વૈશાખ માસની વદ પક્ષની અપરા એકાદશી ક્યારે છે? | મહત્વ | પુજન વિધિ | પુજન સામાગ્રી | Apara Ekadashi Mahiti Gujarati Okhaharan
![]() |
Apara-Ekadashi-Mahiti-Gujarati-Kab-hai-ekadashi |
અપરા એકાદશી તારીખ
અપરા એકાદશી 2021 તારીખનો સમય અને પંચાંગ મુજબ, 6 જૂન, રવિવાર એ વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ છે. અપરા એકાદશી એટલે અપાર સુખ સંપત્તિ સમૃદ્ધિ તથા અપાર પાપ ને નષ્ટ કરનારી છે. એકાદશી તિથિ વિષ્ણુ ભગવાનને આધીન છે. આ એકાદશીને અચલ એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. વૈશાખ મહિનાની એકાદશીને વિશેષ મહત્વ હોય છે. શાસ્ત્રોમાં એકાદશીનો વ્રત બઘા વ્રતોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. એક મહિનામાં બે એકાદશી તિથિ આવે છે. આ જુન મહિનામાં વદ પક્ષની એકાદશીને અપરા એકાદશી અને સુદ પક્ષની એકાદશીને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે.
અપરા એકાદશી વ્રત મહત્વ
અપારા એકાદશીનું વ્રત એ વૈશાખ માસના વિશેષ ઉપવાસ માનવામાં આવે છે. એકાદશી તિથિ એ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે દિવસ છે. આ દિવસે ભગવાનની ઉપવાસ, ભજન કિરૅતન, પુજા અને જાગરણ રીતે કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ રહે છે. અને શ્રી મહાલક્ષ્મી માં પુજન કરવાથી ઘન સંપતિ રહે છે. તમામ પ્રકારની પરેશાનીઓથી છૂટકારો મેળવો.
અપરા એકાદશી ઉપવાસ કેવી રીતે કરવો:
સવારે સૂયૅદય પહેલાં સ્નાન કર્યા પછી મનમાં વ્રત કરવાનો સંકલ્પ રાખીને પૂજા શરૂ કરવી જોઈએ. ખાસ કરીને ભગવાન વિષ્ણુને પીળા રંગ વસ્ત્રોથી શણગારવા જોઈએ. પીળા ફૂલો, પીળા ફળો અને પીળી મીઠાઇ ચઠાવવી જોઈએ. પછી કથા વાચો, વિષ્ણુ નામાવલી, સહસ્ત્રનામ વગેરે પાઠ કરો આરતી કરો, થાળ કરો.આવીજ રીતે સાંજે પણ ભગવાનની પૂજા અને આરતી કરો.
એકાદશીની શુભ
તારીખ શરૂ : જૂન 05, 2021 સવારે: 04 કલાકે 07 મિનિટ
તારીખ સમાપ્ત: જૂન 06, 2021 સવારે: 06 કલાક 19 મિનિટ
ક્ષય હોવાથી ઉપવાસ જૂન 06, 2021 કરવો.
ઉપવાસનો ક્ષણ: જૂન 07, 2021 સવારે: 05 કલાકે 23 મિનિટથી
પરાણા તિથિના દિવસે દ્વાદશીની તારીખના અંતમાં સવારે 08:10 - 07 જૂન, 2021 સવારે 08:48 વાગ્યે
પુજન સામાગ્રી
ભગવાન વિષ્ણુ ની છબી,શ્રી લક્ષ્મીનારાયણ, અતવા દશ અવતારમાથી કોઈ પણ.
અક્ષત, ચંદન, નાળિયેર, સોપારી, લવિંગ, કળશ, આસોપાલવ પાન,
ધૂપ, ઘીનો દીવો, ઘી, ફૂલો
શુદ્રજળ ,પંચામૃત, તુલસી દાળ, મીઠાઇઓ, ફળ
એકાદશી પૂજન વિધી
આ એકાદશીના દિવસે સવારે બ્રહ્મા મુહૂર્તામાં ઉઠો અને ઘરની સફાઈ કરોઅને પુજન ની જગ્યા ખાસ સાફ કરો. આ પછીઘ્યાન રાખો સુયૅદય પહેલાં સ્નાન કર્યા પછી, સ્વચ્છ સાફ કપડાં પહેરો અને વ્રત રાખો. હવે ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ ની છબી,શ્રી લક્ષ્મીનારાયણ, દશ અવતારમાથી કોઈ પણ ફોટો સામે દીવો પ્રગટાવો. આ પછી વિષ્ણુની મૂર્તિને અક્ષત, ફૂલો, ઋતુ અનુસાર ફળ, નાળિયેર અને સૂકા ફળ ચઠાવો. વિષ્ણુની પૂજા કરતી વખતે અવશ્ય તુલસીના પાન રાખવું જોઈએ. આ પછી, શ્રી હરિ વિષ્ણુની આરતી ધૂપ કરીને. હવે સૂર્યદેવને જળ ચઠાવો. એકાદશીની કથા સાંભળો. ઉપવાસના દિવસે નિર્જળા ઉપવાસ કરો સાંજે તુલસી પાસે ગાયના ઘીનો દીવો પ્રગટાવો. કોઈએ રાત્રે સુવું ન જોઈએ.બીજા દિવસે, પરાણ સમયે, કોઈ બ્રાહ્મણ અથવા ગરીબ વ્યક્તિને શક્ય તેટલું ખવડાવો અને દક્ષિણા આપીને વિદાય આપો. તે પછી ખોરાક અને પાણીનું સેવન કરીને ઉપવાસ છોડો.
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો
દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇