સોમવાર, 24 મે, 2021

નૃસિંહ જંયતિ વાંચો ભક્ત પ્રહલાદ ની નૃસિંહ ઉદભવ કથા | Shree Narsingh avtar katha Gujarati | Okhaharan

નૃસિંહ જંયતિ વાંચો ભક્ત પ્રહલાદ ની નૃસિંહ ઉદભવ કથા | Shree Narsingh avtar katha Gujarati | Okhaharan 


bhagwan-vishnu-ke-narsingh-avatar-ki-katha-in-Gujarati

 

શ્રી નારાયણના દશ અવતારમાંથી ચોથો અવતાર નૃસિંહ સ્વરૂપ છે. એમની પુજન અને ભક્તિ કરવાથી દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે. વૈશાખ મહિનાના સુદ પક્ષની ચૌદશ તિથિને નૃસિંહ જયંતી ઉજવામાં આવે છે. ભગવાન શ્રીનૃસિંહ શક્તિ તથા પરાક્રમના પ્રમુખ દેવતા માનવામાં આવે છે, આજે આપણે આ ગુજરાતી ભક્તિ લેખમાં સત્તયુગમાં ભગવાન વિષ્ણુએ ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે નૃસિંહ સ્વરૂપમાં અવતાર લઇને એના પિતા હિરણ્યકશ્યપને મૃત્યુ આપ્યું હતું. આ વષે 21 મે 2024, ના રોજ આ તિથિ આવશે. હવે આપણે નૃસિંહ અવતારની કથા ટુકમાં વાચીશું

 શ્રી નૃસિંહ વિષ્ણુ અવતાર 5 પાવરફુલ મંત્ર જે દરેક કાયૅ તથા શત્રુ સામે વિજય આપવે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 


સત્તયુગના સમયમાં ભગવાન વિષ્ણુ એ  કેટલાક સ્વરૂપ લઈને પૃથ્વીનું રક્ષણ અને કેટલાક રાક્ષસોનો સંહાર કરીયો છે . ગ્રંથો મુજબ ઋષિ કશ્યપની ભાર્યા દિતિના ગર્ભાશયમાંથી જોડિયા તરીકે જન્મ્યા હતા. તેમનું નામ હિરણ્યક્ષા અને હિરણ્યકશિપુ હતું. બંનેમાં રાક્ષસ નાજ ગુણ હતાં. આ કારણે ધરતીને બચાવવા માટે ભગવાન વિષ્ણુએ વરાહ સ્વરૂપમાં અવતાર લઇને કશ્યપ ઋષિના દીકરા હિરણ્યાક્ષને મારી નાખ્યો હતો. આ દિવસે વરાહ જંયતિ ઉજવાય છે.


હિરણ્યકશ્યપ ને ભાઈના મૃત્યુથી દુઃખી અને ગુસ્સે થઈને હિરણ્યકશ્યપે ભગવાન નારાયણ બદલો લેવાનું નક્કી કરી લીધું. તેણે ખૂબ જ આકરી તપસ્યા કરીને પરમ પિતા બ્રહ્માજીને પ્રસન્ન કરી આકરું વરદાન માગ્યું કે  ના મનુષ્ય, ના દેવતા, ના પક્ષી, ના પશુ, ના દિવસ, ના રાત, ના ધરતી ઉપર , ના આકાશમાં , ના અસ્ત્રથી કે ના શસ્ત્રથી પણ મારૂ મૃત્યુ પામે નહીં તેવું વરદાન આપો. પરમ પિતાએ વરદાન આપ્યું.આવું વરદાન પ્રાપ્ત કરી લીધા પછી તે પોતાને અમરત્વ મળી ગયું હોય એમ સમજવા લાગ્યો. તે પછી તેણે સ્વગૅ પર ચડાઈ કરી અને ઇન્દ્રનું રાજ્ય છીનવી લીધુ અને દેવતાઓ સાથે જ ઋષિ-મુનીઓને હેરાન અને પરેશાન કરવા લાગ્યો. તે ઇચ્છતો કે હવે સમસ્ત લોકો મને ભગવાન માને  એ અને ઠેર મારી પુજા અને ભક્તિ થાય. તેને બધા ભગવાન દેવ, દેવી,  આ તથા દેવતા ની પુજા બંધ કરાવી. એમાં પણ ખાસ કરીને વિષ્ણુ ભગવાન કેમ એના ભાઈ નો મૃત્યુ નો ગુસ્સો હતો. પણ કહેવાય છે ને જેને કોઈ ના પહોંચે એને પેટ પહોંચે.અહીજ પણ એવું જ બન્યું હિરણ્યકશ્યપ નો એક પુત્ર હતો જેનું નામ પ્રહલાદ હતું અને એ ગુરૂ જોડે શિક્ષા પછી તે વિષ્ણુ ભગવાન પરમ ભક્ત હતો.


હિરણ્યકશ્યપનો દીકરો પ્રહલાદ ને આવું કરવાથી રોકવા માટે અનેકવાર પરેશાન કર્યો પરંતુ તે વિષ્ણુ પૂજા કરતો રહ્યો હતો. ક્યારે એને પવૅત પરથી ફેંક્યો,, ક્યારેક નાગ લોકમાં નાખ્યો તો ક્યારેક સમુદ્ર માં પણ નાખ્યો પરંતુ એને કંઈ ના થયું ભગવાન વિષ્ણુ દર સમયે તેની રક્ષા કરતા હતા. એકવાર એની ફોઈ જોડે હોળીમાં પણ બેસાડ્યો પણ તો એને કંઈ ના થયું. આટલા બધા પ્રયાસ પછી આખરે એક દિવસ એને સભા બોલાવ્યો‌. અને પુછ્યું ક્યાં છે તારા ભગવાન વિષ્ણુ ત્યારે પરમ ભક્ત પ્રહલાદ બોલ્યો ભગવાન વિષ્ણુ દરેક કણ કણ અને ક્ષણ ક્ષણ માં છે.ગુસ્સામા હિરણ્યકશ્યપે બોલ્યો તો શું  થાંભલામાં છે તારા ભગવાન? પરમ ભક્ત પ્રહલાદે કહ્યું હા, આવુ સંભાળી ખુબજ ગુસ્સામાં પોતાની ગંદા વડે એ થાંભલા ઉપર પ્રહાર કર્યો, ત્યારે જ એજ  થાંભલામાથી વિષ્ણુ ભગવાનનો ચોથો અવતાર નૃસિંહ ભગવાન પ્રકટ થયાં. નૃસિંહ એટલે નર અને સિંહ અડધું  માનવ શરીર અને અડધું સિંહ સ્વરૂપ અને જેમ એને વરદાન હતું તેમ ના મનુષ્ય, ના દેવતા, ના પક્ષી, ના પશુ, ના દિવસ, ના રાત, ના ધરતી ઉપર , ના આકાશમાં , ના અસ્ત્રથી કે ના શસ્ત્રથી પણ મારૂ મૃત્યુ પામે નહીં ભગવાન એને ભગવાન નૃસિંહ અવતારથી  હિરણ્યકશ્યપને   મહેલ ના ઉંબરા પર પોતાના ખોળામા રાખીને તેની છાતિને નખથી ફાડીને તેને સંહાર કર્યો.

આ દિવસે ભગવાન વિષ્ણુજીના ચોથા અવતાર સ્વરૂપમાં ભગવાન નૃસિંહની પૂજા કરવામાં આવે છે સાથે જ આ દિવસે વ્રત અને ઉપવાસ પણ કરવામાં આવે છે. આ દિવસે પુજન માં ઠંડી વસ્તુઓ નો ઉપયોગ કરો. આ વ્રત નો ઉપવાસ અને ધ્યાન ધરવાથી દુશ્મનો ઉપર વિજય પમળે છે અને સવૅ મનોકામના પણ પૂર્ણ થાય છે. ભગવાન વિષ્ણુ અવતાર ખુબજ ક્રોધીત સ્વરૂપ માનવામાં આવે છે.


નૃસિંહ અવતાર નો રુદ્ર ગાયત્રી મંત્ર ૧૦૮ વાર જાપ જરૂર કરો


ૐ વજ્રનખાય વિધમયે તીક્ષ્ણ દંષ્ટાય ધીમહિ તન્નો નરસિંહ પ્રચોદયાત 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

માં વૈભવ લક્ષ્મી વ્રત કોણ કરી શકે ? અને કેવી રીતે કરવું ? શું કરવું  ? શુ ના કરવું ? અહી ક્લિક કરો.  

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 


 

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   

 

Amazon Today Offer 

50% Off On Price + 10% Discount on Cards Click Here 👇👇

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇