શ્રાવણ મંગળવાર એટલે "" શ્રી મંગળાગૌરી વ્રત વિધિ વ્રત કથા "" | Mangla Gauri Vrat Katha Gujarati |
mangla-gauri-vrat-katha-gujarati |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું મંગળાગૌરી વ્રત
શ્રી ગણપતિના સિદ્રિદાયક મંત્રો એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો
મંગળાગૌરી વ્રત વિધિ
આ વ્રત કન્યાઓ વેવિશાળ થયા પછીના શ્રાવણ માસના ચારે ય મંગળવાર કરે છે. આ વ્રત પાંચ વર્ષ સુધી કરવામાં આવે છે અને પછી ઉજવવામાં આવે છે. દર મંગળવારે સવારે વહેલા ઊઠી, સ્નાન કરી, પાર્વતીમાની પૂજા કરવી. ત્યાર બાદ મંગળાગૌરીની વાર્તા સાંભળવી અથવા કહેવી. તે દિવસે ઉપવાસ કરવો અથવા એકટાણું કરવું. આ વ્રત પતિનાં સુખ, સંપત્તિ અને આયુષ્ય માટે કરવામાં આવે છે.
મંગળાગૌરી વ્રત કથા
એક ગામમાં એક બ્રાહ્મણ-બ્રાહ્મણી રહે. આ બંનેમાણસો ખૂબ જ દયાળુ અને ધાર્મિક વૃત્તિવાળાં હતાં. બ્રાહ્મણનું નામ રામપાલ અને બ્રાહ્મણીનું નામ રાજલક્ષ્મી. તેઓ બધી રીતે ખૂબ જ સુખી હતાં, પણ તેમને શેરમાટીની ખોટ હતી.
શ્રી ગણેશજી ના 108 નામ જાપ ગુજરાતમાં લખાણ સાથે
આથી બ્રાહ્મણ-બ્રાહ્મણી ઉદાસ રહેતાં. આ બ્રાહ્મણના ઘરે સાધુ આવ્યા. બંને પતિ-પત્નીએ આ સાધુની ખૂબ આગતા-સ્વાગતા કરી. સાધુ બ્રાહ્મણ-બ્રાહ્મણીના ચહેરા પરની ઉદાસીનતાને કળી ગયા. તેઓ બોલ્યા : “હે બ્રાહ્મણ ! તમે બંને કેમ ઉદાસ લાગો છો ?’’
xx
બ્રાહ્મણે કહ્યું : “હે સાધુ મહાત્મા ! ભગવાનની દયાથી અમારી પાસે બધું જ છે, પણ એક માત્ર સંતાનની ખોટ છે. સંતાન વગર અમને બધું સુખ મોળું લાગે છે. આ જ ચિંતા અમને સતાવ્યા કરે છે. આથી મહાત્મા ! આ ચિંતાનો કોઈ ઉપાય હોય તો જણાવો.''
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત
સાધુ-મહાત્મા બોલ્યા : “હે બ્રાહ્મણ ! તું મંગળાગૌરીનું તપ કર.'
બ્રાહ્મણ તો બીજા જ દિવસે સાધુએ બતાવેલા શંકર-પાર્વતીના મંદિરે જઈ મંગળાગૌરી-પાર્વતીમાનું તપ કરવા લાગ્યો. તેના તપથી પ્રસન્ન થઈ માતાજી બોલ્યાં : “હે બ્રાહ્મણ ! હું તારા ઉપર પ્રસન્ન થઈ છું, માટે માંગ, માંગ, જે માંગે તે આપું.” રામપાલ બોલ્યો : “માતાજી ! આપની કૃપાથી મારે કોઈ વાતની ખોટ નથી, માત્ર એક પુત્રની જ ઇચ્છા છે.’’
"" શિવજી ના 108 નામ "" જાપ ગુજરાતી લખાણ સાથે
“પણ ભાઈ ! તારા નસીબમાં સંતાનસુખ નથી.’’ “ગમે તેમ કરો માતાજી ! પણ જો મારી ઉપર પ્રસન્ન થયાં હો તો મને જરૂર એક સંતાન આપો.’’
“સારું ભાઈ ! અહીં મંદિરના ઓટલા પાસે એક આંબો છે, તેની એક કેરી તોડી લે ! તારાથી જો ન પહોંચાય તો ગણપતિની દુટીમાં પગ ભરાવીને કેરી તોડી લેજે.’’
ઓટલા ઉપર જ ગણપતિની મૂર્તિ હતી. રામપાલ તો ગણપતિની દુટીમાં પગ ભરાવી એક કેરી તોડી, પણ એને લોભ જાગ્યો, એટલે એણે ફરી બીજીવાર ગણપતિની દુટીમાં પગ ભરાવીને બીજી બે કેરીઓ તોડી.
આથી ગણપતિજી ગુસ્સે થઈ ગયા. તેમણે રામપાલને શાપ આપતાં કહ્યું : ‘રામપાલ ! તને માતાજીએ એક કેરી તોડવાં માટે કહ્યું, પણ તેં લોભ કરી બીજી બે કેરીઓ તોડી એટલે માતાજીની કૃપાથી તને પુત્ર તો પ્રાપ્ત થશે, પણ સોળમે વરસે તે મૃત્યુ પામશે.' પછી તરત જ રામપાલના હાથમાંની બે કેરીઓ અદશ્ય થઈ ગઈ અને એક કેરી જ બાકી રહી.
મહાદેવ ની ભક્તિ માટે મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે Make in India છે
શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે
ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં
"" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે
શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ ગુજરાતી લખાણ સાથે
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે
રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇