શ્રી ગણેશ બાવની ગુજરાતી લખાણ સાથે | Ganesh Bavani Lyrics in Gujarati | Ganesh Bavani Lyrics | Okhaharan
![]() |
Ganesh-Bavani-Lyrics-in-Gujarati |
શ્રી ગણેશ બાવની
મૂળ પ્રણવ સૌનો ॐ કાર આદ્ય ગજાનન તારણહાર .
એની લીલા ' અપરંપાર ,ગુણલા ગાતાં ન આવે પાર .
દેવ સભામાં ચર્ચા થાય ,પહેલું પૂજન કોનું થાય .
બ્રહ્માજી તો કરશે ન્યાય ,સૌ દેવો આવ્યા ત્યાયં ,
કિધો બ્રહ્માજીએ ન્યાય પૃથ્વી સાત પ્રદક્ષિણા થાય
. લખી પૃથ્વીમાં હરિનું નામ ,જીત્યા વિનાયક પૂરણ કામ .
જેથી પહેલું પૂજન કરો, વિઘ્નહરણનું ધ્યાન જ ધરો .
શિવ ગૌરીના ગુણિયલ બાળ ,ભાવે ભજતાં ઊતરે પાર .
દિવ્ય જન્મ દેવોના હોય ,શંકિત હૈયાં બુદ્ધિ ખોય .
ગણેશ જન્મની કહું કયાય ,મહિમાના શું મૂલ્ય જ થાય ?
એક સમે શ્રી ભોળાનાથ ,તપ કરવા વિચારે વાત ,
તપમાં બેઠા ત્રિપુરારી ,દેહ વાત સૌ વિસારી .
ઘેર પ્રગટિયો બે ફરજન ,ઓખા ને વળી ગજાનન .
રોજ ૨મે ભગિનીભાઈ ,માના હૈયે હર્ષ ન માય .
એક સમે શ્રી પાર્વતી માત ,ગણપતિજીને કરે છે વાત .
ઘરમાં કરવા બેસું સ્નાન ,દ્વાર ઉપર તમે રાખો ધ્યાન .
ગણપતિ બેઠા ચોકી કરે ,આવી શિવજી નિહાળ્યા કરે .
ભૂલી ગયા પુરાણી વાત ,મને રોકવા કઈ તાકાત ?
પિતા પુત્ર કરે છે જંગ ,અજબ ગજબનો જામીયો રંગ .
ત્રિશુળથી ગણ શિર છેદાય ,સતીના હૈયે મહા દુઃખ થાય
કરો સજીવ મારો બાળ ,તમો દયા તણા ભંડાર
ત્યારે શિવજી બોલ્યો વાણ,કરું સજીવન ઊગતા ભાણ .
શિર ગયું ચન્દ્રલોકની માંય ,બદલે બીજે શિર મુકાય ,
આવ્યા પ્રભાતે ગજ મહાશય, ગણ કાયા પર શિર મુકાય .
વિનાયક નો ૨મતા થાય, માના મુખ તાઈ મલકાયા .
કાર્તિક સ્વામી મોટાભાઈ ,પૃથ્વી પ્રદક્ષિણા હરિફાઈ .
કાર્તિક ગયો બ્રહ્માંડની કોર ,ગણપતિ માત પિતાની દોર .
જીત્યા દેવ ગજાનન આજ ,સૌ દેવોના એ શિરતાજ .
સુંઢાળા દયાળુ હરિ, માત પિતાની સેવા કરી .
માગશર સુદ ચોથ કહેવાય ,ગણપતિની જયંતી ઉજવાય ..
એક સમે પરશુરામ સંગ ,ગણેશજીને થયો મહા જંગ .
ફરશીથી એકદંત ઘવાય ,લીલા એની શું ગવાય ?
મહિમા ગાતા ના'વે પાર ,વંદન કરીએ વારંવાર .
ભાદ્ર શુકલની ચોથ માંહ્ય ,દાદા ગજનું સ્થાપન થાય .
એકાદશ દિન ગુણ ગવાય ,આનંદ મંગળ નિત્ય વર્તાય .
મોદક ધરાવે પ્રેમથી સહું ,ગુણલાં એનાં શું રે ગાઉં ?
મુષક વાહન ચંચળ મન ,કરે સવારી શ્રી ગજાનન .
રિદ્ધિ સિદ્ધિ બે છે નાર ,બુદ્ધિના પણ એ દાતાર
લક્ષ અને લાભ બે ગણના બાળ , સેવે એનો બેડો પાર .
પામર મતિ મારી કહેવાય, બિંદુ સિંધુના શું ગુણ ગાય ?
દ્રાદશ નામે સમરે સો ,મહિમાં એનો કેટલો કહું ?
બાર માસની સકંટ ચોથ ,વ્રત થકી પામે છે ઓથ .
ગજ વિષ્ણુ ને શંકર દેવ ,તેત્રીસ કોટિ કરે છે સેવે .
મંગળ સ્મરણ એનું થાય ,કાર્યો સઘળાં પૂરણ થાય .
પધરાવે દુંડાળા દેવ ,મુકિત આપે અવશ્ય એવ .
ખેડુત બ્રાહ્મણ વેપારી ,સહુયે કરે સ્તુતિ તમારી .
એવા શુકનવંતા દેવ ,મંગળકારી સ્મરણ એવ .
આઘપ્રભુ હે ગણપતિ નાથ ,દીન દુ : ખિયાને તારો સાથ .
તું બેઠો હૈયામાં જ્યાં , નારદ શારદ શેષ છે ત્યાં.
ગથ પુરાણો પ્રગટ કર્યા ,વ્યાસ તણા હૈયે એ કર્યા
લખી લખાવી બાવની તેં ,નિત્ય પાઠ કરતો રહેશે .
ભક્તોના તવથી દુ : ખડાં જાય ,આનંદ મંગલ નિત્ય વરતાય .
દોહરો
મંગલ કાર્યો આરંભતા , ગણેશ બાવની ગાય ,
દુ:ખ વિઘ્ન તો સહુ ટળે , જયકારો વરતાય .
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને
દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇