જેઠ માસની અમાસ ક્યારે છે? વ્રત ઉપવાસ ક્યારે કરવો? આ દિવસે શુ કરવું ? શું ના કરવું ? | Jeth Amavasya 2023 Kab Hai | Okhaharan
Jeth-amavasya-2023-kab-hai |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું જેઠ માસ ની અમાસ ક્યારે છે? ક્યારે પિતૃ તર્પણ , સ્નાન દાન ક્યારેકરવું? અમાસ ના દિવસે શું કરવું ? શું ના કરવું?
કોઈ પણ તિથિ એ ચંદ્ર ની કળા પર આધારિત હોય છે જયારે પૂર્ણ ચંદ્ર કળા હોય એટલે પૂનમ કહેવાય અને જ્યારે ચંદ્ર શૂન્ય કળા હોય એને અમાસ કહેવાય. અમાસ તિથિ પિતૃઓને આપણૅ છે. આ દિવસે લક્ષ્મીનારાયણ દેવ , શિવ પાવૅતી તથા હનુમાનજીના ની પણ પૂજા કરવા માં આવે છે.અમાસ તિથિ ના દિવસે પિતૃઓ વાયુવેગે તપણૅ આરોગવા આવે છે. આ દિવસે પિતૃઓ માટે જાપ ,તપ, વ્રત , સ્નાન, અને દાન કરવાથી સુખ સમૃદ્ધિ વધે છે.
સવૅ પિતૃ અમાસ ની વ્રત કથા અહી ક્લિક કરો.
તિથિ માહિતી
અમાસ તિથિ ની શરૂઆત 17 જુન સવારે 9:11 મિનિટ
અમાસ તિથિ ની સમાપ્તિ 18 જુન સવારે 10:06 થાય છે
આમ આ વષૅ જેઠ માસની અમાસ તિથિ બે દિવસ રહેશે એટલે કે 17 જુન અને 18 જુન. પિતૃ તપણૅ માટે 17 જુન બપોરે 11:20 મિનિટ પછી કરવું
તથા સ્નાન 18 જુન સવારે સૂયદય થી સવારે 10:06 પહેલાં કરી શકાય છે.
અમાસ ના દિવસે શું કરવું
અમાસ તિથિ ના દિવસે સ્નાન સાથે દાન માહાત્મ્ય છે. પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરવાનો મહિમાં વઘારે છે. જો નદીમાં સ્નાન ના થઈ શકે તો ઘરમાં સવૅ નદીઓનું મંત્રથી ધ્યાન કરીને સ્નાન કરવું જોઈએ.અને શક્ય હોય તો પાણીમાં ગંગાજળ ઉમેરીને પણ સ્નાન કરી શકો છો. પછી સ્વચ્છ થઈને જરૂરિયાત મંદ લોકોને ધન, વસ્ત્ર અને અનાજનું દાન કરવું જોઈએ. તમારી નજીક કોઈ ગૌશાળામાં લીલું ઘાસ , ગાયનું ભોજન ખોળ વગેરે ચથાશક્તિ મુજબ દાન કરવું જોઈએ.
અમાસ ના દિવસે કરો ભક્ત વલ્લભ ભટ્ટ રચિત આનંદ નો ગરબો ૧૧૮ છંદ સાથે અહી ક્લિક કરો.
અમાસ તિથિ દેવી દેવતા ની સાથે સાથે પિતૃઓને અપણૅ છે આ દિવસે પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરો. ધૂપ કરવા માટે બપોર તથા સંઘ્યાનો સમય સૌથી ઉત્તમ રહે છે. બપોર અથવા સંઘ્યા સમયે ગાયના ગોબર ના છાણા અથવા કોલસા ઉપર ગુગળ મુકીને ઘુપ કરો અને પછી ધૂમાડો નીકળતો બંધ થઈ જાય, ત્યારે બળતા છાણા અથવા કોલસા ઉપર ગોળ અને ઘીથી ધૂપ આપવું જોઈએ. પિતૃઓ પૃથ્વી પર વાયુ વેગે આવે છે આ દરમિયાન પિતૃઓનું ધ્યાન કરતા રહેવું જોઈએ.
અમાસ તિથિ ના ભગવાન શિવ પણ છે . આ તિથિ ના દિવસે મહાદેવ મંદિરમાં શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ તથા ચાંદીના લોટાથી કાચુ દૂધ ચઢાવો અને સાથે સાથે શિવ પંચઅક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહો. તે પછી શુદ્ધ જળ ચઢાવો. શિવલિંગનો ચંદન ચોખા, બીલીપાન, ધતૂરો, ફળ-ફૂલ ચઢાવો. ભગવાનને મીઠાઈનો ભોગ ધરાવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો.
શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત "" નો પાઠ
અમાસ તિથિ ના દિવસે તમો વ્રત ના કરો તો કંઈ પણ નશીલા પદાર્થો નું કોઈ વસ્તુ નશો ના કરો.
અમાસ ના દિવસે બ્રહ્મચર્ય નું પાલન કરો.
અમાસ ના દિવસે ધરમાં કે બહાર કોધ ના કરવો
અમાસ ના દિવસે મસ મંદિર નું સેવન ના કરવું
અમાસ ના દિવસે બીજા નું અન્ન ના ખાવ.
મિત્રો હું આશા રાખું છું કે આ માહિતી તમને ખબર પડી હશે અને આ લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
દરરોજ સવારે કરો શિવજીના આ 5 મંત્ર શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે