મંગળવાર, 22 માર્ચ, 2022

આજે ફાગણ વદ પાંચમ એટલે રંગપંચમી નું માહાત્મ્ય અને કેટલાક ઉપાય આર્થિક સમસ્યાઓ દૂર થશે | Rang Panchami 2022 Gujarati Upay | Okhaharan

 આજે ફાગણ વદ પાંચમ એટલે  રંગપંચમી નું માહાત્મ્ય અને કેટલાક ઉપાય આર્થિક સમસ્યાઓ દૂર થશે | Rang Panchami 2022 Gujarati Upay | Okhaharan

Rang-Panchami-2022-Upay-Gujarati
Rang-Panchami-2022-Upay-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું રંગપંચમી નું માહાત્મ્ય અને કેટલાક ઉપાય કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થશે. રંગપંચમી ના દિવસે ધન સમૃદ્ધિ ઉપાય જાણી માતા લક્ષ્મી , વિષ્ણુ ભગવાન તથા મહાદેવ તથા માતા પાવૅતી પ્રસન્ન કરવાના ઉપાય 

 

 મંગળવાર શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો.  

 

ફાગણ માસની પૂર્ણિમા એટલે હોળી દહન અને હોળી રંગો તહેવાર છે બરાબર એના પાંચ દિવસ પછી એટલે ફાગણ વદ પાંચમ ને રંગ પંચમી કહેવાય છે.આ વષૅ આ તિથિ 22 માચૅ 2022 મંગળવાર રોજ આવે છે.આ  દિવસે વસંતોત્સવ ની પુણૉહુતિ થાય છે. આ દિવસે રંગો એકબીજા શરીર પર નહીં પરંતુ હવામાં ઉડાવીને દેવી દેવતા ને પ્રસન્ન કરવામાં આવે છે.આમ કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે . પાંચમ ની તિથિ એ પંચ દેવ ને આપણૅ છે. આ દિવસે હવામાં રંગો ઉગાડવાથી તમોગુણ નો નાશ થાય છે જીવનમાં સુખ શાંતિ વધે છે. ગ્રંથો અનુસાર રંગપંચમીના દિવસે કેટલાક ઉપાય કરવાથી માતા લક્ષ્મીની કૃપા રહે સાથે સાથે જીવનમાં ધન અને વૈભવની પ્રાપ્તિ થાય છે.


ચાલો જાણીએ રંગપંચમી ના કેટલાક ઉપાય

 

જીવનમાં રહેતી રૂપિયા ની કમી દૂર કરવા માટે

આ રંગપંચમી ના દિવસે માતા લક્ષ્મી તથા વિષ્ણુ ભગવાનની પુજન કરવાથી વિશેષ ફળ લાભ થાય છે. આ દિવસે લક્ષ્મીનારાયણ ની પૂજા કરવી સાથે સાથે માતા લક્ષ્મી નો બીજો મંત્ર ૐ શ્રીમ્ શ્રીયે નમઃ મંત્ર ની એક માળા તથા કનકધારા સ્ત્રોત નો પાઠ કરવો. આમ જીવનમાં ધન કમી ધીરે ધીરે દૂર થશે.


રાત્રે સૂતા પહેલાં શ્રી ગણેશ ની આ સ્તુતિ કરી લેજો સવૅ પ્રકારના વિધ્નો નાશ પામશે અહી ક્લિક કરો.   

  ચાલી રહેલી નોકરી  કે વ્યવસાયની સમસ્યાઓ માટે ઉપાય

આ રંગ પંચમીના દિવસે સવારે વહેલા બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાનના કરતા સમયે પાણીમાં એક ચપટી હળદર અને ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવું જોઈએ.  આમ કરવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ  પ્રાપ્ત થાય અને નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થાય છે.

રંગપંચમી ના દિવસે શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો.

 

પરિવારમાં સુખ-શાંતિ માટેનો ઉપાય

 આ રંગપંચમીના દિવસે પુજન માં અથવા મંદિરે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને ગુલાબ અથવા લક્ષ્મી કમળનું ફૂલ અર્પણ કરવું જોઈએ અને શ્રી લક્ષ્મીનારાયણ દેવ નું ધ્યાન ધરવું . આમ કરવાથી આર્થિક સંકડામણ દૂર થઈ પરિવારમાં સુખ-શાંતિ રહે છે.


માતા લક્ષ્મીને કોઈ પણ સફેદ વસ્તુ અર્પણ કરો

આ રંગપંચમીના દિવસે પુજન અથવા મંદિરે દેવી લક્ષ્મીને સફેદ વસ્તુઓ આપણૅ કરો દેવી કે  દૂધની ખીર,માખણ, દહીં, ધી કે  શ્રીખંડ, સફેદ વસ્ત્ર વગેરે અર્પણ કરવું સૌપ્રથમ ઘરની સૌથી મોટી મહિલાને પ્રસાદ આપો અને પછી આખા ઘરમાં અને આસપાસ પ્રસાદનું વિતરણ કરો. આમ કરવાથી કોઈને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડતો નથી અને ફસાયેલા ધનની પ્રાપ્તિ થાય છે.

રંગપંચમી ના દિવસે નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો. 


નકારાત્મક ઉર્જા નાશ કરવા માટે

આ રંગપંચમીના દિવસે શ્રી લક્ષ્મીનારાયણ દેવ ની પુજન માં એક કળશ શુદ્ધ જળ ભરો અને પુજન પછી તે જળ આખા ધરમાં છાંટ કરો આ રીતે કરવાથી ધરની અંદર  અને જ્યાં જળ છાંટશો ત્યાં ની નકારાત્મક ઉર્જા નાશ પામી સકારાત્મક ઉર્જા નો સંચાર થશે . 

 

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

ભગવાન શિવ અને માતા પાર્વતીને અર્પણ આ વસ્તુ કરો

આ રંગપંચમીના દિવસે એક શ્રીફળ લો તેના પર સિંદુર થી તિલક કરો તેને લાલા રંગના નવા કાપડ માં બાંધો અને પછી મહાદેવ ના મંદિર જઈને ભગવાન શિવ અને માતા પાવૅતી ને અપણૅ કરો આમ કરવાથી શિવ કૃપા રહે અને  જીવનની તમામ સમસ્યાઓનો અંત આવે છે.

 

રાધા-કૃષ્ણને માટે આટલું કરો

આ રંગપંચમીના દિવસે ભગવાન કૃષ્ણએ રાધા રાણીને રંગ ચઢાવ્યો હતો, જેના કારણે આ રંગપંચમી તહેવાર ઉજવાય છે. આ દિવસે રાધા-કૃષ્ણને ગુલાલ રંગો ચઢાવવાથી આમ કરવાથી જીવનમાં પ્રેમ અને સમૃદ્ધિ વધે છે અને દેવતાઓની કૃપા હંમેશા માટે બની રહે છે. 

 

ગણેશ ની ભક્તિ માટે  મોબાઈલ એપ જેમાં મંત્ર , ચાલીસા , બાવની વગેરે.. ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો. 


શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 


સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો