73 વષૅ પછી મહા માસ પૂર્ણિમા નો શુભનયોગ રાશિ મુજબ કરો દાન Maha Mas Purnima Rashi Dan 2022 | Okhaharan
Maha-Mas-Purnima-Rashi-Dan-2022-Gujarati |
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું 73 વષૅ પછી માસ મહા પૂર્ણિમા નો શુભનયોગ રાશિ મુજબ કરો દાન
મહા માસની પૂર્ણિમા મહત્વ , સ્નાન પુજન સમય ઘરમાં કેટલાક ઉપાય થી લક્ષ્મીની કૃપા રહે અહી ક્લિક કરો.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 73 વષૅ પછી મહા પૂર્ણિમાના દિવસે કર્ક રાશિમાં ચંદ્ર અને અશ્લેષા નક્ષત્રના સંયોગથી શોભન યોગ બની રહ્યો છે. મહા માસ ની પુર્ણિમા દિવસ એ સ્નાન અને દાન નો એક અનોરો મહિમા છે
ધાર્મિક માન્યતા અનુસાર જે દિવસે ચંદ્ર સંપૂર્ણ કળામાં હોય એટલે પુનમ અને જ્યારે ચંદ્ર શૂન્ય કળા માં એટલે અમાસ હોય તે દિવસે દાન કરવાથી દરેક જીવનમાં આવતી અલગ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે.અને સાથે સાથે રાશિ મુજબ અશુભ ગ્રહોની પીડાથી અથવા ખરાબ દશા માંથી મુક્તિ મેળવવા કેટલાક રાશિ મુજબ ઉપાય કરવા જોઈએ તે પહેલાં આપણે જાણીએ મહા માસ ની પુર્ણિમા ની તિથિ માહિતી.
15 ફેબ્રુઆરી, મંગળવાર 2022 રાત્રે 09:42 મિનિટે થાય છે
તિથિની સમાપ્તિ: 16 ફેબ્રુઆરી 2022, બુઘવાર, રાત્રે 10:25 થાય છે
પૂર્ણિમા તિથિ ચંદ્રોય મુજબ હોય માટે પૂર્ણિમા 16 ફેબ્રુઆરી 2022, બુઘવાર રોજ રહેશે.
હવે આપણે જાણીએ રાશિ મુજબ કંઈ રીતે કંઈ વસ્તુ દાન કરવી જોઈએ.
મેષઃ- અ,લ,ઈ
રાશિ સ્વામી મંગળ
શુભ રંગ : લાલ
મહા માસ ની પુર્ણિમા ના દિવસે સવારે સૂર્યોદય પહેલાં સ્નાન કરતાં સમયે પાણીમાં લાલ ફૂલ નાખીને સ્નાન કરો. પછી ધર મંદિર અથવા મહાદેવ ના મંદિરે પુજન કરી એક લાલ કપડામાં લાલ મસૂરની દાળ બાંધીને કોઈ વિદ્વાવાન બ્રાહ્મણ ને દાન કરો. આ રીતે દાન કરવાથી જીવનમાં આવતી અડચણો દૂર થાય છે.
સૂતા પહેલાં શ્રી વિષ્ણુ ભગવાનની આ સ્તુતિ કરીલો લક્ષ્મી આગમન થશે અહી ક્લિક કરો.
વષૃભ રાશિ :- બ,વ,ઉ
રાશિ સ્વામી :- શુક્ર
શુભ રંગ :- સફેદ
મહા માસ ની પુર્ણિમા ના દિવસે સવારે સૂર્યોદય પહેલાં સ્નાન કરતાં સમયે સફેદ ફૂલ પાણીમાં નાખીને સ્નાન કરો. આ પછી છોકરીને ખીર ખવડાવો. એક સફેદ કપડાં સફેદ તલ બાંધીને કોઈ વિદ્વાવાન બ્રાહ્મણ ને દાન કરો. આ રીતે દાન કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થશે.
ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
મિથુન રાશિ :- ક,છ,ધ
રાશિ સ્વામી :- બુધ
શુભ રંગ : લીલો
મહા માસ ની પુર્ણિમા ના દિવસે સવારે સૂર્યોદય પહેલાં સ્નાન કરતાં સમયે પાણીમાં શેરડીનો રસ ભેળવીને સ્નાન કરવું. કોઈ જરૂરિયાત મંદ લોકો અથવા બ્રાહ્મણને મગની દાળનું દાન કરો.આ રીતે દાન કરવાથી સુખ-સમૃદ્ધિ વધે છે.
કકૅ રાશિ : ડ,હ
રાશિ સ્વામી :- ચંદ્ર
શુભ રંગ :- દુધીયો
મહા માસ ની પુર્ણિમા ના દિવસે સવારે સૂર્યોદય પહેલાં સ્નાન કરતાં સમયે પંચામૃત પાણીમાં ભેળવીને સ્નાન કરો. સ્નાન કર્યા પછી મંદિર પુજન પછી લોટ અને ગોળ લાલ રંગના કપડામાં બાંધીને જરૂરિયાતમંદોને અથવા બ્રાહ્મણને દાન કરો. તેનાથી જીવનમાં આવતી આર્થિક મુશ્કેલી ઓછી થશે.
શ્રી વિષ્ણુ ભગવાન ના ચાલીસા ગુણ નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સિંહ : મ, ટ
રાશિ સ્વામી : સૂર્ય
શુભ રંગ : નારંગી
મહા માસ ની પુર્ણિમા ના દિવસે સવારે સૂર્યોદય પહેલાં સ્નાન કરતાં સમયે પાણીમાં કેસર ભેળવીને સ્નાન કરો. મંદિર પુજન પછી સાત પ્રકાર ના ધાન જેવા કે ચોખા, ધંઉ , મગ, તલ, દાળ, ખાંડ, જવાર આ સાત પ્રકારના અનાજ કોઈ ગરીબને દાન કરો. આમ કરવાથી તેનાથી જીવન ખુશહાલ બની જશે.
કન્યા : પ,ઠ,ણ
રાશિ સ્વામી :- બુધ
શુભ રંગ : લીલો
મહા માસ ની પુર્ણિમા ના દિવસે સવારે સૂર્યોદય પહેલાં સ્નાન કરતાં સમયે અક્ષત એટલે ચોખાને પાણીમાં ભેળવીને સ્નાન કરો. વિષ્ણુ ભગવાન ના કોઈ મંદિર ભગવાન વિષ્ણુ ને તુલસી પત્ર સાથે ચણાના લોટના લાડુ પ્રસાદ આપણૅ કરો. આ રીતે દાન કરવાથી જીવનમાં રહેલા દુઃખ દૂર થાય છે.
શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ગુજરાતીમાં અહી ક્લિક કરો.
તુલા : ર,ત
રાશિ સ્વામી :- શુક્ર
શુભ રંગ :- સફેદ
મહા માસ ની પુર્ણિમા ના દિવસે સવારે સૂર્યોદય પહેલાં સ્નાન કરતાં સમયે તલ ભેળવીને સ્નાન કરો. પછી કોઈ ગૌશાળા અથવા ગાયને ખીર તથા ગોળ ખવડાવો. આમ કરવાથી જીવન ઐશ્વર્ય ની પ્રાપ્તિ થાય છે.
વૃશ્વિક :- ન,ય
રાશિ સ્વામી :- મંગળ
શુભ રંગ : લાલ
મહા માસ ની પુર્ણિમા ના દિવસે સવારે સૂર્યોદય પહેલાં સ્નાન કરતાં સમયે પાણીમાં લાલ રંગનું ચંદન ઉમેરીને કરીને સ્નાન કરો. આ પછી કોઈપણ ગરીબ કે જરૂરિયાત મંદને ભોજન કરાવો અને તેમને લાલ રંગના વસ્ત્રનું દાન કરો. આ કાયૅ ખુબ લાભદાયી છે.
શ્રી કૃષ્ણ ચાલીસ ગુણ નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
ધનુ :- ભ, ધ, ફ, ઢ
રાશિ સ્વામી :- ગુરુ
શુભ રંગ :- પીળો
મહા માસ ની પુર્ણિમા ના દિવસે સવારે સૂર્યોદય પહેલાં સ્નાન કરતાં સમયે પાણીમાં હળદર ભેળવીને સ્નાન કરો. આ પછી પીળા રંગના ફૂલ અને ચણાની દાળને કપડામાં બાંધીને જરૂરિયાતમંદોને દાન કરો. આ કાયૅ ખુબ લાભદાયી નિવડે છે.
મકર :- ખ,જ
રાશિ સ્વામી :- શનિ
શુભ રંગ :- કાળો
મહા માસ ની પુર્ણિમા ના દિવસે સવારે સૂર્યોદય પહેલાં સ્નાન કરતાં સમયે સફેદ કે કાળા તલને પાણીમાં ભેળવીને સ્નાન કરો. આ પછી તલમાં બનાવેલી પૂરીઓ ગરીબોને આપો.આ કાયૅ કરવાથી શત્રુ સામે વિજય થાય છે.
શિવજીના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
કુંભ :- ગ,શ
રાશિ સ્વામી :- શનિ
શુભ રંગ :- કાળો
મહા માસ ની પુર્ણિમા ના દિવસે સવારે સૂર્યોદય પહેલાં સ્નાન કરતાં સમયે કાળા તલને પાણીમાં ભેળવીને સ્નાન કરો. આ પછી કાળા રંગના કપડામાં તલ અને સરસવના તેલની પોટલી અથવા નાની બોટલ બાંધીને બ્રાહ્મણને દાન કરો. આ કાયૅ કરવાથી દરેક કાયૅ વિજયી મળે છે.
મીન :- દ, ચ,ઝ, થ
રાશિ સ્વામી :- ગુરુ
શુભ રંગ :- પીળો
મહા માસ ની પુર્ણિમા ના દિવસે સવારે સૂર્યોદય પહેલાં સ્નાન કરતાં સમયે પીળા ફૂલને પાણીમાં ભેળવીને સ્નાન કરો. સ્નાન કર્યા પછી જરૂરિયાતમંદને કાળા રંગનો ધાબળો કે કાપડ દાન કરો. આ કાયૅ કરવાથી જીવનમાં નોકરી ઘંઘા રોજગારમાં પ્રગતિ થાય છે.
શ્રી ગણેશજી ના 108 નામ જાપ ગુજરાતમાં લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ રુદ્રાભિષેક , લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇