શ્રી ખોડલ જંયતિ સ્પેશિયલ ખોડિયાર પચ્ચીસા પાઠ કરવાથી સુખ સંપત્તિ પરિવાર અખંડ રહેશે ગુજરાતીમાં જે તમે હજી સુધી નહીં વાંચ્યો હોય
![]() |
Khodiyar-Pachisa-Gujarati |
ખોડિયાર પચ્ચીસી
ખોડલ તારા નામનો , જગમાં મોટો પ્રતાપ
ભાવ થકી જે ભજતા થાય , તેનો બેડો પાર ,
મામડે ઘેર મા અવતરી , શક્તિ સ્વરૂપા આઈ .
સ્મરણ કરું મા સ્નેહથી , દારૂણ . દુઃખડાં જઈ .
કુમકુમ પગલે પધારીયા , સાત બેનું એક ભાઈ .
રોહીશાળા રૂડા ગામમાં , આનંદ સઘળે વરતાઈ .
વાસુકી નાગના સંતાન તમે , ધરતી ઘા પર આવ્યા.
મામડ તણાં મેણાં ભાંગ્યા , આનંદ દિપ પ્રગટાયા .
શિવ સામર્થ્ય મટયું ફળ્યું શક્તિ સ્વરપા આઈ
રોહીશાળાની ઘરતી માથે પરગટ પરચા થાઈ
કોઢીયાનો તો કોઢ મટે , સ્મરે ખોડલ એ સન્મુખ .
વાયુ સ્વરૂપે વિચરતી , ધરતી ધરા પર માત
શશી સૂયૅમાં ચમકે , ત્રિશૂલ ધરીને હાય ,
શેખાવતનો ગર્વ ઉતારીયો , ચડી ચિતાએ સાત બેન .
મેરખીયો પણ સાથે હતો , આ તો જગદંબાની દેન .
રાતડીયા પાડાને રોક્યો , રક્તાસુરનું એ રુ૫ .
આઈને ભખી ઉઠાવ્યો , ખોડલને સન્મુખ .
નખથી ચીરી પછાડીયો , દાનવનો વાળ્યો દાટ
શક્તિ સ્વરૂપા આઈએ , અખંડ પરચો પૂર્યો આજ .
ખોડલ તણા નામનો , થાય જગમાં જય જયકાર.
સમરે માને જે સ્નેહથી , તેનો વાળ ન વાંકો થાય .
ખોડલ કેરા જાય ચરણે , તેના ટળે ત્રણેય તાપ .
રોગ શોકનો ભય ટળે , ટળે સઘળા સંતાપ.
શક્તિ ગુણ ગાતા દેવો , શક્તિને પૂજે ગાંધર્વો .
યક્ષ કિન્નર પણ ગાવે ગુણ , શક્તિને સેવે માનવો .
શક્તિ તણો સઘળે પ્રતાપ , શક્તિથી ચાલે સંસાર .
શક્તિ વિના સથળે શૂન્ય , શક્તિ તત્ છે મહાન
શક્તિથી સૂરજ ચમકે , શક્તિથી ખીલે ફૂલડાં .
શક્તિકૃપાથી વાયુ વાયે , શક્તિથી ઉંડે પંખીડા
અણુ અણુ કણ - કણમાં શક્તિ , ત્રણે લોકમાં વિચરે શક્તિ .
શિવ બ્રહ્મા ને વિષ્ણુની શક્તિ , જીવન માર્ગમાં વિચરે શક્તિ.
શક્તિ વિના સઘળું નિર્જીવ , શક્તિથી પૂજાય આદિ શિવ .
બ્રહ્મા વિષ્ણુ શક્તિને સેવે , શક્તિને સમરે સઘળા જીવ .
જીવમાત્રમાં છે શક્તિ , શક્તિ વેણ છે સઘળું અસાર .
શક્તિ તત્ત્વ છે એવું મહાન , એના થકી ચાલે સંસાર .
ખોડલ જગજનની છે મહાન ટાળે સૌના એ સઘળા સંતાપ .
એની કૃપા હોય અણમોલ , પૂરે એ તો કાળજના કોડ ,
મા ખોડલનો છે એવો ખમકારો , ભેળીયો માનો ભય છે ભાંગનારો .
જગમાં મોટો આશરો માતનો , માનો દીવડો દુ:ખ હરનારો .
માં ખોડલને શરણે જાય , સાચા હદય કરે પોકાર .
અંતરે સાદ સુણશે માડી , પૂરા પ્રેમથી કરે વહાર .
રોહીશાળા ને રાજપરામાં , તાંતણીયાને ગળધરે બેઠાં માતા .
માટેલ ધરાને જુનાણામાં , દર્શન કરવા જાજો માના .
પચીસીના પાઠ નિત પ્રેમથી કરજો , ધૂપ દીપ ને દયાન ધરજો .
મા ખોડલની થાશે મે'૨ , જાપ માના અખંડ જપજો .
કુળ કુટુંબની ચડતી થાશે , ખોડલ લીલી વાડી રાખશે .
અંતર આશા માડી પૂરશે , ધન - ધાનના ભંડાર ભરશે
સાખી
સુખ સંપત્તિ આપશે , પુત્ર પરિવાર અખંડ ;
ભેળીયો માનો પૂજજો , આવીને કરજો નમન .
બોલીયે આઈ શ્રી ખોડિયાર માતકી જય
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને
આઈ શ્રી ખોડિયાર જરૂર લખજો.
દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો.
શ્રી ખોડલ જંયતિ સ્પેશિયલ ખોડિયાર માઁ ના બાવન ગુણ નો પાઠ ગુજરાતીમાં જે તમે હજી સુધી નહીં વાંચ્યો હોય 👇👇👇
![]() |
Khodiyar Bavni Gujarati |
માં ખોડલ ના ચાલીસા ગુણ નો પાઠ ગુજરાતી માં લખાણ 👇👇👇
![]() |
Khodiyar chalisa gujarati |
સવૅ બાળક ની રક્ષા માટે આઈ શ્રી ખોડિયાર માઁ નો કવચ પાઠ ગુજરાતી લખાણ સાથે👇👇👇
![]() |
Khodiyar Kavach Gujarati |