સોમવાર, 14 ઑગસ્ટ, 2023

અઘિક માસની અમાસ ક્યારે છે? વ્રત ઉપવાસ ક્યારે કરવો? આ દિવસે શુ કરવું ? શું ના કરવું ? | Adhik Amavasya 2023 Kab Hai | Okhaharan

અઘિક માસની અમાસ ક્યારે છે? વ્રત ઉપવાસ ક્યારે કરવો? આ દિવસે શુ કરવું ? શું ના કરવું ? | Adhik Amavasya 2023 Kab Hai  | Okhaharan


adhik-amavasya-2023-kab-hai
adhik-amavasya-2023-kab-hai

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ અઘિક માસની અમાસ ક્યારે છે? વ્રત ઉપવાસ ક્યારે કરવો? આ દિવસે શુ કરવું ? શું ના કરવું ? તે બઘું જાણીશું.


 સવૅ પિતૃ અમાસ ની વ્રત કથા 


અમાસ તિથિ એ ચંદ્ર ની શૂન્ય કળામાં હોય છે. અમાસ તિથિ ના દેવ શ્રી વિષ્ણું , મહાદેવ, હનુમાનજી , શનિદેવ અને પિતૃઓ છે. આ અમાસ તિથિનાં દિવસે પિતૃ તૅપણ માટે ઉત્તમ દિવસ માનવામાં આવે છે.  અમાસ ના દિવસે પિતૃઓ માટે પિંડદાન કરવાથી તેમને તૃપ્તિ મળે છે અને તેઓ વૈકુંઠ તરફ પ્રસ્થાન કરે છે.


આ વષૅ 2023 અઘિક માસની અમાસ તિથિ માહિતી


તિથિ ની શરૂઆત 15 ઓગસ્ટ 2023 મંગળવાર

 બપોરે 12:37 મિનિટ 


તિથિ ની સમાપ્તિ 16 ઓગસ્ટ 2023 બુઘવાર 

બપોરે 3:07 મિનિટ


આમ અમાવસ્યા 15 ઓગસ્ટ 2023 મંગળવાર 

દશૅ અમાવસ્યા રહેશે અને 16 ઓગસ્ટ 2023 બુઘવાર 

અમાસ જે અઘિક શ્રાવણ નો પૂણાહૂતિ દિવસ રહેશે. ઉપવાસ, વ્રત, પિતૃ તપૅણ સસવૅ 
 
ૐ નમો ભગવતે વાસુદેવાય


આગળ જાણાવ્યા મુજબ આ તિથિ પિતૃઓને અપણૅ છે આ દિવસે કરેલા દરેક કાયૅ પિતૃઓને અપણૅ થાય છે અને તેનું પુણ્ય ફળ મળે છે. 
અમાસ દિવસે શું કરવું 


અમાસ તિથિ સવારથી સૂયૅદય થાય ત્યારથી બઘા કાયૅ કરવામાં આવે છે.
 ત્યાર પછી ઘરના દેવ સ્થાન એટલે મંદિરમાં સેવા પૂજા કરી પાનિયારે જ્યાં પીવાનું પાણી રાખીયે ત્યાં સવારે અને સાંજ એમ બંને સમય બે આડી વાટનો ધી દિવો કરી બે અગરબતી કરી પિતૃઓનું ધ્યાન ધરતા ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જાપ કરવો અગરબત્તી અડધી ના થાય ત્યાં સુધી જાપ કરવો.


અમાસ ના દિવસે કરો ભક્ત વલ્લભ ભટ્ટ રચિત આનંદ નો ગરબો ૧૧૮ છંદ સાથે અહી ક્લિક કરો.   


ત્યાર પછી સૂર્યદેવને જળ ચઢાવો. આ જળમાં તાબાના લોટામાં લાલ ચંદન અને લાલ ફુલ , ચોખા વડે સૂયૅદેવ ને અઘ્ય આપણૅ કરો અને ત્યારે સૂયૅ દેવનાં 12 જાપ કરો અથવા સૂયૅદેવ નો સરળ મંત્ર ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો 


આ અમાસ તિથિના દિવસે પિતૃઓ માટે કોઈ કાયૅ રહી ગયું હોય કે અઘુરૂ હોય તે કરવામાં ઉત્તમ દિવસ છે આ દિવસે પિતૃઓનું પુજન, તપણૅ વિઘિ, પિડંદાન, અંજલિ કરવાથી તોઓ તૃપ્ત થાય છે. તોઓ ના આશીવૉદ ઘરનાં બઘા સભ્ય ને ફળે છે.   


 ત્યાર બાદ પિતૃઓને યાદમાં દાન કરવું જોઈએ પછી જરૂરિયાતમંદ લોકોને અન્ન,વસ્ત્ર કે પછી ધન દાન હોય કે પછી બ્રહ્માણ ને ભોજન કરાવવું, હોય કે ગાયમાતા કે જેમનામાં 33 કરોડ દેવી દેવતા વાસ હોય છે આ એક સારી તિથિ એક સાથે બઘા દેવી-દેવતા પ્રસન્ન થઈ જાય માટે ગાય કે ગૌશાળામાં લીલું ઘાસ કે ખોળ ગાય ને ખડાવવું જોઈએ. કુતરા ધી ગોળ કે મીઠાઈ કે રોટલી રોટલો ખડાવવો, કીડી ને લોટ સાથે મોરંસ ઉમેરીને કીડીયારૂ પુરવું, હવે વરસાદી સમયમાં તમારી ઘર ની આસપાસ કે રવેશીમાં પક્ષી માટે ચણ અને પાણી વવ્યવસ્થા કરવી આમ આટલા પ્રકાર ના અમાસ તિથિ ના દિવસે દાન કરી શકાય છે.  


         શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ 


અમાસ તિથિ ના દિવસે ધૂપ-ધ્યાન કરો સવારે કરેલ ધૂપ-ધ્યાન એ ભગવાનને અપૅણ છે અને સંઘ્યા સમયે કરેલ પિતૃઓને અપણૅ છે તેમાં પણ બપોર અથવા સંઘ્યા સમયે ગાયના ગોબર ના છાણા કે કોલસા ઉપર ગુગળ મુકીને ઘુપ કરો બળતા છાણા અથવા કોલસા ઉપર ગોળ અને ઘીથી ધૂપ આપવું જોઈએ. આ તિથિના દિવસે પિતૃઓ પૃથ્વી પર વાયુ વેગે આવે છે આ દરમિયાન પિતૃઓનું ધ્યાન ઘરતા રહેવું મનમાં ઓમ પિતૃભ્યૌ નમઃ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય જાપ કરવો.  


અમાસ ના દિવસે શું ના કરવું?


1)    અમાસ તિથિ ના દિવસે તમે વ્રત કરો કે ના કરો પણ કંઈ પણ નશીલા
 પદાર્થો સેવન કે  કોઈ વસ્તુ નશો ના કરો.


2)    અમાસ ના દિવસે બ્રહ્મચર્ય નું પાલન કરો.


3)    અમાસ ના દિવસે ધરમાં કે બહાર નાના મોટા ની ઉપર કોધ ના કરવો


4)    અમાસ ના દિવસે માંસ મદિર નું સેવન ના કરવું


5)    અમાસ ના દિવસે પારકા એટલે બીજા નું અન્ન ના ખાવ. ધરે બનાવીને જમો.


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 


 

 દરરોજ સવારે કરો શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે 

 

 
 


  જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇