પાશાંકુશા એકાદશી વ્રતકથા ગુજરાતીમાં | Pashankusha Ekadashi Vrat Katha in Gujarati | Pashankusha Ekadashi 2021 | Okhaharan
Pashankusha-Ekadashi-Vrat-Katha-in-Gujarati-2021 |
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પાશાંકુશા એકાદશી વ્રતકથા ગુજરાતીમાં.
યુધિષ્ઠિર બોલ્યા :‘ હે ભગવાન !આસો માસ ની શુકલ પક્ષ ની એકાદશી નું નામ શું છે તથા તે વ્રત કરવાથી કયું ફળ મળે છે તે કહો .‘
ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા :‘હે રાજન !આસો માસ ના શુકલ પક્ષ ની એકાદશી નું નામ ‘પાશાંકુશા ‘છે .તે વ્રત કરવાથી સમસ્ત પાપ નષ્ટ થાય છે અને વ્રત કરનાર અક્ષય પુણ્ય નો ભાગીદાર થાય છે .
આ એકાદશી ના દિવસે મનવાંછિત ફળ ની પ્રાપ્તિ માટે વિષ્ણુ ભગવાન ની પૂજા કરવી જોઈએ .આ પૂજન દ્વારા મનુષ્ય ને સ્વર્ગ લોક ની પ્રાપ્તિ થાય છે .જે ફળ મનુષ્ય કઠીન તપસ્યાઓ થી પ્રાપ્ત કરે છે , તે ફળ એકાદશી ના દિવસે ક્ષીર સાગર માં શેષનાગ પર શયન કરનાર વિષ્ણુ ભગવાન ને નમસ્કાર કરવા થી મળે છે .અને મનુષ્ય ને યમ નું દુઃખ ભોગવવું પડતું નથી .જે વિષ્ણુ ભક્ત શિવજી ની નિંદા કરે છે અથવા જે શિવ ભક્ત વિષ્ણુ ની નિંદા કરે છે તે નરક માં જાય છે .હજાર અશ્વમેઘ યજ્ઞ અને સો રાજસૂય યજ્ઞ નું ફળ આ એકાદશી ના ફળ ના સોળ માં હિસ્સા ની બરાબર પણ હોતું નથી ,અર્થાત આ એકાદશી વ્રત ની સમાન વિશ્વ માં કોઈ પવિત્ર તિથી નથી .જો કોઈ મનુષ્ય કોઈ કારણ ને લીધેએકાદશી નો ઉપવાસ કરે છે તો તેને યમ દર્શન થતા નથી .
આ એકાદશી ના વ્રત થી મનુષ્ય ને સ્વસ્થ શરીર અને સુંદર સ્ત્રી તથા ધન -ધાન્ય મળે છે અને અંત માં સ્વર્ગ ની પ્રાપ્તિ થાય છે .જે મનુષ્ય આ એકાદશી નું વ્રત કરે છે, તેમના માતૃ પક્ષ ના દસ પુરુષ ,પિતૃ પક્ષ ના દસ પુરુષ અને સ્ત્રી પક્ષ ના દસ પુરુષ વિષ્ણુ નો વેશ ધારણ કરીને સુંદર આભૂષણો થી યુક્ત થઇ ને વિષ્ણુ લોક માં જાય છે. જે મનુષ્ય આસો માસ ની શુકલ પક્ષ ની પાશાંકુશા એકાદશી નું વ્રત કરે છે એમને હરિ લોક મળે છે .
જે મનુષ્ય આ એકાદશી ના દિવસે ભૂમિ ,ગાય ,અન્ન ,વસ્ત્ર ,છત્ર ,ઉપાહન આદિ નું દાન કરે છે તેને યમરાજા ના દર્શન થતા નથી .
આવો મનુષ્ય આલોક માં સ્વસ્થ દીર્ઘાયુ વાળા પુત્ર તથા ધન ધાન્ય થી પૂર્ણ થઇ ને સુખ ભોગવે છે અને અંત માં સ્વર્ગલોકમાં જાય છે.
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને
દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇