શનિવાર, 6 નવેમ્બર, 2021

ભાઈબીજ માહત્મ્ય | ભાઈબીજ વ્રત કથા | Bhai Bij Mahatamay | Bhai Bij Vrat Katha In Gujarati | Okhaharan

 ભાઈબીજ માહત્મ્ય | ભાઈબીજ વ્રત કથા | Bhai Bij Mahatamay | Bhai Bij Vrat Katha In Gujarati | Okhaharan

bhai-dooj-vrat-katha-gujarati
bhai-dooj-vrat-katha-gujarati

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું  ભાઈબીજ માહાત્મય અને ભાઈબીજની વ્રત કથા.

 ભાઈબીજ માહત્મ્ય

ભાઈબીજ તહેવાર નવા વષૅ ના પાંચ તહેવાર માંનો એક કારતક મહિનાના સુદ પક્ષની બીજ તિથિએ ઊજવાય છે. આ વષએ આ પર્વ 15 નવેમ્બરના 2023  રોજ ઉજવામાં આવશે. 

shri-shakradaya-stuti-in-gujarat

 

ભાઈબીજ ના દિવસે  મથુરામાં આવેલા વિશ્રામ ઘાટ ઉપર ભાઈ-બહેન હાથ પકડીને એકસાથે સ્નાન કરે છે. યમરાજા પોતાની બહેન યમનાજીને આપેલા વચન અનુસાર તેમની બધી જ પરેશાનીઓ દૂર કરે છે.

આજના દિવસે ઘનતેરસ તેમજ કાળી ચૌદશ ની જેમ સંઘ્યા સમયે ઘરના ઉમંરા પર યમરાને દીવો સમર્પિત કરીને આકાશમાં ગરુડ( સમડી ) ઉડતું જોવું શુભ માનવામાં આવે છે. 


આ ભાઈબીજ નો તહેવાર ધર્મરાજ યમ અને તેની બહેન યમુનાના પ્રેમના પ્રેમનો તહેવાર છે. આ દિવસે યમ અને યમુનાની જેમ ભાઈ-બહેન મળે છે. બહેન ભાઈનો સત્કાર કરીને તિલક લગાવે છે. આ પ્રકારે ભાઈ-બહેનના પ્રેમથી યમરાજા અને યમુના દેવી ખુબ પ્રસન્ન થાય છે.

ભાઈબીજ એ કારતક સુદ બીજના દિવસે આવે છે તે દિવસે બહેન પોતાના ભાઈને પોતાના ઘરે જમવા તેડાવે છે બહેને ભાઈના કપાળે ચાંદલો કરી ચોકા થી વધાવી લેવા અને ભાઈના સુખ-સમૃદ્ધિ માટે કામના કરવી ભાઇએ બહેનને યથાશક્તિ ભેટ આપવી


 ભાઈબીજ વ્રત કથા

સમસ્ત સૃષ્ટિ ને અજવાળનાર સૂર્યદેવને બે સંતાન હતાં પુત્રનું નામ યમરાજ અને પુત્રીનું નામ યમુના હતું બંને ભાઈ-બહેન ને એકબીજા ઉપર અપાર સ્નેહ હતો એક દિવસની વાત છે યમુના એ ભાઈ ને હેતથી જમવા બોલાવ્યા યમરાજે હા તો પાડી દીધી પણ જઈ ન શક્યા કારણ એમના વગર કંઈ સંભાળ કોણ રાખે. યમુનાજીએ તો હર્ષથી રાધીને રાખ્યું પણ ભાઈ ન આવ્યા તેથી અપાર દુઃખ થયું આવું બે ત્રણ વાર બન્યું યમુનાજી રાંધીને રાખે પણ યમરાજ જઈ ન શકે એક દિવસ યમુનાજીએ ભાઈને ઘણા આગ્રહપૂર્વક આમંત્રણ આપ્યું. યમરાજાએ અતિશય આગ્રહને વશ થઇ જમવા જવાનું નક્કી કર્યું તેમણે નરકમાં મળતાં બધા જીવોને છોડી મૂક્યા અને બહેનના ઘરે જમવા પધાર્યા.


નરકના જીવો ને મુક્તિ મળી પવિત્ર દિવસ કારતક સુદ બીજનો હતો . યમુનાજી તો ભાઈ ના આગમનથી ખૂબ જ રાજી રાજી હતા થઈ ગયા તેમણે પાટલો મૂકીને ભાઈ ને તેના પર બેસાડ્યો પછી કપાળે કંકુનો ચાંલ્લો કરી ચોખા ચોડી ઓવારણાં લીધા અને ભાઈના મોમા કોણીયા મૂકી ભાવથી જમાડ્યા બહેન નો આટલો બધો અપાર સ્નેહ જોઈ યમરાજા ખૂબ જ પ્રસન્ન થયા તેમણે બહેનને વરદાન માગવા કહ્યું ત્યારે યમુનાજી ગળગળા અવાજે બોલ્યા

ભાઈ તમારું કામ એવું છે કે તમે રોજ તું બહેનની ભાણ ન લઈ શકો પણ દર વર્ષે આ કારતક સુદ બીજના દિવસે મારે ત્યાં જમવાનું તમે વચન આપો. નરકમાં સબડતા જીવોને આ બીજને દિવસે તમારે મુક્તિ આપવી અને જે ભાઈ આ બીજના દિવસે બહેન ના ઘરે જ મેં નરકના દ્વાર ન દેખાડવા

lakshmi-stuti-lyrics-gujarati

યમરાજ બોલ્યા બેહન જા તને મારું વચન છે કે દર વર્ષે કારતક સુદ બીજને દિવસે હું તારે ત્યાં જમવા આવીશ અને જે ભાઈ આ દિવસે પોતાની બહેનને ત્યાં જમવા આવશે એ ભાઈ નરકનું બારણું નહીં જુએ જેમને કોઇ સગી બહેન ન હોય તો કાકા મામા માસી કે કોઈની દીકરી બહેન પણ ચાલે અરે મિત્રની બહેન ને ત્યાં જ મળશે તો એ એટલું જ ફળ મળશે

આ સાંભળી યમુનાજી ખૂબ જ ખુશ થઈ ગયા તેમણે ભાઈને આશીર્વાદ આપ્યા.

યમરાજાએ પોતાની બહેનને યથાશક્તિ ભેટ આપી ચાલ્યા ગયા


હે જીવમાત્રને નિયમમાં રાખનાર યમરાજા આ બીજના પવિત્ર દિવસે જે ભાઈ બહેનના ઘરે જમે એને સુખ સમૃદ્ધિ અને સંપત્તિ આપજો

શ્રી વિષ્ણ્વષ્ટકમ્  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.