મંગળવાર, 4 એપ્રિલ, 2023

ચૈત્ર સુદ પૂર્ણિમા હનુમાન જન્મોત્સવ 2023 | શું કરવું શું ન કરવું ? | Hanuman Jayanti 2023 Gujarati | Okhaharan

ચૈત્ર સુદ પૂર્ણિમા હનુમાન જન્મોત્સવ 2023 | શું કરવું શું ન કરવું ? | Hanuman Jayanti 2023 Gujarati | Okhaharan 

hanuman-jayanti-2023-gujarati
hanuman-jayanti-2023-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શ્રી હનુમાનજી જન્મોત્સવ ક્યારે છે ? આ દિવસે શું કરવું? શું ના કરવું? એક નાનકડા ઉપાય કરવાથી સવૅ સંકટો દૂર થાય‌.


પહેલાં આપણે એ જાણીએ કે કેમ હનુમાન જંયતિ નહીં હનુમાન જન્મોત્સવ. કારણ કે રામાયણ ગ્રંથ મુજબ હનુમાનજીને માતા જાનકી આશીવૉદ થી સાત ચિરંજીવી માં ના એક છે માટે જે જીવિત ના હોય એમની જંયતિ હોય પણ જે ચિરંજીવી છે તેમનો તો જન્મોત્સવ હોય. 

હનુમાન ચાલીસા જેટલો 100% ફળ આપનારો ભૂત પ્રેત ભગાડવા માટેનો હનુમાન જંજીરો


 હિન્દુ શાસ્ત્રો માં દરેક વાર અને તિથિનું પોતાનું એક આગવું મહત્વ હોય છે તેમાં ચૈત્ર માસની પૂર્ણિમા એ હનુમાન જન્મોત્સવ તરીકે ઓળખાય છે. આમ તો બધા હનુમાન ને દર મંગળવારે, શનિવાર તેમનું પૂજન કરતા હોય છે પરંતુ આ ચૈત્ર પુનમ ના દિવસે હનુમાનજી નું પુજન કરવામાં આવે તો તેનું વિશેષ પુણ્ય ફળ ની પ્રાપ્તિ થાય છે.


જે આ વષૅ 2023 માં ચૈત્ર માસની પૂર્ણિમા તિથિ ની માહિતી

શરૂઆત 5 એપ્રિલ 2023 બુધવાર સવારે 9:19 શરૂઆત થાય

સમાપ્તિ 6 એપ્રિલ 2023 ગુરૂવાર સવારે 10:03 થાય છે

આમ તિથિ મહાત્મ્ય સૂયૅદય મુજબ હોય છે તેથી ચૈત્ર સુદ પૂર્ણિમા હનુમાન જન્મોત્સવ 6 એપ્રિલ 2023 ગુરૂવાર ના રોજ રહેશે.

આ દિવસે ભક્તો હનુમાનજી ને પુજન માટે ખૂબ જ ખાસ દિવસ છે. ભક્તો સાચા મન અને પૂર્ણ ભક્તિથી બજરંગબલીની પૂજા કરવાથી જલ્દી શુભ ફળ મળે છે.


ૐ નમો હનુમંતે નમઃ


હિંદુ પંચાંગ અનુસાર ચૈત્ર સુદ પૂર્ણિમા ના દિવસે હનુમાનજીનો જન્મ થયો હતો.આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી સંકટમોચન કૃપા પ્રાપ્ત થાય છે. એવુ કહેવામાં પણ આવે છે  પૂજાનથી પ્રસન્ન થયેલા હનુમાનજી જીવનભર ભક્તો પર ગુસ્સે થતા નથી.  હનુમાનજીને પ્રસન્ન કરવા માટે આ દિવસ ખાસ મહત્વ નો હોય છે  આ દિવસે ઘણા ભક્તો હનુમાનજીના વિવિધ મંત્રોને , ચાલીસા , બંજરંગ બાણ , જંજીરા સ્ત્રોત, સુદંરકાડ વગેરે  ના પાઠ કરે છે. અનેક લોકો તંત્ર-મંત્રનો સહારો પણ લે છે. પરંતુ આ કામ કરવામાં આવેલી નાની ભૂલ પણ તમને ભારે નુકસાન પહોંચાડી શકે છે. એટલા માટે હનુમાનજીની પૂજા ખૂબ જ સરળ રીતે કરવી જોઈએ જેથી કરીને આપણે કોઈપણ ભૂલ વિના આપણા લક્ષ્ય સુધી પહોંચી શકીએ.

શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય


આ દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન વગેરે માંથી નિવૃત્ત થયા પછી પૂજા કરો. તેમાં ગણેશજીની પૂજાન કરો અથવા તેમનું મનમાં સ્મરણ કરો પછી ભગવાન શ્રી રામ અને માતા સીતાની પૂજા કરો. અને તેમના આશીર્વાદ લો. આ પછી હનુમાનજીની પૂજા કરો. તેમની સામે દેશી ઘીનો દીવો પ્રગટાવો. તેમને લાલ રંગના ફૂલ, ફળ માં મોસંબી, અગરબત્તી રૂપ, આંકડા ના ફૂલ,  વગેરે અર્પણ કરો. આ પછી હનુમાન સામે બેસીને હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરો.


આ દિવસે હનુમાનજીની પુજન કરી મનોકામના પૂર્ણ કરવા ઈચ્છતા હોય તો તેના માટે તમારે ધરે હનુમાનજીના પુજન પછી હનુમાન ચાલીસા, બજરંગ બાણ , રામ રક્ષા સ્ત્રોતનો વગેરે નો ઓછામાં ઓછો 108 વાર પાઠ કરવો જોઈએ. તેનાથી તમારા જીવનમાં આવનારી તમામ પરેશાનીઓનો નાશ થશે અને તમને દરેક ક્ષેત્રમાં પ્રગતિ મળશે. આ દિવસે કોઈ પણ હનુમાનજી ના મંદિરે જઈને તેમનો તેલ, સિંદુર, આંકડા ના ફૂલ નો હાર વગેરે અપણૅ કરી હનુમાન ચાલીસા કે તેમના 12 નો જાપ 3 વખત એટલે કે સવારે , બપોરે , સાંજે કરવો.


આ તો આપણે જાણીયુ કે આ દિવસે શું કરવાથી વિશેષ ફળ ની પ્રાપ્તિ થાય હવે જાણીએ કે શું ના કરવાથી પણ હનુમાનજી ના આશીર્વાદ મળે.


 શું ના કરવું

હનુમાનજી ને પુજન ક્યારે તેમનો એકલો ફોટો કે મૂર્તિ ના હોવી જોઈએ સાથે સીયારામ કે રામ દરબાર નો ફોટો અવશ્ય હોવો જોઈએ.


હનુમાનજીને ક્યારેય પણ ચરણામૃત ન ચઢાવવું જોઈએ. આમ કરવાથી અનેક અશુભ પરિણામોનો સામનો કરવો પડી શકે છે તેમને તેલ અને સિંદૂર ચઢાવો.

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ 


હનુમાનનીજી બાલબ્રહ્મચારી છે માટે તેમની પૂજા કરતી વખતે બ્રહ્મચર્ય વ્રતનું ખૂબ જ કડક પાલન કરવું પડે છે. બાળ બ્રહ્મચારી હોવાને કારણે, પુજન સમયે પોતાની સ્ત્રીનો પણ સ્પર્શને કરવો ટાળવો જોઈએ.  


સુતક કાળના સમયમાં હનુમાનજીની પૂજા ન કરવી જોઈએ. ઘરમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે સુતક કાળ નો સમય માનવામાં આવે છે. આ સૂતક કાળ સમય વ્યક્તિના મૃત્યુના પછી  13 દિવસ સુધી શાસ્ત્રોમાં માન્ય છે. માટે આ સમય દરમિયાન પુજન ના કરવું.


હનુમાનજી ના પુજન સમયે કાળા કે સફેદ વસ્ત્રો પહેરીને ક્યારેય પણ પુજા ના કરવી. આમ કરવું પણ અશુભ છે. સંકટમોચન ની પૂજામાં માત્ર લાલ કે પીળા રંગના વસ્ત્રો જ પહેરો.


હનુમાનજીની પૂજામાં કોઈ ફાટેલો ફોટો કે તૂટેલી ખંડિત મૂર્તિનો ઉપયોગ ન કરવો. જો ઘરમાં હનુમાનજીની કોઈ ફાટેલી તસવીર હોય તો તેને તરત જ હટાવી દો.


જો તમે હનુમાન જન્મોત્સવનુ વ્રત રાખ્યું હોય કે ના રાખ્યું હોય પણ આ  દિવસ દરમિયાન સૂવું નહીં. આ સિવાય મીઠાનું, સીતા ફળનું સેવન ન કરો. દાનમાં આવેલી કોઈ પણ વસ્તુ કે ભોજન નું સેવન પણ ન કરો.


હનુમાન જન્મોત્સવ ના દિવસે માંસ અને દારૂનું સેવન ન કરો. 

શારીરિક સંબંધ ન બનાવો. 

ગુસ્સામાં કોઈની સાથે દુર્વ્યવહાર ન કરો.

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ


 કોઈ ની ચાડી ચુગંલી ના કરો અને ખોટું ના બોલો જેથી કોઈ પણ પ્રકાર ની હનુમાનજી વિષે ખોટી માહિતી અપાય નહીં.

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇