ગુરુવાર, 12 ઑગસ્ટ, 2021

શ્રાવણ માસ શુક્રવાર જીવંતિકા વ્રત કથા ગુજરાતીમાં | Jivantika Maa Vrat Katha In Gujarati | Okhaharan

શ્રાવણ માસ શુક્રવાર જીવંતિકા વ્રત કથા ગુજરાતીમાં | Jivantika Maa Vrat Katha In Gujarati Okhaharan

jivantika-maa-vrat-katha-in-gujarati
jivantika-maa-vrat-katha-in-gujarati

જીવંતિકા વ્રત વિધિ: આ વ્રતનો પ્રારંભ શ્રાવણ માસના શુક્રવારથી કરી શકાય છે. સંજોગો વસાત પ્રથમ  શુક્રવારે વ્રત ન થાય તો બીજા શુક્રવારથી પણ વ્રતની શરૂઆત કરી શકાય છે.  સવારે વહેલા ઊઠીને, સ્નાન કરીને જીવંતિકા માતાની તસવીર આગળ પાંચ દિવેટનો દીવો પ્રગટાવો. ત્યારપછી અબીલ-ગુલાલ પુષ્પોથી પૂજા કરવી.
 
મા જીવંતિકાને પ્રાર્થના કરી તેમની કથા સાંભળવી.  વ્રત કરનાર સ્ત્રીએ દિવસે પીળાં વસ્ત્રો, પીળા અલંકારો અને પીળા રંગની ચીજવસ્તુઓનો ત્યાગ કરવો. લાલ રંગના વસ્ત્રો પહેરવા. પીળાં રંગના માંડવા નીચે સૂવું નહીં કે ચોખાનું પાણી ઓળંગવું નહીં.

શ્રાવણ માસ શુક્રવાર જીવંતિકા માં ની સ્તુતિ ગુજરાતીમાં અહી ક્લિક કરો. 

કથા સાંભળ્યા પછી માની પાંચ દિવેટોના દીવાથી આરતી કરવી. ત્યારબાદ ખાંડના શીરાનો કે સાકરનો પ્રસાદ વહેંચવો. પોતાના બાળકોના રક્ષણ માટે માતાજીને પ્રાર્થના કરવી. એકટાણું કરવું. આ દિવસે ખોટું ન બોલવું. કોઈની નિંદા ન કરવી. આખો દિવસ માતાનું રટણ કરવું. મા જીવંતિકાની વ્રત કરનારના બાળકો પર અમી નજર રહે છે, લાંબુ આયુષ્ય પ્રદાન કરે છે.

જીવંતિકા વ્રત કથા

પ્રાચીનકાળમાં શીલભદ્રા નગરીમાં સુશીલકુમાર નામે એક રાજા રાજ કરતો હતો. તેની રાણીનું નામ સુલક્ષણા હતું. રાજા-રાણી ઘણા દાની અને ધર્મિષ્ઠ હતા તથા બધી વાતે સુખી પણ તેમને એક વાતનુ દુ:ખ હતુ તેમને શેર માટીની ખોટ હતી. એમને એક પણ સંતાન હતું નહી, તેથી રાણીબા ચિતામા સુકાતા જતા હતા. એમને મન સંસારના બધા સુખ ઝેર જેવા થઈ ગયા હતા.

એક દિવસની વાત છે. રાણી સુલક્ષણા મહેલના ઝરોખામાં બેઠી બેઠી બહાર ચોગાનમાં રમતા બાળકોને એકીટસે નિહાળી રહી હતી. એટલામાં એની એક પ્રિય દાસી ત્યાં આવી ચડી. આ દાસી સુયાણીનું પણ કામ કરતી હતી. એટલે ગામમા કોઇને સુવાવડ આવે તો સૌ તેને બોલાવતાં.

 શ્રાવણ માસ શુક્રવાર જીવંતિકા માં નો થાળ ગુજરાતીમાં અહી ક્લિક કરો.  

દાસી ઘણી સમજું હતી. એ રાણીના મનોભાવ તરત સમજી ગઈ. તેણે રાણીને કહ્યુ : “રાણીજી ! તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો? ખોટું ન લગાડો તો તમને એક વાત કહેવા માંગુ છું, જેથી તમારૂ વાંઝિયામેણું હંમેશને માટે દૂર થઈ જશે.”

“જલ્દી બતાવ મને…” રાણીએ કહ્યું.

જીવંતિકા માં ની ચાલીસા ગુજરાતીમાં અહી ક્લિક કરો. 

દાસીએ ધીમે થી રાણીના કાનમા
કહ્યુ : “ સાંભળો રાણીજી ! ગામમા એક બ્રાહ્મણીને ત્રીજો મહિનો જઈ રહ્યો છે. તમે આજથી જ વાત ફેલાવી દો કે તમે સગર્ભા છો અને મા બનવાના છો. બસ, ત્યારબાદનું બધું કામ હું સંભાળી લઈશ. પૂરે દિવસે બ્રાહ્મણી જે બાળકને જન્મ આપશે, તે હું તમને લાવીને સોંપી દઈશ !” દાસીની વાત સંભાળી રાણીએ પ્રથમ ખચવાટ અ‍નુભવ્યો પણ દાસીએ તેમને કહ્યુ : “તમે બીશો નહીં, કોઈને કાંઈ કાનો કાન ખબર નહીં પડે” બાળક મળવાની લાલસાએ રાણી સુલક્ષણા આવું કુકૃત્ય કરવા તૈયાર થઈ ગઈ અને પોતે ગર્ભવતી છે, એ વાત ફેલાવવા માંડી.

જોત જોતામાં છ મહિના વીતી ગયાં. એક દિવસ રાતે બ્રાહ્મણીને પ્રસુતિની પીડા ઉપડતાં દાસીને બોલાવવામાં આવી ! મધરાત બાદ બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. દાસી બધાની રજા લઈ રવાના થઈ. થોડીવારમાં તો ઘરનાં બધા ઘસઘસાટ ઊંઘી ગયા.

દાસી ઘરની પાછલી બારીથી ચોર પગલે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ. એ સીધી રાણી પાસે પહોંચી અને જઈને બાળક સોંપી દીધું. રાણી તો ખુશ ખુશ થઈ ગઈ. ત્યાર બાદ તરત જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યાં કે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે.

આખા નગરમાં આનંદ આનંદ છવાઈ ગયો. ઘેર ઘેર દીપમાલા પ્રગટી. આખું નગર ઉત્સવ ઉજવી રહ્યું છે ત્યારે બાળકની સાચી મા બ્રાહ્મણી વિલાપ કરે છે. પુત્ર ગુમ થવાથી રડે છે, ટળવળે છે.

 જીવંતિકા માં ની આરતી ગુજરાતીમાં અહી ક્લિક કરો.  

 ત્યાર બાદ બ્રાહ્મણીએ જીવંતિકાનું વ્રત શરૂ કર્યું. તેથી મા જીવંતિકા બ્રાહ્મણીનો પુત્ર, જે મહેલમાં રાજકુમાર થઈ ઉછરી રહ્યો છે એની રક્ષા કરવા માંડી. રાણીએ તેનું નામ શીલસેન પાડ્યું હતું. શીલસેન મોટો થવા લાગ્યો.

એ યુવાના થયો ત્યારે રાજા સુશીલકુમાર અને પેલી બ્રાહ્મણીનો પતિ મરણ પામ્યાં અને શીલસેન રાજગાદીએ બેઠો. તે ઘણો દયાળું અને ધર્મિષ્ઠ હતો. પ્રજા તેની કુશળતાથી ઘણી ખુશ થઈ.

થોડા સમય પછી એ પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળ્યો. રસ્તામાં એણે એક વણીકના ઘેર ઉતારો રાખ્યો. આ વાણીયાને છ બાળકો થયાં અને વારાફરતી છઠ્ઠા દિવસે મરણ પામ્યાં. આજે વણીકના ઘેર સાતમાં પુત્રની છઠ્ઠી હતી. ઘરના બધા ઊંઘી ગયા હતા ત્યારે મા જીવંતિકા શીલસેનનું રક્ષણ કરતા બારણા પાસે ઊભા હતા. મધરાત થતાં વિધાતા, વણીકના પુત્રના લેખ લખવા આવ્યાં. એટૅલે જીવંતિકા માતાએ આડું ત્રિશૂળધર્યું અને કહ્યું : “દેવી વિધાતા ! તમે અહીં કેમ આવ્યા ?”
“વાણીયાના દીકરાની આજે છઠ્ઠી છે, એટલે તેના લેખ લખવા આવી છું.”

મા જીવંતિકાએ વિધાતાને પૂછ્યું : “ બહેન ! લેખમાં શું લખશો ?” ત્યારે વિધાતાએ જવાબ આપ્યો કે “ એના ભાગ્યમાં છે તે લખીશ કે આ બાળક કાલે સવારે મરણ પામશે.”

આ સાંભળી મા જીવંતિકાએ કહ્યું : “ ના, ના વિધાત્રી ! એવું તમારાથી ન લખાય ! જ્યાં મારા પગલા પડે ત્યાં તમે આવું અમંગળ કદાપિ ન લખી શકો. માટે આ બાળકનું આયુષ્ય સો વર્ષનું લખજો.” છેવટે વિધાતાએ મા જીવંતિકાની આજ્ઞા માથે ચઢાવી દીર્ધાયુષ્ય લખીને ચાલતાં થયાં. .
બીજા દિવસે વાણીયાએ પોતાના બાળકને જીવતો જોયો તો એ ગદગદ થઈ ગયો. એને ખાત્રી થઈ ગઈ કે આ બધું આ મુસાફરના મંગલ પગલાંના પ્રતાપે જ થયું છે.

શીલસેન બીજા દિવસે જવા તૈયાર થયો ત્યારે વાણીયાએ ખૂબ જ આગ્રહ કરીને ફરીવાર આવવા કહ્યું. વીરસેન હા પાડી. ત્યાંથી એ ઘણાં દિવસે ગયાજી પહોંચ્યો. પોતાના પિતાની શ્રાદ્ધક્રિયા પૂરી કરી, જ્યાં એ પિંડદાન કરવા જતો હતો ત્યારે નદીમાંથી બે હાથ બહાર આવ્યાં. આ જોઈ શીલસેનના અચરજનો પાર ના રહ્યો. તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું, પણ પંડીતો તેનો કોઈ જવાબ આપી શક્યા નહી. આમાં બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો લાગતો હતો. એણે પિંડ એક હાથમાં મૂકી દીધો. આમ શ્રાદ્ધ ક્રિયા પતાવી શીલસેન પોતાને ગામ આવવા ચાલી નીકળ્યો. ફરતો ફરતો શીલસેન બરાબર એક વર્ષે પેલા વાણીયાને ઘેર આવ્યો અને રાતવાસો રહ્યો. એ દિવસે વાણીયાને ત્યાં ફરી બાળકનો જન્મ થયે છ દિવસ થયા હતા.

રાત પડતાં જ વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવ્યાં. તો મા જીવંતિકાએ તેમને રોકીને સો વર્ષનું આયુષ્ય લખવા કહ્યું. વિધાતાએ આજ્ઞા માન્ય રાખી. લેખ લખીને પાછા ફરતી વખતે જીવંતિકા માને પૂછ્યું : “ મા ! તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો ?”

આ ક્ષણે જ શીલસેનની આંખ ખુલી ગઈ. તેને કોઈક વાઅત કરી રહ્યું હોય તેમ લાગ્યું. તે ચૂપચાપ પથારીમાં પડ્યો પડ્યો આ સંવાદ સાંભળવા લાગ્યો.

મા જીવંતિકાએ કહ્યું: “ દેવી વિધાતા ! આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે. તે દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી, પીળા અલંકારો પણ ધારણ કરતી નથી, ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીળા માંડવા નીચે જતી નથી, આથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે. એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે. તેના લીધે હું આજે વાણીયાને ઘેર છું. જ્યાં સુધી વાણીયાને ઘેર મારો વાસ હોય, ત્યાં સુધી હું તેના બાળકનું અહિત શી રીતે થવા દઉં ?”
“ભલે.” કહી વિધાતા જતા રહ્યાં.

આ સાંભળી શીલસેન વિચારામાં પડી ગયો. એની માતા કોઈ વ્રત કરતી હોય એવું એને યાદ ન હતું. છતાં એણે માતાને પૂછી ખાત્રી કરવા નક્કી કર્યું.

સવાર થતાં વાણીયાએ જોયું તો તેનો બીજો દિકરો પણ જીવતો જણાયો. એને લાગ્યું કે નક્કી આ શીલસેન કોઈ મહાન માણસ છે. બીજે દિવસે વીરસેન રજા માંગી ત્યારે વાણીયાએ એમને આનંદથી રજા આપી.

ઘણાં જ દિવસે શીલસેન પોતાના રાજ્યમાં પહોંચ્યો. મહેલે જઈને માને પૂછ્યું : “મા ! તમે ક્યું વ્રત કરો છો ?”
“બેટા ! હું કોઈ વ્રત કરતી નથી.” રાણી સુલક્ષણા બોલી.

આથી શીલસેનને શંકા પડી કે આ મારી સગી મા નથી. પોતાની માને શોધી કાઢવા માટે એણે શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે આખી નગરીને જમાડવાનું આમંત્રણ આપ્યું. સાથે સખ્ત સૂચના આપી કે દરેકે પીળા વસ્ત્ર પહેરવા. બધા જમવા આવ્યાં ત્યારે વીરસેન આજ્ઞા કરી કે નગરમાં તપાસ કરો કે કોઈ રહી ગયું છે?

થોડીવારે અનુચરોએ આવીને કહ્યું કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરીને આવવાની ના પાડે છે. આજે એને પીળા વસ્ત્ર નહી પહેરવાનું વ્રત છે.
આ સાંભળી રાજકુમાર ગદગદ થઈ ગયો. એણે તરત બ્રાહ્મણી માટે લાલ રંગના વસ્ત્ર મોકલાવ્યાં. એ પહેરીને બ્રાહ્મણી આવી. શીલસેન સામે આવતાં જ એના ધાવણમાંથી દૂધની ધાર છૂટી… અને શીલસેનના મોંમા પડી. આ જોતાં જ નગરજનો અચરજમાં પડી ગયા અને એકી અવાજે બોલી ઉઠ્યા : “ આ જ રાજકુમાર શીલસેનની માતા છે.”

ત્યાર બાદ વીરસેન રાણી સુલક્ષણાને બધી વાત પૂછી. રાણીએ રડતા રડતા બધી વાત જણાવી દીધી. શીલસેન પોતાની સગી જનેતાને ભેટી પડ્યો અને એને પોતાની સાથે મહેલમાં રાખી. એ દિવસથી આખા ગામની સ્ત્રીઓએ પોતાના વહાલસોયા બાળકોની રક્ષા માટે મા જીવંતિકાનું વ્રત કરવાનું શરૂ કરી દીધું.

વીરસેન વર્ષો સુધી સુખપૂર્વક રાજ કર્યું.

“હે મા જીવંતિકા ! તમે જેમ બ્રાહ્મણીના બાળકનું રક્ષણ કર્યું, તેવું વ્રત કરનાર સૌના બાળકોનું રક્ષણ કરજો અને એમને સુખ-સંપત્તિ આપજો.” 

જીવંતિકા માં ની આરતી  Youtube પર સાભળો 

 જીવંતિકા માં નો થાળ  Youtube પર સાભળો 

જીવંતિકા વ્રતકથા Youtube પર સાભળો 

જીવંતિકા માં ની સ્તુતિ  Youtube પર સાભળો 

 "" શિવજી ના 108 નામ "" જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

શ્રાવણ માસ શુક્રવાર જીવંતિકા માં ની સ્તુતિ | Shravan Shukravar Jivantika ma ni stuti in Gujarati Lyrics | Okhaharan

શ્રાવણ માસ શુક્રવાર જીવંતિકા માં ની સ્તુતિ | Shravan Shukravar Jivantika ma ni stuti in Gujarati Lyrics | Okhaharan 

Jivantika-ma-ni-stuti-gujarati-lyrics
Jivantika-ma-ni-stuti-gujarati-lyrics

જીવંતિકા માની સ્તુતિ

માં જીવંતિકા છે જગજનની,
કરે આશ પૂર્ણ સૌનાં મનની.
કરે કામ ભક્તનાં દેવી કલ્યાણી,
હાથ ઝાલી પાર ઉતારે દિનદયાળી.

Jivantika-Maa-No-Thal-Gujarati-Lyrics

મહાપાતક હરતી દુઃખહારિણી,
ટાળે કષ્ટ સૌના બિરદાળી.
સુખ સંપત્તિ રિદ્ધિ સિદ્ધિ આપતી,
ભવ ભવના માં ફેરા ટાળતી.

jivantika-maa-vrat-katha-in-gujarati

જે નારી કરે શ્રદ્ધા થી વ્રત જીવંતિકા,
દે આશિષ અખંડ સૌભાગ્યવતી ના.
લેખ છઠ્ઠીના માં જગદંબા ટાળતી,
લેતી સંભાળ માતા બાળની.

Jivantika-Maa-Ni-Aarti-Gujarati-Lyrics

દષ્ટિ પડે કરી ના કાળની,
પાપ-તાપ-કષ્ટને માં કાપતી.
એવાં હેત જીવંતિકા માતના ,

કર જોડી ગોરવ ગુણ ગાયે માતના.

 "" શિવજી ના 108 નામ "" જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

શ્રાવણ માસ શુક્રવાર જીવંતિકા માં નો થાળ | Jivantika Maa No Thal with Gujarati lyrics | Okhaharan

જીવંતિકા માં નો થાળ | Jivantika Maa No Thal with Gujarati lyrics | Okhaharan

Jivantika-Maa-No-Thal-Gujarati-Lyrics
Jivantika-Maa-No-Thal-Gujarati-Lyrics

માં જીવંતિકા નો થાળ

મારે મંદિરીયે આજ કીધા છે ભોજનિયા મન ભાવતા

વેલેરા આવજો જીવંતિકા વાર ન લાગે આવતા

સ્વાગતમાં પુષ્પોની માળા તૈયાર છે માળા તૈયાર છે.

Jivantika-Maa-Ni-Aarti-Gujarati-Lyrics

કોમળ કળીમાથી ગૂંથેલા હાર છે ગૂંથેલા હાર છે.

આનંદ આનંદ થાશે હૈયામાં હાર પહેરાવતાં 

રૂપાના બાજેટિયા કંચનનો થાળ છે કંચનનો થાળ છે

સ્નેહભરી સામગ્રી સધળી રસદાર છે સધળી રસદાર છે

એક પછી એક હું પીરસવા માંડું આવે ઉછાળો ધરાવતા

બુંદીના લાડુ ને માવાની ધારી માવાની ધારી

પીસ્તા ની બરફી ને સેવો સુંવાળી સેવો સુંવાળી

Jivantika-ma-ni-stuti-gujarati-lyrics

પ્રેમે આરોગજે લચપચતો લાડુ થાક લાગ્યો છે વાળતા.

દૂધીનો હલવો ને પુરણપોળી પુરણપોળી છે.

બે પડીની રોટલી ને ધીમાં ઝબોળી છે માંડી ધી માં ઝબોળી છે.

ગજ મેસુબ મોહનથાળ ને વાર લાગી છે ઠારતા

શાક કીધા છે મેં વિધ વિધ જાતના છે માંડી વિધ વિધ જાતના શાક

jivantika-maa-vrat-katha-in-gujarati

કરવા વખાણ શું કેસરીયા ભાતના માંડી શું કેસરીયા ભાતના વખાણ

ને દાળ કેરી વાત નિરાળી મ્હેક આવી છે વધારતાં

જળ મારા ધરનુ તે જમવાનું જાણજે જે માંડી જમવાનું જાણજે

મુખવાસ કરીને એક વાત મારી માનજો વાત

ભક્ત ધેર જીવંતિકા રોજ રોજ આવજો

થાકું ના તમને જમડાતા માંડી

મારા મંદિરીયે આજ કીધા છે ભોજનિયા મન ભાવતાં.

 "" શિવજી ના 108 નામ "" જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

જીવંતિકા માં ની આરતી | Jivantika Maa Ni Aarti with Gujarati Lyrics | Okhaharan

જીવંતિકા માં ની આરતી | Jivantika Maa Ni Aarti with Gujarati Lyrics | Okhaharan

Jivantika-Maa-Ni-Aarti-Gujarati-Lyrics
Jivantika-Maa-Ni-Aarti-Gujarati-Lyrics

 આરતી

જય જીવંતિકા મૈયા, જય જીવંતિકા મૈયા

સુખ સંપત્તિ શુભદાતા સંતતિ સુખદાતા

ૐ જય જીવંતિકા મૈયા

Jivantika-Maa-No-Thal-Gujarati-Lyrics

શુક્રવાર શ્રાવણનો આવે મૈયા શ્રાવણનો આવે

રક્તાબંર ધરી અંગે વ્હાલું વ્રત ધારે

ૐ જય જીવંતિકા મૈયા

તારા વ્રત ના પ્રભાવે મૈયા તારા વ્રતના પ્રભાવે

મધરાત્રે ભરી ચોંકી, ષષ્ઠીને રોકી

ૐ જય જીવંતિકા મૈયા

jivantika-maa-vrat-katha-in-gujarati

લેખ છઠ્ઠીના પર મેખ તે મારી મૈયા મેખ તે મારી

દાસને સુખ શાંતિ દેજે જગમાં દેજે દિનવાળી

ૐ જય જીવંતિકા મૈયા

વ્રત કર્યું બ્રાહ્મણીએ માં વ્રત કર્યું બ્રાહ્મણીએ

કુવંરે માને ઓળખી છૂટી દૂધની ધારાવાડી

ૐ જય જીવંતિકા મૈયા

Jivantika-ma-ni-stuti-gujarati-lyrics 

 તારાં વ્રત છે કરશે માં ભાવે છે કરશે

સકળ મનોરથ ફળશે માં દુ:ખડા હરશે

ૐ જય જીવંતિકા મૈયા 

 "" શિવજી ના 108 નામ "" જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

 Tag of Post

jivantika maa ni aarti gujarati,

jivantika aarti,

જીવંતિકા વ્રત ની આરતી,

Jivantika-Maa-Ni-Aarti-Gujarati-ma-Lyrics-2021, 

jivantika maa ni aarti lyrics in gujarati,

jivantika maa ni aarti

,jivantika maa aarti lyrics,

jivantika maa,

jivantika maa ni aarti gujarati ma,

12 ઑગસ્ટ શ્રાવણ વિનાયક ચતુર્થી 12 ઑગસ્ટ શ્રાવણ વિનાયક ચતુર્થી દિવસે પાઠ કરો સંકટનાશન સ્ત્રોત અને તેનો અથૅ ગુજરાતીમાં | Sankat Nashan Ganesh Stotram With gujarati meaning Okhaharan

12 ઑગસ્ટ શ્રાવણ વિનાયક ચતુર્થી દિવસે પાઠ કરો સંકટનાશન સ્ત્રોત અને તેનો અથૅ ગુજરાતીમાં | Sankat Nashan Ganesh Stotram With gujarati meaning Okhaharan

Ganesh-sankat-nashan-stotra-gujarati-meaning-lyrics
Ganesh-sankat-nashan-stotra-gujarati-meaning-lyrics

 સંકટનાશમ ગણેશ સ્તોત્ર
 નારદ ઉવાચ
 પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ |
ભક્તાવાસં સ્મરેન્નિત્યમાયુ: કામાર્થ સિદ્ધયે || 1 ||  
નારદજી એ કહ્યું : માનવે પોતાના આયુષ્ય અને મનોકામનાની સિદ્ધિ માટે ભક્તોના આવાસ-સ્થાનરૂપ એવા ગૌરી પાવૅતીના પુત્ર વિનાયક ગણપતિ ને માથું નમાવીને પ્રણામ કરી તેમનું નિત્ય સ્મરણ કરવું 

ganesh 12 name gujarati

પ્રથમ વક્રતુણ્ડં ચ એકદન્તં દ્વિતિયકમ્ |
તૃતીયં કૃષ્ણપિંગાક્ષં ગજવકત્રં ચતુર્થકમ્ || 2 ||  
લંબોદર પંચમ ચ ષષ્ઠં વિકટમેવ ચ |
સપ્તમં વિધ્નરાજં ચ ધૂમ્રવર્ણ તથાષ્ટકમ્ || 3 ||  
નવમં ભાલચન્દ્રં ચ દશમં તુ વિનાયકમ્ |
એકાદશં ગણપતિં દ્વાદશં તુ ગજાનનમ્ || 4 ||  

પહેલું વક્રતુડ બીજી એકદંત ત્રીજી કાળી અને પીળી આખવાળા ચોથું ગજવકત્ર પાંચમું લંબોદર છઠ્ઠુ વિકટ સાતમું વિધ્નરાજ આઠમું ધૂમ્રવણૅ નવમું ભાલચંદ્ર દશમું વિનાયક અગિયારમું ગણપતિ અને બારમું ગજાનન

દ્વાદશૈતાનિ નામાનિ ત્રિસંધ્યં ય: પઠેન્નર: |
ન ચ વિધ્નભયં તસ્ય સર્વ સિદ્ધિકરં પરમ્ || 5 ||  

ganesh 21  name gujarati 

 આ પ્રમાણે બાર નામનો જે કોઈપણ સમયે એટલે સવાર, બપોર , અને સાંજ પાઠ કરે છે તેને કોઈપણ જાતના વિધ્ન ભય થતો નથી . સવૅ સિદ્ધિ આ સ્ત્રોત પ્રાપ્ત થાય છે.

વિદ્યાર્થી લભતે વિદ્યા ધનાર્થી લભતે ધનમ્ |
પુત્રાર્થી લભતે પુત્રાન્ મોક્ષાર્થી લભતે ગતિમ્ || 6 ||  

જે કોઈ વિધા મેળવવા ઇચ્છતો હોય તે આ પાઠ કરવાથી વિધા પ્રાપ્ત કરે છે જે કોઈ ધન મેળવવા ઇચ્છતો હોય તે આ પાઠ કરે તો ધન મેળવે . પુત્રની ઈચ્છા કરનારો આ સ્ત્રોતના પાઠથી પુત્ર મેળવે અને જે મોક્ષની ઇચ્છા કરતો હોય તેની આ પાઠ કરવાથી સદગતિ થાય છે.

જપેદ્ ગણપતિસ્તોત્રં ષડભિર્માસૈ: ફલમ્ લભેત |
સંવત્સરેણ સિદ્ધં ચ લભતે નાત્ર સંશય: || 7 ||  
જે કોઈ આ ગણપતિ સ્ત્રોત પાઠ કરે છે તે છ માસે ઈચ્છિત ફળ મેળવી શકે છે અને વષૅમા ચોક્કસ સિદ્ધિ ને મેળવે છે તેમાં જરાય સંશય શંકા નથી.

અષ્ટભ્યો બ્રાહ્મણેભ્યશ્ચ લિખિત્વા ય: સમર્પયેત |
તસ્ય વિદ્યા ભવેત્સર્વા ગણેશસ્ય પ્રસાદત: || 8 ||  

ganesh stuti gujarati,

જે કોઈ આ સ્ત્રોત ને લખીને આઠ બ્રાહ્મણ ને આપે છે તેને ભગવાન ગણેશની કૃપાથી બધાજ પ્રકારની વિધાઓ પ્રાપ્ત થાય છે.

॥ ઇતિ શ્રીનારદપુરાણે સંકટનાશનં ગણેશસ્તોત્રં સંપૂર્ણમ્   

અંગારકી સંકષ્ટ ચતુર્થી વ્રત- કથા,મહાત્મય Youtube પર સાભળો

શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 

સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો 

  લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 Angarak-Stotram-Gujarati-Lyrics-PDF

  ganesh puja vidhi mantra  home