રવિવાર, 1 મે, 2022

વૈશાખ માસ 2022 માહાત્મ્ય | કોની પુજા કરવી | શું કરવું & શુ ના કરવું? | Vaishakh Maas 2022 Mahatmay Gujarati | Okhaharan

 વૈશાખ માસ માહાત્મ્ય | કોની પુજા કરવી | શું કરવું & શુ ના કરવું? | Vaishakh Maas 2022 Mahatmay Gujarati | Okhaharan

Vaishakh-Maas-2022-Mahatmay-Gujarati
Vaishakh-Maas-2022-Mahatmay-Gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ વૈશાખ માહાત્મ્ય આ મહિનામાં કોની પુજા કરવી અને શું કરવું શુ ના કરવું તે બઘું જાણીશું. 

 

વૈશાખ મહિનામાં ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

વૈશાખ મહિનો 1 મે 2022 રવિવાર થી શરૂ થઈ 30 મે 2022 સોમવાર સુઘી ચાલશે તેમા અમાસ, પુનમ, અને સુદ અને વદ પક્ષની 14 તિથિ આવશે. જેમ ત્રણ વષૅ આવતા પુરૂષોતમ માસ નું મહત્વ વઘારે એવીજ રીતે દર વષૅ આવતા વૈશાખ માસ નું પણ મહત્વ વઘારે છે. વૈશાખ માસનું વ્રત-ઉપવાસ રાખવાથી મહાયજ્ઞ કરવા જેટલું પુણ્ય ફળ મળે છે. 

 

 વૈશાખ મહિનામાં આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

વૈશાખ માસમાં દરરોજ સૂર્યોદય પહેલાં જાગીને નજીકના કોઇ તીર્થ સ્નાન, સરોવર, નદી કે કુવા ઉપર જઇને અથવા ઘરે બેસીને પવિત્ર નદીઓના નામનો જાપ કરવો જોઇએ. સ્નાન બાદ સૂર્યોદય વખતે સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય આપવું જોઇએ. સૂર્યોદય પહેલાં સ્નાન અને વ્રત કરનાર વ્યક્તિ ક્યારેય દરિદ્ર થયા નથી


વૈશાખ મહિનામાં ભગવાન વિષ્ણુ તથા શિવને પ્રસન્ન કરવા વ્ર જપ તપ કરવામાં આવે છે. આ મહિનામાં શ્રી વિષ્ણું ભગવાન દસ અવતાર પુજન અને ખાસ કરીને પરશુરામ, નૃસિંહ, કૂર્મ અને બુદ્ધ અવતારની પૂજા કરવામાં આવે છે. આ વૈશાખ માસમાં બે એકાદશી આવે સવૅ મોહમાથી મુક્તિ આપનારી મોહિની એકાદશી થથા અપાર સુખ દેનારી અપરા એકાદશી આવે છે. 

 

વૈશાખ મહિનામાં શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ગુજરાતી ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

આ મહિના વિષ્ણુ અને શિવ પુજન સાથે સાથે પીપળાની પૂજા, તુલસી પૂજા, ગાયમાતા પુજન કરવાથી અનેક ઘણું ફળ મલે છે.

પીપળાની પૂજામાં સવારે શુદ્ર જળ, દૂધ ગરમ કયૉ વગર  અને સફેદ તલ મિક્સ કરીને પીપળાને ચઢાવું સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જાપ કરવો જોઈએ. આમ કરવાથી ભગવાન વિષ્ણુની તથા પિતૃદેવની કૃપા મળે છે 


તુલસી પૂજામાં સવારે સંઘ્યાએ ઘુપ દીપ કરીને ચંદન, કંકુ, ચોખા, ફૂલ અને અન્ય પૂજન સામગ્રીઓ સાથે તુલસી માતાની સવારે સાંજે પૂજા કરવી જોઈએ.


વૈશાખ મહિનામાં શું કરવું

વૈશાખ મહિનાની ગરમીમાં જળદાનનું કરવું જોઈએ. કોઈ જગ્યાએ પાણી પીવાની વ્યવસ્થા કરવી જોઈએ.

કોઇ જરૂરિયાતમંદ લોકોને જળ, પંખો, અન્ય ફળ, અનાજ વગેરેનું દાન કરવું જોઇએ.

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો.

 

કોઈ બાળ ઘર અનાથ આશ્રમ , વૃદ્રા આશ્રમ, કે જયાં ગરીબ લોકોને મફત ભોજન ચાલતું ત્યાં અનાજ અને ભોજન દાન કરવું જોઇએ.

વ્રત ઘારકે આ સંપૂણૅ મહિને બ્રહ્મચર્યનું પાલન કરો અને ડુગરી લસણ વગર ભોજન કરવું.

વૈશાખ મહિનામાં જપ તપ વ્રત પૂજા અને યજ્ઞ સાથે દિવસમાં એક જ સમયે ભોજન એટલે એકટાણું કરવું .


વૈશાખ મહિનામાં શું ના કરવું


આ મહિને પવિત્ર હોવાથી માંસાહાર, દારૂ અને અન્ય દરેક પ્રકારના નશાથી દૂર રહો.

આ મહિનામાં શરીર ઉપર કોઈ પણ પ્રકાર ની તેલ વડે માલિશ કરાવવી જોઇએ નહીં.


આખો ભગવાનનું નામ લેવું તથા દિવસમાં સૂવું નહીં.

કાંસાની ઘાતુ ના વાસણમાં ભોજન ના કરવું.

પૃથ્વી પર સુવું એટલે કોઈ પલંગ ઉપર સૂવું નહીં.  

 

શ્રી રામચરિતમાનસ સુંદરકાંડ દોહા કેમ હનુમાનજી ને મચ્છર જેવું રૂપ લેવુ પડ્યું  ? અહી ક્લિક કરો.  

 

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 


એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

 

 શિવજીના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

સંપૂર્ણ "શિવ માળા 108 મણકા" ગુજરાતી લખાણ સાથે

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

  જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇