સોમવાર, 6 સપ્ટેમ્બર, 2021

શ્રાવણ સોમવતી અમાસના દિવસે સંઘ્યા સમયે કરો આ કામ પિતૃદેવ ખુશ થાય | Amavasya Upay Gujarati | Okhaharan

શ્રાવણ  સોમવતી અમાસના દિવસે સંઘ્યા સમયે કરો આ કામ પિતૃદેવ ખુશ થાય | Amavasya Upay Gujarati | Okhaharan

Amavasya-Upay-gujarati-2021
Amavasya-Upay-gujarati-2021

 

શ્રી ગણેશાય નમઃ મિત્રો સ્વાગત છે તમારૂ આજે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશું શ્રાવણ સોમવતી અમાસના દિવસે સંઘ્યા સમયે કરો આ કામ પિતૃદેવ ખુશ થાય.


Shiv Mantra Gujarati

શ્રાવણ માસ સોમવાર એમાં પણ અમાસ એટલે સોમવતી અમાસ પુણ્ય મેળવાનો સૌથી ઉત્તમ યોગ છે. અમાસ તિથિના સ્વામી પિતૃદેવને માનવામાં આવે છે. એટલે અમાસના દિવસે પિતૃઓની તૃપ્તિ માટે તર્પણ, શ્રાદ્ધ કર્મ, પવિત્ર નદીમાં સ્નાન અને દાન-પુણ્ય કરવાનું મહત્ત્વ છે. આ દિવસે કરેલા મંત્રજાપ, તપ અને વ્રત કરવાથી અનેક ગણું ફળ મલે છે. અમાસના દિવસે સવારે સૂયૅદય પહેલાં જ સ્નાન કર્યા પછી સૂર્યદેવને જળ ચઢાવો અને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો. જળની અંદર કંકુ વારા ચોખા અને ખાસ લાલ ફુલ ઉમેરો. કોઈ શિવ મંદિરમાં જવુ અને તાંબાના લોટામાં જળ ભરીને અભિષેક કરો. જો શકય હોય તો પંચામૃતથી અભિષેક કરો. અને મનમાં ॐ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહો. આ દિવસે હનુમાનજી સામે દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરો. કોઈ મંદિરમાં પૂજન સામગ્રી ભેટ કરો.


શ્રાવણ માસ સોમવાર એમાં પણ અમાસ એટલે સોમવતી અમાસ પુણ્ય મેળવાનો સૌથી ઉત્તમ યોગ છે. અમાસ તિથિના સ્વામી પિતૃદેવને માનવામાં આવે છે. એટલે અમાસના દિવસે પિતૃઓની તૃપ્તિ માટે તર્પણ, શ્રાદ્ધ કર્મ, પવિત્ર નદીમાં સ્નાન અને દાન-પુણ્ય કરવાનું મહત્ત્વ છે.


Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics

અમાસના દિવસ એ પિતૃઓનો દિવસ આ દિવસે બંને સમય સવારે અને સાંજે ઘરમા ધુપ કરો સવારે ઘુપ કરો એ ભગવાન ને અપણૅ છે અને સંઘ્યા સમયે કરો એ પિતૃઓનો અપણૅ છે. જો શક્ય હોય તો ગોબરના છાણા નું દુપ કરો તેમાં ગોળ ,ઘી અને ગુગળ નાખીને ધૂપ અર્પણ કરો. જો શક્ય ના હોય તો એકલું ગુગળ નું પણ ઘુપ કરી શકાય. આમ કરવાથી પિતૃદેવ પ્રસન્ન થાય છે..


પિતૃઓનો દિવસ આ દિવસે પિતૃઓના નામથી ગુપ્ત ધન દાન અને અનાજનું દાન જરૂર કરો. જેમકે કોઈને જમાડો, બ્રહ્માણને સીઘું દાન કરો. આમ કરવાથી પિતૃદેવ પ્રસન્ન થાય છે.


Shree-krishna-ashtottara-namavali-krishna-108-name-in-gujarati

અમાસના દિવસે પીપળા જળ ચડાવી દિવો કરવો. સવારે કરેલા પુજન જળ પિતૃદેવ તથા ભગવાન ને અપણૅ છે 108 પદક્ષિણા કરો. અને સંઘ્યા સમયે કરેલ પુજન શનિદેવને અપણૅ છે. એ સમયે શનિદેવનો દશનામનો સ્ત્રોત જરૂર કરવો. આમ કરવાથી શનિદોષ ઓછો થાય છે.

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

jivantika-maa-vrat-katha-in-gujarati

 
ram raksha stotra gujarati

 

Hanuman-Janjira-Chalisa-Gujarati-Lyrics 

 


શ્રાવણ અમાસ ગાય-તુલસી વ્રત વિઘિ અને કથા ગુજરાતીમાં | Gay Tulsi Vrat Katha Gujarati | Okhaharan

શ્રાવણ અમાસ ગાય-તુલસી વ્રત વિઘિ અને કથા ગુજરાતીમાં | Gay Tulsi Vrat Katha Gujarati |  Okhaharan

 
gay-tulsi-vrat-katha-in-gujarati

 

ગાય તુલસી વ્રત પૂજા વિધિ

આ વ્રત શ્રાવણ મહિનાની અમાસે કુવારી કન્યા તથા સોહાગણ સ્ત્રી બંને કરી શકે છે. શ્રાવણ માસની અમાસે સોમવાર હોય તો સેકડોગણું ફળ મલે છે.અમાસના દિવસે સૂયોદય પહેલા સ્ન્નાદિથી પરવારી પ્થમ ગાયનું પુજન કરી તુલસી માતા પુજન કરવું. ત્યારબાદ ગાય તુલસી વ્રત કથા સાભળવી. વ્રત કરનાર એકટાણું કરે. આ વ્રતમાં લીલું અનાજ, કઠોર , લીલું શાક કે લીલા રંગની વસ્તુ ન ખાય તથા લીલાં વસ્ત્રનો  ન પહેરે. આ વ્રત કરનાર કુવાંરી કન્યાને મનગમતો ભરથાર મળે છે. સોહાગણ સ્ત્રીનું વાંઝિયામેણું ટળે અને તે પરમ સૌભાગ્ય ની પ્રપ્તિ થાય. 

Shiv Mantra Gujarati

 

ગાય તુલસી વ્રત કથા


એક ગામમાં શિવશંકર નામે એક બ્રાહ્મણ રહે. તેની પત્નીનું નામ ગુણવંતી હતું. પતિ-પત્ની બંને અત્યંત ધાર્મિક વૃત્તિના હતા. પુત્રીનું નામ રમા રાખ્યું. તેથી તેમની પુત્રી રમા પણ બચપણથી જ ધર્મના માર્ગે ચાલવા લાગી. ઉંમર લાયક થવા પછી રમાએ મનગમતો ભરથાર પામવા માટે ગાય તુલસીનું વ્રત શરૂ કર્યું. પરંતુ વ્રત પૂર્ણ થાય એ પહેલાં જ રમા મૃત્યુ પામી મૃત્યુ પામેલી રમા બીજા જન્મે એક કોળીના ઘેરે જન્મી.


કોળી દંપતી નીચાવણૅના અને ગરીબ હોવા છતાં કોળી દંપતિ જાતિના માર્ગે ચાલનારા હતા. ગરીબના ઘેર રૂપ રૂપનો અંબાર જેવી કન્યાનો જન્મ થતાં સૌ કહેવા લાગ્યા કે આ તો કાદવમાં કમળ ખીલે એવી વાત થઈ. રમાના  પૂર્વ જન્મના ગાય તુલસી વ્રતના પ્રભાવે કમળાના રૂપમાં અલૌકિક તેજ હતું જોનારની આંખો અંજાઈ જતી હતી.

કમળા તો યુવાન થઈ. મા બાપને રાત દિવસ કમળાના હાથ પીળા કરવાની ચિંતા કરવા લાગ્યા એક દિવસ કમળાએ કેટલીક બહેનોને ગાય તુલસીની પૂજા કરતી જોઈ અને તેથી તે તેમની પાસે ગઈ અને કહ્યું કે બહેનો, મારે પણગાય તુલસીની પૂજા કરવી છે. ત્યારે ગામની કન્યાઓ કહે તારાથી વ્રત કરાય નહીં તારો વરણ જુદો છે છોડી. તારો પડછાયો તુલસીમાં ઉપર પડે તો માજી વનમાં પધારી જાય માટે તારાથી વ્રત થાય નહીં.


 પેલી કોળી કન્યા કાલાવાલા કરતી કહેવા લાગી, હે બહેનો, હું તમારી જેમ જે રોજ સવારે નાહી ધોઈને સ્વચ્છ કપડાં પહેરીને પવિત્ર થઈને વ્રત કરું, તમે જેમ કહો તેમ, કહો તો ઉપવાસ કરીને પવિત્ર થાઉં પણ મારી બહેનો, મને વ્રતની વિધિ બતાવો. ગાયમાં અને તુલસીમાં તો સૌના સરખાં જ મા છે. એમના મનમાં તો કોઈ ઊંચ નચી નથી ને કોઈ નીચ નથી માટે આપ મને માર ઉપર દયા કરીને પણ વ્રતની વિધિ બતાવો. હુંય ગાયમાં અને તુલસીમાંના વ્રત કરું તો માતાજી મારી મનોકામના પૂરી કરશે માં તો દયાની દેવી છે આમ બોલતાં બોલતાં કોળી કન્યા રડી પડી. છોકરીઓના ટોળામાં એક છોકરી દયાળું હતી. તેને આ કોળી કન્યા ઉપર દયા આવી અને તેણે ગાય અને તુલસીમાના વ્રતની વિધિ બતાવી. કોળી કન્યાનો આનંદથી નાચતી અને કૂદતી પોતાને ઘેર ગઈ છે. બીજા જ દિવસથી તેણે ગાય તુલસીના વ્રત લીધાં. જેમ જેમ વ્રતનું તપ વધતું ગયું. તેમ તેમ એનું તેજ વધતું ગયું. આ જોઈને કોળીના સગાં-વહાલાને ડર લાગવા માંડ્યો. આ તો રાંકને ઘેર રતન પાક્યાં. આપણાંથી કેમ જતન થાશે. આટલી બધી સમજું અને દેવના ચક્કર જેવી કન્યા કોળીની નાતમાં ક્યાંથી ?


આમ અંદરો અંદર વાતો કરે છે કોઈ તેને હેરાન કરતું નથી. પછી તો બધા ભેગા થઈને આ કન્યાને તળાવના કિનારે એક સરસ મજાની ઝુંપડી બનાવી આપી અને કહ્યું બેટા તું આમા રહે અને ખુશીથી ભગવાનનું ભજન કર. કોળી કન્યા તો તળાવની પાળે રહેવા લાગી. સ્વચ્છ અને સાદા કપડાં પહેરે છે. ગાયમાં અને તુલસીમાં પૂજા કરે છે. તુલસી ક્યારે દિવો કરે છે અને એક વખત સાદુ જમીને એક ગાયમાં અને તુલસીમાંના વ્રત પૂરા થવા આવ્યા છે ત્યાં તો એક દિવસ માતાજીની કૃપા ઉતરી. મોટા ભાગના રાજકુંવર ફરતો ફરતો ત્યાં આવ્યો. કોળીકન્યા અને એ રાજાના કુંવરની આંખ મળી પછી તો કુંવર પોતાની ઓળખાણ આપી. અને કોળી કન્યાને કહ્યું કે, મને તારા પ્રત્યે લાગણી અને રાગ ઉત્પન્ન થયો છે. માટે તું મારી સાથે લગ્ન કર, અને તને સુખી કર સાથે તુ પણ સુખી થા એવી મારી ભાવના છે. કોળી કન્યાએ કહ્યું એ કેમ બનશે ? તમે તો રાજાના કુંવર અને હું કોળીની કન્યા લગ્ન કેમ થાય ? પણ આ તો રાજાનો કુંવર ! લીધી હઠ મૂકે નહીં ! કોણ સમજાવે ? 

Karpur-Gauram-Karunaavtaaram-stuti-meaning-in-Gujarati

 
એણે તો કહ્યું. તું મને ગમે છે. માટે પરણું તો તને જ. હા કહે ના કહે. આમ કુંવરે હઠ પકડી ત્યારે કોળી કન્યા બોલી જેવી ગાયમાંની મરજી એમ મનમાં સમજી પોતાની માને વાત કરી. સમજાવી, મનાવી લીધા. રાજકુંવર રાજીના રેડ થતો પોતાના ગામ આવ્યો. ત્યાંથી વિધિપૂર્વક સામગ્રી મોકલી બ્રાહ્મણને ભગવાનને સાક્ષી રાખી ગાય, તુલસીના આશીર્વાદ લઈને લગ્નના ચાર ફેરા કર્યા છે. પછી પોતાને ગામ ગયા. લગ્નની વાતને છુપાવી રાખી. આ તો રાજાના કુંવર કહેવાય. તેથી કોઈ પૂછતું નથી. એમ ઘણા વરસો સુખ ચેનમાં પસાર થયા. રોજના નિયમ પ્રમાણે એક દિવસ રાજા અને રાણી ફરતા ફરતા તળાવની પાળે બેસી વાતો કરતા હતો ત્યાં તેમની નજર ગામની કન્યાઓને ગાય તુલસીમાંના વ્રત કરતાં જોઈ અને (કોળી કન્યા) રાણીને પોતાના આગળના દિવસો સાંભર્યા કે, ગાયમાંના અને તુલસીમાંના એક વખત વ્રત કર્યા હતા. મન માનતો (પતિ) રાજાનો કુંવર મળ્યો અને મનની મનોકામના પૂર્ણ થઈ. લાવ ફરીથી વ્રત લઉં અને માતાજી કાંઈક મહેર કરશે. આમ વિચારી પેલી કન્યા પાસે ગઈ છે અને બોલી હે બહેનો મારે પણ ગાય તુલસીના વ્રત કરવા છે માટે વિધિ કહો પેલી કન્યાઓએ હોંશથી વિધિ કહી. 

Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics


રાણીજી શ્રાવણ માસ આવે એટલે આ વ્રત લેવા. પાંચ દોરાની સેર લઈને પછી તેને પીળો રંગ રંગીને પછી એને ત્રીસ ગાંઠો વાળએ ગાંઠો વાળેલા દોરાને ગળામાં પહેરીએ હાલતાં ચાલતાં બધા કામ કરતા ગાયમાં તુલસીમાંના નામનું મનમાં રટણ રાખવું. આડોશ પાડોશમાં કોઈને બોલાવી વાર્તા કરવાની કોઈ સાંભળવા વાળું ન હોય તો પીપળાના પાનને કહેવાની સૂરજ નારાયણની સાખે કહેવાની,તુલસીમાના ક્યારે કહેવાની. લીલા લુગડાં પહેરવા નહીં. લીલા શાકભાજી ખાવાના નહીં, લીલા ઝાડના લીલા પાન તોડવા નહીં. અબીલ, ગુલાલ, ફળ, ફૂલ અને ધૂપ લઈને ગાયમાં તુલસીમાની પૂજા કરવી. દિવો કરવો, પછી પ્રસાદ ધરાવવો, સૌને વહેંચવો આવી રીતે ગાય તુલસીમાંનું વ્રત કરવા. કોળી રાણી તો આનંદમાં આવી ગઈ. શ્રાવણ મહિનો આવ્યો છે. આખા નગરમાં વ્રત લેવાય છે. ગરીબ-ગુરબાને દાન દેવાય છે. રાજાએ પણ અન્ન દીધા, વસ્ત્રદાન દીધા. આખા મહેલમાં ગાયમાં તુલસીમાનાં વ્રત લેવાય છે. વિધિ મુજબ પૂજા થાય છે. દાન-દક્ષિણા દેવાય પછી તો કોળી રાણી ઉપર માતાજીની કૃપા ઉતરી, રાણીને વ્રત ફળ્યાં. માતાજીએ સારા દિવસો દેખાડ્યા છે. આખા મહેલમાં આનંદ છવાયો છે.


રાણીના પિયરમાં વધામણી મોકલવા તપાસ થઈ છે, તપાસ કરતાં કોળી રાણી નીચ જાતિની છે તેમ બધાને ખબર પડી ગઈ. રાજના સગાંઓને અદેખાઈ આવી અને બોલી નવી રાણીનું વરણ અલગ છે. તેને સોનાની રાખડી ન હોય, પણ કુટુંબની પરંપરા સાચવવા ગામની ધૂળ, હનુમાનની માળો લાવો, લોખંડની ખીલી લીધી, કાળા ઉનનો દોરો લીધો, પછી રાખડી બાંધી છે. બરાબર રાણીને સાત માસ થયા ખોળો ભરવાનો અવસર આવ્યો. અદેખી જૂની રાણીઓ કહેવા લાગી કે કોળીની દીકરીને ખોળો ભરવાનો કેવો હોય ? લીલું નાળિયેર આપ્યું છે. કંકુ છાંટીને ચાર ચોખા આપી ખોળો ભર્યો. પછી તો રાજાએ રાણીને પિયર મોકલી રાણીને સાધન સામગ્રી આપી અને નવ માસ પૂરાં થતાં કુંવરનો જન્મ થયો. 

 

Shree-krishna-ashtottara-namavali-krishna-108-name-in-gujarati

રાજાએ કહેલું કે કુંવરી જન્મે તો ફૂલનો ગજરો મોકલવાનો અને કુંવરનો જન્મ થાય તો ગુલાબના ફૂલની માળા મોકલવાની. રાજા સભામાં બેઠા છે. ત્યાં કુંવરના જન્મની વધામણીની માળા આવે છે.  રાજાના આનંદનો પાર ન રહ્યો, પણ કોળી રાણીને પુત્ર અવતર્યો છે.


જાણીને અદેખી રાણીઓને અદેખાઈ આવે છે. સમય થતાં કુંવરને લઈને કોળી રાણી મહેલે આવ્યા છે કોળી રાણીએ તો આવીને પહેલાં તુલસીના ક્યારે કુંવરને નમાડ્યા છે. ગાયને પગે લગાડ્યા. આ બાજુ અદેખી રાણીઓએ લાગ જોઈને કુંવરને ગુમ કરાવ્યો. આખા નગરમાં ખબર પડી કે કુંવર ગુમ થયા. કોળી રાણીના દુઃખનો પાર ના રહ્યો. આ બાજુ એક સુથારની દીકરી ગાય તુલસીની પૂજા કરવા આવે છે. તેણે આ છોકરાને જોયો.. એણે તરત જ તેને ઘેર પાછા ફરી પોતાની માને કહે મા  મા  ! ગાયમાં તુલસીમાએ ભાઈ આપ્યો. ભાઈ લાવી, ભાઈ મેળવવા મેં ગાય તુલસીના વ્રત કર્યા અને ગાય તુલસીએ મને ભાઈ આપ્યો.


આમ કોળી રાણીનો કુંવર સુથારને ત્યાં મોટો થવા લાગ્યો. સુથારે પોતાના કામમાં કુંવરને જોડી દીધો. કુંવર તો સુથારી કામમાં દિવસે દિવસે હોંશિયાર થવા લાગ્યો. એક દિવસ કુંવરે લાકડાનો ઘોડો બનાવ્યો. તળાવને કિનારે તે પાણી પીવડાવવા લઈ ગયો. કુંવર ઘોડાને કહે છે ઘોડા ઘોડા પાણી પીવો. બાજુના કિનારે રાજાની દાસીઓ પાણી ભરતી હતી. તેમણે આ છોકરાની વાત સાંભળીને નવાઈ લાગી. છોકરાને કહે, કે એરે ગાંડાભાઈ ! લાકડાના ઘોડા તે કાંઈ પાણી પીતાં હશે ? કોળી રાણીના કુંવરે કહ્યું, કે અદેખારાણીઓએ રાજાને ભૂપીવરાવી પ્રપંચ કરી તેમનો કુંવર ગુમ કરાવ્યો અને ભૂપીતા કરી દીધા. તો લાકડાના ઘોડા ભૂ ન પીવે ? દાસીઓને વાતમાં ભેદ લાગ્યો. તેમણે મહેલે આવી કોળી રાણી અને રાજાને વાત કરી.


પછી તો રાજાએ સુથારને બોલાવ્યો. સુથાર કહે, મારી દીકરી એ છોકરાને લાવી હતી. રાજા કહે તો દીકરીને બોલાવો. સુથારની દીકરી આવી. દીકરી કહે, ગાયમાં તુલસીમાએ મને ભાઈ આપ્યો. રાજા બધી વાત સમજી ગયા. કુંવર અને કોળી રાણી ભેટી પડ્યાં. સુથાર ને તેની વહુને એને સુથારની દીકરીને રાજ મહેલમાં જ પોતાની સાથે રાખ્યા અને પછી રાજાએ કુંવરને રાજ ગાદીનું વારસ બનાવ્યો. ગાદીએ બેસાડ્યો. કુંવર તો રાજ માલિક થયો બધે આનંદ મંગળ વરતાઈ ગયા. કોળી રાણીને ગાય મા તુલસીમાના વ્રત ફળ્યાં. અદેખી રાણીઓનાં મોઢાં કાળા થયા. જય ગાયમાં, જય તુલસીમાં જેવા સૌને ફળ્યાં તેવા અમને ફળજો.
 


 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇