ગુરુવાર, 1 ફેબ્રુઆરી, 2024

નિત્ય સવારે એક વખત શ્રી ગણેશ નો પ્રાત સ્મરણ સ્તોત્ર કરવાથી દિવસ ભર ના સંકટો દૂર થાય છે | Ganesh Pratha Samram Stotram Gujarati Lyrics | #Okhaharan

નિત્ય સવારે એક વખત શ્રી ગણેશ નો પ્રાત સ્મરણ સ્તોત્ર કરવાથી દિવસ ભર ના સંકટો દૂર થાય છે | Ganesh Pratha Samram Stotram Gujarati Lyrics | Okhaharan

ganesh-pratha-samram-stotram-gujarati
ganesh-pratha-samram-stotram-gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા આવો સંત્સંગ માં ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું નિત્ય સવારે એક વખત શ્રી ગણેશ નો પ્રાત સ્મરણ સ્તોત્ર કરવાથી દિવસ ભર ના સંકટો દૂર થાય છે આપણે સ્ત્રોત નું પઠન કરીયે તે પહેલાં દાદા મંત્ર જાપ કરી લઈએ ૐ હ્રીં ગં ગણપતેય નમઃ.

 
શ્રી ગણપતિ પ્રાત: સ્મરણ સ્તોત્ર


પ્રાતઃસ્મરામિ ગણનાથમબન્ધુ સિન્દૂરપુ૨૫રિશોભિતગણ્ડયુગ્મમ્। ઉદણ્ડવિધ્નપરિખણ્ડનચણ્ડદણ્ડ- માખણ્ડલાદિસુરનાયક વૃન્દ્રવન્ધમ્ |


જેમને ઈન્દ્ર અને સર્વે દેવતાઓ વંદે છે, અને જે અનાથના બાંધવ છે, જેમનું કપાળ સિંદુરથી સુશોભિત છે, જે પ્રબળ સંકટોનો નાશ કરનાર પ્રચંડ દંડસ્વરૂપ છે, એ ગણેશજીનું હું પ્રાતઃકાળે સ્મરણ કરુંછું.

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે 

 

પ્રાતર્નમામિ ચતુરાનનવન્ધમાન મિચ્છાનુકૂલમખિલં ચ વરં દદાનમ્ । 

તેં તુન્દિલં દ્વિરસનાધિપયજ્ઞસૂત્ર પુત્રં વિલાસચતુર્ં શિવયોઃ શિવાય ।।


સુષ્ટિના કર્તા ચાર મુખવાળા બ્રહ્માજી જેમને નિત્ય વંદે છે, જે પોતાના ભક્તોને મોં માંગ્યું વરદાન આપે છે, જે તુંદિલ છે અને ગળામાં સર્પોની માળા ધારણ કરી છે, તેવા ઉમા- મહેશ્વરના પુત્ર ગણેશજીને હું કલ્યાણ પ્રાપ્તિ માટે પ્રાતઃકાળે નમસ્કારકરુંછું.


પ્રાતભંજામ્યભયદં ખલુ ભક્તશોક- દાવાનલં ગણવિભું વકૢજ્જરામ્યમ્ । અજ્ઞાનકાનન વિનાશનહવ્યવાહ- મુત્સાહવર્ધનમહં સુતમીશ્વરસ્ય।।


જે પોતાના ભક્તોને નિર્ભયતા પ્રદાન કરે છે, ભક્તોના શોકરૂપી વનમાં જે દાવાનળ બની તેનાં સર્વેદુઃખોને હરે છે, ગણોના નાયક છે, જેમનું મુખ શ્રેષ્ઠ હાથી જેવું છે અને જે લોકો અજ્ઞાનના અંધકારમાં અથડાય છે, તેમને જ્ઞાનની જ્યોત બતાવનાર અગ્નિરૂપ છે, અને જે આનંદરૂપ-ઉત્સાહરૂપ છે તે શિવસૂત ગણેશજીનું હું પ્રાતઃકાળે ધ્યાન કરુંછું.




શ્લોકત્રયમિદં પુણ્ય સદા સામ્રાજ્યદાયકમ્ । 
પ્રાતરુત્થાય સતતં યઃ પઠેત્ પ્રયતઃ પુમા॥


જે પણ વ્યક્તિ વહેલી સવારે ઊઠીને ચિત્તને પ્રભુમય રાખી આ ત્રણે પવિત્ર શ્લોકોનો નિત્ય પાઠ કરે છે તેને ક્યારેય કોઈ સંકટ, આધિ-વ્યાધિ કે રોગ હેરાન કરતાં નથી, રિદ્ધિ-સિદ્ધિ તેનાં ચરણોમાં આળોટે છે, અને તે ગણેશજીના ધામને પામે છે.



ૐ હ્રીં ગં ગણપતેય નમઃ

મિત્રો આ હતો શ્રી ગણેશ નો પ્રાત સ્મરણ સ્તોત્ર હું આશા રાખું આ લેખ તમને પસંદ આવ્યો હશે આપણે ફરી મળીશું નવા ભક્તિ લેખ સાથે ત્યાં સુધી આ વેબસાઈટ ને ફોલો કરજો  અને લેખ પસંદ આવે ઓ મારા સાથી મિત્રો સાથે શેર    કરો અમારા સૌના ને જય શ્રી કૃષ્ણ.



"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે   

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે  

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 

 


 

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે 

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે 


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇