ગુરુવાર, 22 જુલાઈ, 2021

શુક્રવારે કરો શ્રી મહાલક્ષ્મી અષ્ટક સ્તોત્ર નો પાઠ ગુજરાતી લખાણ સાથે અને તેના ફાયદા Mahalaxmi Ashtakam in Gujarati Lyrics Okhaharan

શુક્રવારે કરો શ્રી મહાલક્ષ્મી અષ્ટક સ્તોત્ર નો પાઠ ગુજરાતી લખાણ સાથે અને તેના ફાયદા Mahalaxmi Ashtakam in Gujarati Lyrics Okhaharan

mahalaxmi-ashtakam-in-gujarati-Lyrics
mahalaxmi-ashtakam-in-gujarati-Lyrics

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારા આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે આપણે જાણીશું શ્રી મહાલક્ષ્મી અષ્ટક સ્તોત્ર નો પાઠ ગુજરાતી લખાણ સાથે અને તેના ફાયદા.

 lakshmi-stuti-lyrics-gujarati

શ્રી મહાલક્ષ્મી અષ્ટક સ્તોત્ર

ઇંદ્ર ઉવાચ -

નમસ્તેઽસ્તુ મહામાયે શ્રીપીઠે સુરપૂજિતે ।

શંખચક્ર ગદાહસ્તે મહાલક્ષ્મી નમોસ્તુ તે ॥ 1 ॥

નમસ્તે ગરુડારૂઢે કોલાસુર ભયંકરિ ।

સર્વપાપહરે દેવિ મહાલક્ષ્મી નમોસ્તુ તે ॥ 2 ॥

સર્વજ્ઞે સર્વવરદે સર્વ દુષ્ટ ભયંકરિ ।


સર્વદુઃખ હરે દેવિ મહાલક્ષ્મી નમોસ્તુ તે ॥ 3 ॥

સિદ્ધિ બુદ્ધિ પ્રદે દેવિ ભુક્તિ મુક્તિ પ્રદાયિનિ ।

મંત્ર મૂર્તે સદા દેવિ મહાલક્ષ્મી નમોસ્તુ તે ॥ 4 ॥

આદ્યંત રહિતે દેવિ આદિશક્તિ મહેશ્વરિ ।

યોગ જ્ઞે યોગ સંભૂતે મહાલક્ષ્મી નમોસ્તુ તે ॥ 5 ॥


સ્થૂલ સૂક્ષ્મ મહારૌદ્રે મહાશક્તિ મહોદરે ।

મહા પાપ હરે દેવિ મહાલક્ષ્મી નમોસ્તુ તે ॥ 6 ॥

પદ્માસન સ્થિતે દેવિ પરબ્રહ્મ સ્વરૂપિણિ ।

પરમેશિ જગન્માતઃ મહાલક્ષ્મી નમોસ્તુ તે ॥ 7 ॥

શ્વેતાંબર ધરે દેવિ નાનાલંકાર ભૂષિતે ।

જગસ્થિતે જગન્માતઃ મહાલક્ષ્મી નમોસ્તુ તે ॥ 8 ॥


મહાલક્ષ્મષ્ટકં સ્તોત્રં યઃ પઠેદ્ ભક્તિમાન્ નરઃ ।

સર્વ સિદ્ધિ મવાપ્નોતિ રાજ્યં પ્રાપ્નોતિ સર્વદા ॥

ફાયદા

એકકાલે પઠેન્નિત્યં મહાપાપ વિનાશનં ।

દ્વિકાલં યઃ પઠેન્નિત્યં ધન ધાન્ય સમન્વિતઃ ॥

ત્રિકાલં યઃ પઠેન્નિત્યં મહાશત્રુ વિનાશનં ।

મહાલક્ષ્મી ર્ભવેન્-નિત્યં પ્રસન્ના વરદા શુભા ॥


ઇંત્યકૃત શ્રી મહાલક્ષ્મીષ્ટક સ્તોત્રં સંપૂર્ણમ્

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 


Maha-Lakshmi-Upay-Gujarati

 

 

 

ચાતુર્માસમાં 12 રાશિના જાતકો કેવી રીતે પુજન કરવું અને શ્રી વિષ્ણું ભગવાન ના કયાં મંત્રો જાપ કરવા Mantra For chaturass GUjarati Okhaharan

ચાતુર્માસમાં 12 રાશિના જાતકો કેવી રીતે પુજન કરવું અને શ્રી વિષ્ણું ભગવાન ના કયાં મંત્રો જાપ કરવા Mantra For chaturass GUjarati Okhaharan

All-zodic-mantra-for-vishnu-in-chaturmass-gujarati
All-zodic-mantra-for-chaturmass-gujarati

 

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારા આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે આપણે જાણીશું ચાતુર્માસમાં 12 રાશિના જાતકો કેવી રીતે પુજન કરવું અને શ્રી વિષ્ણું ભગવાન ના કયાં મંત્રો જાપ કરવા તે બઘું જાણીશું. 

 

મેષઃ- અ,લ,ઈ , રાશિ સ્વામી મંગળ , શુભ રંગ : લાલ

આ રાશિના લોકોએ દરરોજ સવારે રતાંજલીના ચંદનનો ચાંદલો કરી ભગવાન વિષ્ણું ને લાલ રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા લાલ રંગના ફળ અને લાલ રંગની મીઠાઇ પ્સાદમાં ધરવી. પુજન બાદ એક માળા || શ્રી વિષણવે નમઃ|| મંત્રની કરવી

Shree-Krishna-Sharnanmah-Mantra-Meaning-Gujarati

 વૃષભઃ- બ,વ,ઉ , રાશિ સ્વામી :- શુક્ર ,શુભ રંગ :- સફેદ

આ રાશિના લોકોએ દરરોજ સવારે ગોરો ચંદનનું તિલક કરી, ભગવાન વિષ્ણું ને સફેદ રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા કેળાનો પ્રસાદ અને સફેદ મીઠાઇ ભોગ રૂપે ધરવી.  પુજન બાદ એક માળા  ||શ્રી અચ્યુતાય નમઃ|| મંત્રની કરવી


મિથુનઃ-  ક,છ,ધ રાશિ સ્વામી :- બુધ  શુભ રંગ : લીલો

આ રાશિના લોકોએ અબીલનું તિલક કરી, ભગવાનને લીલા રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા લીલા ફળનો પ્રસાદ અને દૂધીનો હલવો ભોગ રૂપે ધરવી. પુજન બાદ એક માળા || શ્રી શ્રીધરાય નમઃ || મંત્રની કરવી

Rajabali-vaman-avatar-katha-vaman-dwadashi-gujarati-2021

 

કર્કઃ- ડ,હ રાશિ સ્વામી :- ચંદ્ર શુભ રંગ :- દુધીયો   

આ રાશિના લોકોએ સફેદ ચંદનનું તિલક કરી, ભગવાનને સફેદ રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા કેળાનો પ્રસાદ અને સફેદ બરફી ભોગ રૂપે ધરવી. પુજન બાદ એક માળા || શ્રી યોગેશ્વરાય નમઃ || મંત્રની કરવી


સિંહઃ- મ, ટ રાશિ સ્વામી : સૂર્ય  શુભ રંગ : નારંગી  

આ રાશિના લોકોએ લાલ ચંદનનું તિલક કરી, ભગવાનને ગુલાબી રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા રાસબરીનો નો પ્રસાદ અને મોતીચૂરના લાડુ ભોગ રૂપે ધરવા. પુજન બાદ એક માળા  || શ્રી નૃસિંહાય નમઃ || મંત્રની કરવી.

Shiv Mantra Gujarati

 

કન્યાઃ- પ,ઠ,ણ  રાશિ સ્વામી :- બુધ  શુભ રંગ : લીલો  

આ રાશિના લોકોએ અબીલનું તિલક કરી, ભગવાનને લીલા રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા લીલા ફળનો પ્રસાદ અને દૂધીનો હલવો ભોગ રૂપે ધરવી. પુજન બાદ એક માળા  || શ્રી પદ્મનાભાય નમઃ || મંત્રની કરવી.


તુલાઃ- ર,ત રાશિ સ્વામી :- શુક્ર શુભ રંગ :- સફેદ  

આ રાશિના લોકોએ ગોરો ચંદનનું તિલક કરી, ભગવાનને સફેદ રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા કોળાનો પ્રસાદ અને સફેદ મીઠાઇ ભોગ રૂપે ધરવી. પુજન બાદ એક માળા  || શ્રી વિશ્વકર્માય નમઃ || મંત્રની કરવી.

guruvar-ke-upay-gujarati

 

વૃશ્ચિકઃ- ન,ય રાશિ સ્વામી :- મંગળ  શુભ રંગ : લાલ

આ રાશિના લોકોએ રતાંજલીના ચંદનનો ચાંદલો કરી ભગવાનને લાલ રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા લાલ ફળ અને લાલ મીઠાઇ ધરવી.. પુજન બાદ એક માળા  || શ્રી પુષ્કરાય નમઃ || મંત્રની કરવી.


ધનઃ- ભ, ધ, ફ, ઢ રાશિ સ્વામી :- ગુરુ  શુભ રંગ :- પીળો  

આ રાશિના લોકોએ કેસરયુક્ત ચંદનનો ચાંદલો કરી ભગવાનને પીળા રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા પીળા ફળ અને મોહનથાળ મીઠાઇ ધરવી. પુજન બાદ એક માળા   || શ્રી મધુસુદનાય નમઃ || મંત્રની કરવી.

Krishna-chalisa-gujarati

મકરઃ-  ખ,જ રાશિ સ્વામી :- શનિ શુભ રંગ :- કાળો  

આ રાશિના લોકોએ ભષ્મ નું તિલક કરી ભગવાનને નીલા રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા જાંબુ ફળ પ્રસાદ રૂપે અને કાલાજામ મીઠાઇ ભોગ સ્વરૂપે ધરવી. પુજન બાદ એક માળા   || શ્રી પુષ્કરાક્ષાય નમઃ || મંત્રની કરવી.


કુંભઃ- ગ,શ રાશિ સ્વામી :- શનિ  શુભ રંગ :- કાળો

આ રાશિના લોકોએ ભષ્મ નું તિલક કરી ભગવાનને નીલા રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા જાંબુ ફળ પ્રસાદ રૂપે અને કેસર કાજુકતરી મીઠાઇ ભોગ સ્વરૂપે ધરવી. પુજન બાદ એક માળા  || શ્રી શ્રીકરાય નમઃ || મંત્રની કરવી.

ganesh 12 name gujarati

 

મીનઃ- દ, ચ,ઝ, થ  રાશિ સ્વામી :- ગુરુ શુભ રંગ :- પીળો

આ રાશિના લોકોએ કેસરયુક્ત ચંદનનો ચાંદલો કરી ભગવાનને પીળા રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા પીળા ફળ અને મોહનથાળ મીઠાઇ ધરવી.. પુજન બાદ એક માળા   || શ્રી લોકાધ્યક્ષાય નમઃ || મંત્રની કરવી.


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 


 

 દરરોજ સવારે કરો શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે 

 

 
 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇