સોમવાર, 20 ડિસેમ્બર, 2021

આજે સોમવાર સંઘ્યાએ પાઠ કરીયે શિવ ભજન શંકર વસે કૈલાશમાં | Shankar Vase Kailashma Shiv Bhajan Gujarati Lyrics | Okhaharan

આજે સોમવાર સંઘ્યાએ પાઠ કરીયે શિવ ભજન શંકર વસે કૈલાશમાં | Shankar Vase Kailashma Shiv Bhajan Gujarati Lyrics | Okhaharan

Shiv-Bhajan-gujarati-lyrics-Shankar-Vase-Kailashma
Shiv-Bhajan-gujarati-lyrics-Shankar-Vase-Kailashma

 

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે સોમવાર સંઘ્યાએ પાઠ કરીયે શિવ ભજન શંકર વસે કૈલાશમાં .

Shiv-Stuti-Gujarati-Lyrics

 

શંકર વસે કૈલાશમાં

ભોળો ભિક્ષા નો ભોગી કહાવે નિર્ગુણ જોગી રે સદાય વસે આનંદ માં


સર્વે તે દેવ નાં દેવતા રે ચૌદ લોક ના છે ઈશ (૨)

પંચવદન ઝળકી રહ્યા શોભે ચંદ્રમાજી શિશ રે

શંકર વસે કૈલાશ માં...


અળધે અંગે ઉમિયા વસે રે જટા માં જ્હાનવી બિરાજે (૨)

નામ જપતાં મહાદેવ નું ભોળો ભવ ના દુઃખ ભાંગે રે.. શંકર..


રૂંઢ માળા કંઠે ધરી રે અંગે ભસ્મ લગાવે (૨)

વરદાન આપે શિવ દૈત્ય ને દેવ સાથે લડાવે રે... શંકર...


દિગંબર વન માં વસે રે કરે વૃષભ વાહન (૨)

ડાક ડમરુ તે સોહામણા તેના શબ્દ તે પાવન રે... શંકર...


શંકર કહે ઉમિયા સુણો રે જાઉં ગંગા ને તીર (૨)

ધ્યાન ધરવું છે પરિબ્રહ્મ નું મન રાખવું છે સ્થિર રે... શંકર...


ઉમિયા કહે શિવ સાંભળો રે વનમાં અપ્સરાઓ આવે (૨)

કઈ પેરે જોગ આરાધશો કામ બાણ ચડાવે રે... શંકર...


શંકર કહે ઉમિયા સુણો રે આવે કામ કેરી નાર (૨)

તપ કરતાં તે ચુકુ નહિ, સત્ય માનજો નિર્ધાર રે... શંકર...


ઉમિયા કહે ત્રિપુરારી ને રે કેમ જાય દીન રાત (૨)

ખટ માસે પ્રાણ વહી જશે, મારું માનો જગતાત રે... શંકર...


Shiv Mantra Gujarati

શંકર કહે ઉમિયા સુણો રે વચન યેહી ઉલાસ (૨)

વેલા વરીને ઘરે આવશું કાઈ થાશો ના ઉદાસ રે... શંકર...


આજ્ઞા લઈને શિવ સંચર્યા રે ગયા ગંગા ને તીર (૨)

ધ્યાન ધર્યું છે પરીબ્રહ્મ નું મન રાખ્યું છે સ્થિર રે... શંકર...


તપ કરતાં મહાદેવ ને રે વીતી ગયા ખટમાસ (૨)

ઉમિયા એ મન માં વિચાર્યું કેમ નાવ્યા પ્રાણનાથ રે... શંકર...


કેળપત્ર સતી ના પહેરણા રે ઓઢણ કેળપત્ર સાર (૨)

નાકે તે નથડી શોભતી ગલે ગુંજા નો હાર રે... શંકર...


આદ લલાટે શોભતા રે આંખ આજી અણિયારી (૨)

બાયે બાજુબંધ બેરખા સતી ચાલ્યા વનવાસ રે... શંકર...


ગજ નીજ ચાલે ચાલતા રે ગયા ગંગા ને તીર (૨)

જ્યાં બેઠા મહાદેવ જી નીરખ્યા ઉમિયા એ ધિર રે... શંકર...


રાગ મલ્હાર આલપિયો રે કેવા વિજયા ના ખેલ (૨)

ગગન ઘટા થાય વીજળી મોર બોલે રસરેલ રે... શંકર...


મક્કરધ્વજ થયા વેગડા રે શિવ ને લાગ્યા મોહ બાણ (૨)

તપ થકી શિવજી ઉઠ્યા આવ્યા અપ્સરા ની પાસ રે.. શંકર...


ક્યાં થી આવ્યા તે મૃગલોચની રે કહો ને ક્યાં તમારો વાસ (૨)

કૃપા કરો ને મૃગળોચની તમને રાખું મુજ પાસ રે... શંકર...


વાસ અમારો વેગડો રે અમારો ભિલિરાણી નો વાસ (૨)

પિયુજી ગયા છે તપ સાધવા તેને થયા ખટમાસ રે... શંકર...


સાચું કહો ને મુનીશ્વરા રે ક્યારે આવશે ભરથાર (૨)

જોષ જુઓ ને જોગેશ્વરા મન રાખી નિર્ધાર રે... શંકર...


શંકર કહે ભિલી સુણો રે વનવાસી ની શી આશ (૨)

કૃપા કરો ને મૃગલોચ્ની તમને રાખું મુજ પાસ રે... શંકર...


હસી ને ભીલી રાણી બોલ્યા રે ધન્ય ધન્ય મહાદેવ (૨)

તમારે ઘેર ગંગા પાર્વતી તેની કોણ કરે સેવ રે... શંકર...


Shivji-bhajan-har-har-bhole-mahadevji-gujarati-lyrics-bhajan-gujarati-lyrics

 

પાર્વતી ને પિયરીએ વળાવું રે ગંગા દાસી કરી આપું (૨)

સર્વે તે દેવ ના દેખતા પટરાણી કરી સ્થાપુ રે... શંકર...


સાંખ પુરાવી સર્વે દેવ ની રે ઝાલ્યો ભિલિરાણી નો હાથ(૨)

ઉમિયા એ રૂપ પ્રકાશિયું ત્યારે લાજ્યા ગૌરીનાથ રે... શંકર...


ઉમિયા કહે ત્રિપુરારી ને રે ક્ષમા કરો અપરાધ (૨)

એવું કહી ને કર ઝાલિયો પછી આવ્યા કૈલાશ રે... શંકર...


ગાય શીખે ને સાંભળે રે તેની શંભુ પુરે આશ (૨)

વિયોગ ભાંગે નરનારી ના થાય કૈલાશ માં વાસ રે... 


શંકર વસે કૈલાશ માં...

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇