મંગળવાર, 29 માર્ચ, 2022

મંગળવાર અને પ્રદોષ એટલે ભૌમ પ્રદોષ વ્રત કથા ગુજરાતીમાં | Bhom Pradosh Vrat Katha Gujarati | Okhaharan

 મંગળવાર અને પ્રદોષ એટલે ભૌમ પ્રદોષ વ્રત કથા ગુજરાતીમાં | Bhom Pradosh Vrat Katha Gujarati | Okhaharan

Bhom-Pradosh-Vrat-katha-gujarati
Bhom-Pradosh-Vrat-katha-gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ આજે આપણે જાણીશું ભોમ પ્રદોષ તિથિ માહિતી અને ભોમ પ્રદોષ ની વ્રત કથા.

ભૌમ પ્રદોષ માહાત્મય અને 9 નાનકડાં ઉપાય આખુ વષૅ ઘનવષૉ રહે અહી ક્લિક કરો.   

આપણે પહેલાં જાણીયે ભોમ પ્રદોષ શું છે?

મંગળવાર નો દિવસ અને ત્રિયેદશી તિથિ બંને શુંભ સંયોગ ને ભૌમ પ્રદોષ કહેવાય છે. પ્રદોષ તિથિ ના અધિપતિ ભગવાન શિવ ને અપણૅ છે. કોઈ પણ  પ્રદોષ વ્રત સંપૂર્ણ શ્રદ્ધાથી કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ, તથા ભોમ પ્રદોષ ધન ધાન્ય અને , સંતાન વગેરેની પ્રાપ્તિ થાય છે. દર માસે બે પ્રદોષ આવે  સુદ અને વદ પક્ષ ના પ્રદોષ હોય છે . આ ખાસ સંયોગ ના કારણે વષૅ ફાગણ માસ સુદ અને વદ પ્રદોષ મંગળવારે આવે છે. ફાગણ વદ પ્રદોષ 29 માચૅ મંગળવાર આવે છે

ભોમ પ્રદોષ તિથિ માહિતી

હિન્દુ પંચાગ અનુસાર ત્રયોદશી તિથિ  ત્રયોદશી 29 માર્ચે બપોરે 2:38 વાગ્યાથી શરૂ થશે અને બુધવાર, 30 માર્ચ, 2022ના રોજ બપોરે 1:19 વાગ્યા સુધી ચાલશે. પ્રદોષ વ્રત માં સંધ્યા સમય નો મહત્વ વધારે છે માટે 29 માચૅ પ્રદોષ વ્રત રહેશે.  પ્રદોષ વ્રત સૂર્યાસ્ત 1 કલાક પહેલા 1 કલાક પછીના સમય નું મહત્વ વધારે છે પુજન દરમિયાન ભગવાન શિવની પૂજા માટેનો શુભ સમય સાંજે 6:37 થી 8:57 સુધીનો રહેશે.


 સંધ્યા સમયે શિવ પુજન કરવામાં આવે છે.શિવજી ને ખાસ પુજન માં તેમની પ્રિય વસ્તુઓ  ભાંગ, ધતુરા, બેલપત્ર, ગંગાજળ, સફેદ ચંદન, સફેદ ફૂલ ચઢાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પ્રદોષ વ્રતના દિવસે શિવ મંત્રોનો જાપ કરવાથી ભગવાન પોતાના ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે


આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.

ભૌમ પ્રદોષ વ્રત કથા-

એક ગામમાં એક વૃદ્ધ સ્ત્રી રહેતી હતી. તેણીને એક પુત્ર હતો. વૃદ્ધ મહિલા હનુમાનજીની પરમ ભક્ત હતી. હનુમાનજીની હંમેશા વિધિપૂર્વક પૂજા કરવી. મંગળવારે તે હનુમાનજીની વિશેષ પૂજા કરતી હતી. એકવાર હનુમાનજી તેમના ભક્તની એટલે તે વૃદ્ધ મહિલાની પરીક્ષા કરવા ની ઈચ્છા થઈ.


તેઓ સાધુના વેશ ધારણ કરીને એ વૃદ્ધ ના ધરે ગયા અને ત્યાં જઈને અવાજ આપ્યો કે કોઈ હનુમાન ભક્ત છે, જે મારી ઈચ્છા પૂર્ણ કરી શકે છે. જ્યારે અવાજ ધરમાં રહેલી વૃદ્ધ મહિલાના કાને અવાજ પડતા તે જલ્દી થી દોડી ને ધરની બહાર આવી અને સાધુ પ્રણામ કરી અને કહ્યું કહો તમારી ઈચ્છા.  

પછી હનુમાનજીએ તેમને કહ્યું કે હું ભૂખ્યો છે, મને થોડી જમીન લીપી આપો તો હું ભોજન બનાવ તો વૃદ્ધ એ જમીન આપવા ની ના પાડી અને બોલી એના સિવાય બીજું કંઈ માંગો તે આપીશ એવું વચન આપ્યું. 

હનુમાનજી ના આ 5 મંત્ર હંમેશા કૃપા રહેશે અહી ક્લિક કરો. 

પછી હનુમાનજીએ તેની પાસે તેના વચન અનુસાર  તેમના શબ્દો પૂરા કરવાનું વચન લીધું. પછી સાધુ વેશમાં હનુમાનજી તેણે કહ્યું કે તારા દીકરાને બોલાવ. તેની પીઠ પર અગ્નિ પ્રગટાવો અને હું ભોજન બનાવીશ . હનુમાનજીની આ વાત સાંભળીને વૃદ્ધ મહિલા ગુસ્સે થઈ ગઈ. પણ કરે શું હવે તેણે સાધુને વચન આપ્યું છે માટે તેણે વચન અનુસાર પોતાના છોકરાને બોલાવ્યો  અને સાધુ હનુમાનજી ને સોંપી દીધો.

વૃદ્ધ મહિલા ની સામે  હનુમાનજીએ તેના પુત્રને જમીન પર સુવડાવી પુત્રની પીઠ પર અગ્નિ પ્રગટાવ્યો. એમ કહ્યું એટલે વૃદ્ધ ધરમાં ગઈ આગ લેવા . થોડા સમય પછી હનુમાનજીએ તેમને ઋષિના વેશમાં બોલ્યા બહાર આવે ભોજન તૈયાર છે. જ્યારે મહિલા ઘરની બહાર આવી ત્યારે હનુમાનજીએ કહ્યું કે તેનું ભોજન તૈયાર છે. અને પુત્રને બોલાવો જેથી તે પણ આનંદ માણી શકે. આના પર વૃદ્ધ મહિલાએ કહ્યું કે તમે આવું કહીને વધુ તકલીફ ન કરો.


 પરંતુ હનુમાનજી પોતાની વાત પર અડગ હતા. પછી તેણે તેના પુત્રને ખાવા માટે બોલાવ્યો. તે તેની માતા પાસે આવ્યો. પુત્રને જીવતો જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણીએ તે સાધુના ચરણોમાં પ્રણામ કર્યા. ત્યારે હનુમાનજીએ તેમને દર્શન આપ્યા અને આશીર્વાદ આપ્યા. 

સંપૂર્ણ "શિવ માળા 108 મણકા" ગુજરાતી લખાણ સાથે

 

 શિવમહિમ્નઃ સ્તોત્રમ સાભળો ફક્ત 9 મિનિટ માં  

 

શિવ બાવની ગુજરાતી લખાણ સાથે સાભળો 4 મિનિટમાં  

 

હનુમાન 108 નામ || 108 Names of Lord Hanuman with Gujarati Lyrics

 

રાજા દશરથ કેમ શનિદેવ નો અંત કરવા ગયા પછી શું થયું?


  જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો.👇👇👇