લેબલ Ekadashi સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Ekadashi સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

બુધવાર, 12 જાન્યુઆરી, 2022

પુત્રદા એકાદશી ની વ્રતકથા મહાત્મ્ય ગુજરાતીમાં | Putrada Ekadashi Vrat Katha Gujarati | Okhaharan

 પુત્રદા એકાદશી ની વ્રતકથા મહાત્મ્ય ગુજરાતીમાં | Putrada Ekadashi Vrat Katha Gujarati | Okhaharan 

Putrada-Ekadashi-Vrat-Katha-Gujarati
Putrada-Ekadashi-Vrat-Katha-Gujarati

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પોષ માસની સુદ પક્ષની પુત્રદા એકાદશી જે તમે સંપૂણૅ ક્યાંય વાચી નહી હોય. ચાલો આપણે જાણીયે કથા..

 શ્રી કૃષ્ણ નો આ પાઠ કરવાથી જન્મ-મરણથી મુક્તિ મળી ભગવાનમાં તરફ પ્રીતિ કરવાનાર ગુજરાતીમાં ગુજરાતીમાં અહી ક્લિક કરો. 

આ વષૅ પોષ માસની સુદ પક્ષની પુત્રદા એકાદશી તિથિ

 આ વષે 2025 ની એકાદશી ની  10 જાન્યુઆરી 2025ર

 પુત્રદા એકાદશી ની વ્રતકથા

પોષ મહિનાની શુકલ પક્ષની એકાદશીનું મહાત્‍મ્‍ય કહો. એનું નામ શું છે ? એના વ્રતની વિધિ શું છે ? એમા કયા દેવતાનું પૂજન કરવામાં આવે છે ?” ભગાવન શ્રીકૃષ્‍ણે કહ્યું : “રાજન ! પોષ મહિનાના શુકલ પક્ષની જે એકાદશી છે. એનું નામ “પુત્રદા” છે. પુત્રદા એકાદશીના દિવસે નામ-મંત્રોનું ઉચ્‍ચારણ કરીને ફળો દ્વારા શ્રીહરિનું પુજન કરવું. શ્રીફળ, સોપારી, બિજોરા, લીંબુ, જમીચ, લીંબુ, દાડમ, સુંદર આંબળા, લવિંગ બોર તથા વિશેષ રુપે કેરી વડે દેવ દેવેશ્વર શ્રીહરિની પૂજા કરવી જોઇએ. એવી જ રીતે ધૂપ દીપથી શ્રીહરિની અર્ચના કરવી.”

 પુત્રદા એકાદશીના દિવસે વિશેષરુપે દીપદાન કરવાનું વિધાન છે. રાત્રેવૈષ્‍ણવ પુરુષો સાથે જાગરણ કરવું જોઇએ જાગરણ કરનારને એ ફળ મળે છે કે જે ફળ હજારો વર્ષની તપસ્‍યા કરવાથી પણ નથી મળતું. આ બધા પાપોને હરનારી ઉત્તમ તિથિ છે. ચરાચર જગત સહિત સમગ્ર ત્રિલોકમાં એના કરતા મોટી કોઇ તિથિ નથી. બધી જ કામનાઓ અને તિથિઓના દાતા ભગવાન નારાયણઆ તિથિના અધિષ્ઠિતા છે.

Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics

 પૂર્વકાળની વાત છે. ભદ્વાવતી પૂરીમાં રાજા સુકેતુમાન રાજય કરતા હતા. એમની રાણીનું નામ ચંપા હનું. રાજાન, ઘણા સમય સુધી વંશ ચલાવનાર પુત્રની પ્રાપ્તિ ન થઇ. આથી પતિ-પત્‍ની હંમેશા ચિંતા અને શોકમાં ડુબેલા રહેતા. રાજાના ,પિતૃઓ એમના આપેલ જળને એકી શ્વાસથી  ગરમ કરીને પીતા. “રાજા પછી એવું કોઇ નથી દેખાતું જે અમારું તર્પણ કરે.” આમ વિચારીને પીતૃઓ શોકમાં રહેતા.   

 એક દિવસ  રાજા ઘોડા પર સવાર થઇને ઘોર જંગલમાં ચાલ્‍યા ગયા પૂરોહિત વગેરે કોઇને આ વાતની ખબર ન હોતી. મૃગ અને પક્ષીવાળા એ ઘોર જંગલમાં રાજા ભ્રમણ કરવા લાગ્‍યા. માર્ગમાં કયાંક શિયાળનો અવાજ સંભળાતો હતો તો કયાંક ઘુવડનો. જયાં ત્‍યાં રીછો અને મૃગો દ્રષ્ટિગોચર થઇ રહ્યા હતા.

 આ રીતે ફરીને રાજા વનની શોભા જોઇ રહ્યા હતાં. એવામાં બપોર થઇ ગઇ. રાજાને ભૂખ અને તરસ સતાવવા લાગી. રાજા પાણીની શોધમાં આમ તેમ ભટકવા લાગ્‍યા. પુણ્ય પ્રતાપે રાજાને એક સુંદર સરોવર દેખાયું. એની નજીક મુનિઓના ઘણા આશ્રમો હતા. સૌભાગ્‍યશાળી નરેશે ઓ આશ્રમ તરફ જોયું. એ સમયે શુભની સુચના આપનારા શુકનો થવા લાગ્‍યા. રાજાનો જમણો હાથ અને જમણું નેત્ર ફરકવા લાગ્‍યા. ઉત્તમફળની એ ખબર આપી રહ્યાં હતાં.

એકાદશી કેટલાક નિમ્લિખિત કામ ના કરવા જોઈએ વાચવાં અહી ક્લિક કરો.    

 સરોવરના તટ પર ઘણા મુનિઓ વેદપાઠ કરી રહ્યાં હતાં. એમને જોઇને રાજાને ઘણો હર્ષ થયો. તેઓ ઘોડા પરથી ઉતરીને મુનિઓ પાસે ઊભા રહી ગયા અને અનેક પ્રકારે મુનિઓની વંદના કરવા લાગ્‍યા. એ મુનિઓ ઉત્તમ વ્રતનું પાલન કરનારા હતા. જયારે રાજાએ હાથ જોડીને વારંવાર દંડવત્ પ્રણામ કર્યા ત્‍યારે મુનિઓ બોલ્‍યાઃ “રાજન ! અમે તમારા પર પ્રસન્‍ન છીએ.” રાજા બોલ્‍યોઃ “આપ કોણ છો? આપના નામો શું છે ? અને આપ શા માટે અહી એકત્રિત થયા છો ? કૃપા કરીને આ બધું મને કહો.”

 એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો

 મુનિઓ બોલ્‍યાઃ “રાજન ! અમે લોકો વિશ્વદેવ છીએ. અહીં સ્‍નાન માટે આવ્‍યા છીએ. મહા મહિનો નજીક આવ્‍યો છે. આજથી પાંચમાં દિવસે મહા મહિનાના સ્‍નાનનો પ્રારંભ થઇ જશે. આજે જ “પુત્રદા” નામની એકાદશી છે. વ્રત કરનારા મનુષ્‍યોને એ પુત્ર આપે છે. રાજાએ કહ્યું : “વિશ્ર્વેદેવગણ ! જો આપ પ્રસન્‍ન હો તો મને પુત્ર આપો.”

 મુનિ બોલ્‍યાઃ “રાજન ! આજના જ દિવસે પુત્રદા નામની એકાદશી છે.એનું વ્રત ઘણું જ વિખ્‍યાત છે. તમે આજે આ ઉત્તમ વ્રત કરો. મહારાજ ભગવાન કેશવના પ્રસાદથી તમારે ત્‍યાં જરુર પુત્ર થશે.” ભગવાન શ્રીકૃષ્‍ણ કહે છેઃ “આ પ્રમાણે એ મુનિઓના કહેવાથી રાજાએ એ ઉત્તમ વ્રત કર્યું. મહિર્ષિઓના ઉપદેશાનુંસાર વિધિપૂર્વક પુત્રદા એકાદશીનું વ્રત કર્યું. પછી બારસના દિવસે પારણાં કરીને મુનિઓના ચરણોમાં વારંવાર મસ્‍તક ઝૂકાવીને રાજા પોતાના ઘેર આવ્‍યા. ત્‍યારબાદ રાણીએ ગર્ભ ધારણ કર્યો. પ્રસવનો સમય આવતા રાજાને ત્‍યાં તેજસ્‍વી પુત્રની પ્રાપ્‍તી થઇ. એણે પોતાના ગુણોથી પિતાને સંતુષ્‍ટ કરી દીધા. એ પ્રજા પાલક બન્‍યો.”

 પુત્રદા એકાદશીનું ઉત્તમ વ્રત જરુર કરવું પુત્રદા એકાદશીનું ઉત્તમ વ્રત જરુર કરવું જોઇએ. મે લોકોના હિત ખાતર એનું વર્ણન તમારી સમક્ષ કર્યું છે. જે મનુષ્‍ય એકાગ્રચિત્તે પુત્રદા એકાદશીનું વ્રત કરે છે, “એ આ લોકમાં પુત્ર પ્રાપ્‍ત કરીને મૃત્‍યુ પછી સ્‍વર્ગ પ્રાપ્‍ત કરે છે. આ મહાત્‍મ્‍યને વાંચવાથી અને સાંભળવાથી અગ્નિહોમ યણનું ફળ મળે છે.”

સર્વે ને અમારા જય શ્રી કૃષ્ણ .

Bhagavad-Gita-gujarati-sar-Adhyay-1

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay 

નિત્ય સવારે શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો.     

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો. 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

મંગળવાર, 11 જાન્યુઆરી, 2022

પુત્રદા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Putrada Ekadashi 2023 | Okhaharan

 પુત્રદા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Putrada Ekadashi 2023 | Okhaharan

Putrada-Ekadashi-2022-Gujarati
Putrada-Ekadashi-2022-Gujarati

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું

Putrada-Ekadashi-Vrat-Katha-Gujarati

Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics

દર માસની બે અને અઘિક માસની બે  એમ 26 એકાદશી છે અને દરેક એકાદશીનું અલગ અલગ મહત્વ હોય છે તેમ પોષ માસની સુદ પક્ષની એકાદશી ને પુત્રદા એકાદશી કહેવાય છે.પુત્રદા એકાદશી એટલે તેના નામ પરથી ખબર પડી જાય કે પુત્ર રત્ન પ્રપ્તિ આપનારી એકાદશી. આ વષૅ પોષ માસની સુદ  પક્ષની પુત્રદા એકાદશી તિથિ 

શરૂઆત 1 જાન્યુઆરી 2023  રવિવાર સાંજે 7:10 મિનિટ

સમાપ્ત 2 જાન્યુઆરી 2023 સોમવાર સાંજે 8:22 મિનિટ

ઉપવાસ  સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે ઉપવાસ 2 જાન્યુઆરી 2023 સોમવાર કરવો

એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો

પારણા સમય 2 જાન્યુઆરી સવારે 7:15 થી 9:21 સુધી.

મકરસંક્રાંતિ દાન માહાત્મ્ય | રાશિ મુજબ દાન ના ખબર હોય વસ્તુ નું દાન કરો

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 Krishna-chalisa-gujarati 

ગુરુવાર, 22 એપ્રિલ, 2021

કામદા એકાદશી વ્રત કથા વાંચવા માત્રથી કુયોનિ માંથી મુક્તિ મળે છે | Kamada Ekadashi Vrat Katha Gujarati | Okhaharan

કામદા  એકાદશી વ્રત કથા વાંચવા માત્રથી કુયોનિ માંથી મુક્તિ મળે છે | Kamada Ekadashi Vrat Katha Gujarati | Okhaharan

Kamada-Ekadashi-Vrat-Katha-Gujarati
Kamada-Ekadashi-Vrat-Katha-Gujarati

આજે આ ગુજરાતી ભકતિ લેખમાં ચૈત્ર માસની શુક્લ પક્ષની એકાદશી એટલે કામદા એકાદશી  કથા ગુજરાતી લખાણ સાથે

 આ વષે 2025 ની કામદા એકાદશીની શરૂઆત
શરૂઆત 8 એપ્રિલ 2025 રાત્રે 8:00 મિનિટ
એકાદશી તિથિ સમાપ્તિ 9 એપ્રિલ 2025 રાત્રે  9:12 મિનિટ
ઉપવાસ  સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે ઉપવાસ  9 એપ્રિલ 2025 કરવો
9 એપ્રિલ 2025  પુજન નો શુભ સમય સવારે 6:13 થી 9:21 સુધી છે
પારણા નો સમય 10 એપ્રિલ 2025 સવારે 6:15 થી 8:26 સુધી નો છે.

 કામદા એકાદશી ની કથા

ધમૅરાજા યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન તમને કોટી કોટી પ્રણામ હું તમને પ્રાથના કરૂં છું કે એ કૃપા કરી ચૈત્ર માસની શુક્લ પક્ષની એકાદશી નું વણૅન કરો.

એકાદશી ના દિવસે નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો. 

ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા : હે રાજન તમે એક પ્રાચીન વાત સાંભળો જે વશિષ્ટજીએ દિલીપને કહી હતી. રાજા દિલીપ એ પુછ્યુ : હે ગુરુદેવ ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની એકાદશી નું નામ શું છે? તેમાં ક્યાં દેવની પુજા થાય છે.? તે બંધુ વિસ્તાર પૂવૅક કહો. મહષિ વશિષ્ઠજી બોલ્યા : હે રાજન ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની એકાદશી નું નામ કામદા એકાદશી છે. તે બધા પાપો ને નષ્ટ કરે છે. તેના પુષ્પ પ્રભાવથી સમસ્ત પાપ નષ્ટ થઈ પુત્ર પ્રાપ્તિ થાય છે. આ વ્રતથી કુયોની છૂટી જાય છે. અને અંતમાં સ્વર્ગ ની પ્રાપ્તિ થાય છે. હવે હું આનુ માહાત્મ્ય કહું છું તે ધ્યાન પૂર્વક સાંભળો.

પ્રાચીન કાળમાં ભોગીપૂર નામનું એક નગર હતું. ત્યાં અનેક ઐશ્વર્યા યુક્ત પુંડરિક નામનો રાજા રાજ કરતો હતો. ત્યાં અનેક અપ્સરાઓ ગંધર્વ, કિન્નર, આદિ વાસ કરતા હતા. એ જગ્યાએ લલિતા અને લલિત નામના સ્ત્રી પુરુષ અંત્યંત વૈભવ વાળી ધરમાં નિવાસ કરતા હતા. તે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતાં હતાં. અને અલગ થતાં વ્યાકુળ થઇ જતાં.

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો.

એક સમયે રાજા પુંડરિક ગંધર્વ સહિત સભામાં શોભાયમાન હતા. ત્યાં લલિત ગંધર્વ પણ એમની સાથે ગીત ગાતો હતો. તેની પ્રિયતમા એ જગ્યાએ ન હતી તેથી તેની યાદમાં અશુદ્ધ ગીત ગવાય લાગ્યો. નાગરાજ કકોટકે રાજા પુંડરિક ને આપી ફરીયાદ કરી તેથી રાજા પુંડરિક શાપ દીધો કે હે દુષ્ટ તું સામે ગાય છે તો પણ તારી સ્ત્રીનું સ્મરણ કરે છે. તેથી તું કાચું માંસ અને મનુષ્યો ને ખાનાર રાક્ષસ થશે. તું મહાપાપી છે. હવે તું તારા કમૅનુ ફળ ભોગવ. રાજા પુંડરિક ના શાપથી તે લલિત ગંધવૅ તે જ સમયે એક વિકરાળ રાક્ષસ બની ગયો તેનું મુખ ભયાનક થઈ ગયું. તેના નેત્ર સૂર્ય ચંદ્ર સમાન પ્રદીપ્ત થવા લાગ્યા. મોંમાંથી અગ્રિ નીકળવા લાગ્યા. તેના મસ્તક પરના વાળ પવૅત પર ઉગેલા વૃક્ષની જેમ લાગતા હતા. તેની બંને ભુજાઓ બે બે યોજના લાંબી થઈ ગઈ. તેનું શરીર આઠ યોજના થઈ ગયું. રાક્ષસ થઈ જવાથી તેને મહાન દુ:ખ મળવા લાગ્યુ અને તે પોતાના કમૅનુ ફળ ભોગવવા લાગ્યો.

જ્યારે લલિતાએ પોતાના પ્રિયતમ લલિતના આવા હાલ જાણ્યા તો તે ખૂબ દુ:ખી થઈ તે સદૈવ પોતાના પતિના ઉદ્રાર માટે વિચારવા લાગી કે : હું ક્યાં જાઉં અને શું કરૂં? આ બાજુ તે રાક્ષસ ધોર વનમાં રહેવા લાગ્યો. અને અનેક પ્રકાર ના પાપ કરવા લાગ્યો. તેની સ્ત્રી  લલિતા પણ તેની પાછળ પાછળ જતી અને વિલાપ કરતી. એક દિવસ પોતાના પતિની પાછળ ફરતાં ફરતાં વિંધ્યાચળ પવૅત ચાલી ગઈ. ત્યાં તેણે શૃંગી ઋષિનો આશ્રમ જોઈ તે આશ્રમમાં જઈ ઋષિના સન્મુખ જઈને પ્રણામ કરવા લાગી. 

એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો

એ સમયે તેને આશ્રમમાં જોઈ શૃંગી ઋષિનો બોલ્યા : હે સુભગે તું કોણ છે અને અહીં શા માટે આવી છે.?

લલિતા બોલી : હે મુની હું વીરધન્યા નામક ગંધવૅની કન્યા લલિતા છું. મારા પતિ રાજા પુંડરિક ના શાપથી એક ભયાનક રાક્ષસ થઈ ગયા છે. તેનાથી મને ખૂબ દુ:ખ થાય છે. તમે તેને રાક્ષસ યોનિમાંથી છૂટવાનો કોઈ ઉપાય બતાવો.

ત્યારે શૃંગી ઋષિ બોલ્યા : હે ગંધવૅ કન્યા લલિતા તું ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની એકાદશી જેનું નામ કામદા એકાદશી છે. તેનું વ્રત કરવાથી મનુષ્ય ના સમસ્ત કાયૅ શીધ્ર જ સિદ્ધ થઈ જાય છે. જો તું આ વ્રત પુણ્ય પોતાના પતિ ને આપશે તો તે શીધ્ર જ રાક્ષસ યોનિથી છૂટી જશે. અને રાજાનો શાપ શાંત થઈ જશે.

મુનિના આવાં વચન સાંભળી લલિતાએ આનંદપૂર્વક તે વ્રત કર્યું અને દ્રાદશીના દિવસે બ્રાહ્મણો ની સામે તે વ્રત નું ફળ પોતાના પતિને આપ્યું અને ભગવાનને પ્રાર્થના કરવા લાગી. હે પ્રભુ જે મેં આ વ્રત કર્યું છે તેનું ફળ મારા પતિને મળે જેથી તેની રાક્ષસ યોની શીધ્ર જ છૂટી જાય.

Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics

એકાદશી નું ફળ દેતા તેનો પતિ રાક્ષસ યોનીમાંથી છૂટીને પોતાના મૂળ સ્વરૂપ માં આવી ગયો.તે અનેક સુંદર વસ્ત્રો અને આભૂષણો થી અલંકૃત થઈને પહેલા ના જેમ લલિતા ની સાથે વિહાર કરવા લાગ્યો. કામદા એકાદશી ના પ્રભાવ થી તે વધુ સુંદર થઈ ગયો. તેઓ પુષ્પક વિમાનમાં બેસી સ્વર્ગલોક ચાલ્યાં ગયાં.

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કર

વાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   

રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 

  """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

સોમવાર, 8 માર્ચ, 2021

વિજયા એકાદશી વ્રત કથા | Vijaya Ekadashi Vrat Katha Gujarati | Okhaharan

વિજયા એકાદશી વ્રત કથા | Vijaya Ekadashi Vrat Katha Gujarati |  Okhaharan

Vijaya-Ekadashi-Vrat-Katha-Gujarati
Vijaya-Ekadashi-Vrat-Katha-Gujarati

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું મહા માસની વદ વિજયા એકાદશી વિજયા એકાદશી વ્રત કથા

એકાદશી ના દિવસે નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.   

ધમૅરાજ યુધિષ્ઠિર બોલ્યા "હે જનાદૅન ! મહા માસના કૃષ્ણ પક્ષની એકાદશી નું નામ શું છે ? તેની વિધિ શી છે? તે કૃપા કરીને કહો. 

શ્રી કૃષ્ણા ભગવાન બોલ્યા હૈ રાજન મહા માસની કૃષ્ણ પક્ષની એકાદશી નું નામ વિજયા છે. તેના વ્રતના પ્રભાવથી મનુષ્ય ને વિજય મળે છે.આ વિજયા એકાદશી ના પ્રભાવ થી અને તેના શ્રવણ પઠનથી સમસ્ત પાપ નષ્ટ થાય છે.

એક સમયે દેવષિ નારદે જગતપિતા બ્રહ્માજી ને પુછ્યુ : હે બ્રહ્માજી તમે મને મહા માસની વદ પક્ષની વિજયા એકાદશી નું વ્રત વિધાન બતાવો બ્રહ્માજી બોલ્યા હે નારદ વિજયા એકાદશી વ્રત પ્રાચીન ને નવા પાપોને નષ્ટ કરનાર છે.

ત્રેતાયુગમાં મયાદા પુરૂષોત્તમ શ્રી રામચંદ્રજી ને જયારે ચૌદ વષૅનો વનવાસ થઈ ગયો ત્યારે તે શ્રી લક્ષ્મણજી તથા માતાજાનકી સહિત પંચવટી માં નિવાસ કરવા લાગ્યા. ત્યારે પાપી રાવણે સીતાજીનું હરણ કર્યું હતું. આ દુ:ખદ સમાચાર થી શ્રી રામ અને લક્ષ્મણ અત્યંત વ્યાકુળ બની સીતાજી ની શોધ માં  નીકળી પડ્યા. ફરતા ફરતા તેઓ મરણાસત્ર જટાયુ ના પાસે પહોંચ્યા. જટાયુ પોતાની કથા સાભવવી સ્વગૅલોક ચાલ્યો ગયો. થોડા આગળ વધી ને  શ્રીરામ ની સુગ્રીવની સાથે મિત્રતા થઈ અને વાલીનો વધુ કયૉ. શ્રી હનુમાનજી રામચંદ્રની પાસે આવ્યા અને બધા સમાચાર કહ્યા. શ્રી રામચંદ્રજી એ સુગ્રીવ ની સંપતિ લઈને વાનરો અને રીંછોની સેના સહિત લંકા તરફ પ્રસ્થાન કર્યું. જ્યારે શ્રી રામચંદ્રજી એ સમુદ્ર કિનારે મહાન , અગાધ મગરમચ્છોથી યુક્ત સમુદ્ર જોયો ત્યારે તેમણે શ્રી લક્ષ્મણજી ને કહ્યું " હે લક્ષ્મણ આ મહાન અગાધ સમુદ્ર ને કઈ રીતે પાર કરીશું? " 

એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો

ત્યારે શ્રી લક્ષમ્ણજી બોલ્યા "હે રામજી તમે આદિ પુરુષ પુરાણ પુરુષોત્તમ છો. અહીંથી લગભગ અડધા યોજનની દૂરી પર કુમારી દ્રીપમા બકદાલભ્ય નામના ઋષિ રહે છે એમણે અનેક નામના બ્રહ્મા ને જોયા છે તમે એમની પાસે જંઈને એનો ઉપાયા પુછો" લક્ષ્મણજી ના આ વાંચનો સાંભળી ને શ્રી રામચંદ્રજી એ બકદાલભ્ય ઋષિ પાસે ગયા અને એમને પ્રણામ કરીને બેઠા મુનિએ તને પુછ્યુ હે રામજી તમે ક્યાંથી પધાર્યા છો? 

શ્રી રામજી બોલ્યા " હે મહષિ હું મારી સેવા સહિત અહીં આવ્યો છું અને રાક્ષસોને જીતવા લંકા જઈ રહ્યો છું" 

બકદાલભ્ય ઋષિ બોલ્યા " હે રામજી હું તમને એક ઉત્તમ વ્રત બતાવું છું મહા માસની વદ પક્ષની વિજયા એકાદશી વ્રત કરવાથી તમે સમુદ્ર અવશ્ય પાર કરી શકશો અને તમારો વિજય થશે હે રામજી આ વ્રતની વિધિ એ છે કે દશમના દિવસે સોના, ચાંદી , તાબા કે માટીનો કોઈ પણ એક નો કળશ બનાવવો . આ ધડામા પાણી ભરી તેના પર પાંચ પલ્લવ રાખીને વેદિકા પર સ્થાપન કરવું. એ કળશ નીચે સતનજા અને ઉપર જવ રાખવા. તેના પર શ્રી નારાયણ ભગવાન ની સુવણૅ પ્રતિમા સ્થાપિત કરવી.એકાદશી ના દિવસે સ્નાન આદિ નિત્યકર્મ થી નિવૃત થંઈને ધૂપ , દીપ , નૈવેદ્ય , નારિયેળ, આદિથી ભગવાનનું પુજન કરવુ. એ સમસ્ત દિવસે ભક્તિ પૂર્વક કળશ ની સામે વ્યતીત કરવો. અને રાત્રિના પણ એ રીતે બેસીને જાગરણ કરવું જોઈએ. દ્રાદશી ના દિવસે નથી અથવા તળાવ માં સ્નના કર્યા પછી આ કળશ ને બ્રહ્માણ ને આપી દેવો. હે રામ જો તમે આ વ્રતને સેનાપતિઓ સાથે કરશો તો અવશ્ય જ વિજયી થશો.

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

શ્રી રામચંદ્રજીએ મુનિની આજ્ઞા અનુસાર વિધિપૂર્વક વિજયા એકાદશી વ્રત કર્યું અને તેના પ્રભાવથી દૈત્યોના ઉપર વિજય મેળવ્યો.

અતઃ હે રાજન જે મનુષ્ય આ વ્રતને વિધિપૂર્વક કરશે તેને બંને લોકમાં વિજય થશે.

આ એકાદશી નું વ્રત પૂણૅ શ્રદ્રા રાખીને કરવાથી કોઈ પણ ઘારેલા કાયૅ માં વિજય મળે છે 
Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કર

વાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   

રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.