શુક્રવાર, 14 જાન્યુઆરી, 2022

મકરસંક્રાંતિ ના દિવસે શું કરવું ? શું ના કરવું ? | Makar Sankranti Upay | Makar Sankranti 2022 | Okhaharan

 મકરસંક્રાંતિ ના દિવસે શું કરવું ? શું ના કરવું ? |  Makar Sankranti Upay | Makar Sankranti 2022 | Okhaharan

Makar-Sankranti-Upay-Gujarati

 

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું મકરસંક્રાંતિ ના દિવસે મકરસંક્રાંતિ ના દિવસે શું કરવું ? શું ના કરવું ? તે બઘું આપણે જાણીશું.

Makar-Sankranti-2022-Rashi-Dan

 

આ વર્ષે 14 જાન્યુઆરી 2022 શુક્રવારના ના રોજ મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવશે. મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ઉત્તરાયણ છે એટલે ઉત્તર દિશા તરફ પરાણય કરે. આજના દિવસ થી ખરમાસ સમાપ્ત થાય છે અને શુભ પંસગો કાર્યો શરૂ થાય છે. ઉત્તરાયણ ના દિવસે પવિત્ર નદી સ્નાન અને દાન પુણ્ય નું પણ ઘણું મહત્વ છે. આ વષૅ ૧૪ જાન્યુઆરી ૨૦૨૨ શુક્રવાર ના રોજ સૂયૅ દેવ મકર રાશિમાં બપોરે ૨:૨૮ મિનિટે પ્રવેશ કરે છેસમય પુણ્યકાળ તથા મહાપુણ્યકાળ સમય હોય છે.એટલે આ દિવસે બપોરે ૨:૨૮ થી સૂયૅઅસ્ત સમય એટલે સાંજે ૬:૧૮ સુધી પુણ્યશાળી સમય છે અને બપોરે ૨:૩૦ થી સાંજે ૪:૪૬ સુધી મહાપુણ્યકાળ સમય છે આ સમય માં દાન કરવાથી અનેક ધણું પુણ્ય મળે છે


મકરસંક્રાંતિ શું કરવું

આ દિવસે મનુષ્ય માટે ગરીબ અને જરૂરિયાતમંદોને અનાજ, ખાવાના બીસ્કીટ , તલ, ગોળ, કાળા રંગનું કપડું, લોટ, ઘી અથવા દાળનું દાન કરો.

આ દિવસે પ્રાણી માટે સરસવના તેલમાં થોડા પરાઠા કે પુરી બનાવીને કાળાદ રંગના ગાય કૂતરાઓને ખવડાવો.

આ દિવસે તલ નું મહત્વ વઘારે છે. કાળા તલના બે સરખા ભાગ કરો. તેનો એક ભાગ દાન કરો અને બીજા ભાગમાંથી વાનગી બનાવો.

આ દિવસે શનિદેવ માટે ખાસ છે એટલે અડદની દાળની ખીચડી બનાવીને ભગવાનને ચઢાવો. સંક્રાંતિ પર તેનું સેવન કરવું જોઈએ.

આ દિવસે સવારે સ્નાન કર્યા પછી ભગવાન સૂર્યને જળ અર્પણ કરો.

મકરસંક્રાંતિ દાન માહાત્મ્ય | રાશિ મુજબ દાન ના ખબર હોય વસ્તુ નું દાન કરો 

પતંગ ચડાવો જો કોઈ ઘાયલ પક્ષી દેખાય તો શક્ય હોય તો તેને નજીકના પશુ કલ્યાણ કેન્દ્રમાં લઈ જાઓ.અને એનો જીવ બચાવાનો પ્રયાસ કરો કોઈને જીવન દાન આપવું મોટું પુણ્ય નું જ કામ છે.

મકરસંક્રાંતિ પર શું ન કરવું

આ હિન્દું ઉત્તસવ માં કોઈપણ પ્રકારના નશાથી પોતાને દૂર રાખો. તેમજ મસાલેદાર ભોજનનું સેવન ન કરો.

મકરસંક્રાંતિના દિવસે તામસી આહાર જેવાકે  લસણ, ડુંગળી અને માંસનું સેવન ન કરો. 


આ દિવસે ઘરમાં કે બહાર કોઈની પણ સાથે દુર્વ્યવહાર ના કરવો.

આ દિવસે સવારે સ્નાન કર્યા પછી સૂયૅદેવના દશૅન વગર ખાવું નહી.

આ દિવસે તમારા આગણે આવેલા સંત , સાઘું કે કોઈ ભિખારીને ખાલી હાથે ન મોકલો. તલ, અનાજ, વસ્ત્ર વગેરેનું દાન કરીને તેમને વિદાય આપો.

આજના દિવસે શક્ય હોય તો પક્ષીઓના માળાની નજીક પતંગ ઉડાવવાનું ટાળો.

સૂર્ય દેવ નો આ સ્ત્રોત કરવાથી કોઢ જેવા ભયંકર રોગ નથી થતા   

શનિવાર ના દિવસે એકવાર હનુમાનજી ની આ સ્તુતિ કરો સવૅ નકારાત્મક ઉર્જા સામે રક્ષણ આપશે  

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay 

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 Krishna-chalisa-gujarati