ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં
આજે આ લેખ માં આપણે ઉજ્જૈન માં સ્થિત મહાકાલ જ્યોતિર્લિંગ ની કથા માહિતી જાણીશું.
mahakaleshwar jyotirling katha gujarati
મહાકાલેશ્વર જયોર્તિલિંગ ઉજ્જૈન મધ્યપ્રદેશ માં આવેલ છે જે શિવજી દ્વારા સ્થાપિત ૧૨ જ્યોતિર્લિંગ માનું એક છે.જે ભારત ના નક્શા માં વચ્ચે મધ્યમાં આવેલ છે. આ જ્યોતિર્લિંગ ની જળાધારી દક્ષિણ દિશામાં આવેલી છે. જે બધા મહાદેવ ના શિવલિંગ મંદિર અને જ્યોતિર્લિંગ થી ઉંધી છે કેમ બધા જ્યોતિર્લિંગ ની જળાધારી ઉત્તર દિશામાં હોય છે.
મહાકાલેશ્વર જયોર્તિલિંગ એ શિવજી ના બધા જ્યોતિર્લિંગ માંથી સોથી અદભુત સ્વરૂપ ગણાય છે. ત્યાં થતી ભસ્મ આરતી ની મહિમા સોથી વધારે છે. ત્યાં થતાં શણગાર દશૅન અતિ અદભુત છે. દરરોજ દશૅન તમે ઓનલાઇન કરી શકો છો. મહાકાલેશ્વર જયોર્તિલિંગ નજીક શ્રી હરસિદ્ધિ માતાનું પ્રસિદ્ધ મંદિર આવેલ છે. ત્યાં નજીક સિપ્રા નદી સ્નાન કરવાનો અનોખો મહિમા છે.
mahakaleshwar jyotirling katha gujarati
મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની કથા
અવંતી નગરી એટલે ઉજ્જૈન નગરીમાં એક વિદ્વાન અને વેદોનો જાણકાર બ્રાહ્મણ રહેતો હતો.તે શિવપૂજા સવૅકાળ આસક્ત હતો.તે બ્રાહ્મણ ને ચાર પુત્રો હતા. તેમાં સૌથી મોટો દેવપ્રિય , બીજો પ્રિયમેધા , ત્રીજો સુકૃત તથા ચોથો સુવ્રત હતો.તે સમયે રત્નમાલા પવૅત પર દૂષણ નામનો મોટો અસુર રહેતો હતો. બ્રહ્માના વરદાનને કારણે તેણે આખા જગતને તુચ્છકારી નાખ્યું. તેણે દેવોને જીતી લઈ તેમનાં સ્થાનો પચાવી પાડ્યા. તેણે વેદધમો તથા સ્મૃતિધમો સંપૂર્ણ નાશ કરી નાખ્યો. આ દૂષણ પોતાના ચાર મોટા દૈત્યો દ્રારા બ્રાહ્મણોને વિનાશ કરવા લાગ્યો. બ્રાહ્મણો આ દૈત્ય નો ઉત્પાત જોઈ ખૂબ જ દુઃખી થયા. ત્યારે વેદપ્રિયે તેમને કહ્યું આપણી પાસે દુષ્ટોને ડરાવનારૂ મોટું સૈન્ય નથી તેથી આપણે સૌ શિવની આરાધના કરીએ તે જ આપણું રક્ષણ કરશે. આમ કહીને બ્રાહ્મણો શિવની પૂજનમાં મગ્ન રહેવા લાગ્યા. દૂષણે તેમને જોઈ આજ્ઞા કરી કે આ બ્રાહ્મણોને મારી નાખો. તે સમયે જ શિવલિંગ સ્થાને મોટો ખાડો થઈ ગયો. તે ખાડામાંથી ભોળાનાથ મહાકાલ રૂપે થયા. તેમણે મોટો હાકોટો નાખ્યો. જેથી દૂષણ દૈત્ય ત્યાં ને ત્યાં ભસ્મ બની ગયો. પછી ભોળાનાથ દુષ્ટોને આખા સૈન્ય માં હાહાકાર મચાવી દીધો. છેવટે આખું દૈત્ય સૈન્ય નાશ પામ્યું. ભોળાનાથ પેલા બ્રાહ્મણો પર પ્રસન્ન થઈ વરદાન માંગવા કહ્યું. ત્યારે તેમણે કહ્યું તમે અમને મુક્તિ આપી, સંસારસમુદ્ર થી પાર ઉતારો તેમજ લોક રક્ષાથે તમે અહીં રહો.
Shiv Bhakti Mobile Application for Prayer
ભોળાનાથ તે અતિશય ઊંડા ખાડામાં બિરાજયા ચારે દિશામાં એક કોશ જેટલી ભૂમિ ભોળાનાથ સ્થાન રૂપ થતી ગઈ. ત્યાં બધે શિવલિંગ સ્વરૂપે જ પ્રકટ થયાં. એ સદાશિવ મહાકાલેશ્વર નામે જાણીતા થયાં. તેમના દશૅનથી ભાવિકોના મનોરથ સફળ થાય છે.
કાલ ભી ઉસકા ક્યા કરે જો ભક્ત હોય મહાકાલ
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને
જય મહાકાલ જરૂર લખજો.
દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો.
સોમનાથ જ્યોતિર્લિંગ સ્થાપના ની ચંદ્ર ભક્તિ શિવપુરાણ ની કથા ગુજરાતી લખાણ સાથે
👇👇👇
Somnath jyotirling katha gujarati
આજે સોમવારે કરો શિવજીના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે
👇👇👇
Shiv 108 Name gujarati |
શિવજી ના બાવન ગુણ નો પાઠ એટલે શિવ બાવની 👇👇👇
Shiv Bavni gujarati |