ગુરુવાર, 28 જાન્યુઆરી, 2021

આજે પોષી પુનમ માં અંબા ના પ્રાગટ્ય દિવસે કરો આ પાઠ માં અંબા ની કૃપા રહેશે | Amba Bavni Gujarati Lyrics | Okhaharan

આજે પોષી પુનમ માં અંબા ના પ્રાગટ્ય દિવસે કરો આ પાઠ માં અંબા ની કૃપા રહેશે | Amba Bavni Gujarati Lyrics | Okhaharan

Amba-Bavni-Gujarati-Lyrics

 


 
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું  આજે પોષી પુનમ માં અંબા ના પ્રાગટ્ય દિવસે કરો આ પાઠ માં અંબા ની કૃપા રહેશે પાઠ અંબા બાવની ગુજરાતી લખાણ સાથે.
 
 
શ્રી અંબા બાવની
જય હો જય હો અંબે માત આરાસુર આવ્યા સાક્ષાત
બની અચંબા જેવી વાત ભક્ત હ્ર્દય માં થયું પ્રભાત
ભક્ત પ્રેમજી ભટ્ટ છે નામ જેનો આરાસુર મુકામ
કાયમ ગાતા માંના ગાન ભક્તિ માં ગાયે મસ્તાન
જોઈ ભક્તની સાચી નેમ માને પ્રકટયો પૂરણ પ્રેમ .
સ્વપ્નમાં દશૅન દે છે દાન કહે છે આજ્ઞા ધરજે કાન
છોડી દેવું છે આ ધામ સુરતમાં કરવો મુકામ
મુજને લઈ જઈ ત્યાં પધરાવ ભક્તિ નો વેલો પથરાવ
આજ્ઞા કેરો કરી સ્વીકાર પ્રેમજી ભટ્ટ થાયે તૈયાર
 
 
સુંદર એક પેટીની માંહ્ય માને પધરાવી દેવાય
પત્ની થાયે ઊંટ પર સ્વાર હૈયા માંહે હરખ અપાર
માને પણ લીધા છે સાથ પેટી રાખી છે નિજ હાથ
મુકામ કરતાં ગામે ગામ રાત પડે ત્યાં લે વિશ્રામ
તાપી માતા વહે ગંભીર ભક્ત આવી ઊભા તીર
વહાણમાં બેસી ઊતરે પાર ત્યાં અટકાવે પહેરેદાર
પેટી ઉપર શંકા જાય વિપ્ર દાણી અટકાવે ત્યાય
દાણી ભટ્ટને કહે છે એમ માલ ચોરીને લાવ્યો કેમ
સાબિતી બિન નહીં દેવાય દાણી માને ઊંચકી જાય
પ્રેમજી ભટ્ટ ત્યાં થયા નિરાશ વળી આદયૉ છે ઉપવાસ
દિન વીત્યો ને આવી રાત માં સ્વપ્નમાં કહે છે વાત
તું હૈયામાં ધીરજ ધર પાછી આવીશ તારે દ્રાર
વિપ્ર દાણી પૂજે તે માત ત્યાં ઊભી થઈ છે પંચાત
પરચો આપ્યો છે તત્કાળ દાદર પરથી ગબડ્યો બાળ
 
 
તે જ સમય રાણીની નાર ઠોકર ખાઈ પડી બહાર
દિન આખો ગભરાટમાં જાય રાત પડે ત્યાં સ્વપ્નું થાય
પ્રેમજી ભટ્ટને ઝટ તેડાવ મ્હારે તેને દેવો લ્હાવ
કાષ્ટ તણું મંદિર બંધાય અંબા માને પધરાવાય
નગર લોકો ત્યાં ખૂબ ઉભરાય ઝાંખી કરતાં તન્મય થાય
પોષ માસ પૂર્ણિમા થાય પાટોત્સવ માનો ઉજવાય
ધીયા ફળિયે બેઠાં માત શરણ ગ્રહેથી થાય નિરાંત
ભજન કરેથી ભવદુ:ખ જાય સેવા કરતાં સુખ પમાય જે રહે
 માંની શીતળ છાંય આધિ વ્યાધિ ઉપાધિ જાય
ભાવ ભરેલું માનું મુખ નીરખતા ઊપજે છે સુખ
સિંહ ઉપર માં થઈ સવાર વળી અલૌકિક છે શણગાર
 
હાથે ત્રિશૂળ કંઠે છે માળ વળી કેશના ગુચ્છ વિશાળ
પાયે ઝાંઝરનો ઝમકાર કંકણનો જબરો ચમકાર
મુકૂટ મનોહર કુમકુમ ભાલ માને વહાલા લાગે બાળ
આ જગની પ્રકાશની દાતા ત્રિગુણમયી મહાલક્ષ્મી માતા 
 ભીડ પડી દેવન પર ભારી ત્રિપુરા સુંદરી બાલા પુકારી
બની બહુચર દંઢાસુર માયો બની અંબે અખેચંદ જંગ તાયો
શોક દુ:ખ ભય પાર ન આવે જગદંબા જ્યાં નામ જગાવે
અનેક સેવક સેવા માંહ્ય મસ્ત બનીને કહે સદાય
માં સૌને પ્રેમામૃત પાર હ્રદય કમળથી રંગ રેલાય
પ્રભાતે આરતી કરે મંડળ સાંજે પૂનમે ગાય મંગળ
સવાર સાંજ આરતી થાય ભાવિક ભક્તો ભેગા થાય
દશૅન પામી પુનિત થાય શક્તિ ભક્તિ ઉર માંહ્ય
જે થઈ જાયે માના દાસ માં તેની પૂરે છે આશ 
 
 
નિત્ય નિયમ રાખે છે જેહ સદાય તે પામે ફતેહ
વતૉવે માં જય જયકાર દયા લાણી વર્ષાવે ધાર
જે મુખપાઠ કરે બાવનીનો સહાય સદાય રહે અંબે માં
સેવા સ્મરણ મંડળ પુનિત ગુણ અંબાના ગાય
માના આશીર્વાદથી રામભક્ત થઈ જાય 
બોલીયે શ્રી અંબા માતાની જય  
સવૅને અમારા જય અંબા 
સમય હોય તો લખો.
 
 
 

 આજે સોમવાર સંઘ્યાએ પાઠ કરીયે શિવ ભજન ઉમાપતિ શિવ

 
 
 
 
 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 
 

Shiv-Stuti-Gujarati-Lyrics

Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics
 
Krishna-chalisa-gujarati