શુક્રવાર, 1 ઑક્ટોબર, 2021

પિતૃ એકાદશી કે ઈન્દિરા એકાદશી | ઈન્દિરા એકાદશી ની વ્રત કથા ગુજરાતીમાં | Indira ekadashi vrat katha gujarati | Okhaharan

પિતૃ એકાદશી કે ઈન્દિરા એકાદશી | ઈન્દિરા એકાદશી ની વ્રત કથા ગુજરાતીમાં | Indira ekadashi vrat katha gujarati | Okhaharan

Indira-Ekadashi-Vrat-Katha-Gujarati-2021-Pitru-Ekadashi-2021
Indira-Ekadashi-Vrat-Katha-Gujarati-2021-Pitru-Ekadashi-2021

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું ભાદરવા માસના વદ પક્ષ ની શ્રાદ્ધ પક્ષમાં આવતી પિતૃ કે ઈન્દિરા એકાદશી વ્રત કથા ગુજરાતીમાં.


 આ વષે 2023 ની પિતૃ કે ઈન્દિરા એકાદશી ની શરૂઆત

 શરૂઆત 9 ઓક્ટોબર સપ્ટેમ્બર 2023 સોમવાર બપોરે 12:36 મિનિટ

સમાપ્ત 10 ઓક્ટોબર 2023 મંગળવાર બપોરે 3:08 મિનિટ

આમ એકાદશી સૂયદય તિથિ અનુસાર 10 ઓક્ટોબર 2023 મંગળવાર  દિવસ ની રહેશે

પુજન નો શુભ સમય  સવારે 9:18 થી 1:30 સુધી.


પારણા સમય 11 ઓક્ટોબર 2023 સવારે 6:19 થી 8:39 સુધી..

shradh-2021-tree-upay-gujarati

ઈન્દિરા એકાદશી વ્રત કથા-

શ્રી યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન હવે તમે કૃપા કરીને ભાદરવા માસના કૃષ્ણપક્ષની એકાદશી ની કથા આપો આ એકાદશીનું નામ શું છે તથા આ એકાદશીનું વ્રત કરવાથી કયું ફળ મળે છે તે મને કહો


ત્યારે શ્રીકૃષ્ણ ભગવાન બોલ્યા હે રાજન ભાદરવા માસના કૃષ્ણપક્ષની એકાદશીનું નામ ઇન્દિરા છે આ એકાદશી કરવાથી નરકમાં ગયેલા પિતૃઓનું ઉદ્ધાર થાય છે તેની કથા નીચે મુજબ છે

 પિતૃ કે ઈન્દિરા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 

પ્રાચીન સતયુગમાં મહિષ્મતી નગરીમાં ઇન્દ્ર સે નામનો પ્રતાપી રાજા રાજ્ય કરતો. તે પુત્ર પૌત્ર ધન-ધાન્ય આદિથી રાજા પૂર્ણ તથા શત્રુઓનો નાશ કરનારો હતો એક સમયે તે પોતાની રાજસભામાં બેઠા હતા ત્યારે નારદજી ત્યાં ગયા નારદજીને જોતા રાજાએ અડદ આદિથી એમની પૂજા કરીને આસન આપ્યુ.


મહર્ષિ નારત બોલ્યા એ રાજન તમારા રાજ્યમાં બધું કુશળ છે હું તમારી ધર્મ પરાયણતા જોઈને અત્યંત પ્રસન્ન છું


ત્યારે ત્યારે રાજા બોલ્યા એ જ હશે તમારી કૃપાથી મારા રાજ્યમાં બધું કુશળતા પૂર્વક છે તથા તમારી કૃપાથી અમારા સમસ્ત યજ્ઞકર્મ આદિ સફળ થઈ ગયા છે એ દેવ હવે તમારી યાદના છે


ત્યારે નારદજી બોલ્યા હે રાજન મને એક મહાન આશ્ચર્ય થાય છે કે જ્યારે એક સમયે હું બ્રહ્મ લોકમાં ગયો હતો ત્યારે યમરાજ ની સભા ની મધ્યમાં તમારા પિતાને બેઠા જોયા તમારા પિતા મહાન જ્ઞાની અને ધર્માત્મા હતા તેવો એકાદશીનું વ્રત બગડી જવાથી યમલોક ગયા છે તમારા પિતાએ મારી જોડે તમારા માટે સમાચાર મોકલ્યા છે કે તમે મારા પુત્રની પાસે જાવ મારા પુત્રનું નામ ઇન્દ્રસેન છે જે મને મહિષ્મતી નગરીમાં રાજ્ય કરે છે મને કોઈ પૂર્વ જન્મના ખરાબ કર્મના કારણે જ આ લોકમાં મળ્યો છે જો મારો પુત્ર ભાદરવા માસની કૃષ્ણ પક્ષની ઈન્દિરા એકાદશી નું વ્રત કરે અને એ વ્રત નું પુણ્ય મને આપી દે તો મારી મુક્તિ થઈ અને આ લોકમાંથી છૂટીને સ્વર્ગલોકમાં વાસ કરું

 

 વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


જ્યારે રાજાએ આવા દુઃખ અપૂર્ણ વાક્યો સાંભળ્યા તો તેમને ખૂબ જ દુઃખ થયું અને ઈન્દિરા એકાદશી ના વ્રત ની વિધિ પછી ત્યારે નારદજી બોલ્યા હે રાજન ભાદરવા માસના કૃષ્ણપક્ષની 10 મી ના દિવસે પ્રાતઃ કાળ શ્રદ્ધા સહિતનાં સ્નાન કરવું જોઈએ તે પછી બપોરે પણ સ્નાન કરવું જોઈએ એ સમયે જળમાંથી નીકળી શ્રદ્ધાપૂર્વક પિતૃઓને શ્રાદ્ધ કરવો અને દિવસે એક સમય ભોજન કરવું અને રાત્રી ના પૃથ્વી પર શયન કરવું આના બીજા દિવસે અર્થાત એકાદશીના દિવસે પ્રાતઃકાળે દાતણ કરવું અને સ્નાન કર્યા પછી ભક્તિ પુર્વક વ્રત ધારણ કરવો અને કહેવું જોઈએ કે હું આજે નિરાહાર રહીશ અને સમસ્ત ભોગનો ત્યાગ કરીશ તે પછી કાલે ભોજન કરીશ.


એ ભગવાન તમે મારી રક્ષા કરનાર છો તમે મારા વ્રતને નિભાવો આ પ્રકારે આચરણ કરીને બપોરે શાલિગ્રામની મૂર્તિ સ્થાપી કરવી ઉત્તમ ભોજન કરાવવું અને દક્ષિણા આપી ભોજનમાંથી થોડો ભાગ ગાયને આપો વિષ્ણુ ભગવાનની ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજા કરવી અને રાત્રિ જાગરણ કરવું આ ઉપરાંત દ્વાદશીના દિવસે મૌન થઈને બંધુક બાંધવો સહિત ભોજન કરવો એ રાજન આ ઈન્દિરા એકાદશી ના વ્રત ની વિધિ છે 

 શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવાં કરીલો આ 5 માંથી કોઈ પણ એક નાનકડું કામ અહીં ક્લિક કરો.  

હે રાજન્ જો તમે આળસ રહિત થઈને એકાદશીનું વ્રત કરશો તો તમારા પિતાજી અવશ્ય જ સ્વર્ગમાં જશે.


રાજાએ ઈન્દિરા એકાદશી આવવાથી તેનું વિધિ પૂર્વક વ્રત કર્યું બંદૂક બાંધવ સહિત આ વ્રત કરવાથી આકાશમાંથી પુષ્પવર્ષા થઈ અને રાજાના પિતા યમલોક માંથી રથ મા બેસી ને સ્વર્ગમાં ગયા રાજા ઇન્દ્ર સેન્ડ પણ આ એકાદશીના વ્રતના પ્રભાવથી આ લોકમાં સુખો ભોગવી અંતમાં સ્વર્ગ લોકમાં ગયા
 

 

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો


 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


પિતૃ એકાદશી કે ઈન્દિરા એકાદશી ક્યારે છે ? | એકાદશી પુજનવિઘિ મહત્વ | Indira Ekadashi 2021 date and time | Indira ekadashi 2021 | Okhaharan

પિતૃ એકાદશી કે ઈન્દિરા એકાદશી ક્યારે છે ? | એકાદશી પુજનવિઘિ મહત્વ |  Indira Ekadashi 2021 date and time | Indira ekadashi 2021 | Okhaharan

indira-Ekadashi-2021-pitru-ekadashi-2021-Ekadashi-kab-hai-gujarati
indira-Ekadashi-2021-pitru-ekadashi-2021-Ekadashi-kab-hai-gujarati

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું ભાદરવા માસના વદ પક્ષ ની શ્રાદ્ધ પક્ષમાં આવતી પિતૃ કે ઈન્દિરા એકાદશી વિશે સંપૂણૅ માહિતી. ઈન્દિરા , પિતૃ એકાદશી ક્યારે છે?  કોનું પુજન કરવું ? પુજન કેવી રીતે કરવું? આ પિતૃ પક્ષની એકાદશી નું મહત્વ શું અને શું ના કરવું?તમે ઉપવાસ કરો કે ના કરો આ વાતનું ધ્યાન રાખવું? તે બઘું લેખમાં જાણીશું.


 

Indira-Ekadashi-Vrat-Katha-Gujarati-2021-Pitru-Ekadashi-2021


જય શ્રી કૃષ્ણ ભાદરવા માસના વદ પક્ષ શરૂ થતાં શ્રાદ્ધ એટલે પિતૃ પુજન તપણૅ નો સમય શરૂ થઈ જાય અને ભાદરવા અમાસ સુધી પિતૃ પક્ષ ગણાય છે. ભાદરવા માસની વદ પક્ષની એકાદશી તિથિ ને ઈન્દિરા એકાદશી અને શ્રાદ્ધ પક્ષમાં આવતી આ એકાદશી ને પિતૃ એકાદશી પણ કહેવાય છે.

shradh-2021-tree-upay-gujarati

 

આ વષૅ એકાદશી તિથિ પ્રારંભ ૧ ઓક્ટોબર ૨૦૨૧ શુક્રવાર રાત્રે ૧૧:૦૩ મિનિટે શરૂ થાય

એકાદશી તિથિ સમાપ્ત ૨ ઓક્ટોબર ૨૦૨૧ શનિવાર રાત્રે ૧૧:૧૦ મિનિટે પતે છે .

હિન્દુ માન્યતા અનુસાર ઉપવાસ સૂયૅદયથી શરૂ થતો કરવો માટે એકાદશી નો ઉપવાસ ૨ ઓક્ટોબર શનિવારે કરવો.

પારણા નો સમય ૩ ઓક્ટોબર રવિવાર સવારે ૬:૧૫ થી ૮:૩૭ સુધી નો છે.

નોઘઃ- સ્થળ મુજબ સમય થોડો અલગ હોય.


દરેક એકાદશી તિથિ માં ભગવાન વિષ્ણુ ના અવતાર નું વિધિવધ રીતે પુજન કરવાનું હોય છે એ પછી શુક્લ પક્ષ હોય કે કૃષ્ણ પક્ષ. આ પિતૃ એકાદશી ના દિવસે ભગવાન વિષ્ણુ પુજન કરવાનું પુજન કેવી રીતે કરવુ એ મારી પાછળ સમજાવ્યું એની વાચવાં અહી કિલ્ક કરો.


 ત્યારે બાદ ખાસ કરીને પિતૃ એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના શાલીગ્રામ નું પુજન કરવાનું અનેક ધણું મહત્વ છે. શાલીગ્રામ પુજન શુદ્ધ જળ, પંચામૃત, ચંદન , ચોખા ધુપ દિપ અને નૈવેદ્ય થી પુજન આરતી કરવી આ રીતે ભગવાન વિષ્ણુ અને શાલીગ્રામ બંને સવાર સાંજ પુજન કરવું અને રાત્રી શક્ય હોય ત્યાં સુધી જાગરણ કરી ભગવાન વિષ્ણુ ના અવતાર ભજન કીર્તન મંત્રો કરવાં.

Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics


દસમ ના સંધ્યા એટલે ૧ ઓક્ટોબર થી તામસી ભોજન છોડી ફલાહાર કરવું ૨ ઓક્ટોબર સવારે સૂર્યદય પહેલાં ઉઠીને નિત્યક્રમ પરવારી આગળ જણાવ્યા મુજબ ભગવાન નું પુજન કરવું. ભગવાન સામે સંકલ્પ કરો કે- હું આજે સંપૂર્ણ ભોગનો ત્યાગ કરી નિરાહાર એકાદશીનું વ્રત કરીશ. હું તમારી શરણમાં છું, તમે મારું રક્ષણ કરો.અને જે રીતે ઉપવાસ કરવાના હોય એવો સંકલ્પ કરો.ભગવાન વિષ્ણુજીની પૂજા કરવાથી પિતૃ દેવતા સંતુષ્ટ થાય છે


આ તિથિએ તર્પણ, પિંડદાન અને બ્રાહ્મણ ભોજન , દાન કરાવવાથી પિતૃઓને  મોક્ષ મળે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય અને વંશવૃદ્ધિ વધે. ભગવાન શાલિગ્રામની પૂજા અને વ્રત કરવાનું ઉત્તમ માનવામાં આવે છે. આપણા કોઈ પૂર્વજ થી મનુષ્ય યોનિમાં જ્યારે હતાં ત્યારે જાણ્યે-અજાણ્યે એમનાથી કોઈ પાપના થયાં હોય એના કારણે યમરાજ પાસે દંડ ભોગવી રહ્યા હોય તો આ એકાદશી શ્રદ્રાપુવૅક વિધિ-વિધાનથી આ પિતૃ એકાદશીનું વ્રત કરીને તેમને મુક્તિ મળે અને તેમા આશીર્વાદ થી આપણે આનંદ રહે છે.


ઇન્દિરા એકાદશી વ્રતનું મહત્ત્વ-

ભાદરવા માસની વદ પક્ષ એટલે શ્રાદ્ધ પક્ષમાં આવતી આ એકાદશી વઘારે ખાસ એટલા માટે છે કે તે કરવાથી પિતૃઓનો ઉદ્ધાર, શાંતિ થાય છે. આપણા પૂર્વજો કે જેમનાથી જાણતા કે અજાણતા કોઈ ખોટુ કમૅ જે પાપ કહેવાય તે થયું હોય તેના કારણે તે યમલોકમાં કોઈપણ રીતે દંડ ભોગવતા હોય તો આ એકાદશી વ્રત કરવાથી તેમનો ભોગવટો તેમનો દંડ પૂરો થાય છે. તેથી તેમને આત્માને શાંતિ મળે છે. તેમના આશીર્વાદ પરિવારને મળે છે. સાથોસાથ વંશની વૃદ્ધિ થાય છે. આ એકાદશીનું વર્ત જો વિધિવિધાન પૂર્વક કરવામાં આવે તો પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ અગિયારસે દાન આપવાનો વિશેષ મહિમા છે.


Shard-2021-Upay-Gujarati

આ એકાદશી ના દિવસે ભગવાન વિષ્ણુ ના ભજન કીર્તન મંત્રો, "શ્રીકૃષ્ણ શરણમ્ મમ:", "ઓમ નમો ભગવતે વાસુદેવાય"  વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ , વિષ્ણુ સહસ્ત્રનામ નામાવલી , કૃષ્ણ નામાવલી, ભગવત્ ગીતા ના અધ્યાય ખાસ કરીને બીજો અને સાતમાં અધ્યાય નું પઠન કરો.


આ એકાદશી ના દિવસે તમે ઉપવાસ કરો કે ના કરો પણ ખાસ કરી નિમ્નલિખિત કાયૅ ના કરવા જોઈએ જેમકે ચોખા, ધંઉ, ભોજન, ચણા લસણ ડુંગળી, માંસાહાર મધપાન મદિરા, ના કરવું. આ દિવસે કોઈ પણ કોઈ પ્રકારે જુઠું બોલીને ખોટી માહિતી આપવી નહીં.  મૌન પાળવું, કોઈ ની પણ ચાડી ચુગલી ન કરવી, બ્રહ્મચર્ય નો નિયમ પાળવો.  નખ ન કાપવા, વાળ, દાઢી ન કપાવવા. ચામડાની કોઈ ચીજવસ્તુ પહેરવી નહીં અને કાળા કલરના કપડા પણ ન પહેરવા. બની શકે ભગવા અથવા શ્ર્વેત વસ્ત્ર પહેરી શકાય. કોઈનું દિલ દુભાય એવા વચનો બોલવા નહીં. 

 

ઘરનાં દરેક સભ્યો જેમકે ભાઈ-બંધુઓ, સ્ત્રી અને પુત્ર સાથે વ્રતીએ મૌન રહીને ભોજન કરવું. આ પ્રકારે વ્રત કરવાથી પિતૃઓને સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત થાય છે.

Krishna-chalisa-gujarati

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇