9 જુલાઈ 2021 દશૅ અમાસ ના દિવસે કરો આ કામ અને ખાસ ના કરો આ કામ Amash Gujarati upay Okhaharan
Amash-UPay-Gujarati-9-July |
અમાસ તિથિ એ કૃષ્ણ પક્ષ શરૂ થતાં જ ચંદ્ર, સૂર્યની તરફ આગળ વધતો જાય છે. પછી કૃષ્ણ પક્ષની છેલ્લી તિથિ પર સૂર્ય અને ચંદ્ર એક જ રાશિમાં આવી જાય છે અને આ બંને ગ્રહોની વચ્ચેનું અંતર 0 ડિગ્રી થઈ જાય છે.
અમાસ તિથિ ના દિવસે જપ તપ વ્રત પુજન મંત્ર કરવા માટે અતિ ઉત્તમ તિથિ માનવામા આવે છે આ દિવસે શિવ પાવૅતી, લક્ષ્મીનારાયણ , પિતૃઓ તથા પીપળા ના વૃક્ષ પુજાન ખાસ કરવું જોઈએ. જો આમાંથી કોઈ પણ ની પુજા ના કરી શકો અમાસ ના દિવસે શિવજી માટે શિવ મહિમ્ન સ્તોત્ર વાંચો સાંભળો, શ્રી લક્ષ્મીનારાયણ દેવ માટે વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોત તથા શ્રી સુક્તમ્ નો પાઠ કરો અને પિતૃઓ માટે ગરીબ , બ્રાહ્મણ તથા પ્રાણી ઓનો ભોજન જરૂર કરવો.
એવું માનવામાં આવે છે કે અમાસ તિથિ એ પિતૃઓ ચંદ્ર પાસે અમૃતપાન માટે જાય છે અને વાયુ વેગે હવામાં ફર્યા કરે છે.આ દિવસે પુર્ણ શ્રદ્ધા થી શ્રાદ્ધ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને પરિવાર લોકોની ઉંમર અને સુખ-સમૃદ્ધિ પણ વધે છે. આ દિવસે કરવામાં આવેલા વ્રતથી ઘણા પ્રકારના દોષ પણ દૂર થાય છે.
આ અમાસ ની તિથિ ના દિવસે કેટલાક કાર્યો ખાસ કરવા અને કેટલાક કાર્યો ના કરવા.
આ દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને તીર્થ સ્થાન અથવા પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપાર છે. પરંતુ અત્યાર ના સમય મુજબ એમ ના થાય તો ઘરે જ પાણીમાં ગંગાજળના કેટલાક ટીપાં અથવા પવિત્ર નદીનું જળ નાખીને સ્નાન કરવાથી એટલું જ પુણ્ય મળશે.
આખામાં ઘરમાં સફાઈ કર્યા બાદ ગંગાજળ અથવા ગૌમૂત્રનો છંટકાવ કરવો.
આખો દિવસ વ્રત અથવા ઉપવાસની સાથે પૂજા-પાઠ અને શ્રદ્ધાનુસાર દાન કરવાનો સંકલ્પ લો. આ દિવસે તમારા કુળદેવી કુળદેવતા ની પુજન પછી શિવ પાવૅતી પુજન કરી ૐ નમઃ શિવાય મંત્રની એક માળા રૂદ્રાક્ષ ૧૦૮ મણકા ની એક માળા કરો. શ્રી લક્ષ્મીનારાયણ દેવનું પૂજન કરો ૐ નમો ભગવતે વાસુદેવાય ની બે માળા કરો અને માળા તુલસી ના મણકા ની હોય તો અતિ ઉત્તમ માનવામાં આવે છે.
આ દિવસે પીપળો, આસોપાલવ, તુલસી, બીલીપત્ર અને અન્ય છોડ-વૃક્ષ લગાવવાની પરંપરા છે. આવું અમાસના દિવસે લગાવવામાં આવેલા વૃક્ષો અને છોડથી પિતૃ અને દેવતા પ્રસન્ન થાય છે.
સવારે વહેલા ઉઠીને પીપળાના ઝાડ પર જળ ચઢાવવું. પીપળા અને વડના વૃક્ષની 108 પરિક્રમા કરવાથી ગરીબી દૂર થાય છે.
માનવામાં આવે છે કે અમાસના દિવસે મૌન રહેવાની સાથે સ્નાન અને દાન કરવાથી હજાર ગાયોના દાન કરવા જેટલું ફળ મળે છે.
શ્રદ્ધા મુજબ, દાન કરીને સંકલ્પ લેવો જોઈએ. પછી જરૂરિયાતમંદ લોકોને દાન આપવું જોઈએ. આ દિવસે તેલ, જૂતા-ચપ્પલ, લાકડીનો પલંગ, છત્રી, કાળા કપડા અને અડદની દાળનું દાન કરવાથી કુંડળીમાં રહેલો શનિ દોષ દૂર થઈ જાય છે. પ્રાણીઓ ને જેમ કે કાળા રંગની ગાય, કુતરા ને મીઠાઈ ખવડાવુ.
અમાસ ના દિવસે ખાસ કરીને સાત્વિક ભોજન કરો અને તામસી ભોજન કેમ કે લસણ-ડુંગળી અને માંસથી દૂર રહો.
કોઈપણ પ્રકારનો નશો ન કરવો અને પતિ-પત્નીએ એક જ પલંગ પર ન સૂવું જોઈએ. કોઈ પણ પરિસ્થિતિમાં બ્રહ્મચર્ય નું પાલન કરવું.
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને
દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇