ધનુમૉસમાં શ્રી કૃષ્ણ નો આ પાઠ કરવાથી જન્મ-મરણથી મુક્તિ મળી ભગવાનમાં તરફ પ્રીતિ કરવાનાર | Krishna Bavani Gujarati Lyrics | Okhaharan
Krishna-Bavani-Gujarati-Lyrics |
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. ઘનુમૉસમાં પાઠ કરીશું શ્રી કૃષ્ણ બાવની જેમાં શ્રી કૃષ્ણ ભગવાનના બાવન ગુણ તેમના જન્મથી લઈ વૈકુંઠ ઘામ સુઘીના. નિત્ય આ બાવનીનો પાઠ કરવાથી જન્મ મરણ થી મુક્તિ મળે છે.
શ્રીમદ્ ભાગવત પુરાણ ના દશમ સ્કંદ ના સાર રૂપ ભગવાન શ્રી કૃષ્ણ ના બાવન (52) વખત સ્તુતિ કે ગુણ ગવાતા આવા "શ્રી કૃષ્ણ બાવની " નો પાઠ છે. ભગવાન શ્રી કૃષ્ણ ની કૃપા થી જન્મ મરણ ના ચક્કર માંથી મુક્તિ મળે છે.. જીવન માં આનંદ નો અનુભવ થાઈ છે.. ભગવાન ની લીલા કથા સાંભળવાથી મન પ્રસન્ન રહે છે.
શ્રી કૃષ્ણ બાવની
દુષ્ટોનો ભૂમિ પર ભાર , હલકો કરવા કર્યો વિચાર .
પ્રભુએ એવી કીધી પેર , જન્મ લીધો વસુદેવને ઘેર .
મથુરામાં લીધો અવતાર , કૃષણ બન્યા દેવકીના બાળ .
કારાગૃહ જનમિયાં મધરાત , ત્યાથી નાઠા વેઠી રાત .
અજન્મા જનમે શું દેવ , બાળ સ્વરૂપ લીધું તત્ખેવ .
વસુદેવ લઈને નાઠા બાળ , ગોકુળ ગામ ગયા તત્કાળ .
જશોદાજીને સોંપ્યા જઈ , માયાદેવીને આવ્યાં લઈ .
કંસ જાણ્યું જન્મ બાળ , દોડી દુષ્ટ ગયો તત્કાળ .
આકંદ કરતી માતા રહી , બાળકી કરથી ગ્રહી .૯
પથ્થર પર પટકે જ્યાં શીર , છટકી જાણે છૂટંયું તીર .
૨ક્ષણ કરે જો દીનદયાળ , તેનો થાય ન વાંકો વાળ .
અધ્ધર અટકી માતા કહે, મને મારવા તું શું ચહે ?
કૃષણ કનૈયો તારો કાળ , ઉછેરે છે ગોકુળમાં બાળ .
મામા કંસ કરે વિચાર , કૃષ્ણ ભાણાનો કરવા સંહાર .
મોકલે રાક્ષસ મહા વિકરાળ , કૃષ્ણ કરે છે તેનો કાળ .
નિત નિત નવી લીલાઓ કરે , કેશવ કોઈનાથી ના ડરે .
ગોવાળિયાની સાથે રામિયો , શામળિયો સૌને મન ગમ્યો .
ગાયો ચારી ગોવાળ થયાં , , કાંલિંદી ને કાઠે ગયા .
ગાયો પાણી પીએ જ્યાં , કાળી નાગ વસે છે ત્યાં .
જળમાં જોયું ઝાઝું ઝેર , મરે ગાય આવે ને લહેર .
દુ:ખ ટાળવા કર્યો વિચાર , કૃષ્ણ ચડ્યા કદમની ડાળ .
ઝંઝાપાત કર્યો જળમાં માંહ્ય, કાળી નાગ રહે છે ત્યાંય .
પાતળિયો પેઠો પાતાળ, નાગાણીઓએ દીઠો બાળ .
અહીં કયાં આવ્યો બાળક બાપ , સૂતા છે અહીં ઝેરી સાપ .
બીક લાગશે વિકરાળ , ઝેર જ્વાળાથી નીપજે કાળ .
જે જોઈએ તે મુખથી માંગ , જા બાપુ તું અહીંથી ભાગ .
એટલે જાગ્યો સહસ ફેણ , મુખથી બોલ્યો કડવાં વેણ .
શીર પર વીર ચડ્યા જોઈ લાગ , નાગાણીઓ રડતી બેફામ .
નાચ નચૈયા નાચે નાચ , રેશમ દોરથી નાથ્યો નાગ .
ટાળ્યું ઇન્દ્ર તણું અભિમાન , ગોવર્ધન તોળ્યો ભગવાન .
વૃંદાવન જઈ કીધો વાસ , રમ્યા ગોપીઓ સાથે રાસ .
વૃજ વનિતા ફરતી ચોપાસ , પેસી જતાં જોઈ સૂતો આવાસ .
મટકા ફોડી માખણ ખાય , કોઈ દેખે તો નાસી જાય .
અનેક એવી લીલા કરી , પછી નજર થઈ મામા ભણી .
રાક્ષસ સઘળા કીધા સાફ, રહ્યો એકલો મામો આપ .
મથુરા મામો કરે " વિચાર , ભાણાનો કરવા સંહાર .
યુક્તિ અખાડા કેરી કરી , મલ્લયુદ્ધની રચના કરી
અકુર કાકા તેડવા ગયા, દર્શન કરી પાવન થયા ,
મલ્લ મર્યા હાથીની સાથ , કંસની સાથે ભીડી બાથ .
પટકી પળમાં લીધા પ્રાગ, રાક્ષસનું ના રહ્યું એંધાણ .
પુરાણ કીધું ધાર્યું કામ , ઉગ્રસેનને આપ્યું રાજ ,
દ્રારામતી પહોંચ્યા જદુરાજ , દ્રારિકામાં જઈ કીધું રાજ .
ભકતો ને ભેટીયા ભગવાન , ધ્રુવ પ્રહલાદ ને અમરિષ જાણ .
નરસિંહ સુદામાને કીધી સહાય , સુધન્વાનો કઢો શીત થાય .
મીરાંબાઈનું ઝેર અમૃત કરિયું , સખુબાઈનું કષ્ટ જ હર્યું
બોડાણા પર કીધી દયા , દ્વારકાથી ડાકોર ગયા .
અર્જુનને કીધા રણધીર, દ્રૌપદી કેરા પૂર્યા ચીર .
પાંડવ કેરી ૨ક્ષા કરી , કૌરવ કુળને નાખ્યું દળી .
લડી વઢીને જાદવ ગયા , કૃષ્ણ એકલા પોતે રહ્યા .
સ્વધામ જાવા ચોટયૂ ચિત્ત , જરા પારધી બન્યો નિમિત્ત .
ત્રણ વ્રજ જોઈ માર્યું બાણ , પ્રભુ પધાર્યા વૈકુંઠ ધામ .
કૃષ્ણ બાવની જે કોઈ ગાય , જન્મ મરણથી મુકિત જ થાય .
બોલીયે શ્રી કૃષ્ણ ભગવાનની જય.
ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે
શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay
એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને
દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇