અષાઢ સુદ-11 થી પુનમ ગૌરી વ્રત કથા મહાત્મય | મોળાકત વ્રત | Gauri Vrat Katha Gujarati | Gauri Vrat | Okhaharan
![]() |
Gauri-Vrat-Katha-Gujarati |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું ગૌરી વ્રત
આ વ્રત અષાઢ સુદ અગિયારસને દિવસે શરૂ કરવામાં આવે છે અને પૂનમના દિવસે પૂરું થાય છે. આ વ્રત પહેલ વહેલું પાર્વતી ગૌરીમાએ કરેલું, એટલે તે ‘ગોરમાનું વ્રત' કહેવાય છે. આ વ્રત કુંવારિકાઓ કરતી હોય છે. વ્રતના છેલ્લા દિવસે જાગરણ કરવું પડે છે. કુંવારિકાઓ પોતાને શ્રેષ્ઠ પતિ મળે, સૌભાગ્ય સાથે સંપત્તિ સાંપડે તે માટે ગૌરી વ્રત કરે છે. આ વ્રતને ગોરમાનું વ્રત કે મોળાક્ત વ્રત પણ કહે છે.
ગૌરી વ્રત પુજન આરતી ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
અષાઢ સુદ પાંચમ એટલે કે અષાઢ માસની અજવાળી પાંચમે અડોશ-પડોશની બધી છોકરીઓ છાબડીઓ લઈ એક જગ્યાએ ભેગી થાય છે. તે દિવસે વાંસની ટોપલીઓમાં છાણિયું ખાતર નાખી તેમાં ઘઉં, જવ, તુવેર, ડાંગર, જાર, તલ અને ચોળા એમ સાત ધાન વાવે છે. પછી ઉપર માટી નાખી, પાણી છાંટે છે.
આમ અગિયારસ સુધી તેઓ સવારે થોડું થોડું પાણી છાંટે છે, એટલે અગિયારસના દિવસે તો જુવારા તૈયાર થઈ જાય છે.
અગિયારસના દિવસે છોકરીઓ સવારે વહેલી ઊઠી નદીએ નાહવા જાય છે, ચાલતાં-ચાલતાં રસ્તામાં ગીત ગાય છે :
ગોરમાનો વર કેસરીઓ
નદીએ નહાવા જાય રે ગોરમા !
નદીઓમાં ડહોળાં પાણી
સરોવર ઝીલવા જાય રે ગોરમા.
ઝીલી ઝીલી ઘરે પધાર્યા
મોતીડે વધાવ્યાં ગોરમા.
ભાઈ બેઠો જમવા
ભોજાઈએ ઓઢ્યાં ચીર ગોરમા.
ચીર ઉપર ચૂંદડી ને
ચોખલિયાળી ભાતે ગોરમા.
વેલમાં બેઠો વાણિયો ને
કાગળ લખતો જાય રે ગોરમા.
કાગળમાં બે પૂતળિયું રે
હસતી રમતી જાય રે ગોરમા.
ગોરમાનો વર કેસરીઓ
નદીએ નહાવા જાય રે ગોરમા !
ગૌરી વ્રત ના ગીતો ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આમ ગીત ગાતી-ગાતી, હસતી-રમતી, આનંદમાં નદીએ પહોંચી જાય છે. નદીએ નાહી-ધોઈ ઘરે આવે છે. પછી એક પાટલા ઉપર જવારા મૂકે છે. અબીલ, ગુલાલ, કંકુ, ચોખા વડે જવારાનું પૂજન કરે છે. રૂના નાગલા પહેરાવે છે. ઘીનો દીવો કરી અગરબત્તીનો ધૂપ આપે છે.
મારા જવના જવેરા રે જવ છે ડોલરિયો.
મારા કિયા ભાઈએ વાવ્યા રે ? જવ છે ડોલરિયો.
મારા... ભાઈએ વાવ્યા રે, જવ છે ડોલરિયો.
મારા જવના જવેરા રે જવ છે ડોલરિયો.
મારા કયા વહુએ સીંચ્યા રે, જવ છે ડોલરિયો
મારા જવના જવેરા રે, જવ છે ડોલરિયો
મારા કયા બહેન પૂજશે રે ? જવ છે ડોલરિયો
મારા... બહેન પૂજશે રે, જવ છે ડોલરિયો.
એમને પાટલિયે બેસાડો રે, જવ છે ડોલરિયો.
મારા જવના જવેરા રે જવ છે ડોલરિયો.
કુંવારિકાઓ હાથ જોડી ગોરમાને પ્રાર્થના કરે છે. ઘણી છોકરીઓ બપોરે તો, ઘણી છોકરીઓ સાંજે એકટાણું કરે છે. એકટાણું જમવા બેસે ત્યારે તે મોળું-મોળું જમે છે. મોળું જમવાનું હોવાથી આ વ્રતને મોળાક્ત' પણ કહે છે. જમતી વખતે એક ઠેકાણે બેસીને જ જમાય. જમતી વખતે વચ્ચે ઊભું થવું નહિ. એકટાણું જમ્યા બાદ પણ જો છોકરી ઓને ભૂખ લાગે તો તેઓ ફળ-ફળાદિ, ખારેક, ટોપરાં વગેરે ફરાળી વસ્તુઓ ખાય શકાય છે. પાંચ દિવસમાંથી પહેલો કે છેલ્લો ગમે તે એક દિવસ નકોરડો ઉપવાસ કરવો. તે દિવસે મોળું જમવું નહિ, પરંતુ ફળ-ફળાદિ ખારેક, ટોપરાં વગેરે ખાઈ શકાય છે.
વ્રતના પાંચ દિવસ સુધી છોકરીઓ સાંજના સમયે બાગ બગીચામાં જઈ આનંદી રમે-કૂદે છે. વ્રતના છેલ્લા દિવસે એટલે કે પૂનમે જાગરણ કરવું પડે છે. તે દિવસે બધી છોકરીઓ ભેગી થઈ ગોરમાના ગરબા ગાય છે. જાતજાતની રમતો રમે છે. સવાર થતાં બધી છોકરીઓ ગોરમાને હાથમાં ઊંચકી ગીત ગાતી-ગાતી નદી, તળાવે વળાવવા જાય છે.
ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
તો થાળ ભરું શગ મોતીડે,
હું તો ગોરમાને પૂજવા જઈશ.
મારે સોના સરીખો સૂરજ ઊગિયો.
હું તો બેન રે કયી બેન તમને વિનવું,
તમારી સાહેલિયો લેજો સાથ.
મારે સોના સરીખો સૂરજ ઊગિયો.
તો થાળ ભરું રે શગ મોતીડે.
હું તો પારવતી પૂજવાને જઈશ.
મારે સોના સરીખો સૂરજ ઊગિયો.
હું તો બેન રે... બેન તમને વિનવું,
તમારી સાહેલિયો લેજો સાય.
મારે સોના સરીખો સૂરજ ઊગિયો.
હું તો થાળ ભરું રે રાગ મોતીડે,
હું તો ગોરમાને પૂજવા જઈશ.
મારે સોના સરીખો સૂરજ ઊગિયો.
હું તો ભાઈ રે કિયા ભાઈ તમને વિનવું,
તમારા ભાઈબંધ લેજો સાથ.
મારે સોના સરીખો સૂરજ ઊગિયો.
પછી નદીકાંઠે જઈ ગોરમાને નીચે મૂકી તમનુ પૂજન કરે છે. પછી તેમને જળમાં પધરાવી દે છે, અને ઘરે આવીને જમવા બેસે છે.
આ વ્રત પાંચ, સાત, અગિયાર એમ એકી સંખ્યામાં કરવામાં આવે છે. આ વ્રતના ઉજવણામાં છઠ્ઠા દિવસે ગોરમા પધરાવી પાંચ વ્રત કરતી છોકરીઓને જમવા બોલાવવામાં આવે છે અને તેમને કંકુનો ચાંદલો કરી જમાડવામાં આવે છે. પછી તેમને એક વાટકી, ચાંદલાનું પેકેટ, બંગડી, કોઈ ફળ આપવામાં આવે છે.
"" શ્રી વિષ્ણુ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત "" નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો