ગુરુવાર, 14 ઑક્ટોબર, 2021

નવરાત્રીમાં એકવાર પાઠ કરો | શ્રી દેવીકવચ ગુજરાતી ભાષાંતર સાથે | Shree Devi Kavach in Gujarati lyrics | Okhaharan

 નવરાત્રીમાં એકવાર પાઠ કરો | શ્રી દેવીકવચ ગુજરાતી ભાષાંતર સાથે | Shree Devi Kavach in Gujarati lyrics | Okhaharan  

Shree-Devi-Kavach-in-Gujarati-lyrics
Shree-Devi-Kavach-in-Gujarati-lyrics

 





શ્રી દેવીકવચ

ૐ અસ્ય શ્રી ચણ્ડી કવચસ્ય  બ્રહ્મા ઋષિ અનુષ્ટુપ્ છન્દઃ , ચામુણ્ડા દેવતા , અંગન્યાસોક્ત માતરો બીજમ , દિગ્બન્ધ દેવતાસ્તત્વમ , શ્રી જગદમ્બા પ્રીત્યર્થે સપ્તશતી  સપ્તશતી પાઠાંગત્વેન જપે વિનિયોગ:

                   ઓમ નમશ્ચણ્ડિકાયૈ

                     માર્કન્ડેય ઉવાચ

  યદગુહાં પરમં લોકે સર્વરક્ષકરં  નુણામ્ | યન્ન કસ્યચિદાખ્યાતં તન્મે બૂહી પિતામહ !


માકૅન્ડેયજી બોલ્યા : ‘ હે પિતામહ ! જે સાધન સંસારમાં અત્યંત ગોપનીય છે , જેનાથી મનુષ્ય માત્રની રક્ષા થાય છે એ સાધન મને બતાવો .


                    બ્રહ્મોવાચ


ૐ અસ્તિ ગુહ્યતમં વિપ્ર ! સર્વ - ભુતોપકારકમ્ | દેવ્યાસ્તુ કવચં પુણ્યં તચ્છુણુષ્વ મહામુને !


બ્રહ્માજીએ કહ્યું : હે બ્રાહ્મણ ! બધાં જ પ્રાણીઓનું કલ્યાણ કરનારું દેવીનું કવચ ( રક્ષા માટે પહેરવામાં આવતા એક વિશેષ પહેરણને કવચ કહેવામાં આવે છે . આવી રીતે આ સ્તોત્ર પણ કવચ સમાન છે . જેનો પાઠ કરવાથી સાધક હંમેશાં સુરક્ષિત છે . ) અત્યંત ગોપનીય છે . હે મહામુને ! એને તમે સાંભળો !


lalita-panchak-gujarati-lyrics

પ્રથમં શૈલપુત્રી ચ દ્વિતીયં બ્રહ્મચારિણી ।

તૃતીયં ચંદ્રઘંણ્ટેતિ કૂષ્માંણ્ડેતિ ચતુર્થકમ્ ॥ 3

 હે મુનિ ! દુર્ગાની નવ શક્તિઓ છે : પહેલી શક્તિનું નામ શૈલપુત્રી ( હિમાલય કન્યા પાર્વતી ) છે . બીજી શક્તિનું નામ બ્રહ્મચારિણી ( પરબ્રહ્મ પરમાત્માને સાક્ષાત્ કરાવનારી ) . ત્રીજી શક્તિ ચંદ્રઘટા ( ચંદ્રમા જેની ઘટામાં હોય ) છે . ચોથી શક્તિ કુષ્માન્ડા ( આખો સંસાર જેના ઉદરમાં નિવાસ કરતો હોય ) છે

પંચમં સ્કંદમાતેતિ ષષ્ઠં કાત્યાયનીતિ ચ ।

સપ્તમં કાલરાત્રીતિ મહાગૌરીતિ ચાષ્ટમમ્ ॥ 4 ॥



પાંચમી શક્તિ સ્કન્દમાતા ( કાર્તિકેયની જનની ) છે . છઠ્ઠી શક્તિ કાત્યાયની ( મહર્ષિ કાત્યાયનના અપ્રતીય તેજથી ઉત્પન્ન થયેલી ) છે . સાતમી શક્તિ કાલરાત્રિ

( સમસ્ત સૃષ્ટિનો સંહાર કરનારી ) તથા આઠમી શક્તિ મહાગૌરી ( શિવે ‘ મહાકાલી ’ કહેવાથી ક્રોધિત બની જેમણે તપસ્યા કરી બ્રહ્મદેવથી ગૌરવર્ણનું વરદાન મેળવ્યું હતું . ) છે

નવમં સિદ્ધિદાત્રી ચ નવદુર્ગાઃ પ્રકીર્તિતાઃ ।

ઉક્તાન્યેતાનિ નામાનિ બ્રહ્મણૈવ મહાત્મના ॥ 5

.નવમી શક્તિ સિદ્ધિદાત્રી ( સમસ્ત જગતને ૧. અણિમા ૨. લઘિમા ૩. પ્રાપ્તિ 4. પ્રાકામ્ય ૫. મહિમા ૬. ઈશિત્વ ૭. વશિત્વ ૮. કામાવસાયિતા - આ આઠ રૂપોથી સિદ્ધિ આપનારી ) છે . એને નવ દુર્ગા કહેવામાં આવે છે . આ શક્તિઓ સર્વજ્ઞ બ્રહ્મદેવ ( બ્રહ્માજી ) દ્વારા કહેવામાં આવી છે .


અગ્નિના દહ્યમાનસ્તુ શત્રુમધ્યે ગતો રણે ।

વિષમે દુર્ગમે ચૈવ ભયાર્તાઃ શરણં ગતાઃ ॥ 6 ॥

જે મનુષ્ય અગ્નિમાં બળી રહ્યો હોય , યુદ્ધ ભૂમિમાં શત્રુઓથી ઘેરાઈ ગયો હોય તથા અત્યંત વિક્ટ વિપત્તિમાં ફસાઈ ગયો હોય , તેઓએ ભગવતી દુર્ગાના ચરણમાં શરણ લેવું

ન તેષાં જાયતે કિંચિદશુભં રણસંકટે ।

નાપદં તસ્ય પશ્યામિ શોકદુઃખભયં ન હિ ॥ 7 ॥


આથી એનું ક્યારેય યુદ્ધમાં , સંકટમાં , અગ્નિમાં કોઈ કશું બગાડી શકતું નથી . એને કોઈ આપત્તિ નથી ઘેરી શક્તી કે ન તો એને શોક , દુઃખ તથા ભયની પ્રાપ્તિ થાય છે

યૈસ્તુ ભક્ત્યા સ્મૃતા નૂનં તેષાં વૃદ્ધિઃ પ્રજાયતે ।

યે ત્વાં સ્મરંતિ દેવેશિ રક્ષસે તાન્ન સંશયઃ ॥ 8 ॥



 જે લોકો ભક્તિપૂર્વક ભગવતીનું સ્મરણ કરે છે , એમને ઉન્નતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે . હે ભગવતી ! જે લોકો તમારું સ્મરણ કરે છે , નિશ્ચિતરૂપે તમે એમની રક્ષા કરો  છો


Durga-Ashtottara-Shatanamavali-108-Names-gujarati-Lyrics

પ્રેતસંસ્થા તુ ચામુંડા વારાહી મહિષાસના ।

ઐંદ્રી ગજસમારૂઢા વૈષ્ણવી ગરુડાસના ॥ 9 ॥


 મા ચામુંડા ( ચંડ - મુંડનો વિનાશ કરનારી ) દેવી પ્રેતના વાહન ઉપર નિવાસ કરે છે . વારાહી પાડાના આસન પર નિવાસ કરે છે . એન્ટ્રીનું વાહન ઐરાવત હાથી છે . વૈષ્ણવીનું વાહન ગરુડ છે .

માહેશ્વરી વૃષારૂઢા કૌમારી શિખિવાહના ।

લક્ષ્મીઃ પદ્માસના દેવી પદ્મહસ્તા હરિપ્રિયા ॥ 10 ॥

 માહેશ્વરી બળદના વાહન ઉપર તથા કૌમારી મોરના

આસન ઉપર બિરાજમાન છે . શ્રી વિષ્ણુ પત્ની ભગવતીના હાથોમાં કમળ છે તથા તે કમળના આસન ઉપર નિવાસ કરે છે .

શ્વેતરૂપધરા દેવી ઈશ્વરી વૃષવાહના ।

બ્રાહ્મી હંસસમારૂઢા સર્વાભરણભૂષિતા ॥ 11

 શ્વેતવર્ણવાડી ઈશ્વરી વૃષ - બળદ ઉપર સવાર છે . ભગવતી બ્રહ્માણી ( સરસ્વતી ) સંપૂર્ણ આભૂષણોથી યુક્ત છે તથા એ હંસાસન ઉપર બિરાજમાન રહે  છે .

ઇત્યેતા માતરઃ સર્વાઃ સર્વયોગ સમન્વિતાઃ ।

નાનાભરણા શોભાઢ્યા નાનારત્નોપશોભિતાઃ ॥ 12 ॥

અનેક આભૂષણો તથા રત્નોથી દૈદીપ્યમાન ઉપર્યુક્ત બધી જ દેવીઓ સમસ્ત યોગ શક્તિઓથી યુક્ત છે

દૃશ્યંતે રથમારૂઢા દેવ્યઃ ક્રોધસમાકુલાઃ ।

શંખં ચક્રં ગદાં શક્તિં હલં ચ મુસલાયુધમ્ ॥ 13 ॥


 આ ઉપરાંત બીજી પણ દેવીઓ છે , જે દૈત્યોના વિનાશ માટે તથા ભક્તોની રક્ષા માટે ક્રોધિત બની રથમાં સવાર છે તથા તેમણે હાથોમાં શંખ , ચક્ર , ગદા , શક્તિ હળ , મુસળ


ખેટકં તોમરં ચૈવ પરશું પાશમેવ ચ ।

કુંતાયુધં ત્રિશૂલં ચ શારંગ માયુધમુત્તમમ્ ॥ 14 ॥


ખેટક , તોમર , પરશુ ( ફરસો ) , પાશ ( બંધન માટે વિશેષ પ્રકારનું શસ્ત્ર ) , ભાલો , ત્રિશૂલ તથા ઉત્તમ ધનુષ્ય - બાણ વગેરે અસ્ત્ર - શસ્ત્ર ધારણ કરેલ છે .

દૈત્યાનાં દેહનાશાય ભક્તાનામભયાય ચ ।

ધારયંત્યાયુધાનીત્થં દેવાનાં ચ હિતાય વૈ ॥ 15 ॥


 જે દેવતાઓની રક્ષા માટે તથા જે તે દૈત્યોના દેહ નાશ માટે તથા ભક્તોને ભયમુક્ત કરવા માટે ધારણ કરેલ છે .

નમસ્તેઽસ્તુ મહારૌદ્રે મહાઘોરપરાક્રમે ।

મહાબલે મહોત્સાહે મહાભયવિનાશિનિ ॥ 16 ॥


   મહાભયનો વિનાશ કરનારી , મહાન બળવાળી , મહાઘોર પરાક્રમ કરવાવાળી તથા મહાન ઉત્સાહથી સુસંપન્ન હે મહારૌદ્રે ! ( મહારની શક્તિ ) તમને નમસ્કાર છે .

ત્રાહિ માં દેવિ દુષ્પ્રેક્ષ્યે શત્રૂણાં ભયવર્ધિનિ ।

પ્રાચ્યાં રક્ષતુ મામૈંદ્રી આગ્નેય્યામગ્નિદેવતા ॥ 17 ॥


 હે શત્રુઓને ભય આપનારી દેવી ! તમે મારી રક્ષા કરો ! અતિ તેજને કારણે હું તમારી તરફ જોઈ પણ શક્તો નથી . એન્ટ્રી શક્તિ પૂર્વ દિશામાં મારી રક્ષા કરો તથા અગ્નિ દેવતાની આગ્નેયીશક્તિ અગ્નિકોણમાં મારી રક્ષા કરો .

દક્ષિણેઽવતુ વારાહી નૈરૃત્યાં ખડ્ગધારિણી ।

પ્રતીચ્યાં વારુણી રક્ષેદ્વ વાયવ્યાં મૃગવાહિની ॥ 18 ॥


વારાહી શક્તિ દક્ષિણ દિશામાં , ખડગધારિણી મૈત્રીત્ય કોણમાં , વારુણી શક્તિ પશ્ચિમ દિશામાં તથા મૃગ ઉપર સવાર હેનારી શક્તિ વાયવ્ય કોણમાં મારી રક્ષા કરો 

Devi-Pratah-Smaranam-gujarati-lyrics

 

ઉદીચ્યાં પાતુ કૌમારી ઈશાન્યાં શૂલધારિણી ।

ઊર્ધ્વં બ્રહ્માણી મે રક્ષેદ ધસ્તાદ્વ વૈષ્ણવી તથા ॥ 19 ॥


 ભગવાન કાર્તિકેયની શક્તિ કૌમારી ઉત્તર દિશામાં , શૂલ ધારણ કરનારી ઈશ્વરી શક્તિ ઈશાન કોણમાં , બ્રહ્માણી ઉપર તથા વૈષ્ણવી શક્તિ નીચે મારી રક્ષા કરો .


એવં દશ દિશો રક્ષેચ્ચામુંડા શવવાહના ।

જયા મે ચાઙગ્રતઃ પાતુ વિજયા પાતુ પૃષ્ઠતઃ ॥ 20 ॥


 આવી રીતે જ શબની ઉપર બિરાજમાન ચામુંડા દેવી દસે દિશામાં મારી રક્ષા કરે . આગળ જયા , પાછળ વિજયા મારી રક્ષા કરે .


અજિતા વામપાર્શ્વે તુ દક્ષિણે ચાપરાજિતા ।

શિખામુદ્યોતિની રક્ષેદુમા મૂર્ધ્નિ વ્યવસ્થિતા ॥ 21 ॥


ડાબા ભાગમાં અજિતા , જમણા હાથમાં અપરાજિતા , શિખામાં ઉદ્યોતિની તથા મસ્તકમાં ઉમા નિયમપૂર્વક મારી રક્ષા કરે .

માલાધરી લલાટે ચ ભ્રુવૌ રક્ષેદ્યશસ્વિની ।

ત્રિનેત્રા ચ ભ્રુવોર્મધ્યે યમઘંટા ચ નાસિકે ॥ 22 ॥

લલાટમાં માળાધારી , બંને ભ્રમોમાં યશસ્વિની , ભ્રમરની મધ્યમાં ત્રિનેત્રા તથા નાસિકમાં યમઘંટા મારી રક્ષા કરે

શંખિની ચક્ષુષોર્મધ્યે શ્રોત્રયોર્દ્વાર વાસિની ।

કપોલૌ કાલિકા રક્ષેત્કર્ણમૂલે તુ શાંકરી ॥ 23 ॥


બંને નેત્રોની વચ્ચે શંખિની , બંને કાનની મધ્યમાં દ્વારવાસિની , કપાળમાં કાલિકા , કર્ણના મૂળ ભાગમાં શાંકરી મારી રક્ષા કરે .

નાસિકાયાં સુગંધા ચ ઉત્તરોષ્ઠે ચ ચર્ચિકા ।

અધરે ચામૃતકલા જિહ્વાયાં ચ સરસ્વતી ॥ 24 ॥

 નાસિકાની વચ્ચેના ભાગની સુગંધા , અધર ( હોઠ ) માં ચર્ચિકા , નીચલા હોઠમાં અમૃતકલા તથા જીભની સરસ્વતી રક્ષા કરે .


દંતાન્ રક્ષતુ કૌમારી કણ્ઠમઘ્યે તુ ચંણ્ડિકા ।

ઘંણ્ટિકાં ચિત્રઘંણ્ટા ચ મહામાયા ચ તાલુકે ॥ 25 ॥


કોમારી મારા દાંતોની , ચંડિકા કંઠ પ્રદેશની , ચિત્રઘંટા ગળાની તથા મહામાયા તાળવાની રહ્યા કરે .

કામાક્ષી ચિબુકં રક્ષેદ્વ વાચં મે સર્વમંગલા ।

ગ્રીવાયાં ભદ્રકાળી ચ પૃષ્ઠવંશે ધનુર્ધરી ॥ 26

કામાક્ષી હડપચીની , સર્વમંગલા વાણીની , ભદ્રકાલી ડોકની તથા ધનુષ્યને ધારણ કરનારી ધનુર્ધરી મારા પીઠ પાછળના ભાગની કરોડ પ્રદેશની રક્ષા કરે .


નીલગ્રીવા બહિઃ કંણ્ઠે નલિકાં નલકૂબરી ।

સ્કંન્ધ્યોઃ ખડ્ગિની રક્ષેદ્બ બાહૂ મે વજ્રધારિણી ॥ 27 ॥


 કંઠની બહાર નીલગ્રીવા અને કંઠ નળીમાં નલકૂવરી , બંને ખભાની ખગિની તથા વજને ધારણ કરનારી મારા બંને હાથોની  રક્ષા કર

હસ્તયોર્દંણ્ડિની રક્ષેદંમ્બિકા ચાંગુ લીષુ ચ ।

નખાંછૂલેશ્વરી રક્ષેત કુક્ષૌ રક્ષેતૂ કુલેશ્વરી ॥ 28 ॥

 મારા બંને હાથોની દંડ ધારણ કરનારી તથા અંબિકા આંગળીઓની રક્ષા કરે , શૂલેશ્વરી નખની તથા કુલેશ્વરી કુશિપ્રદેશમાં સ્થિત બની મારી રક્ષા કરે .


સ્તનૌ રક્ષેન્મહાદેવી મનઃશોકવિનાશિની ।

હૃદયે લલિતા દેવી ઉદરે શૂલધારિણી ॥ 29 ॥


મહાદેવી બંને સ્તનોની , શોકનો નાશ કરનારી મનની રક્ષા કરે . લલિતા દેવી હૃદયમાં તથા ત્રિશૂલધારિણી ઉદરપ્રદેશમાં સ્થિત રહી મારી રક્ષા કરે .

નાભૌ ચ કામિની રક્ષેદ્ગુ ગુહ્યં ગુહ્યેશ્વરી તથા ।

પૂતના કામિકા મેઢ્રં ગુદે મહિષવાહિની ॥ 30 ॥


 નાભિમાં કામિની તથા ગુહ્યભાગમાં ગુઘેશ્વરી મારી રક્ષા કરે . કામિકા તથા પૂતના લિંગની તથા મહિષવાહિની ગુદાની રક્ષા  કરે


કટ્યાં ભગવતી રક્ષેજ્જાનુની વિંધ્યવાસિની ।

જંઘે મહાબલા રક્ષેત્સર્વકામપ્રદાયિની ॥ 31 ॥


 ભગવતી કટિપ્રદેશમાં તથા વિધ્યવાસિની ઘુંટણોની રક્ષા કરે . સંપૂર્ણ કામનાઓ પૂર્ણ કરનાર મહાબલા દેવી મારી જાંઘોની રક્ષા કરે

ગુલ્ફયોર્નારસિંહી ચ પાદપૃષ્ઠે તુ તૈજસી ।


પાદાંગુલીષુ શ્રી રક્ષેત પાદાધસ્થલવાસિની ॥ 32 ॥

 નારસિંહી મારા બંને પગના ઘુંટણોની , તેજસી દેવી બંને પગના પાછલા ભાગની , શ્રી દેવી પગની આંગળીઓની તથા તલવાસિની મારા પગના નીચલા ભાગની રક્ષા કરે .

નખાન્ દંષ્ટ્રકરાલી ચ કેશાંશ્ચૈવોર્ધ્વકેશિની ।

રોમકૂપેષુ કૌબેરી ત્વ ચં વાગીશ્વરી તથા ॥ 33 ॥


 દંષ્ટ્રાકરાલી ( પોતાની દાઢોના કારણે ભયંકર દેખાવવાળી ) નખોની , ઉર્ધ્વકિશિની દેવી કેશોની , કાવેરી ( કુબેરની શક્તિ ) રૂંવાટાના છિદ્રોની તથા વાગીશ્વરી મારી ત્વચા ( શરીરની ઉપરના ભાગની ચામડી ) ની રક્ષા કરે .

રક્તમજ્જાવસામાંસાન્યસ્થિ મેદાંસિ પાર્વતી ।

અંત્રાણિ કાલરાત્રિશ્ચ પિત્તં ચ મુકુટેશ્વરી ॥ 34 ॥

પાર્વતી દેવી રક્ત મજ્જા , વસા , માંસ , હાડકા તથા હોજરીની રક્ષા કરે . કાલરાત્રિ આંતરડાની તથા મુકુટેશ્વરી પિત્તની રક્ષા કરે .

પદ્માવતી પદ્મકોશે કફે ચૂડામણિસ્તથા ।

જ્વાલામુખી નખજ્વાલામભેદ્યા સર્વસંધિષુ ॥ 35 ॥

પદ્માવતી ( મૂલાધારમાં સ્થિત ) સહસ્ત્ર દલ કમળમાં અને ચૂડામણિ કફની , જ્વાલામુખી નખરાશિમાં ઉત્પન્ન તેજની , અભેદા ( જેનું કોઈ શસ્ત્રથી ભેદન ન થાય ) બધા સંધિયો ( સાંધાઓ ) માં મારી રક્ષા કરે .

શુક્રં બ્રહ્માણિ! મે રક્ષેચ્છાયાં છત્રેશ્વરી તથા ।

અહંકારં મનો બુદ્ધિં રક્ષેન મે ધર્મધારિણી ॥ 36 ॥


બ્રહ્માણી શુક્રાણુની , છત્રેશ્વરી છાયાની તથા ધર્મને ધારણ કરનારી મારા અહંકાર , મન તથા બુદ્ધિની રક્ષા કરે .

પ્રાણાઙપાનૌ તથા વ્યાનમુદાનં ચ સમાનકમ્ ।

વજ્રહસ્તા ચ મે રક્ષેત્પ્રાણં કલ્યાણશોભના ॥ 37 ॥

વજહસ્તા ( વજને ધારણ કરનારી ) પ્રાણ , અપાન , વ્યાન , ઉદાન તથા સમાન વાયુની , કલ્યાણથી સુશોભિત થનારી કલ્યાણ શોભના મારા પ્રાણોની રક્ષા કરે .

રસે રૂપે ચ ગંધે ચ શબ્દે સ્પર્શે ચ યોગિની ।

સત્ત્વં રજસ્તમશ્ચૈવ રક્ષેન્નારાયણી સદા ॥ 38 ॥

રસ , રૂપ , ગંધ , શબ્દ તથા સ્પર્શ રૂપ વિષયોનો અનુભવ કરતી સમયે યોગિની તથા અમારા સત્ત્વ , રજ તથી તમોગુણની રક્ષા નારાયણી દેવી કરે .


આયૂ રક્ષતુ વારાહી ધર્મં રક્ષતુ વૈષ્ણવી ।

યશઃ કીર્તિં ચ લક્ષ્મીં ચ ધનં વિદ્યાં ચ ચક્રિણી ॥ 39 ॥


વારાડી દેવી આયુની , વૈષ્ણવી દેવી ધર્મની તથા ચક્રિણી ( ચકને ધારણ કરનારી ) મારી યશ , કીર્તિ , લક્ષ્મી , ધન તથા વિદ્યાની રક્ષા કરે .

ગોત્રમિંદ્રાણિ! મે રક્ષેત પશૂન્મે રક્ષ ચંડિકે ।

પુત્રાન્ રક્ષેન્મહાલક્ષ્મીદ ર્ભાર્યાં રક્ષતુ ભૈરવી ॥ 40 ॥

  હે ઇંદ્રાણી  તમે મારા કૂળ ની તથા હે ચંડિકે  તમે મારા પશુઓની રક્ષા કરો . મહાલક્ષ્મી મારા પુત્રોની તથા ભેરવી દેવી મારી સ્ત્રીની રક્ષા કરે 


પંથાનં સુપથા રક્ષેન્માર્ગં ક્ષેમકરી તથા ।

રાજદ્વારે મહાલક્ષ્મીર્વિજયા સર્વતઃ સ્થિતા ॥ 41 ॥


સુપથા ( પ્રશસ્થા માર્ગ ઉપર ચાલનારી ) અમારા પથની , ક્ષેમકરી ( કલ્યાણ કરનારી ) માગૅની રક્ષા કરે , રાજદ્વાર ઉપર મહાલક્ષ્મી તથા ચારે બાજુ વ્યાપ્ત ડેનારી વિજયા તમામ ભયથી મારી રક્ષા કરે .

રક્ષાહીનં તુ યત્-સ્થાનં વર્જિતં કવચેન તુ ।

તત્સર્વં રક્ષ મે દેવિ! જયંતી પાપનાશિની ॥ 42

 હે દેવી ! આ કવચમાં જે સ્થાનની રક્ષા નથી કહેવામાં આવી એ અરક્ષિત સ્થાનમાં પાપનો નાશ કરનારી જયંતી દેવી મારી રક્ષા કરે .

પદમેકં ન ગચ્છેત્તુ યદીચ્છેચ્છુભમાત્મનઃ ।

કવચેનાવૃતો નિત્યં યત્ર યત્રૈવ ગચ્છતિ ॥ 43 ॥


જે મનુષ્ય પોતાનું કલ્યાણ ઇચ્છતો હોય તે આ કવચના પાઠ વગર એક ડગલું પણ ક્યાંય યાત્રા ન કરે . કારણ કે કવચનો પાઠ કરી ચાલનારો માનવી જે જે સ્થાને જાય છે –

તત્ર તત્રાર્થલાભશ્ચ વિજયઃ સાર્વકામિકઃ ।

યં યં ચિંતયતે કામં તં તં પ્રાપ્નોતિ નિશ્ચિતમ્ ॥ 44 ॥


એને ત્યાં ત્યાં ધનનો લાભ થાય છે અને સંપૂર્ણ કામનાઓને સિદ્ધ કરનાર વિજય પ્રાપ્ત થાય છે . એ પુરુષ જે જે અભિષ્ટ વસ્તુની ઇચ્છા કરે છે એ વસ્તુ એને નિશ્ચિતરૂપે પ્રાપ્ત થાય છે .

પરમૈશ્વર્યમતુલં પ્રાપ્સ્યતે ભૂતલે પુમાન્ ।

નિર્ભયો જાયતે મર્ત્યઃ સંગ્રામેષ્વપરાજિતઃ ॥ 45 ॥

 કવચનો પાઠ કરનાર આ પૃથ્વી ઉપર અતુલ્ય ઐશ્વર્ય પ્રાપ્ત કરે છે . એ કોઈનાથી ડરતો નથી અને યુદ્ધમાં એને કોઈ પરાજિત પણ કરી શકતું નથી .

ત્રૈલોક્યે તુ ભવેત્પૂજ્યઃ કવચેનાવૃતઃ પુમાન્ ।

ઇદં તુ દેવ્યાઃ કવચં દેવાનામપિ દુર્લભમ્ ॥ 46 ॥

અને ત્રણે લોકોમાં એની પૂજા થાય છે . આ દેવીનું કવચ દેવતાઓ માટે પણ દુર્લભ છે

યઃ પઠેત પ્રયતો નિત્યં ત્રિસંધ્યં શ્રદ્ધયાન્વિતઃ ।

દૈવીકલા ભવેત્તસ્ય ત્રૈલોક્યેષ્વપરાજિતઃ । 47 ॥

જે વ્યક્તિ ત્રણે સંધ્યામાં શ્રદ્ધાપૂર્વક આ કવચનો પાઠ કરે છે , એમને દેવીકલાની પ્રાપ્તિ થાય છે . ત્રણે લોકમાં એને કોઈ જીતી શકતું નથી .

જીવેદ્વ વર્ષશતં સાગ્રમ પમૃત્યુવિવર્જિતઃ ।

નશ્યંતિ વ્યાધયઃ સર્વે લૂતાવિસ્ફોટકાદયઃ ॥ 48 ॥

એ માનવીનું અપમૃત્યુ નથી થતું . એ સો કરતાં પણ વધુ વર્ષ સુધી જીવિત રહે છે . આ કવચનો પાઠ કરવાથી લૂતા ( માથામાં થતો ખંજવાળનો રોગ - ઉંદરી ) , વિસ્ફોટક ( શીતળા ) વગેરે બધા રોગ નષ્ટ થઈ જાય છે 


સ્થાવરં જંગમં ચૈવ કૃત્રિમં ચૈઙપિ યદ્વવિષમ્ ।

અભિચારાણિ સર્વાણિ મંત્ર યંત્રાણિ ભૂતલે ॥ 49 ॥

સ્થાવર વિષ ( કનેર , ભાંગ , અફીણમાં રહેનારું ) , જંગમ વિષ ( સાપ , વિંછી વગેરેથી ઉત્પન્ન થનાર ) , કૃત્રિમ વિષ ( અફીણ , તેલ વગેરેના સંયોગથી ઉત્પન્ન ) આ બધા પ્રકારના વિષ નષ્ટ થઈ જાય છે . મારણ મોહન તથા : ઉચ્ચાટન વગેરે બધા પ્રકારના કરેલા અભિચાર યંત્ર તથા મંત્ર , પૃથ્વી તથા આકાશમાં વિચરણ કરનારા


ભૂચરાઃ ખેચરાશ્ચૈવ જુલજાશ્ચોપદેશિકાઃ ।

સહજા કુલજા માલા ડાકિની શાકિની તથા ॥ 50 ॥

ગ્રામ દેવતાદિ , જળમાં ઉત્પન્ન થનારા તથા ઉપદેશથી સિદ્ધ થનારાં બધા પ્રકારના શુદ્ર દેવતા વગેરે કવચનો પાઠ કરનાર મનુષ્યને જોતાં જ નષ્ટ થઈ જાય છે . જન્મની સાથે ઉત્પન્ન થનારા ગ્રામ દેવતા , કુલક્રમથી ઉત્પન્ન થનારા કુળ દેવતા , કંઠમાળા , ડાકિની , શાકિની

અંતરિક્ષચરા ઘોરા ડાકિન્યશ્ચ મહાબલાઃ ।

ગ્રહભૂતપિશાચાશ્ચ યક્ષગંધર્વરાક્ષસાઃ ॥ 51 ॥


અંતરિક્ષમાં વિચરણ કરનારી અત્યંત ભયાનક , બળવાન ડાકિનીઓ , , ભૂત , પિશાચ


બ્રહ્મરાક્ષસવેતાલાઃ કૂષ્માંડા ભૈરવાદયઃ ।

નશ્યંતિ દર્શનાત્તસ્ય કવચે હૃદિ સંસ્થિતે ॥ 52 ॥


બ્રહ્મરાક્ષસ , વેતાલ કૂષ્માન્ડ તથા ભયાનક ભૈરવ વગેરે બધા અનિષ્ટ કરનારા જીવો કવચનો પાઠ કરનારા પુરુષને જોતાં જ નષ્ટ થઈ જાય છે

માનોન્નતિર્ભવેદ્ર રાજ્ઞંસ્તેજોવૃદ્ધિકરં પરમ્ ।

યશસા વર્ધતે સોઽપિ કીર્તિમંડિતભૂતલે ॥ 53 ॥


કવચધારી પુરુષને રાજા દ્વારા સન્માન પ્રાપ્ત થાય છે . આ કવચ મનુષ્યના તેજની વૃદ્ધિ કરનારું છે . કવચનો પાઠ કરનારો માનવી આ પૃથ્વીને પોતાની કિર્તીથી સુશોભિત. કરે છે અને પોતાની કીર્તિની સાથે એ નિત્ય અભ્યદય પ્રાપ્ત કરે છે .

જપેત સપ્તશતીં ચંડીં કૃત્વા તુ કવચં પુરા ।

યાવદ ભૂમંડલં ધત્તે સશૈલવનકાનનમ્ ॥ 54 ॥


જે કવચનો પાઠ કરી સપ્તશતીનો પાઠ કરે છે એના પુત્ર - પૌત્રાદિ સંતતિ પૃથ્વી ઉપર ત્યાં સુધી વિદ્યમાન રહે છે , જ્યાં સુધી પર્વત , વન , પવન અને પવનથી યુક્ત આ પૃથ્વી ટકેલી છે

તાવત્તિષ્ઠતિ મેદિન્યાં સંતતિઃ પુત્રપૌત્રિકી ।

દેહાંતે પરમં સ્થાનં સત્સુરૈરપિ દુર્લભમ્ ॥ 55 ॥


કવચનો પાઠ કરી દુર્ગા સપ્તશતીનો પાઠ કરનાર માનવી મૃત્યુ બાદ મહામાયાની કૃપાથી દેવતાઓ માટે પણ જે અત્યંત દુર્લભ સ્થાન છે –

પ્રાપ્નોતિ પુરુષો નિત્યં મહામાયાપ્રસાદતઃ ।

લભતે પરમં રૂપં શિવેન સહ મોદતે ॥ 56 ॥


એને પ્રાપ્ત કરી લે છે અને ઉત્તમ રૂપ પ્રાપ્ત કરી શિવજી સાથે આનંદપૂર્વક નિવાસ કરે છે 


         ॥ ઇતિ વારાહપુરાણે હરિહરબ્રહ્મ વિરચિતં દેવ્યાઃ કવચં સંપૂર્ણમ્ ॥

 


 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇