ચંદ્ર ગ્રહણ ક્યારે છે? ક્યાં ક્યાં દેખાશે? આ દિવસે ખાસ શું કરવાનું ? અને શું નહિં કરવાનું ? | Chandra Grahan 2021 Gujarati | Okhaharan
chandra-grahan-2021-Gujarati |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું 2021 નું છેલ્લું ચંદ્ર ગ્રહણ ક્યારે છે? ક્યાં ક્યાં દેખાશે? આ દિવસે ખાસ શું કરવાનું અને શું નહિં કરવાનું તે બધું આપણું જાણીશું.
2021 નું છેલ્લું ચંદ્ર ગ્રહણ અને વિક્રમ સંવત 2078 નું પહેલું ચંદ્ર ગ્રહણ આ વષૅ તારીખ 19 નવેમ્બર 2021 શુક્રવાર ના રોજ છે. આ ચંદ્ર ગ્રહણ છાયા ચંદ્ર ગ્રહણ છે માટે એ ભારત માં પાડવા માં આવશે નહીં પરંતુ ભારત અમુક ભાગ જેવા કે આસામ અને અરુણાચલ પ્રદેશ દેખાશે. તથા ભારત બહાર દેશ જેવા કે પેસિફિક મહાસાગર વિસ્તાર , એશિયાના પૂર્વીય ભાગો એરીયા, એટલાન્ટિક મહાસાગર વની જગ્યાએ, સંપૂર્ણ ઓસ્ટ્રેલિયા, અમેરિકા ના ઉત્તર અને દક્ષિણ વિસ્તારમાં નરી આંખે ચંદ્ર ગ્રહણ જોઈ શકાશે.
ભારત સમય એટલે ટાઈમ લાઈન +5:30 ભારત પ્રમાણે 19 નવેમ્બર સવારે 11:30 થી સાંજે 5:33 સમય સુધી ચાલુ રહેશે આ વષૅ થી ચાલનારુ સૌથી લાંબા સમયનુ છાયા ચંદ્ર ગ્રહણ છે.એટલે કે આશરે 5 કલાક 59 મિનિટ સુધી ચાલનારુ સૌથી લાંબુ ચંદ્ર છાયાગ્રહણ છે. હવે આપણે જાણીએ આ ચંદ્ર ગ્રહણ ચાલુ હોય એ સમયે ખાસ શું ના કરવું? તથા શું કરવાથી જીવનમાં ફાયદો થાય.
ચંદ્ર ગ્રહણ ના સમયગાળામાં શું ના કરવું?
ચંદ્ર ગ્રહણ ના 6 કલાક સમય દરમિયાન અમુક કાયૅ જેવાકે શરીર અથવા માથા તેલ લગાવવું, કોઈ પણ પ્રકારનો ખોરાક ખાવો કે પાણી પીવું, નિદ્રા લેવી એટલે કે સૂવું, વાળ કાપવા કે સરખા બનાવવા, સમાગમ એટલે કે પોતાના પુરુષ કે સ્ત્રી સાથે સંબંધ બાંધવો, બ્રશ કરવું, જુના કે નવા કપડાં ધોવા, બંધ ધર કે કોઈ પણ જગ્યાએ તાળું ખોલવું વગેરે ન કરવું જોઈએ.
ચંદ્ર ગ્રહણ સમયે જે લોકો ખોરાક એટલે કે અન્ન, ફળ કે શાકભાજી ખાય છે તેટલા વર્ષો સુધી નરકમાં રહે છે એવી માન્યતા છે.
ચંદ્ર ગ્રહણ સમયે સૂવાથી વ્યક્તિ ને કોઈ પણ પ્રકારની બીમાર થઈ જાય છે. એમાં પણ ખાસ કરીને શૌચથી પેટમાં કૃમિનો રોગ, રક્તપિત્ત, અને સ્ત્રી ના સંબંધને કારણે ગૃપ્તરોગ થઈ ખરાબ યોનિમાં જન્મ પામે છે.
ચંદ્રગ્રહણના શરૂ થવાના ભોજન ન ખાવું જોઈએ. 1 પ્રહર એટલે ત્રણ કલાક પહેલા વૃદ્ધ લોકો, બાળકો અને દર્દીઓ એક પ્રહર પહેલા ખાઈ શકે છે.
ચંદ્રગ્રહણના દિવસે ચંદ્ર ગ્રહણ સમયે કોઈ પણ પ્રકારના પાંદડા, વૃક્ષ કે છોડ ની ડાળી અને ફૂલ, ફળ ન તોડવા જોઈએ.
સ્કંદ પુરાણો મુજબ જે કોઈ વ્યક્તિ અવા છાયા ગ્રહણ સમયે બીજા જોડેથી લઈ કે ઝુટવીને ભોજન કરે તો તેને કરેલા 12 વર્ષના તમામ પ્રકારના પુણ્યનો નાશ થાય છે.
ચંદ્ર ગ્રહણ ના દિવસે સમયે કોઈ પણ પ્રકારનું શુભ કે નવું કાર્યની શરૂઆત ના કરવી.
ચંદ્ર ગ્રહણ સમય એટલે પુણ્ય કામવાનો શુભ સમય આ દરમિયાન શું કરવું
ચંદ્ર છાયા ગ્રહણ શરૂ થાય તે પહેલા સ્નાન કરીને ભગવાનની પૂજા, યજ્ઞ , મંત્ર જાપ કરવા જોઈએ.
ભગવાન વેદ વ્યાસજી મહાભારતમાં કહ્યું છે કે સૂર્યગ્રહણમાં સમયે કરવામાં આવેલ જાપ, ધ્યાન, દાન દસ લાખ ગણા ફળ આપે જ્યારે ચંદ્રગ્રહણ દરમિયાન કરવામાં આવેલા જાપ, ધ્યાન, દાન એક લાખ ગણા પુણ્ય ફળ આપે છે.
ગ્રહણ સમયે ઈષ્ટદેવ મંત્ર , માતાજી મંત્ર, ગુરુમંત્ર અથવા ભગવાનના નામનો જાપ કરવો જોઈએ,
6 કલાક ના ચંદ્ર ગ્રહણ સમાપ્ત થયા પછી સ્નાન કરીને યોગ્ય વ્યક્તિને દાન આપવું જોઈએ.
ચંદ્ર ગ્રહણ કાળમાં સ્પર્શ પહેરલા કપડાં સાથે સ્નાન કરી શુદ્ધિ કરવાં.
ગ્રહણ સમયે ગાયને ઘાસ, પક્ષીઓને અન્ન, જરૂરિયાતમંદોને વસ્ત્ર દાન કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે.
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને
દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇