5 જુલાઈ જેઠ વદ અગિયારસ ના દિવસે શિવ મંદિર કરી આ એક કામ તમારી કિસ્મત બદલતા કોઈ રોકી નહીં શકે Yogini Ekadashi Okhaharan
![]() |
ekadashi-shiv-pujan-gujarati |
જેઠ વદ પક્ષની એકાદશી 5 જુલાઈ,2021 સોમવાર ના રોજ છે. આ એકાદશીને યોગિની એકાદશી કહેવામાં આવે છે. એકાદશીના દિવસે ભગવાન જગતના પાલનહાર શ્રી વિષ્ણુ માટે વ્રત જપ તપ ઉપવાસ કરવા હોય છે. આ સિવાય પણ તમારા આરાધ્યદેવની વિશેષ પૂજા કરવી જરૂરી છે.
એકાદશીએ ભગવાન વિષ્ણુ સહિત દેવી લક્ષ્મીનો પુજન મંત્ર તથા અભિષેક કરો. પૂજામાં શક્ય હોય તો દક્ષિણાવર્તી શંખમાં કેસર સાથે દૂધ મિશ્ર કરીને અભિષેક કરવો તથા સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જરૂર બોલો. જો તમારા ઘરે બાલ ગોપાલનો પણ આ રીતે અભિષેક કરો. શ્રીકૃષ્ણના બાળ ગોપાલ સ્વરૂપને દુઘ કોઈ પણ ઉપવાસમાં ખવાય એવું પકવાન અથવા ખાસ કરીને માખણ-મિશ્રીનો ભોગ જરૂર ધરાવો.
આ વષૅ યોગિની એકાદશી સોમવારે આવે તથા સોમવાર નો વાર દેવો ના દેવ મહાદેવ નો એ એક યોગિ પુરૂષ તથા જ્ઞાન ના ભંડાર છે. માટે એ દિવસે શંકર ભગવાન ના મંદિરે જઈને આ ખાસ કાયૅ કરો.
શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ ચઢાવો અને ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. મંત્ર જાપની એક રૂક્ષાસ ની માળા જરૂર કરો . ભગવાનને અતિપ્રિય બીલીપાન અને ધતૂરો પણ ચઢાવો. દુપ, દીવો અને કપૂર પ્રગટાવીને આરતી કરો. પૂજા બાદ જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરો.
આ તિથિએ સવારે તુલસીને તથા પીપળા પર જળ ચઢાવો અને સૂર્યાસ્ત સમયે તુલસી પાસે ઘી નો દીવો પ્રગટાવો અને પરિક્રમા કરો.
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો