પુરુષોત્તમ માસ કથા અધ્યાય પહેલો | Purushottam Maas Mahatmy Katha Adhyay 1 in Gujarati | Adhik Mass 2023 | Okhaharan
|
purushottam-maas-mahatmy-katha-adhyay-1-in-gujarati |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં અધિક માસ મા પુરૂષોતમ ભગવાન અને અધિક એટલે મળ માસ ની કથા વાચવા અને સાભળાવાનો માહાત્મ્ય છે આજે આપણે અધિક સુદ એકમ વાંચી શું પુરૂષોત્તમ કથા અધ્યાય પહેલો શ્રી શુકદેવજી નુ આગમન અને અમૃતધારા શ્રી કાઠાગોરમાં ની કથા આપણે કથા વાચીયે તે પહેલાં પુરૂષોત્તમ ભગવાનનો મંત્ર કરી લઈએ
શ્રી કૃષ્ણાય નમઃ
પુરુષોત્તમ માસની કથા અધ્યાય પહેલો શુકદેવજીનું આગમન
અમૃતધારા - કાંઠાગોરમાની કથા - સંકીર્તન
મંગલાચરણ
વંદન કરતા ભક્તજનોને કલ્પવૃક્ષની પેઠે ફળ આપનાર, વૃંદાવનમાં વિનોદ કરનાર, વૃંદાવનને (વિકસિત તથા આનંદિત કરવામાં) ચંદ્રમાં સમાન અને સમગ્ર આશ્ચર્યમય એવા પુરુષોત્તમ ભગવાનને ચરણે હું વંદન કરું છું.
શ્રી નારાયણને, નરોમાં ઉત્તમ નર ભગવાનને, દેવી સરસ્વતી તથા વ્યાસમુનિને નમસ્કાર કર્યા પછી ‘જય’ નામનો ઐતિહાસિક ધર્મગ્રંધ કરવો.
પૂર્વે નૈમિષારણ્યમાં યજ્ઞ કરવાની ઇચ્છાથી અસિત, દેવલ, પેલુ રથીતર, રૈભ્ય શક્તિ, બૌધાયન, કણાદ, જૈમિનિ, શરમિત્ર અને પૃથુશ્રવા એ નામના મુનિઓ પોતપોતાના શિષ્યો સાથે આવ્યા હતા. તે બધા બ્રહ્મમાં સ્થિતિ પામી ચુકેલા વેદો તથા વેદમાં અંગરુપ ગણાતા સર્વ શાસ્ત્રોમાં પારંગત, લોકો પર કૃપા કરનાર, પરોપકાર કરવાના સ્વભાવવાળા, બીજાનું ભલું કરવામાં તત્પર અને વેદમાં તથા સ્મૃતિઓમાં કહેલા કર્મો કરવામાં કાયમ તત્પર રહેનારા હતા. એ મુનિઓ નૈમિષારણ્યમાં આવી યજ્ઞ કરવાની તૈયારી કરી રહ્યા હતા. એ સમયે મહાજ્ઞાની મહર્ષિશ્રી વ્યાસ મુનિના શિષ્ય સુત પુરાણી તેમના શિષ્યો સાથે તીર્થયાત્રા નિમિત્તે પૃથ્વી પર ફરતાં ફરતાં નૈમિષારણ્યમાં પધાર્યા. એ સર્વ મુનિઓ તેમનાં દર્શન કરી, અત્યંત હર્ષિત થઈ ગયા. તે વખતે સુતજીએ રાતી છાલનાં વસ્ત્રો પહેર્યાં હતાં. તે અતિશય સુંદર લાગતા હતા. પરમાનંદમાં મગ્ન ઊભું તિલક, ગોપીચંદનથી શંખચક્રના દિવ્ય ચક્ષુ ધારણ કર્યા હતા. શ્રી હરિનો શ્રેષ્ઠ નામ મંત્ર ‘ૐ વાસુદેવાય' રટતા હતા.
ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ
સર્વ શાસ્ત્રોના અર્થ તથા સાર જાણનાર શ્રી વ્યાસમુનિની કૃપાના પાત્ર અને વ્યાસમુનિ જેવા જ અત્યંત નિઃસ્પૃહી તે સુતને ત્યાં આવેલા જોઈ બધા મુનિ એકદમ ઊભા થયા અને હાથ જોડી જગતનું હિત થાય તથા સર્વ પ્રાણીઓનું કલ્યાણ થાય તેવી કથા સાંભળવા વીંટળાઈ વળ્યા.ઋષિઓ બોલ્યા ‘હે મહાભાગ્યશાળી સુત, તમે લાંબો કાળ જીવો, તમે થાકી ગયા હશો. અમે તમારા માટે આસન ગોઠવી મૂક્યું છે. તેના પર હવે તમે બિરાજો !’ બધા પોતાના આસને બેઠા. પછી સુત પુરાણી સર્વના ક્ષેમકુશળ પૂછી, એ ઋષિઓએ બનાવેલ આસન પર બેઠા તે પછી ઋષિઓએ કથા સાંભળવાની ઇચ્છાથી આ વચન કહ્યું.
ઋષિઓ બોલ્યા, ‘તમે એક જ ભાગ્યશાળી છો. તમે ગુરુની કૃપાથી વ્યાસમુનિનાં વચનોને જાણો છો. ડુબતા મનુષ્યોને પાર પહોંચાડનાર અને તેમનું કલ્યાણ થાય તેવી પવિત્ર કથા અમને સંભળાવો.'
શૌનાદિક મહર્ષિઓએ (કથા સાંભળવા) એમ પૂછ્યું, ત્યારે સુત પુરાણી બે હાથ જોડી બોલ્યાઃ હે મુનિશ્રેષ્ઠો! તમે લોકહિતાર્થે સારી વાત પૂછી છે. આ ઉદ્દેશથી જ હું તીર્થ ભ્રમણે નીકળ્યો છું. હું પુષ્કર તીર્થમાં ગયો હતો. પછી ધેનુમતી નદીમાં સ્નાન કરી ત્યાંથી સરસ્વતી નદીના કિનારે ગયો હતો. ત્યાં ત્રણ રાત્રિ રહ્યો હતો. તાપી, નર્મદા વગેરે સ્થળે ગયો હતો. શ્રી નારાયણનાં દર્શન કરવા બદરિકાશ્રમ ગયો હતો. એમ ઘણાં તીર્થોમાં ફરતો ફરતો કુરુદેશમાં તથા મંગલદેશમાં જઈ ચડ્યો અને ત્યાંથી હસ્તિનાપુર ગયો હતો.
હે બ્રાહ્મણો ! ત્યાં મેં સાંભળ્યું કે રાજા પરીક્ષિત રાજપાટ છોડી ઋષિશાપથી મુક્ત થવા ઋષિમુનિઓની સાથે મહાપવિત્ર ગંગાના કિનારા પર ગયા છે અને ત્યાં સિદ્ધો, યોગીઓ તથા સિદ્ધિરૂપ ભૂષણોવાળા દેવર્ષિઓ આવ્યા છે. તેમાંના કેટલાક આહાર રહિત, વાયુનો આહાર કરનાર, શ્વાસનો, ફળનો, પાંદડાનો, ફીણનો આહાર કરનાર હતા, તેમનાં દર્શન કરવા ગયો. તે વખતે વ્યાસજીના સોળ વર્ષની ઉંમરના પુત્ર શુકદેવજી પણ ત્યાં આવી ચડ્યા. જે જોરાવદાર હાંસળીવાળા, પ્રકાશિત કાંતિવાળા છે તે અવધૂતની આસપાસ થૂકતા બાળકો અને ગંદકીથી ખરડાયેલ સ્ત્રીઓ, જેમ હાથીની આસપાસ વીંટળાઈ જાય તેમ વીંટળાઈ વળ્યા હતા.
ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.
તેમને જોઈ બધા મુનિઓ હર્ષથી હાથ જોડીને ઊભા થયા. મુનિઓએ શુકદેવજી માટે ઊંચું આસન ગોઠવ્યું. બધા મુનિઓ પણ બેઠા. ત્યાં બેસી બ્રાહ્મણોએ કરેલી પૂજાનો સ્વીકાર કર્યો અને તે વખતે વ્યાસપુત્ર મહામુનિ શુકદેવજી, તારાઓથી વીંટળાયેલા ચંદ્રમાની પેઠે શોભી રહ્યા હતા. બધા
‘શ્રી બૃહન્નારદીય પુરાણ’ના પુરુષોત્તમ માહાત્મ્યનો ‘શુકદેવજીનું આગમન’ નામનો પહેલો અધ્યાય સંપૂર્ણ.
હવે પતિતપાવન પુરુષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.
કાંઠાગોરમાની વારતા
નદી કિનારે આવેલા સુંદર ગંગાનગરમાં એક ડોશી રહે. ડોશીને બે દીકરા. બેયને પરણાવ્યા. મોટી વહું ઘણી અભિમાની અને ધનવાન હતી. પરણીને તે તરત જુદી થઈ. નાની વહુ બિચારી ભલી ભોળી અને ગરીબ ગાય જેવી. ડોશી નાની વધુ ભેગી રહે. વહુ, દીકરો ને ડોશી ભગવાન જે આપે એમાં સંતોષ માને. જપ-તપ કરે અને પ્રભુ ભજન કરે. એમ કરતાં પુરુષોત્તમ મારા આવ્યો. ડોશી વહએ વ્રત લીધા. નાની વહુને થયું કે આવું પવિત્ર ફળદાયી વ્રત જેઠાણી પણ કરે તો સારું. એ તો બિચારી ગઈ જેઠાણી પાસે ને જઈને વાત કરી. મોટી વહુ તો તરત છણકો કરતાં બોલી : ‘જા બાઈ જા, હું કાંઈ તારા જેવી નવરી નથી. મારે તો ઘડીકનીય નવરાશ નથી. મારે તો ધણી દુકાનેથી અને દીકરો નિશાળેથી આવે, દિકરી સાસરેથી આવે અને વહુ પિયરથી આવે. મારે તો જમવા બત્રીસ ભોજન ને તેત્રીસ શાક જોઈએ. મારે તો કપાળે ટીકો ને કાખમાં કીકો, ઝૂલતું પારણું ને ઘમ્મર વલોણું, ખદખદતી ખીચડી ને સુવાવડી દીકરી! જા રે બાઈ! મારે તો કાંઈ ટીલાં-ટપકાં કરવાં નથી કે નથી અપવાસ કરવા. ભગવાન જાય રસાતાળ ને કાંઠાગોરનું ફૂટે કપાળ.' તું તારે ભજ તારા ભગવાનિયાને અને જમાડ તારા એ ભામટાઓને, મારી જાણે બલારાત ! જા અહીંથી વેગળી ખસ !'
નાની વહુ તો એનું આવું અપમાન થયું એટલે દુઃખી હૈયે ચાલી ગઈ. એણે તો પુરુષોત્તમ માસમાં ભગવાનના જપ તપ અને એકટાણા કરવા માંડ્યા અને ભાવથી પુરુષોત્તમ ભગવાનને ભજવા લાગી. રોજ બ્રાહ્મણને જમાડી, ને પછી જમતી. રાત્રે પ્રભુ ભજનમાં લીન થઈ જતી.
આ વાતને થોડા દિવસ વીત્યા અને કાંઠાગોર જેઠાણી ઉપર કોપાયમાન થયા. ધણી પેઢીએથી ન આવ્યો, દિકરો નિશાળેથી ન આવ્યો, દિકરી સાસરેથી ન આવી અને વહુ પિયરમાં જ રહી, અને ઢોર સીમમાં જ રહી ગયા.
જેઠાણીના શોકનો પાર ન રહ્યો. એ તો રડતી-રડતી ગઈ દેરાણી પાસે અને જઈને રોદણાં રોવા માંડી ‘મારો દીકરો ને ધણી ખોવાઈ ગયા. મારી દિકરી સાસરેથી ના આવી અને મારી વહુ પણ પિયરમાંથી પાછી ના આવી. મારું તો કિસ્મત રુક્યું છે.’ ત્યારે ડોશીએ એને સમજાવ્યું કે આ તો કાંઠાગોરનો કોપ છે. ‘તેં ભગવાન પુરુષોત્તમનું અપમાન કર્યું છે એટલે ભગવાન તારા ઉપર રુઠ્યા છે. માટે પુરુષોત્તમ ભગવાનનું વ્રત-પૂજન કર, ધરમ-ધ્યાન કર અને પ્રભુની ક્ષમા માંગ, સ્નાન કરીને કાંઠાગોરને રાજી કર.' હવે જેઠાણીને અક્કલ આવી કે ભગવાનને ભજ્યા નહિ અને કાંઠાગોરનું અપમાન કર્યું એટલે આ દહાડા આવ્યા. તેણે મનથી કાંઠાગોરની મા માંગી અને વ્રત કરવાનો સંકલ્પ કર્યો. જેઠાણીએ તો લા ચુંદડી લીધી, જમણા હાથમાં કળશ-થાળ લીધા. ધૂપ-દીપ, પુષ્પ લીધાં અને અબીલ-ગુલાલ લીધાં. શ્રીફળ-સોપારી લીધાં અને કાંઠાગોરનું ભાવથી પૂજન કર્યું. આંખના અશ્રુથી કાંઠાગોરનાં ચરણ પખાળ્યા. આજીવન વ્રત કરવાનો પવિત્ર સંકલ્પ કર્યો અને કાંઠાગોરની માફી માંગતી બોલી : હૈ માતાજી ! હું અજ્ઞાની છું. તમારા મહિમાને સમજી શકી નહીં અને મેં તમારો અનાદર કર્યો, તેનું ફળ મને મળી ગયું છે. તે માતાજી ! હું તમારી માફી માંગું છું, મને ક્ષમા કરો.’
"" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે
કાંઠાગોરની કૃપાથી છેવટે સારાં વાનાં થયાં. પતિ-પુત્ર પાછા ફર્યા, દિકરી સાસરેથી આવી, વહુ પિયરથી દોડી આવી, ઢોર સીમમાંથી પાછા આવ્યાં.
જેઠાણી તો રાજીના રેડ થઈ ગઈ અને કાંઠાગોરનો આભાર માનવા લાગી. મનમાં પસ્તાવા લાગી. અને જીવનભર હવે કાંઠાગોરનું વ્રત કરીશ, તેમ મનોમન નક્કી કર્યું અને બ્રાહ્મણોને જમાડી વ્રતનું ઉજવણું કર્યું.
જે કોઈ પૂજે કાંઠાગોરને, કૃપા પ્રભુની થાય;
સુખ-સમૃદ્ધિની છોળ ઊડે, વૈકુંઠવાસ થાય.'
હે કાંઠાગોર! પશ્ચાત્તાપથી શુદ્ધ બનેલ જેઠાણીને, તેની દેરાણીને અને સાસુને તમે જેવા ફળ્યા એવા શ્રદ્ધાથી તમારું વ્રત કરનાર સૌને ફળજો.
શ્રી પુરૂષોત્તમ સ્તુતિ ગુજરાતી અથૅ સહીત