે કહ્યું. બ્રાહ્મણ દંપતીએ વિધિ પૂર્વક આ વ્રત કર્યું અને તેના ફળ સ્વરૂપ તેમને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો.
હે જયા-પાવૅતી તમે જેવા બ્રાહ્મણ અને બ્રાહ્મણી ફળ્યાં એવા તમારૂ વ્રત કરનાર, કથા કરનાર, કથા સાભનાર સવૅ ને ફળજો.
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો
દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇