ધનુમૉસ માં કજૅ ઋણ માંથી મુક્તિ મેળવવા શ્રી વિષ્ણુ ભગવાન નો આ પાઠ કરો | Gajendra Moksha Stuti Gujarati Lyrics | Okhaharan
Gajendra-Moksha-Stuti-Gujarati-Lyrics |
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. એક મહિના ઘનુમૉસ છે આ દિવસોમાં નિત્ય એક વખત ગજેન્દ્રમોક્ષ સ્તુતિ નો પાઠ કરો.
શ્રીમદ્ ભાગવત મહાપુરાણ માં વર્ણન કરેલ "ગજેન્દ્દ મોક્ષ" સ્તુતિ, જે કાવ્ય સ્વરૂપ માં છે, તે સંભળાવી છે. આ સ્તુતિ સાંભળવાથી કે કરવાથી ભગવાન શ્રી નારાયણ સર્વ પ્રકારે રક્ષા કરે છે. સર્વે પાપોને નષ્ટ કરનારી, રોગ, ઋણ માંથી મુક્ત કરનારી તથા અંત સમયે મુક્તિ દેનારી કથા "ગજેન્દ્ર મોક્ષ"ની કથા, કહેલી
ઉપરથી સલામત લાગતાં જીવનમાં અનેક ભયાનક તત્ત્વો છુપાયેલા હોય છે. નિત્ય એક ગજરાજ એક જ જળાશયમાં પોતાના સાથાદારો તથા પરિવાર સાથે અનેક વખત સ્નાન વેળાએ આનંદ અને મોજ કરતો એક વખત એને છેવટ સુધી ખબર નથી કે આ જળાશયમાં જ મારો દુશ્મન છે. જળાશય ની સપાટી પર જે સલામતી દેખાય છે તે ભ્રામક છે. તેની અંદર મગર દુશ્મન હતો . જયારે માણસને મૃત્યુ નજીક આવતું દેખાય ત્યારે જ જીવની કિંમત સમજાય છે.
ગજરાજ પોતાનો પગ મગર ના મુખમાં પકડાતા જાગૃત થઇ જાય છે. પોતાની બધી શક્તિ વાપરી ગ્રાહની સામે લડે છે. છેવટે થાકીને ઇશ્વર શ્રી હરિની ની સહાય માગી છે અને ભગવાને તેને મુક્તિ પણ આપી .
અંત સમયે સ્વજનો, મિત્રો આંસુ સારવા કે આશ્વાસન આપવા સિવાય આપણે માટે કશું જ કરી શકતાં નથી. અંત સમયે માનવીએ પોતે એકલા જ લડવાનું છે. હિંમત હાર્યા વિના પ્રભુની પ્રાર્થના કરીએ તો જરૂર માનવીની પ્રાર્થના પ્રભુ સાંભળે છે.
ગજેન્દ્રમોક્ષ સ્તુતિ
દીનાનાથ ગોપીનાથ નાથ પ્રભુ ગુણવંતા છો ગિરધારી
ગજની વ્હારે ચડયા શામળા કરી ગરુડ પર અસ્વારી
પીળા પીતાંબર પહેર્યા પાતળે કાને કુંડળ ઝળકે છે
ગળે ગુંજની માળા બિરાજે નથનું મોતી લટકે છે
માથે મનોહર મુકુટ ધર્યો વળી કૌશિક હીરલો ઝળકે છે
હાથે સુદર્શન ચક્ર ધર્યું વળી મોહન મુખડું મલકે છે
પાસે આવીને ઊભા લક્ષ્મીજી પ્રભુ ક્યાં કરી તમે તૈયારી?
ઓચિંતાના થયા અધીરા ચિત ચિંતા મુજને ભારી
કહે મુરારી સુણોને નારી સેવા મારી કરી સારી
કમળ પુષ્પ લઈને મુજને ચઢાવ્યા સેવક સંકટમાં ભારી
સાગર તીરે ઊભા શામળા રુદન કરે હસતી નારી
સૂંઢ ગ્રહીને ગજને ઉગાર્યો મગરને નાખ્યો મારી
અંત સમયની અરજી સુણી વ્હાલા ગજની અરજી સ્વીકારી
ચક્ર લઈને મસ્તક છેધા દર્શન દીધા મોરારી
રામ કહેતાં દામના બેસે અક્ષર નામ લ્યો ઉચ્ચારી
પાપ નિવારણ છો પાતળિયા ગંધવૅની કરી ગતિ ન્યારી
અંત સમયે પ્રભુ વહેલા રે આવજો ક્ષીરસાગર ના રહેવાસી
શેષનાગ પર શયન જ કીધા અલબેલા છો અવિનાશી
તે જ સમયે ત્રિપુરારી મોરારી તુલસી ચરણની હું દાસી
મારી કરણી સામુ જરી જોશો જાળવજો જમની ફાંસી
ૐ નમો ભગવતે વાસુદેવાય
ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે
શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay
એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને
દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો