શુક્રવાર, 19 ઑગસ્ટ, 2022

શ્રાવણ વદ-8, જન્માષ્ટમી શ્રી કૃષ્ણ જન્મ કથા| Janmashtami Vrat Katha in Gujarati | Janmashtami 2024 | Okhaharan

શ્રાવણ વદ-8, જન્માષ્ટમી શ્રી કૃષ્ણ જન્મ કથા| Janmashtami Vrat Katha in Gujarati | Janmashtami 2024 | Okhaharan

janmashtami-vrat-katha-in-gujarati
janmashtami-vrat-katha-in-gujarati

 

મથુરામાં રાજા ઉગ્રસેન રાજ્ય કરતો હતો. તેને પવનરેખા નામે રાણી હતી. એક દિવસ તે પોતાની સખીઓ સાથે વિહાર કરવા ગઈ. ત્યાં દુમિલક નામનો રાક્ષસ આવી ચડ્યો. તેની દૃષ્ટિ રાણી પવનરેખા પર પડી. તે રાક્ષસે રાજા ઉગ્રસેનના જેવું જ માયાવી રૂપ ધારણ કરી રાણી સાથે આનંદ કરવા લાગ્યો. પવનરેખા કંઈ સમજી નહિ ને તેને ગર્ભ રહ્યો. આ ગર્ભમાં કાળનેમીએ પ્રવેશ કર્યો. નવ મહિને રાણીને પુત્ર જન્મ્યો. તેનું નામ કંસ રાખવામાં આવ્યું. આ કંસ કાળનેમીનો અવતાર હતો. કંસમાં જન્મથી જ રાક્ષસનાં લક્ષણો હતાં. આઠ વર્ષની વયે તો તે મગધદેશમાં ગયો અને જરાસંધ જોડે મલ્લયુદ્ધ કરીને જીત્યો. આવો તે બળવાન હતો.

જન્માષ્ટમી શ્રી કૃષ્ણ 12 રાશિ મુજબ ઉપાય  ગુજરાતીમાં અહીં ક્લિક કરો 

 

 શ્રી કૃષ્ણ નો આ પાઠ કરવાથી જન્મ-મરણથી મુક્તિ મળી ભગવાનમાં તરફ પ્રીતિ કરવાનાર અહીં ક્લિક કરો

 

કંસના કાકા દેવકને એક પુત્રી હતી તેનું નામ દેવકી હતું. કંસે તેને પાળીપોષીને મોટી કરી હતી. દેવકી સમજણી થતાં વસુદેવ નામના યાદવ સાથે તેના ધામધૂમથી લગ્ન થયાં. આજે કંસના આનંદનો પાર ન હતો. તે પોતાની બહેન દેવકીને સાસરે વળાવવા નીકળ્યો અને પોતે રથ હાંકવા બેઠો. રથ થોડે દૂર ગયો, ત્યાં આકાશવાણી થઈ. ‘હે કંસ ! આ દેવકીનું આઠમું બાળક તારો નાશ કરશે.’


આવું સાંભળતાં જ કંસની વૃત્તિઓ પલટાઈ ગઈ. તેને થયું - જો હું દેવકીને મારી નાખું તો તેને બાળક ક્યાંથી થશે !' તેણે ઝટ ખડ્ગ કાઢ્યું અને દેવકીને મારવા ગયો. ત્યાં વસુદેવ વચ્ચે પડ્યા અને કહ્યું : “જો તમે તમારી બહેનનો વધ કરશો, તો તમને સ્રીહત્યાનું પાપ લાગશે. જો તમને દેવકીના બાળકનો ડર હોય તો હું તમને જેટલાં દેવકીનાં બાળકો જન્મશે તે આપતો જઈશ.”

 

 શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે અહીં ક્લિક કરો  

 

કંસને વસુદેવની વાત ઠીક લાગી. પાછો ઘડીકમાં તેણે વિચાર કર્યો કે - ‘કદાચ વસુદેવ બાળક ન લાવી આપે તો હાથે કરીને મોત શા માટે ઊભું કરવું ? તેણે જલદીથી રથ પાછો મથુરા હંકારી મૂક્યો અને પોતાના બહેન-બનેવીને કારાગૃહમાં

પૂર્યાં. કંસના પિતા ઉગ્રસેન કાંઈ બોલે તે પહેલાં તેમને પણ ગાદી પરથી ઉઠાડી, કારાગૃહમાં પૂર્યા. આમ કંસ પોતાના પિતાના જીવતાં જ મથુરાની ગાદી ઉપર ચડી બેઠો. પ્રજા તેના ત્રાસથી કંટાળી ગઈ.


થોડા સમયમાં દેવકી સગર્ભા થઈ અને તેને એક પુત્ર જન્મ્યો. કંસને આ વાતની જાણ થતાં તેણે તેને દેવકી પાસેથી ઝૂંટવી લીધો અને મારી નાખ્યો ! આમ કંસે દેવકીના એક પછી એક એમ છ પુત્રોનો નાશ કર્યો.

આ સમયે ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલા દૈત્યોથી પૃથ્વી પીડાતી હતી. દૈત્યોનો ત્રાસ સહન ન થવાથી પૃથ્વી બ્રહ્માને શરણે ગઈ. બધા દેવો ભેગા થયા અને પૃથ્વીને આશ્વાસન આપી તેનું દુઃખ નિવારવાનું જણાવ્યું. દેવોએ એક પછી એક પૃથ્વી ઉપર અવતાર માંડ્યો, દેવાંગનાઓ વ્રજભૂમિમાં ગોપીઓ બની. દેવો ગોવાળિયાઓ બન્યા.

જન્માષ્ટમી ના દિવસે જાણો શ્રીકૃષ્ણ ભગવાન એ જન્મ રાત્રે 12 વાગ્યે કેમ લીધો ? અહીં ક્લિક કરો 

દેવકી સાતમી વાર સગર્ભા થઈ, તે સમયે શેષે પોતાના અંશ વડે દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યો. પરંતુ યોગમાયાએ દેવકીનો ગર્ભ વસુદેવની બીજી સ્રી રોહિણીના ઉદરમાં મૂક્યો. આમ દેવકીનો ગર્ભ નિર્વિઘ્ને પહોંચી ગયો. રોહિણીને નવ માસે પુત્ર જન્મ્યો. તેનું નામ રામ પાડ્યું. રામે બલપૂર્વક પ્રલંબાસુરને મારી નાખ્યો, તેથી તે બલરામ કહેવાયા. બલરામ શેષાવતાર ગણાય છે.

દેવકી આઠમી વાર સગર્ભા થઈ.

ગોકુળમાં નંદરાજ વસુદેવના પરમ મિત્ર હતા. તેને જશોદા નામે પત્ની હતી. તે પણ આજ સમયે સગર્ભા હતી. તેના ગર્ભમાં યોગમાયાએ પ્રવેશ કર્યો.

દેવકી ને વસુદેવ કારાગૃહમાં હતાં. કંસની ક્રૂરતાથી દેવકી થરથર ધ્રૂજતી હતી, ને મનમાં ને મનમાં ગર્ભરક્ષા માટે પ્રભુને પ્રાર્થના કરતી હતી.

આગળ કથા વાંચવા અહીં ક્લિક કરો 

 શ્રાવણ માસ શુક્રવાર જીવંતિકા વ્રત કથા ગુજરાતીમાં અહીં ક્લિક કરો

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇