ગુરુવાર, 28 એપ્રિલ, 2022

આજે જાણો ગાયત્રી માં મહિમા અને ગાયત્રી મંત્ર નો અથૅ ગુજરાતીમાં | Gayatri Mantra meaning Gujarati Gayatri Mahima | Okhaharan

 આજે જાણો ગાયત્રી માં મહિમા અને ગાયત્રી મંત્ર નો અથૅ ગુજરાતીમાં | Gayatri Mantra meaning Gujarati Gayatri Mahima | Okhaharan

Gayatri-Mantra-gujarati-meaning-Gayatri-mahima

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ વેદમાતા ગાયત્રી નો મંત્ર નો મહિમા અને ગાયત્રી સંપૂર્ણ મંત્ર નો અથૅ ગુજરાતી લખાણ સાથે 

 ગુરૂવારે એકવાર ગાયત્રી માતાની આ સ્તુતિ જરૂર કરી લેજો સવૅ વેદ લક્ષ પ્રાપ્ત થશે અહી ક્લિક કરો.  


હિંદુ ધર્મમાં ગાયત્રી માતા ને વેદમાતા કહેવામાં આવે છે. બધા વેદોની ઉત્પત્તિ તેમના દ્વારા થઇ છે. માતા ગાયત્રીને ભારતીય સંસ્કૃતિની જનની પણ કહેવામાં આવે છે. એટલુજ નહી અથર્વવેદ માં જણાવવામાં આવ્યું છે કે, માતા ગાયત્રી સાથે આયુષ્ય, પ્રાણ, પ્રજા, પશુ, કીર્તિ અને ધન પ્રાપ્ત થાય છે. આમ માતા ગાયત્રી મહિમા કહેવા બધા અસમથૅ પરંતુ દ્રાપરયુગ માં  મહષિ વેદવ્યાસ , કળયુગ માં જગતગુરુ શંકરાચાર્ય, રવીન્દ્રનાથ ટાગોર, અને શ્રી રામ શમૉ આચાયૅ તેને અનેરો મહિમા દશૉવેલ છે. એ આપણે આગળ જાણીયે તમે આ વિડીયો ના અંત સુધી સંપૂર્ણ સાંભળશો


 આપણે ગાયત્રી મંત્ર મહિમા અને અથૅ જાણીયે એ પહેલાં


ૐ શ્રી ગાયત્રી માતાયૈ નમઃ સૌથી પહેલા આપણે ગાયત્રી નો મહિમા જાણીયે.

મહષિ વ્યાસ કહે છે કે

કામની સફળતા તથા તપની સિદ્ધિ માટે ગાયત્રી થી શ્રેષ્ઠ કોઈ નથી


જગતગુરુ શંકરાચાર્ય કહે છે ગાયત્રી મહિમાનું વણૅન કરવું તે માનવના સામથ્યૅની બહાર છે.


રવીન્દ્રનાથ ટાગોર કહે છે ભારતવષૅને જગાડનારો કોઈ સરળ મંત્ર હોય તો તે ગાયત્રી મંત્ર છે

ગાયત્રી પરિવાર ના શ્રી રામ શમૉ આચાયૅ કહે છે ગાયત્રી મંત્ર એવો છે કે જેનાથી ભૌતિક તેમજ આધ્યાત્મિક અનેક લાભ પ્રાપ્ત થાય છે સદજ્ઞાનની ઉપાસનાનું નામ જ ગાયત્રી સાધના છે ગાયત્રી ના સાધકને આત્મિક તેમજ સાંસારિક સુખોની ઊણપ રહેતી નથી.

ગાયત્રી મંત્ર જાપ સમયે ઘ્યાન રાખવાની બાબતો | જાપ થી શું ફળ મળે છે ગુજરાતીમાં અહી ક્લિક કરો.  


હવે આપણે ગાયત્રી મંત્ર નો ગુજરાતી અથૅ જાણીયે.

મંત્ર-  ॐ भूर्भुव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि। धियो यो न: प्रचोदयात्।


અર્થ-     એ પ્રાણસ્વરૂપ, દુ:ખનો નાશ કરનાર, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવ સ્વરૂપ પરમાત્માને અમે અંતરાત્મામાં ધારણ કરીએ, એ ઈશ્વર અમારી બુદ્ધિને સન્માર્ગે પ્રેરિત કરે.

ॐ - ઈશ્વર

भू: - પ્રાણસ્વરૂપ

भुव: - દુ:ખનો નાશ કરનાર

स्व: - સુખ સ્વરૂપ

तत् - તે 


सवितु: - તેજસ્વી

वरेण्यं - શ્રેષ્ઠ

भर्ग: - પાપનો નાશ કરનાર

देवस्य - દિવ્ય

धीमहि - ધારણ કરો

धियो - બુદ્ધિ

यो - જે

न: - અમને

प्रचोदयात् - પ્રેરિત કરો

ગુરૂવારે એકવાર શ્રી ગાયત્રી ચાલીસા પાઠ કરો ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

ગુરૂવારે શ્રી દત્તાત્રેય ભગવાનના 108 નામ પાઠ કરો ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

ગુરૂવારના દિવસે કરો 5 કાયૅ જે તમારી બધી મુશ્કેલીનો અંત લાવી શ્રી લક્ષ્મીજી ની કૃપા રહેશે અહી ક્લિક કરો.   

ગુરૂવારે એકવાર શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ગુજરાતીમાં અહી ક્લિક કરો.  

ગુરુવારે કરો ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

શ્રી ગણેશજી ના 108 નામ જાપ ગુજરાતમાં લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇