રાજા બલિ અને દેવશયની એકાદશી સાથે શું સંબઘ છે? | Raja Bali Vaman Avatar Kaha | Gujarati Okhaharan
![]() |
Rajabali-vaman-avatar-katha-vaman-dwadashi-gujarati-2021 |
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારા આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે આપણે જાણીશું રાજા બલિ અને દેવશયની એકાદશી સાથે શું સંબઘ છે.
આ વાત સતયુગ સમયની છે જયારે ભક્તિ કરતાં ભગવાન પ્રસન્ન થાય છે. દેવશયની એકાદશી વામન અવતાર સાથે જોડાયેલી છે. પ્રહલાદ પૌત્ર દૈત્યરાજ બલિએ ઇન્દ્રને હારાવીને સ્વર્ગ ઉપર પોતાનો વિજય મેળાવ માટે સંકલ્પ કરી લીઘો. તેનાથી બધા દેવતા અને રાજા બલિની માતા અદિતિ દુઃખી પણ થયા અને પોતાના પુત્રના ઉદ્ધાર માટે જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુની આરાધના કરીને વરદાન માગવા લાગ્યાં. ત્યારે વિષ્ણુ ભગવાન પ્રસન્ન થયા અને વરદાન આપ્યું કે હું તમારા ગર્ભથી મારા દશઅવતાર નો એક વામન અવતાર લઈને દેવરાજ ઇન્દ્રને ફરી સ્વર્ગની સત્તા અપાવીશ અને રાજા બલિને પાતાળનું રાજ્ય સોંપી દઈશ અને ત્યાના અઘિપતિ બનાવીશ.
જ્યારે રાજા બલિ 100 યજ્ઞ તથા અશ્વમેઘ યજ્ઞમાં નારાયણ વામન અવતારમાં હાજર થયાં. તેમના આ અવતાર અંગે દાનવ ના ગુરૂ શુક્રાચાર્ય સમજી ગયા અને રાજા બલિને સાવધાન પણ કર્યો પરંતુ પ્રભુની લીલા આગળ કોઈનું ચાલતું નથી , રાજા બલિએ વામન દેવતાએ દાન માગવા કહ્યું અને દાનમાં ત્રણ પગ જમીન માગી.
વિષ્ણુએ વામન અવતાર માંથી પોતાના વિરાટ સ્વરૂપ ઘીરણ કર્યું અને પછી એક પગ ભૂ-મંડળ, બીજો સ્વર્ગલોક અને ત્રીજા પગ રાખતી સમયે રાજા બલિને પૂછ્યુ કે આ દાનમાં એક પગ માટે સ્થાન જ નથી. તો હવે તેને ક્યાં રાખું.
પ્રભુની લીલા જોતા રાજા બલિએ કહ્યું કે પ્રભુ હવે તો મારા મસ્તક પર ત્રીજો પગ રાખી દો, જેથી તે રસાતળ પાતાળ જતો રહ્યો અને ભગવાન વિષ્ણુએ વામન અવતારમાં તેને કહ્યું કે દાનિઓમાં તમને સદૈવ યાદ રાખવામાં આવશે અને તમે કળિયુગના અંત સુધી પાતાળના રાજા રહેશો.ભગવાન રાજા ની દાનવીરતા જોઈને વરદાન માગવા કહ્યું એટલે રાજા બલિએ પણ પ્રભુ પાસે વરદાન માગ્યુ કે પ્રભુ તમે મારા પાતાળ લોકના સામ્રાજ્યની રક્ષા માટે મારી સાથે પાતાળ રક્ષા કરો.
ભગવાન વામને તેમને વરદાન આપ્યું. એટલે ભગવાન વિષ્ણુ આષાઢ સુદ અગિયારસ દેવશયની એકાદશીથી 4 મહિના સુધી ભગવાન વિષ્ણુ પાતાળમાં રાજા બલિના મહેલમાં નિવાસ કરે છે.
આ સિવાય અન્ય માન્યતાઓ પ્રમાણે શિવજી મહાશિવરાત્રિ સુધી અને બ્રહ્માજી શિવરાત્રિથી દેવશયની એકાદશી સુધી પાતાળમાં નિવાસ કરે છે.
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો
દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇