શુક્રવાર, 18 માર્ચ, 2022

હોળી સ્પેશ્યલ ટોપ 5 રાઘા કૃષ્ણ ભજન ગુજરાતી લખાણ સાથે | Holi Bhajan Krishna Special Bhajan Gujarati Lyrics | Okhaharan

હોળી સ્પેશ્યલ ટોપ રાઘા કૃષ્ણ ભજન ગુજરાતી લખાણ સાથે | Holi Bhajan Krishna Special Bhajan Gujarati Lyrics | Top 5 Krishna Bhajan | Okhaharan

Holi-Bhajan-Krishna-Special-Bhajan-Gujarati-Lyrics
Holi-Bhajan-Krishna-Special-Bhajan-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું  હોળી સ્પેશ્યલ ટોપ 5 રાઘા કૃષ્ણ ભજન ગુજરાતી લખાણ સાથે. Wish You Happly Holi to all.

નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.  

બાંકે બિહારીલાલ રંગે રમે રે


રંગે રમે રંગે રમે, રંગે રમે રે.
બાંકે બિહારીલાલ રંગે રમે રે,
ગોકુળના ગ્વાલ બાલ સંગે રમે રે,
બાંકે બિહારીલાલ રંગે રમે રે... રંગે રમે...

કેસરીયાં વાઘા ને જરકસી કોર છે, (૨)
બાંકે બિહારીનો લટકો કાંઈ ઓર છે,(૨)
માથે-મુગુટ મોર પિંછ સોહે રે,
બાંકે બિહારીલાલ રંગે રમે રે.. રંગે રમે...

એક બાજુ ગોપી ને એક બાજુ ગ્વાલ છે, (૨)
ગોરી ગોરી રાધા સામે કારો કારો કાન છે (૨)
શ્યામથી રંગાઈ રાધા શ્યામ બને રે,
બાંકે બિહારીલાલ રંગે રમે રે... રંગે રમે...

તનડું રંગાયુ આજ મનડું રંગાય છે,(૨)
રંગના ઉમંગમાં હૈયું હરખાય છે,(૨)
ગોકુળ બરસાના સંગ સંગ રમે રે,
બાંકે બિહારીલાલ (આજ) રંગે રમે રે... રંગે રમે...

રંગે રમતો શામળો રંગ માં રંગવતો (૨)
ગોપ ગોપી રાધા સંગ નાચતો નચાવતો (૨)
''ભક્તિ આનંદ' છોળ હૈયે ઉડે રે,
બાંકે બિહારીલાલ રંગે રમે રે... રંગે રમે...


 શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો.  

બરસાના ખેલે હોળી


બરસાના ખેલે હોળી, ખેલે હોળી ચાલો - બરસાના
પાંચ વ૨સકા કુંવર કનૈયા
સાત વરસ રાધે ગોરી, રાધે ગોરી - ચાલો

યુવા યુવા ચંદન ઓર અરગજા
અબીલ ગુલાલકી ભર ઝોળીરે, ભર ઝોળી - ચાલો

ઈત ગોકુળ ઈત મથુરા નગરી
બીચ બહે યમુના ઘેરી રે, યમુના ઘેરી - ચાલો

હાથ મેં ગુલાલ - ગુલાબ ફેં ટમેં
લાલાજી કે હાથ ગુલાબ છડી રે, ગુલાબ છડી - ચાલો

સુરદાસ પ્રભુ તિહારે મિલનકો
રાધાકીશન ખેલે હોળી રે, ખેલે હોળી - ચાલો


હોળી આવી રે

 
હોળી તો વૃજવાસી ખેલે ખેલે વૃજ ની નાર... હોળી આવી રે
જમનાજી ના કાંઠે ખેલે ખેલે નંદજીનો લાલ... હોળી આવી રે
મોર મુગટ ને મુખડું મલકે
ઉડે અબીલ ગુલાલ... હોળી આવી રે
પીળા તે પીતાંબર પહેર્યો
પિચકારી તૈયાર... હોળી આવી રે
સામા સામી ભરી પિચકારી
મુખડું લાલ ગુલાલ... હોળી આવી રે
કેસુડાનો રંગ રૂપાળો
ખેલે માઝમ રાત... હોળી આવી રે
સાડી મારી કેસરભીની
જોબન ઘેલી નાર... હોળી આવી રે
વસંતના તો વાયુ વાયા


ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 ચાલે ચટકતી ચાલ... હોળી આવી રે
બરસાના થી રાધા આવી
લઈને અબીલ ગુલાલ... હોળી આવી રે
ગોકુળ ગામ થી કાનજી આવ્યા
ભરી પીચકારી હાથ... હોળી આવી રે
ભક્ત મંડળ ના સ્વામી શામળિયા
ઉતારો ભવ પાર... હોળી આવી રે
હોળી તો વૃજવાસી ખેલે
ખેલે વૃજની નાર... હોળી આવી રે

હોળી ખેલવાને આવ્યો નંદજીનો લાલ


ગોકુળ કેરી ગલીયોમાં જામી છે ધમાલ,
 હોળી ખેલવાને આવ્યો નંદજીનો લાલ,
વૃન્દાવનની કુંજ ગલીમાં જામી છે ધમાલ,
હોળી ખેલવાને આવ્યો નંદજીનો લાલ...

બાંકેબિહારી આજે બન્યો છે મસ્તાનો,
પીળું પિતાંબર ને કેશરીયો જામો,
મોર-મુકુટ માથે તિલક છે લાલ.… હોળી...

ગોપીઓનાં ટોળે વ્હાલો રાધાને નિહાળે,
 કેસુડાની પીચકારી તન પર મારે,
ખોબલે, ખોબલે, ઉડાડે છે અબીલ ગુલાલ... હોળી...

વસંતનો ઉત્સવ જાણે, વ્રજમાં છવાયો,
 છાનો માનો છટકી જાય જશોદાનો જાયો,
ઘેરૈયાએ ઘેરી લીધા વૃજનાં વૃજલાલ... હોળી...

રંગ રસિયા રમવા આવ્યા છે આજે,
તનડામાં તાલાવેલી 'દર્શન' કાજે, રંગીલો બન્યો છે
આજે ગાયોનો ગોવાળ... હોળી...

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

કાન હોળી રમવા આવે છે


આવે છે રે આવે છે, કાન હોળી રમવા આવે છે; (૨)
સાથે ગોવાળની ટોળીને લાવે છે...કાન હોળી...(૨)

ગોકુળ ગામડે ઘરે ઘરેથી (૨)
રંગે રમવાને બોલાવે છે...કાન...હોળી...(૨)

કેસુડાનાં રંગથી ભરી પીચકારીઓ (૨)
રસ્તે રમાતાંને રંગાવે છે...કાન...હોળી... ‍

અબીલ ગુલાલની રમઝટ ઉડતી (૨)
શેરીઓમાં ધુમ મચાવે છે...કાન...હોળી... (૨)

ઝાંઝ, પખાજ ને મૃદંગ વાગતાં (૨)
વૃજલોકોની નિંદર ઉડાવે છે... કાન... હોળી... (૨)

 ગોકુળ ગામથી, ઘેરૈયાં નીસરી (૨)
બરસાનો ગામે ગજવે છે..કાન...હોળી...(૨)

રાધા સાથે સહું, ગોપીઓરે નીસરી (૨)
જોવા જેવો રંગ જમાવે છે...કાન.. હોળી...(૨)

‘દીન બાળક’ એવાં, રંગને નીરખતાં (૨)
 હૈયાનાં ભાન ભુલાવે છે..કાન...હોળી...(૨)

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   



In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

  જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇