સોમવાર, 11 જુલાઈ, 2022

અષાઢ સુદ 13 થી શરૂ થતા જયા પાર્વતી વ્રત માહિતી અને વ્રત કથા ગુજરાતી લખાણ સાથે | Jaya Pravati Vrat Katha Gujarati | Okhaharan

અષાઢ સુદ 13 થી શરૂ થતા જયા પાર્વતી વ્રત માહિતી અને વ્રત કથા ગુજરાતી લખાણ સાથે | Jaya Pravati Vrat Katha Gujarati | Okhaharan 

Jaya-Parvati-Vrat-katha-Gujarati
Jaya-Parvati-Vrat-katha-Gujarati
 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું જયા પાર્વતી વ્રત માહિતી અને જયા પાર્વતી વ્રત કથા વાચીશું

ગૌરી વ્રત કથા મહાત્મય - મોળાકત વ્રત ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.


જયા પાર્વતી વ્રત માહિતી

આ જયા પાર્વતી વ્રત દર વષૅ અષાઢ સુદ તેરશને દિવસે કરવામાં આવે છે. કુંવારિકાઓ ગૌરીવ્રતના 5વષૅ કર્યા બાદ જયા-પાર્વતીનું વ્રત કરે છે. આ વ્રત કરનાર કન્યા આ પાંચ દિવસ દરરોજ સવારે વહેલા ઊઠી, નાહી-ધોઈ શિવજીના મંદિરે જાય છે. ત્યાં શિવ-પાર્વતીનું પૂજન કરી પ્રાર્થના કરે છે. આ વ્રત પાંચ દિવસનું હોય છે. તેમાં મીઠા અને ગોળ વગરનું ખાવામાં આવે છે. પહેલા કે છેલ્લા દિવસે નકોરડો ઉપવાસ કરવામાં આવે છે. તે દિવસે ફક્ત ફળફળાદિ, સૂકો મેવો ખાવામાં આવે છે. આ વ્રત 5 વષૅ નું હોય છે અને 5 વષૅ વ્રત કરવાની રીત અલગ અલગ હોય છે તે આપણે આગળ વ્રત કથામાં જાણીયે.


જયા પાર્વતી વ્રત કથા

એક નગરમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતાં. બંને સત્વાદી , શુદ્ર નીતિવાળાં અને પ્રભુ-ભક્તિમાં કરતા હતાં. તેમને આંગણેથી હજુ સુધી કોઈ ભૂખ્યું પાછું ગયું ન હતું. અખૂટ ધનસંપત્તિ હોવા છતાં તેમનામાં સહેજ પણ અભિ માનનો છાંટો ન હતો.

તેમને બધી વાતનું સુખ હતું. પણ તેમને શેર-માટીની ખોટ હતી. તેમનું સંતાનવિહોણું ઘર સ્મશાન જેવું લાગતું હતું, એટલે બંને પતિ-પત્ની રાત-દિવસ સતત ચિંતા કર્યા કરતાં હતાં.

એક દિવસ નારદજી ફરતા-ફરતા ત્યાં આવી ચડ્યા. બ્રાહ્મણ-બ્રાહ્મણીએ તેમને આવકાર આપ્યો અને પછી તેમની આગળ ફળફળાદિ ધર્યાં.


આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

નારદજીએ પૂછ્યું : “કેમ છો ? મજામાં ને ?”

“હા મુનિરાજ ! આપની કૃપાથી સર્વ વાતે સુખ છે, પણ...’’ બોલતાં બોલતાં બ્રાહ્મણ ખચકાઈ ગયો. નારદે પૂછ્યું.  “પણ શું ? કાંઈ વાત હોય તે મને વિના સંકોચે જણાવો.’’

બ્રાહ્મણે કહ્યું. “મુનિરાજ ! બીજી કોઈ ઇચ્છા નથી, પણ એક સંતાનની ખોટ છે. તેનો કોઈ ઉપાય હોય તો કૃપા કરીને બતાવો.”

નારદજી ઉપાય બતાવતાં કહ્યું : “અહીંથી તમે દક્ષિણ દિશામાં જાવ, ત્યાં એક અપૂજ શિવલિંગ છે. ઘણાં વર્ષોથી તેની કોઈ પૂજા કરતું નથી. ત્યાં જઈ તમે શંકર-પાર્વતીની એકનિષ્ઠાથી સેવા-પૂજા કરો, તો દિનદયાળુ સદાશિવ તમારી ઉપર જરૂર પ્રસન્ન થશે અને તમને સંતાન આપશે.’’

આમ કહી નારદજી ચાલતા થયા.

બીજા દિવસે નારદજીના કહ્યા પ્રમાણે બ્રાહ્મણ અને બ્રાહ્મણી દક્ષિણ દિશાએ ચાલી નીકળ્યાં. ઘોર વનવગડામાં ભૂખ્યાં અને તરસ્યાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી ચાલ્યાં જાય છે, પણ ક્યાં ય તેમને મહાદેવજીનું મંદિર દેખાતું નથી ! બ્રાહ્મણ-બ્રાહ્મણી થાકીને લોથપોથ થઈ ગયાં અને એક ઝાડ નીચે આરામ કરવાં બેઠાં. ત્યાં તો બ્રાહ્મણીની નજરે એક મોટો ટેકરો દેખાયો. બ્રાહ્મણી બોલી : “હે નાથ ! જુઓ, પેલો ઊંચો ટેકરો ! એ જ મંદિર હોવું જોઈએ.” આમ કહી બંને જણાં આગળ વધ્યાં,

જેમ-જેમ આગળ ગયાં, તેમ-તેમ તેમને ટેકરા ઉપર મંદિર દેખાવા લાગ્યું. મંદિર જોતાં જ બંનેનો થાક ઊતરી ગયો. તેઓ ટેકરા ભણી ઝડપથી ચાલવાં માંડ્યાં. ત્યાં એક શિવમંદિર હતું. બંનેના હૃદયમાં હરખ માતો નથી. તેમણે તો મંદિરમાં પડેલાં પાંદડાં, ઘાસ-ઝાખરાં, ધૂળ વાળી-ઝૂડી સ્વચ્છ કર્યું. બ્રાહ્મણી પાસેની નદીમાંથી પણી ભરી લાવી અને શિવ-પાર્વતીને સ્નાન કરાવ્યું.

મંદિર પાસે જ એક બીલીનું ઝાડ હતું. ત્યાંથી બીલીપત્રો લાવી બ્રાહ્મણે બીલીપત્રો ચડાવ્યાં. ત્યાર બાદ બ્રાહ્મણ અને બ્રાહ્મણી નિયમિતપણે મહાદેવ-પાર્વતીની સેવા કરવા લાગ્યાં. બ્રાહ્મણી હંમેશાં બીલીપત્રો તોડી લાવતી, પણ ફળ-ફૂલ માટે બ્રાહ્મણને દૂર જવું પડતું.


શિવજી નો આ સ્ત્રોત નો પાઠ કરવાથી આપણા કુટુંબ ને રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 

આમ કરતાં પાંચ વર્ષ વીતી ગયાં, પણ ભગવાન શંકર પ્રસન્ન થયા નહિ.

એક દિવસ બ્રાહ્મણ ટેકરો ઊતરી વનમાં ફળ-ફૂલ લેવા ગયો, પણ સાંજ પડવા આવી છતાં ય તે પાછો ફર્યો નહિ, એટલે બ્રાહ્મણીને ચિંતા થવા લાગી. તેના મનમાં અનેક પ્રકારની શંકાઓ થતી હતી. તે બ્રાહ્મણની વાટ જોઈ થાકી. છેવટે તે પોતાના પતિને શોધવા નીકળી. તે વન ખૂબ જ બિહામણું હતું. ઠેર-ઠેર વાઘ, સિંહ અને રીંછોનો ભયંકર ઘુઘવાટા સંભળાતા હતા. બ્રાહ્મણી ગભરાતી, ગભરાતી શિવ-પાર્વતીનું રટણ કરતી ચાલતી હતી. અચાનક એની દૃષ્ટિ એક ઝાડ નીચે ગઈ. ત્યાં જઈ તે જુએ છે તો પોતાના પતિ બેભાન દશામાં પડેલો. પગના અંગૂઠામાંથી લોહી નીકળે ! એટલામાં તેણે એક કાળો નાગ ફૂંફાડા મારતો જતો જોયો ! બ્રાહ્મણીને લાગ્યું - ‘નક્કી મારા પતિને આ નાગ કરડ્યો છે.' તેના મોઢામાંથી એક ભયાનક ચીસ નીકળી ગઈ. થોડીવારે અને મૂર્છા વળી, ત્યાં તો તેણે સોળે શણગાર સજીને ઊભેલાં માતા પાર્વતીજીને જોયાં. પાર્વતીજીને જોતાં જ બ્રાહ્મણી નમી પડી, એટલે પાર્વતીજીએ એને આશીર્વાદ આપતાં બોલ્યાં : “હે બ્રાહ્મણી ! તું ચિંતા ન કરીશ.” આમ કહી તેણે બ્રાહ્મણના શરીરે પોતાનો અમૃત સમાન હાથ ફેરવ્યો.બ્રાહ્મણ તો આળસ મરડીને ઊભો થયો ! બ્રાહ્મણ અને બ્રાહ્મણી માતાજીને ચરણે નમી પડ્યાં. પાર્વતીજી બોલ્યાં : “તમારી બંનેની અનન્ય ભક્તિ અને શ્રદ્ધા જોઈને, હું ખૂબ જ પ્રસન્ન થઈ છું. તમારે જે જોઈએ તે માગી લો ?’’ બ્રાહ્મણ બોલ્યો : “ભગવતી ! અમારે બીજું કાંઈ જોઈતું નથી, એક શેર-માટીની ખોટ છે, તો તેનો કોઈ ઉપાય બતાવો.'

પાર્વતીજી બોલ્યાં : “તમે જયા-પાર્વતીનું વ્રત’ કરો તો તમને અવશ્ય સંતાનપ્રાપ્તિ થશે.’ બ્રાહ્મણી બોલી : “માતાજી ! આ વ્રત કેવી રીતે કરાય ?’ પાર્વતીજી બોલ્યાં : “આ વ્રત અષાઢ સુદ તેરશને દિવસે શરૂ કરવામાં આવે છે અને વદ ત્રીજે પૂરું કરવામાં આવે છે. વ્રત કરનારે આ પાંચે દિવસ ગોળ અને મીઠા વગરનું મોળું એકટાણું જમવું.
પહેલાં પાંચ વર્ષ માત્ર જુવાર ખાઈને,
 બીજા પાંચ વર્ષે મીઠા વગરનું ખાઈને,
ત્રીજા પાંચ વર્ષ ચોખા ખાઈને અને
ચોથા પાંચ વર્ષ મગ ખાઈને વ્રત કરવું. 


ગૌરી વ્રત પુજન આરતી ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

 

 છેલ્લા દિવસે જાગરણ કરવું. જ્યારે વીસ વર્ષ પૂરાં થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું. ઉજવણું કરતી વેળા સૌભાગ્યવતી સ્ત્રીઓને પતિ સહિત પોતાને ત્યાં નોતરી ભાવપૂર્વક જમાડવાં. પછી કંકુ જેવા સૌભાગ્યનાં દ્રવ્યો દાનમાં આપવાં. વ્રત કથાઓ

ગૌરી વ્રત ના ગીતો ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 
આ પ્રમાણે વ્રત કરનારને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. તેને પતિનો વિયોગ કદાપિ ભોગવવો પડતો નથી. સંતાનની પ્રાપ્તિ થાય છે અને અખંડ સુખ પણ મળે છે.” આમ કહીને પાર્વતી અંતર્ધાન થઈ ગયાં. બ્રાહ્મણ-બ્રાહ્મણી તો રાજી થતાં પોતાને ઘેર પાછાં આવ્યાં. બીજે વર્ષે બ્રાહ્મણીએ જયા-પાર્વતીજીનું વ્રત શરૂ કર્યું. થોડા સમયમાં તો તેમને ત્યાં દેવ જેવો દીકરો આવતર્યો.

હે જયા-પાર્વતીજી ! તમે જેવાં બ્રાહ્મણ-બ્રાહ્મણીને ફળ્યાં,તેવ આ વ્રત કરનાર, કથા કરનાર અને ક્યા સાંભળનાર સૌનેફળો 


ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

 

 "" શિવજી ના 108 નામ "" જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં અહી ક્લિક કરો.     

 "" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

 

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇