ગુરુવાર, 31 માર્ચ, 2022

ફાગણ માસ ની અમાસ ક્યારે છે? | ક્યારે પિતૃ તર્પણ , સ્નાન દાન ક્યારેકરવું? | અમાસ ના દિવસે શું કરવું ? શું ના કરવું? | Falgun Amavasya 2022 Gujarati | Okhaharan

 ફાગણ માસ ની અમાસ ક્યારે છે? | ક્યારે પિતૃ તર્પણ , સ્નાન દાન ક્યારેકરવું? | અમાસ ના દિવસે શું કરવું ? શું ના કરવું? | Falgun Amavasya 2022 Gujarati | Okhaharan

Falgun-Amavasya-2022-Gujarati
Falgun-Amavasya-2022-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું ફાગણ માસ ની અમાસ ક્યારે છે? ક્યારે પિતૃ તર્પણ કરવું? ક્યારે સ્નાન દાન કરવું? કયો શુભ સંયોગ બને આ વખતે અમાસ પર. અમાસ ના દિવસે શું કરવું? અમાસ ના દિવસે શું ના કરવું? 

અમાવસ્યા પર રાશિ મુજબ કરો આ વસ્તુઓનું દાન, મળશે અક્ષય પુણ્યનું ફળ અહી ક્લિક કરો.  


તિથિ એ ચંદ્ર ની કળા પર આધારિત હોય છે જયારે પૂર્ણ ચંદ્ર કળા હોય એટલે પૂનમ કહેવાય અને જ્યારે ચંદ્ર શૂન્ય કળા હોય એને અમાસ કહેવાય. અમાસ તિથિ પિતૃઓને આપણૅ છે. આ દિવસે લક્ષ્મીનારાયણ દેવ , શિવ પાવૅતી તથા હનુમાનજીના ની પણ પૂજા કરવા માં આવે છે.અમાસ તિથિ ના દિવસે પિતૃઓ વાયુવેગે તપણૅ આરોગવા આવે છે. આ દિવસે પિતૃઓ માટે જાપ ,તપ,  વ્રત , સ્નાન, અને દાન કરવાથી સુખ સમૃદ્ધિ  વધે છે.


આ વષૅ ફાગણ માસની અમાસ તિથિ ની વધ ધટ હોવાથી બે દિવસ રહેશે એટલે કે ૩૧ માચૅ અને ૧ એપ્રિલ. તિથિ માહિતી

અમાસ તિથિ ની શરૂઆત ૩૧ માચૅ બપોરે ૧૨:૨૨ મિનિટ

અમાસ તિથિ ની સમાપ્તિ ૧ એપ્રિલ સવારે ૧૧:૫૩ થાય છે

આમ બે દિવસ અમાસ રહેશે

પિતૃ તપણૅ માટે ૩૧ માચૅ બપોરે ૧૨:૨૨ પછી કરવું તથા ૧ એપ્રિલ સવારે ૧૧:૫૩ પહેલાં કરી શકાય છે.


સ્નાન મહિમા ૧ એપ્રિલ સવારે સૂર્યોદય પહેલાં જળ માં ગંગાજળ ઉમેરી કરવું.

 સવૅ પિતૃ અમાસ ની વ્રત કથા અહી ક્લિક કરો.   

 

૧ એપ્રિલ ના દિવસે સવારે સવૉથૅ સિદ્ધિ યોગ તથા અમૃતસિદ્રિ યોગ બને છે.  આ સમય કરેલ કામ અનેક ધણું ફળ આપે છે એ પછી જપ ,તપ, દાન કેમ ના હોય .


અમાસ ના દિવસે શું કરવું?

અમાસ ના દિવસે સવારે તાંબાના લોટામાં જળની સાથે લાલ ચંદન અને લાલ ફુલ વડે સૂયૅદેવ ને અઘ્ય આપણૅ કરો.


અમાસ ના પિતૃઓની શાંતિ માટે ગરીબ કે જરૂરિયાત મંદ લોકો ને દાન અથવા જમાડો.


અમાસ ના દિવસે સવારે અને સાંજે પીપળા ના વૃક્ષ ને જળ ચડાવો અને દિવો પ્રગટાવો.


અમાસ દિવસે સ્નાન દાન સાથે પિતૃઓના દેવતા ભગવાન વિષ્ણુ ની પૂજા કરો તથા શ્રીમદ ભાગવત ગીતા ના પાઠ કરો અને ૐ નમો ભગવતે વાસુદેવાય જાપ કરો.


સંધ્યા સમયે ધરમાં ગાયના ગોબર તથા ગુગળ ધી ઉમેરી ધુપ કરો.


અમાસ ના દિવસે શું ના કરવું?

અમાસ તિથિ ના દિવસે તમો વ્રત ના કરો તો કંઈ પણ નશીલા પદાર્થો નું કોઈ વસ્તુ નશો ના કરો.


અમાસ ના દિવસે બ્રહ્મચર્ય નું પાલન કરો.

અમાસ ના દિવસે કરો ભક્ત વલ્લભ ભટ્ટ રચિત આનંદ નો ગરબો ૧૧૮ છંદ સાથે અહી ક્લિક કરો.  

અમાસ ના દિવસે ધરમાં કે બહાર કોધ ના કરવો


અમાસ ના દિવસે મસ મંદિર નું સેવન ના કરવું


અમાસ ના દિવસે બીજા નું અન્ન ના ખાવ.


મિત્રો આ અમાસ તિથિ માહિતી, પુજન સમય તથા આ દિવસે શું કરવું ? શું ના કરવું? તેની માહિતી 


 દરરોજ સવારે કરો શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે અહી ક્લિક કરો.

 ચૌદશ, અમાસ અને પુનમ ના દિવસે માં બહુચર નો બાલાષ્ટક પાઠ કરો ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

સંપૂર્ણ "શિવ માળા 108 મણકા" ગુજરાતી લખાણ સાથે

 

 શિવમહિમ્નઃ સ્તોત્રમ    

 

શિવ બાવની ગુજરાતી લખાણ સાથે  

 

જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 


મંગળવાર, 29 માર્ચ, 2022

મંગળવાર અને પ્રદોષ એટલે ભૌમ પ્રદોષ વ્રત કથા ગુજરાતીમાં | Bhom Pradosh Vrat Katha Gujarati | Okhaharan

 મંગળવાર અને પ્રદોષ એટલે ભૌમ પ્રદોષ વ્રત કથા ગુજરાતીમાં | Bhom Pradosh Vrat Katha Gujarati | Okhaharan


Bhom-Pradosh-Vrat-katha-gujarati
Bhom-Pradosh-Vrat-katha-gujarati





 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ આજે આપણે જાણીશું ભોમ પ્રદોષ તિથિ માહિતી અને ભોમ પ્રદોષ ની વ્રત કથા.

ભૌમ પ્રદોષ માહાત્મય અને 9 નાનકડાં ઉપાય આખુ વષૅ ઘનવષૉ રહે અહી ક્લિક કરો.   

આપણે પહેલાં જાણીયે ભોમ પ્રદોષ શું છે?

મંગળવાર નો દિવસ અને ત્રિયેદશી તિથિ બંને શુંભ સંયોગ ને ભૌમ પ્રદોષ કહેવાય છે. પ્રદોષ તિથિ ના અધિપતિ ભગવાન શિવ ને અપણૅ છે. કોઈ પણ  પ્રદોષ વ્રત સંપૂર્ણ શ્રદ્ધાથી કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ, તથા ભોમ પ્રદોષ ધન ધાન્ય અને , સંતાન વગેરેની પ્રાપ્તિ થાય છે. દર માસે બે પ્રદોષ આવે  સુદ અને વદ પક્ષ ના પ્રદોષ હોય છે . 



 સંધ્યા સમયે શિવ પુજન કરવામાં આવે છે.શિવજી ને ખાસ પુજન માં તેમની પ્રિય વસ્તુઓ  ભાંગ, ધતુરા, બેલપત્ર, ગંગાજળ, સફેદ ચંદન, સફેદ ફૂલ ચઢાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પ્રદોષ વ્રતના દિવસે શિવ મંત્રોનો જાપ કરવાથી ભગવાન પોતાના ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે


આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.

ભૌમ પ્રદોષ વ્રત કથા-

એક ગામમાં એક વૃદ્ધ સ્ત્રી રહેતી હતી. તેણીને એક પુત્ર હતો. વૃદ્ધ મહિલા હનુમાનજીની પરમ ભક્ત હતી. હનુમાનજીની હંમેશા વિધિપૂર્વક પૂજા કરવી. મંગળવારે તે હનુમાનજીની વિશેષ પૂજા કરતી હતી. એકવાર હનુમાનજી તેમના ભક્તની એટલે તે વૃદ્ધ મહિલાની પરીક્ષા કરવા ની ઈચ્છા થઈ.


તેઓ સાધુના વેશ ધારણ કરીને એ વૃદ્ધ ના ધરે ગયા અને ત્યાં જઈને અવાજ આપ્યો કે કોઈ હનુમાન ભક્ત છે, જે મારી ઈચ્છા પૂર્ણ કરી શકે છે. જ્યારે અવાજ ધરમાં રહેલી વૃદ્ધ મહિલાના કાને અવાજ પડતા તે જલ્દી થી દોડી ને ધરની બહાર આવી અને સાધુ પ્રણામ કરી અને કહ્યું કહો તમારી ઈચ્છા.  

પછી હનુમાનજીએ તેમને કહ્યું કે હું ભૂખ્યો છે, મને થોડી જમીન લીપી આપો તો હું ભોજન બનાવ તો વૃદ્ધ એ જમીન આપવા ની ના પાડી અને બોલી એના સિવાય બીજું કંઈ માંગો તે આપીશ એવું વચન આપ્યું. 

હનુમાનજી ના આ 5 મંત્ર હંમેશા કૃપા રહેશે અહી ક્લિક કરો. 

પછી હનુમાનજીએ તેની પાસે તેના વચન અનુસાર  તેમના શબ્દો પૂરા કરવાનું વચન લીધું. પછી સાધુ વેશમાં હનુમાનજી તેણે કહ્યું કે તારા દીકરાને બોલાવ. તેની પીઠ પર અગ્નિ પ્રગટાવો અને હું ભોજન બનાવીશ . હનુમાનજીની આ વાત સાંભળીને વૃદ્ધ મહિલા ગુસ્સે થઈ ગઈ. પણ કરે શું હવે તેણે સાધુને વચન આપ્યું છે માટે તેણે વચન અનુસાર પોતાના છોકરાને બોલાવ્યો  અને સાધુ હનુમાનજી ને સોંપી દીધો.

વૃદ્ધ મહિલા ની સામે  હનુમાનજીએ તેના પુત્રને જમીન પર સુવડાવી પુત્રની પીઠ પર અગ્નિ પ્રગટાવ્યો. એમ કહ્યું એટલે વૃદ્ધ ધરમાં ગઈ આગ લેવા . થોડા સમય પછી હનુમાનજીએ તેમને ઋષિના વેશમાં બોલ્યા બહાર આવે ભોજન તૈયાર છે. જ્યારે મહિલા ઘરની બહાર આવી ત્યારે હનુમાનજીએ કહ્યું કે તેનું ભોજન તૈયાર છે. અને પુત્રને બોલાવો જેથી તે પણ આનંદ માણી શકે. આના પર વૃદ્ધ મહિલાએ કહ્યું કે તમે આવું કહીને વધુ તકલીફ ન કરો.


 પરંતુ હનુમાનજી પોતાની વાત પર અડગ હતા. પછી તેણે તેના પુત્રને ખાવા માટે બોલાવ્યો. તે તેની માતા પાસે આવ્યો. પુત્રને જીવતો જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણીએ તે સાધુના ચરણોમાં પ્રણામ કર્યા. ત્યારે હનુમાનજીએ તેમને દર્શન આપ્યા અને આશીર્વાદ આપ્યા. 


ધનુમૉસ માં કજૅ ઋણ માંથી મુક્તિ મેળવવા શ્રી વિષ્ણુ ભગવાન નો આ પાઠ કરો  ગુજરાતીમાં 

શ્રી ગણેશજી ના 12 નામ જાપ દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે ગુજરાતી લખાણ સાથે 


 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

શનિવાર, 26 માર્ચ, 2022

શ્રી રામ ના 52 ગુણ કરવાથી બાવની સાંભળવા માત્રથી તાપ ત્રિવિધ તનમનના દૂર થાય | Shree Ram Bavni Gujarati Lyrics | Okhaharan

 શ્રી રામ ના 52 ગુણ કરવાથી બાવની સાંભળવા માત્રથી તાપ ત્રિવિધ તનમનના દૂર થાય | Shree Ram Bavni Gujarati Lyrics | Okhaharan

Shree-Ram-Bavni-Gujarati-Lyrics
Shree-Ram-Bavni-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું રી રામ ના 52 ગુણ કરવાથી બાવની સાંભળવા માત્રથી તાપ ત્રિવિધ તનમનના દૂર થાય

હનુમાનજી ના આ 5 મંત્ર હંમેશા કૃપા રહેશે અહી ક્લિક કરો. 

શ્રી રામ બાવની


મર્યાદા પુરુષોત્તમ  દેવ


જા૫ જપે તેના મહાદેવ ,


શ્રી રામ જય રામ જય જય રામ


શ્રી રામ જય રામ જય જય રામ .


વધ્યો જ્યારે ભૂમિ ભાર


પ્રગટ થયા પ્રભુ તેણી વાર


અયોધ્યા નગરી મોઝાર ,


દશરથ કૌશલ્યાના બાળ .


અનેક કારણ ભેગા થયા ,


રામજી ત્યારે પ્રગટ થયા .


સૌના દિલમાં આનંદ થાય


દુષ્ટો કંપે છે  કાય .


જે જેવો તેવા રામ દેખાય


ભક્તોને પ્રભુ ને દુષ્ટોને યમરાય .


 મર્યાદાની મૂર્તિ એક


વળી રાખે મનમાં વિવેક .


હૈયામાં રાખે એ ધીર ,


બોલો જય જય જય રઘુવીર .


વડીલ કેર આજ્ઞા પાળે ,


મા - બાપની આંતરડી ઠારે .


શીખવે રામ જગતને એમ ,


જગતમાં રહેવાનું કેમ .


સૌના દિલને આનંદ કરે


બાળલીલાઓ બહુ કરે .


વિશ્વામિત્ર આવે ત્યાં ,


રામજીને એ તો લઈ જાય .


દુષ્ટો નો કરતા સંહાર ,


યજ્ઞ ૨ક્ષે  છે બે બાળ .


રામની સાથે લક્ષ્મણ વીર ,


બોલો જય જય જય રઘુવીર


.  જનકપુરીમાં સ્વયંવર થાય ,


ગુરુજી સાથે રામજી જાય .


ચરણરજ શલ્યાને અડે


શલ્યા મટી એ અહલ્યા બને


ધનુષભંગ કરી એ સીતા વરે

 

 શ્રીરામ ની આ જપમાળા 


પરશુરામનો ગર્વ ટળે .


ત્યાંથી અવધ એ પાછા જાય


માનવની લીલાઓ કરાય .


કાલે રામજી રાજા થાય


જાણી સૌ દિલમાં હરખાય .


આંખમાં આવે હર્ષના નીર


બોલો જય જય જય રઘુવીર


મંથરાએ જ્યાં વાત કરી


કૈકેયીની ત્યાં બુદ્ધિ ફરી .


માગે આગળના વરદાન


રાજ ભરતને વનમાં રામ .


દશરથને દિલમાં આઘાત


ભાન ભૂલે ને પડે ચોપાટ


રામસીતા લક્ષ્મણ વનમાં જાય,


ભરત શત્રુઘ્ને મોસાળ માંય .


દશરથને ત્યાં શ્રાપ નડે


દશરથ પુત્ર વિયોગે મરે .


વનમાં પડતું કષ્ટ  અપાર,


છતાં નથી મનમાં દુ:ખ લગાર .


ગુહ ઉતારે ગંગા તીર


બોલો જય જય જય રઘુવીર .


રામને તેડવા ભરત જાય


પાવડી લઈને પાછો જાય .


ત્યાં એક વિપત્તી આવી નડી ,


આવ્યો મારીચ મૃગરૂપ ધરી .


બાણે ગયો  મારીચ મરી


રાવણ  માતને ગયો હરી .


જટાયું  અધમૂવો મળે ,


અગ્નિસંસ્કાર  રામ કરે


દશરથને ના મળે જે લાભ


મળે જટાયુને એ લાભ .


વધારે ભકત તણો મહિમાય


, પોતે બની જઈને નાનાય .


શબરીબાઈની મહેનત ફળી


એંઠા બોર આરોગ્યા હરિ .


ઊંચનીચનો ના રાખે ભેદ ,


વળી નથી મનમાંહી ખેદ .


હનુમાન સુગ્રીવ મેળાપ થાય


વાલીનો ત્યાં વધ કરાય .


હનુમાન માતની શોધ કરે


શિવનું પૂજન રામ કરે


બતાવે છે આ અભિષેક


રામ ને શિવજી બન્ને એક .


શિવ પૂજન સમુદ્ર તીર


બોલો જય જય જય રઘુવીર .


ખીસકોલીએ મહેનત કરી


રામજીએ સ્વીકાર કરી

શ્રીરામ ચાલીસ


 દેખાડે છે આ વિવેક ,


રામની નજરે સઘળા એક .


સેતુ બાંધી લંકા જાય


રાવણનો ત્યાં વધ કરાય


વિભીષણ ત્યાં રાજ રામ કરે


રામ સીતાજી અવધ ફરે.


રૂડી રીત રાજ્ય થા


પશુ પંખીનો ન્યાય કરાય .


ધોબી કેરી સૂણી વાત ,


સીતાને દીધો વનવાસ .


જીવતો બ્રાહ્મણ પુત્ર ' કરે


યજ્ઞ અશ્વમેધ કરે .


દાનવ કેરો કરી સંહાર ,


ભકતોની કીધી છે વ્હાર .


વાર્ણન શું હું કરું કિરતાર


મૂઢમતી હું બાળ ગમાર .


કામ ક્રોધ લોભને મારો તીર


બોલો જય જય જય રઘુવીર .


રામબાવની જે કોઈ ગાય


પુનીત પાવન તે થઈ જય .


તાપ ત્રિવિધ તનમનનાં જાય


અંતે રામજી રૂ૫ થઈ જાય .

 

 શ્રી રામ ની આ સ્તુતિ કરવાથી રામ હંમેશા મનમાં રહે છે 



પાપમોચિની એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ અહી ક્લિક કરો.    

હનુમાન ની ભક્તિ માટે  મોબાઈલ એપ જેમાં મંત્ર , ચાલીસા , બાવની વગેરે.. ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો.

 

શનિદેવની આ સ્તુતિ કરી લેજો સાડાસાતી અને ક્રુર પ્રભાવ ઓછો થશે

 

શનિવારે સાભળો અભયદાતા શ્રી હનુમાનજી નું ચરિત્ર  

 

 આજે શનિવારે સાંભળો શ્રીહનુમાન વડવાનલ સ્તોત્ર પાઠ | Hanuman Vadvanal Stotra With Gujarati Lyrics |

 

હનુમાન 108 નામ || 108 Names of Lord Hanuman with Gujarati Lyrics

 

રાજા દશરથ કેમ શનિદેવ નો અંત કરવા ગયા પછી શું થયું?

શ્રી દેવીકવચ ગુજરાતી ભાષાંતર સાથે અહી ક્લિક કરો.   

 

દેવી ક્ષમાપન અપરાઘ સ્ત્રોતમ ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો.  

 

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 11 થી 15 છંદ નો અથૅ ‌નો આવો થાય છે  અહી ક્લિક કરો.   

 

જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇 

 

ગુરુવાર, 24 માર્ચ, 2022

પાપમોચિની એકાદશી વ્રત કથા વાંચવા માત્રથી પિસાચયોનિ માંથી મુક્તિ મળે છે. | Papmochani Ekadashi Vrat Katha Gujarati Ma | Okhaharan

પાપમોચિની એકાદશી વ્રત કથા વાંચવા માત્રથી પિસાચયોનિ માંથી મુક્તિ મળે છે. | Papmochani Ekadashi Vrat Katha Gujarati Ma | Okhaharan

Papmochani-Ekadashi-Vrat-Katha-Gujarati
Papmochani-Ekadashi-Vrat-Katha-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ ફાગણ માસની વદ પક્ષની  પાપમોચિની  એકાદશી વ્રત કથા ગુજરાતીમાં. આ પાપમોચિની એકાદશી દિવસે જગત ના પાલનહાર શ્રી વિષ્ણુ ભગવાન ના ચતુર્ભુજ સ્વરૂપ નું પુજન કરવામાં આવે છે.


એકાદશી ના દિવસે નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે 

આ વષે 2024 ની પાપમોચિની એકાદશીની શરૂઆત
શરૂઆત  
4 એપ્રિલ  2024 ગુરૂવાર બપોરે 4:13 મિનિટ

એકાદશી તિથિ સમાપ્તિ 5 એપ્રિલ 2024 શુક્રવાર બપોરે 1:28 મિનિટ
ઉપવાસ  સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે ઉપવાસ 5 એપ્રિલ 2024 શુક્રવાર   કરવો
5 એપ્રિલ 2024 પુજન નો શુભ સમય સવારે 6:16 થી 10:56 સુધી છે
પારણા નો સમય 6 એપ્રિલ 2024  શનિવાર સવારે 6:44 થી 9:19 સુધી નો છે.

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 


ફાગણ માસની કૃષ્ણ પક્ષની એકાદશી

ધમૅરાજ યુધિષ્ઠિર બોલ્યા : હે ભગવાન ! મેં ફાગણ માસની  શુક્લ પક્ષની એકાદશી નું માહાત્મ્ય સાંભળ્યું હવે ફાગણ માસની કૃષ્ણ પક્ષની એકાદશી વિશે બતાવો. આ એકાદશી નું નામ શું છે? અને એમાં ક્યાં દેવતાની પૂજા કરવામાં આવે છે તથા તેની વિધિ કઈ છે? તે બંધુ વિસ્તાર પૂવૅક કહો .


શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા : હે રાજન એક સમયે માંધાતાએ લોમસ ઋષિ ને પુછ્યુ : હે મુનિવર ફાગણ માસની કૃષ્ણ પક્ષની એકાદશી નું નામ શું છે? તેની વિધિ કઈ છે? તે વિસ્તાર પૂવૅક કહો ત્યારે લોમસ ઋષિ બોલ્યા હે રાજન ફાગણ માસની કૃષ્ણ પક્ષની એકાદશી નું પાપમોચિની છે તેના વ્રતના પ્રભાવથી મનુષ્ય અનેક પાપ નષ્ટ થાય છે તેની કથા આ પ્રકારે છે.


Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics 

 
પ્રાચીન કાળમાં ચૈત્રરથ નામનું વન હતું. તેમાં અપ્સરા ઓ નિવાસ કરતી હતી. ત્યાં દરેક સમયે વંસત રેહતો હતો. અથૉત ત્યાં દરેક પ્રકારના પુષ્પ ખીલતા હતા. એ જગ્યાએ ગંધર્વ કન્યાઓ વિહાર કરતી હતી. એ વનમાં ઈન્દ્ર પણ દરેક દેવતાઓએ સાથે ક્રીડા કરતા હતા. એ વનમાં એક મેધાવી નામની મુનિ તપસ્યા કરતા હતા. તે શિવભકત હતા. એક દિવસ મંજુધોષા નામની એક અપ્સરા તેમને મોહિત કરવા માટે સિતાર વગાડીને મધુર ગાવા લાગી તે સમયે શિવના શત્રુ અનંગ પણ શિવભક્ત મેધાવી મુનિને જીતવા માટે તૈયાર થયો કામદેવે એ સુંદર અપ્સરા ની ભ્રમર ધનુષ્ય બનાવ્યું કટાક્ષને એની પ્રત્યંચા દોરી બનાવી આ રીતે કામદેવ પોતાના શત્રુ શિવભક્ત જીતવા તૈયાર થયો.


એ સમયે મેધાવી મુનિ પણ યુવા અને ભ્રષ્ટ પુષ્ટ હતા.એમણે યજ્ઞોપવીત તથા દંડ ધારણ કર્યા હતા.તે બીજા કામદેવ જેવા લાગતા હતાં. એ મુનિને જોઈને કામદેવના વંશના થયેલી મંજુધોષાએ ધીરે ધીરે વાણીથી વાણી પર ગાવાનુ શરૂ કર્યું. મેધાવી મુનિપણ મંજુધોષાના મધુર ગાન અને સૌંદર્ય પર મોહીત થઈ ગયા. તે અપ્સરાએ મુનિને કામદેવથી પીડિત જાણીને એમને આલિંગન કરવા લાગી. તે મુનિને એના સૌદય પર મોહિત થઈ ને શિવ રહસ્ય ભૂલી ગયા અને કામના વશીભૂત થઈને એમની સાથે રમણ કરવા લાગ્યા.


શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે 

 એ મુનિ કામના વશીભૂત થવાના કારણે એ સમયે તેમને દિવસ રાત્રીનું કંઈ પણ ધ્યાન ન રહ્યું અને ધણા સમયથી સુધી રમણ કરતા રહ્યા. એક દિવસે મંજુધોષા એ મુનિને કહ્યું હવે મને ધણો સમય થયો છે હવે સ્વર્ગ માં જવાની આજ્ઞા આપો. ત્યારે મુનિ બોલ્યા હે સુંદરી તું તો આજે આ સંધ્યાએ જ આવી છે હમણાં પ્રાંત કાળ સુધી રોકાવ. મુનિના વચન સાંભળી ને અપ્સરા મુનિ સાથે રમણ કરવા લાગી અને ધણો સમય વીત્યો પછી એણે મુનિને કહ્યું હે દેવ હવે તમે મને સ્વર્ગ માં જવાની આજ્ઞા આપો. મુનિ બોલ્યા હજી તો કંઈ સમય થયો નથી હજુ થોડી વારે રોકાવ ત્યારે અપ્સરા બોલી હે મુનિ તમારી રાત્રી ખુબ લાંબી છે. હવે તમે વિચારો કે મને તમારી સાથે આવ્યાને કેટલો સમય થઈ ગયો? અપ્સરા આવા પંચનો સાંભળી મુનિને જ્ઞાન પ્રાપ્ત થયું અને સમયનો વિચાર કરવા લાગ્યા. જ્યારે રમણ કરતા તેનું પરિણામ ૫૭ વષૅ ,૭ માસ , ૩ દિવસ જ્ઞાત થયું તો તે અપ્સરાને કાળીનુ રૂપ સમજવા લાગ્યા. તે ખૂબ ખૂબ ક્રોધિત થયા અને તેને તપ નાશ કરનારી અપ્સરા તરફ જોવા લાગ્યા. તેમના અંદર કાંપવા લાગ્યા અને ઈન્દ્રિયો વ્યાકુળ થવા લાગી. ત્યારે મુનિ તે અપ્સરાને બોલ્યા હે દુષ્ટ મારા તપને નષ્ટ કરનારી તું મહાન પાપી અને દુરાચારી છે તને ધિકકાર છે તું પિશાચિની બન.


એ મુનિના ક્રોધયુકત શાપથી તે અપ્સરા પિશાચિની બની ગઈ ત્યારે તે બોલી હે મુનિ હવે તમે ક્રોધ ત્યાગી ને પ્રસન્ન થાવ અને આ શાપ નું નિવારણ કરો . વિદ્રાનોનુ કહેવું છે કે સાધુઓની સંગત સારૂ ફળ આપે છે. તો મેં તમારી સાથે ધણા વષૅ વ્યાતીત કર્યા છે તેથી તમે મારા પર પ્રસન્ન થઈ જાવ. ત્યારે મુનિ ને થોડી શાંતિ મળી અને તે પિશાચિની કહ્યું હે દુષ્ટ તે મારૂં ખૂબ ખરાબ કર્યું છે તો પણ હું તને શાપથી છૂટવાનો ઉપાય બતાવ્યા છું. ફાગણ માસની કૃષ્ણ પક્ષની જે એકાદશી છે તેનું નામ પાપમોચિની છે તે એકાદશી નું વ્રત કરવાથી તું પિશાચિની દેહથી છૂટી જશે. આ પ્રકારે મુનિ એ તેને સમસ્ત વિધિ બતાવી દીધી અને પોતાના પાપ પ્રાયશ્ચિત માટે પોતાના પિતા ચ્યવન ઋષિ પાસે ગયા. ચ્યવન ઋષિ પોતાના પુત્ર મેધાવી જઈને બોલ્યા હે પુત્ર આ તે શું કર્યું? તારા સમસ્ત તપ નષ્ટ થઈ ગયા . મેધાવી બોલ્યા હે પિતાજી મેં ખૂબ મોટું પાપ કર્યું છે તમે એનાથી છૂટવાનો ઉપાય બતાવો.


એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા

ચ્યવન ઋષિ બોલ્યા હે તાત તું ફાગણ માસની કૃષ્ણ પક્ષની મોચિની એકાદશી વિધિ તથા ભક્તિપૂર્વક વ્રત કરવાથી આનાથી તારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે. પિતાને વચન સાંભળી મેધાવી ઋષિ એકાદશી નું વિધિપૂર્વક ઉપવાસ કર્યા તેના પ્રભાવથી તેના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા. મંજુધોષા અપ્સરા પણ પાપમોચિની એકાદશી નું વ્રત કરવાથી પિશાચિની દેહમાંથી છૂટી ગઈ અને સુંદર રૂપ ધારણ કરીને સ્વર્ગ લોકમાં ગઈ.



મિત્રો આ હતી પાપમોચિની એકાદશી ની વ્રત કથા ગુજરાતીમાં હું આશા રાખુ આપને પસંદ આવશે માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ જય શ્રી કૃષ્ણ જરૂર લખજો.

  


In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કર

વાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે


શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   


રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

 


 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 


 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


  """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

પાપમોચિની એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Papmochani Ekadashi 2024 Gujarati | Okhaharan

પાપમોચિની  એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ  | Papmochani Ekadashi  2024 Gujarati | Okhaharan

Papmochani-ekadashi-2023-Gujarati
Papmochani-ekadashi-2022-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ ફાગણ માસની વદ પક્ષની  પાપમોચિની એકાદશી 4 કે 5 એપ્રિલ ?  ઉપવાસ ક્યારે કરવો? પારણા નો સમય શું છે અને કેમ આ એકાદશી ખાસ છે ? આ એકાદશી નું વ્રત કરવાથી શું ફળ મળે છે?

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

ૐ નમો ભગવતે વાસુદેવાય

સનાતન ધર્મમાં વેદ અને પુરાણનું એક આગવું મહત્વ દર્શાવેલ છે. ગ્રંથોમાં પાપમોચિની એકાદશીનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. હિંદુ ધર્મ અનુસાર દુનિયામાં મનુષ્ય દ્રારા જીવનમાં જાણ્યે અજાણ્યે કોઈ ને કોઈ પાપ થયું જ હોય છે. ફાગણ માસની વદ પક્ષની એકાદશી ને પાપમોચિની એકાદશી કહે છે . ફાગણ માસ ની વદ પક્ષમાં આવતી પાપમોચિની એકાદશી નું વ્રત કરવાથી દરેક પ્રકાર ના પાપ નો નાશ થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર આ એકાદશી ની તિથિ ના દિવસે ભગવાન વિષ્ણુને અપણૅ કરવાથી મનુષ્ય જાણે તપ, યજ્ઞ, દાન કર્યા છે તેમ માનવામાં આવે છે.   


શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે 

 

હિન્દુ શાસ્ત્રોમાં શ્રી વિષ્ણું ભગવાનની કૃપા પ્રાપ્તિ માટે સૌથી ઉત્તમ વ્રત એકાદશી નું છે જે તિથિનું એક વિશેષ મહત્વ છે. ફાગણ માસની વદ પક્ષની  એકાદશી તિથિ ને પાપમોચિની એકાદશી કહેવાય છે. એકાદશી તિથિ દર માસમાં બે વાર આવે છે એક તો વદ પક્ષ અને બીજી વદ પક્ષ. એકાદશી ની તિથિ જગત ના પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. તેમાં પણ ફાગણ માસ ની આ પાપમોચિની એકાદશીના દિવસે અશરણોને શરણ આપનાર જગત ના પાલનહાર શ્રી વિષ્ણુ ભગવાન ના ચતુર્ભુજ સ્વરૂપ નું પુજન કરવામાં આવે છે. અથવા તેમના દશ અવતાર માંથી કોઈ પણ અવતાર નું પુજન કરવામાં આવે છે આ દિવસે અને રાત્રિનું જાગરણ માં ભગવાન ના ભજન કીર્તન કરવાનું હોય છે

ૐ નારાયણાય વિદ્મહે, વાસુદેવાય ધીમહી. તન્નો વિષ્ણુ પ્રચોદયાત્ ।

એકાદશીના ઉપવાસ કોણ કરી શકે કરી કેવી રીતે.
એકાદશી નું વ્રત ઉપવાસ વ્રત વૈષ્ણવ, શુદ્ધ, ક્ષત્રિય કે વેશ્ય પછી નાના મોટા કોઈ પણ આ વ્રત કરી શકે છે . એકાદશી જો કોઈ બીમાર વ્યક્તિ કોઈ રોગથી પીડાતો હોય , ઉમંરલાયક વ્યક્તિ વૃદ્ધાવસ્થા, નાના બાળક અથવા વ્યસ્ત વ્યક્તિ એટલે મજુરી વઘારે શ્રમ કરતા હોય તો એક જ વેળાનું વ્રત કરવું જોઈએ તેમાં ફળો ખાવા જોઈએ. જો આ પણ શક્ય ન હોય તો આ દિવસે ચોખા અને મીઠું ન ખાવા જોઈએ. ભગવાન વિષ્ણુ અથવા તમારા ઈષ્ટદેવની પૂજા કરો.


એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો

 

 

 એકાદશીના દિવસે બીજું કોનું પુજન કરવાથી પુણ્ય ફળ મળે છે.
એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના પુજન સાથે સાથે કામધેનુ ગાયમાતા ના, વૃંદા એટલે તુલસી માતા પીપળા વૃક્ષ , શિવલિંગ નું પુજન કરવામાં આવે છે આમ કરવાથી ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન ના કહેવા મુજબ કશું શેષ રહેતું નથી. 

દર મારે બે એકાદશી અને ત્રણ વષે આવતા પુરુષોત્તમ માસની બે એમ 26 એકાદશી છે નો
ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રો માં થયેલો છે. હવે આપણે જાણીએ ફાગણ માસની વદ પક્ષની પાપમોચિની એકાદશી તિથિ માહિતી   

 

આ વષે 2024 ની પાપમોચિની એકાદશીની શરૂઆત
શરૂઆત  
4 એપ્રિલ  2024 ગુરૂવાર બપોરે 4:13 મિનિટ

એકાદશી તિથિ સમાપ્તિ 5 એપ્રિલ 2024 શુક્રવાર બપોરે 1:28 મિનિટ
ઉપવાસ  સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે ઉપવાસ 5 એપ્રિલ 2024 શુક્રવાર   કરવો
5 એપ્રિલ 2024 પુજન નો શુભ સમય સવારે 6:16 થી 10:56 સુધી છે
પારણા નો સમય 6 એપ્રિલ 2024  શનિવાર સવારે 6:44 થી 9:19 સુધી નો છે.



ફાગણમાસની વદ પક્ષની પાપમોચિની એકાદશીનું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરવાથી મનુષ્ય શારિરીક માનસિક કષ્ટ હોય , જાણ્યે પાપ કાયૅ થયા હોય, ભાઈ બહેન ગરીબી અને દ્રારિદ્ર જીવન કાઠતા હોય તેમને આ વ્રત પૂર્ણ શ્રદ્ધા અને મન સ્વચ્છ રાખીને કરવાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ થાય છે.  આ એકાદશી નું વ્રત પૂણૅ શ્રદ્રા રાખીને કરવાથી સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે તથા પિસાચયોનિ માંથી મુક્તિ મળે છે.

 

પાપમોચિની એકાદશી વ્રત કથા વાંચવા માત્રથી પિસાચયોનિ માંથી મુક્તિ મળે છે. 


એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ


મિત્રો આ હતી પાપમોચિની એકાદશી ની સંપૂર્ણ માહિતી હું આશા રાખુ આપને પસંદ આવશે માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ જય શ્રી કૃષ્ણ જરૂર લખજો.


  


In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કર

વાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે


શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   


રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

 


શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 


 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


  """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇