બુધવાર, 2 ફેબ્રુઆરી, 2022

વસંત પંચમી ક્યારે છે? જાણો તિથિ, શુભ સમય, મહત્વ અને પૂજાની રીત આ દિવસે શું કરવું ? શું ના કરવું ? | Vasant Panchmi 2022 GUjarati | Okhaharan

વસંત પંચમી ક્યારે છે? જાણો તિથિ, શુભ સમય, મહત્વ અને પૂજાની રીત આ દિવસે શું કરવું ? શું ના કરવું ? | Vasant Panchmi 2022 GUjarati | Okhaharan 

Vasant-Panchmi-2022-Gujarati
Vasant-Panchmi-2022-Gujarati

 

 શ્રી ગણેશાય નમઃ મિત્રો સ્વાગત છે તમારૂ આજે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશુંવસંત પંચમી ક્યારે છે? જાણો તિથિ, શુભ સમય, મહત્વ અને પૂજાની રીત આ દિવસે શું કરવું ? શું ના કરવું ? 

વસંત પંચમી દિવસે રાશિ પ્રમાણે, કામ, શિક્ષણ અને બુદ્ધિને લગતી આ સમસ્યાઓ દૂર થશે

વસંત પંચમીનો તહેવાર દર વર્ષે મહા મહિનાના સુદ પક્ષની પાંચમી તિથિ આવે છે જે આ વષૅ 5 ફેબુઆરી ના દિવસે ઉજવાસે. આ વસંત પંચમી તહેવાર શિક્ષણ, સંગીત અને કલાની દેવી સરસ્વતીને અપણૅ છે. હિન્દુ શાસ્ત્રોમાં આ તહેવારનું ઘણું મહત્વ છે. શાસ્ત્રો અનુસાર મા સરસ્વતીનો જન્મ વસંત પંચમીના તિથિ ના દિવસે થયો હતો. આ તહેવારને વસંત અથવા વસંત પંચમી કહેવામાં આવે છે, કારણ કે આ દિવસથી વસંત ઋતુ આગમનને પણ દર્શાવે છે.

આ વષૅ વસંત પચમી તિથિ તથા પુજન સમય 

5 ફેબ્રુઆરી વસંતપંચમી ના દિવસે આ પાઠ કરવાથી વિધા,જ્ઞાન,સુખ શાંતિ સમૃદ્ધિ ની પ્રાપ્તિ થાય 

વસંત પંચમી તિથિ ની  

શરૂઆત 05 ફેબ્રુઆરી 2022 શનિવારે સવારે 3.47 કલાકે શરૂ થશે.

સમાપ્તી 6 ફેબ્રુઆરીએ 2022 રવિવાર સવારે 3.46 કલાકે થશે.

વસંત પંચમી પૂજાનો શુભ સમય

વસંત પંચમી અથવા સરસ્વતી પૂજા સવારે 7.07 થી બપોરે 12.35 દરમિયાન કરવી જોઈએ.વસંત પંચમીનું મહત્વ

વસંત પંચમીનો દિવસ અતિ શુભ હોય છે. આ દિવસે કોઈ નવું કામ કરવા કોઈ સમય, ચોઘડિયું કે મુહુત જોવાનું હોતુ નથી. નાના બાળકો પહેલીવાર ચોપડી વાંચાવી તથા પેન આપીને ભણવાં તથા લખવાનું શીખવડાવાનું શરઊ કરાય છે. વસંત પંચમીના દિવસે લોકો પીળા રંગના વસ્ત્રો પહેરે છે. પીળો ખોરાક તૈયાર કરે છે અને પીળા ફૂલોથી તેમના ઘરને શણગારે છે. ઘણા પ્રદેશોમાં, લોકો પતંગ ઉડાડીને વસંતની શરૂઆતની ઉજવણી કરે છે.


વસંત પંચમી ના દિવસે કરો માં સરસ્વતી નો બે મિનિટ નો આ પાઠ વાણી અને વિધા માં હકારાત્મક ઉર્જા મળે ગુજરાતીમાં લખાણ સાથે અહી ક્લિક કરો. 

વસંત પંચમી પૂજા પદ્ધતિ

વસંત પંચમીના દિવસે સવારે સૂયૅદય પહેલા ઊઠીને સ્નાન કરવું. પીળા વસ્ત્રો પહેરીને મા સરસ્વતીની મૂર્તિની કે છબી ની સ્થાપના કરો. ધૂપ-દીપ પ્રગટાવીને માતાને પીળા ફૂલ અર્પણ કરો. તે મંત્રનો 108 જાપ કરો (ઓમ હ્વિ ક્લીં મહાસરસ્વતી દેવાય નમઃ). ત્યારબાદ પ્રસાદ ઘરાવીને આરતી સ્તુતિ કરો.


શાસ્ત્ર અનુસાર આ દિવસે બાળકની જીભ પર મધ લગાવો. બાળક બુદ્ધિશાળી છે. શિક્ષણ લેવાનું શરૂ કરે છે. બાળકોને ઉચ્ચારણ શીખવવાની દ્રષ્ટિએ પણ આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે બાળકોને છ મહિના પૂરા થઈ ગયા છે તેમને પણ આ દિવસે ભોજનનો પહેલો ટુકડો ખવડાવવામાં આવે છે. આ દિવસે શુભ કાયૅ જેમકે ગૃહપ્રવેશથી લઈને નવા કાર્યોની શરૂઆત સુધી પણ આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખિર, દૂધમાંથી બનેલી મીઠાઈઓ પ્રસાદ તરીકે આપી શકાય છે.

 

સવૅ કુળદેવી મંત્ર  અહી ક્લિક કરો.

 
બસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની સાથે રાધા-કૃષ્ણની પૂજાનો પણ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. શ્રી રાધે અને શ્રી કૃષ્ણ પ્રેમના પ્રતિક છે. આ દિવસે કામદેવનું પૃથ્વી પર આગમન માનવામાં આવે છે. આ સાથે પ્રેમમાં નિયંત્રણ અને સાદગી માટે રાધા-કૃષ્ણની પૂજાનો નિયમ સદીઓથી ચાલી આવે છે. વસંત પંચમીના દિવસે રાધા-કૃષ્ણએ પહેલીવાર એકબીજાને ગુલાલ લગાવ્યો હતો. વસંત પંચમી પર ગુલાલ ચઢાવવાની પરંપરા પણ ચાલી રહી છે.

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 


વસંત પંચમી ના દિવસે પર શું કરવું અને શું ન કરવું


1. બસંત પંચમીના દિવસે અપશબ્દો બોલવાથી બચવું જોઈએ.

2. આ દિવસે અપશબ્દો અને ઝઘડાઓથી પણ બચવું જોઈએ.

3. બસંત પંચમીના દિવસે માંસ અને શરાબના સેવનથી દૂર રહેવું જોઈએ.

4. પિતૃ તર્પણ પણ બસંત પંચમીના દિવસે કરવું જોઈએ.

5. આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

6. બસંત પંચમીના દિવસે સ્નાન કર્યા વિના ભોજન ન કરવું જોઈએ.

7. આ દિવસે રંગબેરંગી કપડાં ન પહેરવા જોઈએ. શક્ય હોય તો પીળા કપડા પહેરવા જોઈએ.


8. બસંત પંચમીના દિવસે વૃક્ષો અને છોડ ન કાપવા જોઈએ.

10. એવું માનવામાં આવે છે કે સવારની શરૂઆત હથેળીઓને જોઈને કરવી જોઈએ. હથેળી જોઈને મા સરસ્વતીનું ધ્યાન કરવું જોઈએ.

11. એવું કહેવાય છે કે વસંત પંચમીના દિવસે જે બાળકોને હડકવા અને ધ્રૂજવાની સમસ્યા હોય તેઓ વાંસળીના છિદ્રમાં મધ ભરીને વાંસળીને મીણથી બંધ કરે છે. આ પછી વાંસળીને જમીનમાં દાટી દો.

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

આજે સોમવાર સંઘ્યાએ પાઠ કરીયે શિવ ભજન ઉમાપતિ શિવ 

 

મહાદેવ ની ભક્તિ માટે  મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો.

 

સંપૂર્ણ "શિવ માળા 108 મણકા" ગુજરાતી લખાણ સાથે

 

 શિવમહિમ્નઃ સ્તોત્રમ    

 

શિવ બાવની ગુજરાતી લખાણ સાથે  

 

જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇