બુધવાર, 7 જુલાઈ, 2021

7 જુલાઈ પ્રદોષ શિવ ભજન ગુજરાતી લખાણ સાથે | Mahadev Bhajan With Gujarati Lyrics Okhaharan

7 જુલાઈ પ્રદોષ શિવ ભજન ગુજરાતી લખાણ સાથે | Shiv Bhajan With Gujarati Lyrics Okhaharan

Shiv-Bhajan-Gujarati-Lyrics-Sadashiv-Aashro-Ek-Tamaro
Shiv-Bhajan-Gujarati-Lyrics-Sadashiv-Aashro-Ek-Tamaro


સદાશિવ આશરો એક તમારો

ભોળા શંભુ આશરો એક તમારો

જળ, સ્થળ ને જડ ચેતન સૌ માં વાસ સદા છે તમારો

પામર પ્રાણી હું, કાઈ નવ સમજ્યો

ખેલ અજબ છે તમારો રે....

સદાશિવ આશરો એક તમારો

ભોળા શંભુ આશરો એક તમારો


અજબ અલૌકિક રૂપ તમારું ને ભાલ માં ચંદ્ર રૂપાળો

કર માં કમંડળ ત્રિશૂળ ડમરુ

છે યોગી વેશ તમારો રે...

સદાશિવ આશરો એક તમારો

ભોળા શંભુ આશરો એક તમારો


જગ હિત કાજે ઝીલ્યા ઝટામાં ને,

ગંગાનો ગર્વ ઉતાર્યો

મૃત્યુના દૂત ને મોકલ્યો પાછો

માર્કન્ડેય ને ઉઘાર્યો રે...

સદાશિવ આશરો એક તમારો

ભોળા શંભુ આશરો એક તમારો


Shiv Mantra Gujarati

દેવને દાનવ સાથે મળીને

સાગર માંથવાને ધાર્યો

રાતનો નીકળતા રાજી થયા સૌ

કહેતા કે ભાગ અમારો રે...

સદાશિવ આશરો એક તમારો

ભોળા શંભુ આશરો એક તમારો


વિષ હળાહળ નીકળ્યું ત્યારે,

વિષ્ણુ ને કહે કે ઊઘારો

વિષ્ણુ કહે એ તો કામ કઠણ છે

શંભુ નું શરણ સ્વીકારો રે... સદાશિવ આશરો એક તમારો

ભોળા શંભુ આશરો એક તમારો


108-Names-of-Lord-Shiva-Ashtottara-Shatanamavali-Lyrics-Gujarati

અમૃતની તમે આશા ના કિધીને

 ઝેર નો ભાગ સ્વીકાર્યો

સરળ સ્વભાવ ને ભાવ તમારો

ભક્તો ના દુઃખ હરનારો રે...

સદાશિવ આશરો એક તમારો

ભોળા શંભુ આશરો એક તમારો


દેવ ને દાનવ માનવ સૌ ને

આપતા આપ સહારો

બાદ તમારો જાણી ને મુજને

ભવજલ પાર ઉતારો રે... સદાશિવ આશરો એક તમારો

ભોળા શંભુ આશરો એક તમારો


સર્વે જગત માં વાસ તમારો ને,

ભક્તો ને દેતા સહારો

દાસ તણા સર્વે પાપ નિવારો

ભવજળ પાર ઉતારો રે... સદાશિવ આશરો એક તમારો

ભોળા શંભુ આશરો એક તમારો 


લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇