બુધવાર, 12 જાન્યુઆરી, 2022

પુત્રદા એકાદશી ની વ્રતકથા મહાત્મ્ય ગુજરાતીમાં | Putrada Ekadashi Vrat Katha Gujarati | Okhaharan

 પુત્રદા એકાદશી ની વ્રતકથા મહાત્મ્ય ગુજરાતીમાં | Putrada Ekadashi Vrat Katha Gujarati | Okhaharan 

Putrada-Ekadashi-Vrat-Katha-Gujarati
Putrada-Ekadashi-Vrat-Katha-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પોષ માસની સુદ પક્ષની પુત્રદા એકાદશી જે તમે સંપૂણૅ ક્યાંય વાચી નહી હોય. ચાલો આપણે જાણીયે કથા..

Putrada-Ekadashi-2022-Gujarati

 

આ વષૅ પોષ માસની સુદ પક્ષની પુત્રદા એકાદશી તિથિ

શરૂઆત 12 જાન્યુઆરી 2022  બુઘવાર સાંજે 4:48 મિનિટ

સમાપ્ત 13 જાન્યુઆરી 2022 ગુરૂવાર સાંજે 7:32 મિનિટ

ઉપવાસ  સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે ઉપવાસ 13 જાન્યુઆરી 2022 ગુરૂવાર કરવો

પારણા સમય 14 જાન્યુઆરી સવારે 7:15 થી 9:21 સુધી.


 પુત્રદા એકાદશી ની વ્રતકથા

પોષ મહિનાની શુકલ પક્ષની એકાદશીનું મહાત્‍મ્‍ય કહો. એનું નામ શું છે ? એના વ્રતની વિધિ શું છે ? એમા કયા દેવતાનું પૂજન કરવામાં આવે છે ?” ભગાવન શ્રીકૃષ્‍ણે કહ્યું : “રાજન ! પોષ મહિનાના શુકલ પક્ષની જે એકાદશી છે. એનું નામ “પુત્રદા” છે. પુત્રદા એકાદશીના દિવસે નામ-મંત્રોનું ઉચ્‍ચારણ કરીને ફળો દ્વારા શ્રીહરિનું પુજન કરવું. શ્રીફળ, સોપારી, બિજોરા, લીંબુ, જમીચ, લીંબુ, દાડમ, સુંદર આંબળા, લવિંગ બોર તથા વિશેષ રુપે કેરી વડે દેવ દેવેશ્વર શ્રીહરિની પૂજા કરવી જોઇએ. એવી જ રીતે ધૂપ દીપથી શ્રીહરિની અર્ચના કરવી.”

 પુત્રદા એકાદશીના દિવસે વિશેષરુપે દીપદાન કરવાનું વિધાન છે. રાત્રેવૈષ્‍ણવ પુરુષો સાથે જાગરણ કરવું જોઇએ જાગરણ કરનારને એ ફળ મળે છે કે જે ફળ હજારો વર્ષની તપસ્‍યા કરવાથી પણ નથી મળતું. આ બધા પાપોને હરનારી ઉત્તમ તિથિ છે. ચરાચર જગત સહિત સમગ્ર ત્રિલોકમાં એના કરતા મોટી કોઇ તિથિ નથી. બધી જ કામનાઓ અને તિથિઓના દાતા ભગવાન નારાયણઆ તિથિના અધિષ્ઠિતા છે.

Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics

 પૂર્વકાળની વાત છે. ભદ્વાવતી પૂરીમાં રાજા સુકેતુમાન રાજય કરતા હતા. એમની રાણીનું નામ ચંપા હનું. રાજાન, ઘણા સમય સુધી વંશ ચલાવનાર પુત્રની પ્રાપ્તિ ન થઇ. આથી પતિ-પત્‍ની હંમેશા ચિંતા અને શોકમાં ડુબેલા રહેતા. રાજાના ,પિતૃઓ એમના આપેલ જળને એકી શ્વાસથી  ગરમ કરીને પીતા. “રાજા પછી એવું કોઇ નથી દેખાતું જે અમારું તર્પણ કરે.” આમ વિચારીને પીતૃઓ શોકમાં રહેતા.   

 એક દિવસ  રાજા ઘોડા પર સવાર થઇને ઘોર જંગલમાં ચાલ્‍યા ગયા પૂરોહિત વગેરે કોઇને આ વાતની ખબર ન હોતી. મૃગ અને પક્ષીવાળા એ ઘોર જંગલમાં રાજા ભ્રમણ કરવા લાગ્‍યા. માર્ગમાં કયાંક શિયાળનો અવાજ સંભળાતો હતો તો કયાંક ઘુવડનો. જયાં ત્‍યાં રીછો અને મૃગો દ્રષ્ટિગોચર થઇ રહ્યા હતા.


 આ રીતે ફરીને રાજા વનની શોભા જોઇ રહ્યા હતાં. એવામાં બપોર થઇ ગઇ. રાજાને ભૂખ અને તરસ સતાવવા લાગી. રાજા પાણીની શોધમાં આમ તેમ ભટકવા લાગ્‍યા. પુણ્ય પ્રતાપે રાજાને એક સુંદર સરોવર દેખાયું. એની નજીક મુનિઓના ઘણા આશ્રમો હતા. સૌભાગ્‍યશાળી નરેશે ઓ આશ્રમ તરફ જોયું. એ સમયે શુભની સુચના આપનારા શુકનો થવા લાગ્‍યા. રાજાનો જમણો હાથ અને જમણું નેત્ર ફરકવા લાગ્‍યા. ઉત્તમફળની એ ખબર આપી રહ્યાં હતાં.

એકાદશી કેટલાક નિમ્લિખિત કામ ના કરવા જોઈએ વાચવાં અહી ક્લિક કરો.    

 

 સરોવરના તટ પર ઘણા મુનિઓ વેદપાઠ કરી રહ્યાં હતાં. એમને જોઇને રાજાને ઘણો હર્ષ થયો. તેઓ ઘોડા પરથી ઉતરીને મુનિઓ પાસે ઊભા રહી ગયા અને અનેક પ્રકારે મુનિઓની વંદના કરવા લાગ્‍યા. એ મુનિઓ ઉત્તમ વ્રતનું પાલન કરનારા હતા. જયારે રાજાએ હાથ જોડીને વારંવાર દંડવત્ પ્રણામ કર્યા ત્‍યારે મુનિઓ બોલ્‍યાઃ “રાજન ! અમે તમારા પર પ્રસન્‍ન છીએ.” રાજા બોલ્‍યોઃ “આપ કોણ છો? આપના નામો શું છે ? અને આપ શા માટે અહી એકત્રિત થયા છો ? કૃપા કરીને આ બધું મને કહો.”

 એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો

 મુનિઓ બોલ્‍યાઃ “રાજન ! અમે લોકો વિશ્વદેવ છીએ. અહીં સ્‍નાન માટે આવ્‍યા છીએ. મહા મહિનો નજીક આવ્‍યો છે. આજથી પાંચમાં દિવસે મહા મહિનાના સ્‍નાનનો પ્રારંભ થઇ જશે. આજે જ “પુત્રદા” નામની એકાદશી છે. વ્રત કરનારા મનુષ્‍યોને એ પુત્ર આપે છે. રાજાએ કહ્યું : “વિશ્ર્વેદેવગણ ! જો આપ પ્રસન્‍ન હો તો મને પુત્ર આપો.”


 મુનિ બોલ્‍યાઃ “રાજન ! આજના જ દિવસે પુત્રદા નામની એકાદશી છે.એનું વ્રત ઘણું જ વિખ્‍યાત છે. તમે આજે આ ઉત્તમ વ્રત કરો. મહારાજ ભગવાન કેશવના પ્રસાદથી તમારે ત્‍યાં જરુર પુત્ર થશે.” ભગવાન શ્રીકૃષ્‍ણ કહે છેઃ “આ પ્રમાણે એ મુનિઓના કહેવાથી રાજાએ એ ઉત્તમ વ્રત કર્યું. મહિર્ષિઓના ઉપદેશાનુંસાર વિધિપૂર્વક પુત્રદા એકાદશીનું વ્રત કર્યું. પછી બારસના દિવસે પારણાં કરીને મુનિઓના ચરણોમાં વારંવાર મસ્‍તક ઝૂકાવીને રાજા પોતાના ઘેર આવ્‍યા. ત્‍યારબાદ રાણીએ ગર્ભ ધારણ કર્યો. પ્રસવનો સમય આવતા રાજાને ત્‍યાં તેજસ્‍વી પુત્રની પ્રાપ્‍તી થઇ. એણે પોતાના ગુણોથી પિતાને સંતુષ્‍ટ કરી દીધા. એ પ્રજા પાલક બન્‍યો.”


 પુત્રદા એકાદશીનું ઉત્તમ વ્રત જરુર કરવું પુત્રદા એકાદશીનું ઉત્તમ વ્રત જરુર કરવું જોઇએ. મે લોકોના હિત ખાતર એનું વર્ણન તમારી સમક્ષ કર્યું છે. જે મનુષ્‍ય એકાગ્રચિત્તે પુત્રદા એકાદશીનું વ્રત કરે છે, “એ આ લોકમાં પુત્ર પ્રાપ્‍ત કરીને મૃત્‍યુ પછી સ્‍વર્ગ પ્રાપ્‍ત કરે છે. આ મહાત્‍મ્‍યને વાંચવાથી અને સાંભળવાથી અગ્નિહોમ યણનું ફળ મળે છે.”


સર્વે ને અમારા જય શ્રી કૃષ્ણ .

Bhagavad-Gita-gujarati-sar-Adhyay-1

 

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

 

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay 

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 Krishna-chalisa-gujarati 

 


મકરસંક્રાંતિ દાન માહાત્મ્ય | રાશિ મુજબ દાન ના ખબર હોય વસ્તુ નું દાન કરો | Makar Sankranti 2022 | Okhaharan

મકરસંક્રાંતિ દાન માહાત્મ્ય | રાશિ મુજબ દાન ના ખબર હોય વસ્તુ નું દાન કરો  | Makar Sankranti 2022 | Okhaharan

Makar-Sankranti-dan-Gujarati
Makar-Sankranti-dan-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું મકરસંક્રાંતિ ના દિવસે રાશિ મુજબ તમને દાન ના ખબર હોય તો આ વસ્તુ માંથી કોઈ પણ વસ્તુ મકરસંક્રાંતિ ના દિવસે આપ કરી શકશો.

Makar-Sankranti-Upay-Gujarati


મકરસંક્રાંતિ ના દિવસે સૂયૅ ધનુ રાશિ માંથી નીકળી ને મકર રાશિમાં પ્રવેશ કરશે અને સાથે સાથે ઉત્તર દિશા તરફ પ્રરાણય કરશે માટે મકરસંક્રાંતિ કહેવાય છે. મકર રાશિના ના સ્વામી શનિદેવ છે અને સૂયૅ એમના પિતા એટલે આ એક પિતા પુત્ર મિલન નો યોગ છે. આ મકરસંક્રાંતિ ના પવૅ ના સમય કાળમાં સ્નાન , દાન ,જપ ,તપ કરવાનું અનેક ધણું ફળ મળે છે.


આ વષૅ ૧૪ જાન્યુઆરી ૨૦૨૨ શુક્રવાર ના રોજ સૂયૅ દેવ મકર રાશિમાં બપોરે ૨:૨૮ મિનિટે પ્રવેશ કરે છે. એટલે એના ૮ કલાક પહેલા અને ૮ કલાક પછી ના સમય પુણ્યકાળ તથા મહાપુણ્યકાળ સમય હોય છે.એટલે આ દિવસે બપોરે ૨:૨૮ થી સૂયૅઅસ્ત સમય એટલે સાંજે ૬:૧૮ સુધી પુણ્યશાળી સમય છે અને બપોરે ૨:૩૦ થી સાંજે ૪:૪૬ સુધી મહાપુણ્યકાળ સમય છે આ સમય માં દાન કરવાથી અનેક ધણું પુણ્ય મળે છે.


 મકરસંક્રાંતિ ના દિવસે તમને રાશિ મુજબ દાન કર્યું કરવું એ ખબર ના હોય તો આ 11 વસ્તુઓનું દાન કરો જરૂરિયાત મંદ માણસો, કોઈ બ્રાહ્મણ , કોઈ પાઠશાલા , કે ગૌશાળા માં દાન કરી શકશો. મકરસંક્રાંતિ  આવો જાણીએ આ દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે.

 

1.    તલ - તલ એ ભવ્યગાન વિષ્ણુ ના પરસેવા માંથી ઉત્પન થયેલ દિવ્ય છે. મકર સંક્રાંતિ પર તલનું દાન કરવું શુભ માનવામાં આવે છે. તથા સાથે સાથે કાળા તલનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.એમની અમી દ્રષ્ટિ રહે છે તથા ક્રુર પ્રભાવ ઓછો થાય છે.

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

2. ખીચડી- ચોખા એ ચંદ્ર તથા શુક્ર ના કારક છે. મકરસંક્રાંતિના દિવસે ખાવી તથા એની જરૂરિયાત મંદ લોકો તથા ગાય , કુતરા વગેરે પણ ખાવાડવુ જોઈએ નું જેટલી શુભ હોય છે, તેનું દાન કરવું પણ એટલું જ શુભ માનવામાં આવે છે.

3.  ગોળ-  ગોળ એ સૂયૅ, મંગળ તથા શ્રી ગણેશ ના કારક છે. આ દિવસે ગોળનું દાન કરવું પણ શુભ છે. ગોળનું દાન કરવાથી સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે.

4. તેલ- આ દિવસે તેલનું દાન કરવું શુભ છે. તેલ શ્રી રામ ભક્ત હનુમાન તથા ન્યાય ના ગ્રહ શનિદેવ અપણૅ કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે.


5.  અનાજ- પાંચ પ્રકાર ના દાન જશકે ચોખા, ધંઉ, મગ, ચણાની દાળ, સફેદ તલ, કાળતલ, મકરસંક્રાંતિના દિવસે પાંચ પ્રકારના અનાજનું દાન કરવાથી દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે.

6. ઘીઃ- કોઈ પણ કાયૅ ના કમૅ સાક્ષી દેવતા એટલે દીપ જે મંદિર માં અખંડ દીપ હોય ત્યાં આ દિવસે ગાયનું શુદ્ધ ઘીનું દાન કરવાથી કરિયરમાં સફળતા મળે છે.

7. રેવડી -રેવડી એ સાંકળ અને તલ ના મિશ્રણથી બનાવેલી હોય છે મકરસંક્રાંતિના દિવસે રેવડીનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે.

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

8. મીઠું - દરેક કાયૅ ની શરૂઆત માં જેમ શ્રી ગણેશ નું ધ્યાય કરવામાં આવે છે તેમ કોઈ પણ રસોઈ કે ધરમાં મીઠું સૌથી પહેલા લેવામાં આવે છે. આ દિવસે મીઠાનું નવું પેકેટ દાન કરો. આ શુક્રને મજબૂત બનાવે છે.

9. ધાબળો - મકરસંક્રાંતિ ના સમયે કુદરતી વાતાવરણ માં થોડી વધારે શીતળતા હોય આ સમયે કોઈ ગરીબ કે જરૂરિયાત લોકો ને ધાબળો આ દિવસે દાન કરવું શુભ માનવામાં આવે છે. આ રાહુ અને શનિને શાંત કરે છે.

10. ચારો - લીલો દાસ ચારો જેમાં રાહુ નો કારક માનવામાં આવે છે. આ દિવસે ગાયને લીલો ચારો ખવડાવવો શુભ છે.


11. નવા વસ્ત્રો - આ દિવસે ગરીબો અને જરૂરિયાતમંદોને નવા વસ્ત્રોનું દાન કરવું જોઈએ

Makar-Sankranti-2022-Rashi-Dan

 

સૂર્ય દેવ નો આ સ્ત્રોત કરવાથી કોઢ જેવા ભયંકર રોગ નથી થતા   

શનિવાર ના દિવસે એકવાર હનુમાનજી ની આ સ્તુતિ કરો સવૅ નકારાત્મક ઉર્જા સામે રક્ષણ આપશે  

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay 

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 Krishna-chalisa-gujarati