સંક્રાંતિ કયાં પાયે બેસે છે ? મકરસંક્રાંતિ ના દિવસે રાશિ મુજબ દાન | Makar Sankranti 2022 Rashi Dan | Okhaharan
Makar-Sankranti-2022-Rashi-Dan |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું મકરસંક્રાંતિ ના દિવસે રાશિ મુજબ દાન.
આ વર્ષે 14 જાન્યુઆરી, શુક્રવારના રોજ મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવશે. મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ઉત્તરાયણ છે . ખરમાસ સમાપ્ત થાય છે અને માંગલિક કાર્યો શરૂ થાય છે. મકરસંક્રાંતિના દિવસે સ્નાન અને દાનનું પણ ઘણું મહત્વ છે. આ દિવસે તમારી રાશિ પ્રમાણે વસ્તુઓનું દાન કરવાથી તમે સૂર્ય ભગવાનની કૃપા મેળવી શકો છો અને ગ્રહોને બળ આપી શકો છો. આવો જાણીએ મકરસંક્રાંતિ પર રાશિ પ્રમાણે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ.
મકર સંક્રાંતિ માં કઈ રાશિ વાળા ને શું દાન આપવું તે નીચે મુજબ છે ...
~ રાશિ - મેષ,કકઁ,વૃશ્ચિક
~ અક્ષર - અ,લ,ઈ - ડ,હ - ન,ય
~ ત્રાંબા ના પાયે સંક્રાંતિ બેસે છે સારી છે..
~ આ રાશિ વાળા ઓને લાલ રંગની વસ્તુ નું દાન કરવું જેમ કે ત્રાંબા ના વાસણ,ઘઉં, ગોળ, બોર, ખજુર, લાલ કાપડ, તલ અને દક્ષિણા સહિત દાન કરવું..
~ રાશિ - વૃષભ, કન્યા, ધન
~ અક્ષર - બ,વ, ઉ - પ,ઠ,ણ - ભ,ધ, ફ, ઢ
~ ચાંદી ના પાયે સંક્રાંતિ બેસે છે સારી છે..
~ આ રાશિ વાળા ઓને સફેદ રંગ ની વસ્તુ નું દાન કરવું જેમ કે ચાંદી,ઘી,ખાંડ ચોખા,સફેદ કાપડ, તલ અને દક્ષિણા સહિત નું દાન કરવું...
~ રાશિ - સિંહ, મકર, મીન
~ અક્ષર - મ,ટ - ખ,જ - દ, ચ,ઝ,થ
~ સોનાના પાયે સંક્રાંતિ બેસે છે સાધારણ છે..
~ આ રાશિ વાળા ઓને પીળા રંગની વસ્તુ નું દાન કરવું જેમ કે , સોનું , ચણાની દાળ, તુવેર દાળ, પીળુ કાપડ, પીતળ ના વાસણ તથા તલ અને દક્ષિણા સહિત નું દાન કરવું...
~ રાશિ - મિથુન, તુલા, કુંભ
~ અક્ષર - ક,છ,ઘ - ર,ત - ગ,શ,સ
~ લોઢાના પાયે સંક્રાંતિ બેસે છે ખરાબ છે...
~ આ રાશિવાળા ઓને કાળા રંગની વસ્તુ નું કરવું જેમ કે કાંસા ના વાસણ,સ્ટીલ ના વાસણ,અડદ, કાળા તલ,કાળું કાપડ, તલ અને દક્ષિણા સહિત દાન કરવું..
સૂર્ય દેવ નો આ સ્ત્રોત કરવાથી કોઢ જેવા ભયંકર રોગ નથી થતા
શનિવાર ના દિવસે એકવાર હનુમાનજી ની આ સ્તુતિ કરો સવૅ નકારાત્મક ઉર્જા સામે રક્ષણ આપશે
શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને
દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇