મંગળવાર, 2 મે, 2023

2023 નું પહેલું ચંદ્રગ્રહણ ક્યારે છે? | સુતકકાળ સમય ક્યો છે? | આ સમય માં શું કરવું અને શું ના કરવું ? | Chandra Grahan 2023 Gujarati | Okhaharan

 2023 નું પહેલું ચંદ્રગ્રહણ ક્યારે છે? | સુતકકાળ સમય ક્યો છે? | આ સમય માં શું કરવું અને શું ના કરવું ? | Chandra Grahan 2023 Gujarati | Okhaharan 

chandra-grahan-2023-gujarati
chandra-grahan-2023-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું 2023 નું પહેલું ચંદ્રગ્રહણ ક્યારે છે? સુતકકાળ સમય ક્યો છે? આ સમય માં શું કરવું અને શું ના કરવું તથા ગભૅવતી મહિલાઓ શું ખાસ ધ્યાન રાખવું તે બધું આજે આપણે જાણીશું  

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" 


 સૌપ્રથમ એ જાણીએ કે ચંદ્ર ગ્રહણ છે શું? ચંદ્ર ગ્રહણ એ એક ખગોડીય ધટના અને પૌરાણિક કથા છે.


પહેલાં ખગોડીય ધટના જાણીયે. પૂનમ ના દિવસે ચંદ્ર સંપૂર્ણ કળા હોય અને પૃથ્વી તથા ચંદ્ર ની વચ્ચે સૂર્ય આવે ત્યારે ચંદ્ર અદશ્ય થાય.


પૌરાણિક કથા અનુસાર સમૃદ્ધ મંથન માં અમૃત મળેવા પછી એક રાક્ષસ દેવ નું રૂપ લીધું પરંતુ ચંદ્ર અને સૂર્ય દેવ ખબર પડે એ પહેલાં રાક્ષસ અમૃત પાન કરી ચુક્યો હોય છે અને સૂર્ય તથા ચંદ્ર દેવ શ્રી વિષ્ણુ ભગવાન ને જાણશે છે અને સુદશૅન ચક્ર વડે તેનું ધડ અને શીશ કાપી નાખે છે એ રાહુ કેતુ બંને છે જે સૂર્ય અને ચંદ્ર પર ગુસ્સે હોવાથી કેટલાક સમયે તેમને ગ્રહણ કરે છે જે સૂર્ય તથા ચંદ્ર ગ્રહણ કહેવામાં આવે છે.

ૐ મિત્રાય નમઃ


જ્યોતિષ શાસ્ત્રો મુજબ આ ચંદ્ર ગ્રહણ ધટના ને શુભ માનવામાં આવતી નથી. જે 2023 નું પહેલું ચંદ્ર ગ્રહણ છે. ચંદ્ર એ મનનો કારક માનવામાં આવે છે. ચંદ્ર ગ્રહણ દરમિયાન ચંદ્ર ગ્રસ્ત થશે એટલે તેનો અસર દરેક ના મન પર પડશે . 

શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે 


હવે આપણે એ જાણીએ કે એ દિવસે શું ના કરવું.

ચંદ્ર ગ્રહણ ના સમય દરમિયાન બનાવેલો કે પહેલા નો કોઈ પણ ખોરાક ગ્રહણ ના કરવો તેનાથી નકારાત્મક ઉર્જા વધે છે જીવન પર ખરાબ અસર થાય છે.એમાં પણ ખાસ કરીને ગભૅવતી સ્ત્રીઓ બાળક નું ધ્યાન રાખવા ગ્રહણ પહેલાં ભોજન કરવું તથા ગ્રહણ સમય બાદ સ્નાન કયૉ તથા રસોડું સ્વચ્છ કયૉ પછી ભોજન કરવું


ચંદ્ર ગ્રહણ ના સમય દરમિયાન કોઈ પણ માણસ ઊંધ ના લેવી જોઈએ કારણકે આમ કરવાથી ધરમાં રહેલા સુખ અને સૌભાગ્ય માં ધટાડો થાય છે તથા ગભૅવતી મહિલા સૂવાથી ગભૅમા રહેલા બાળકના ના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.

ૐ ભાનવે નમઃ 


આ ચંદ્ર ગ્રહણ એ અશુભ ખગોળીય ધટના માનવામાં આવે છે તથા પૌરાણિક કથા અનુસાર રાહુ કેતુ સૂર્ય ચંદ્ર ની અશુભ ધટના છે માટે સૌથી વધારે નકારાત્મક ઉર્જા પ્રભાવ હોય છે માટે બહાર ના નિકળવું તથા ગભૅવતી મહિલા તેનો પડછાયો ના પડવો જોઇએ એક જગ્યાએ ધરમાં બેસીને હનુમાન ચાલીસા ના પાઠ કરવા.


ચંદ્ર ગ્રહણ સમય દરમિયાન કોઈ પણ સોય, છરી, કાતર કે ચપ્પુ કે પછી કોઈ પણ ધારદાર વસ્તુઓને ઉપયોગ ના કરવો કારણ કે આ બધી વસ્તુઓ રાહુ કેતુ ના કારક છે . આને ખાસ ગભૅવતી મહિલા આ બધી વસ્તુ થી દૂર રહેવું જેથી શરીર ને કંઈ પણ હાનિ ના થાય.

શિવમહિમ્નઃ સ્તોત્રમ અહી ક્લિક કરો.    


ચંદ્ર ગ્રહણ સમય પુણ્ય કામવા શું કરવું


ચંદ્ર છાયા ગ્રહણ શરૂ થાય તે પહેલા સ્નાન કરીને ભગવાનની પૂજા, યજ્ઞ , મંત્ર જાપ કરવા જોઈએ. ગ્રહણ સમયે ઈષ્ટદેવ મંત્ર , માતાજી મંત્ર,  ગુરુમંત્ર


ભગવાન વેદ વ્યાસજી મહાભારતમાં કહ્યું છે કે સૂર્યગ્રહણમાં સમયે કરવામાં આવેલ જાપ, ધ્યાન, દાન દસ લાખ ગણા ફળ આપે જ્યારે ચંદ્રગ્રહણ દરમિયાન કરવામાં આવેલા જાપ, ધ્યાન, દાન એક લાખ ગણા પુણ્ય ફળ આપે છે.


ચંદ્ર ગ્રહણ કાળમાં સ્પર્શ પહેરલા કપડાં સાથે સ્નાન કરી શુદ્ધિ કરવાં.

ૐ હિરણ્યગર્ભાય નમઃ

 
ગ્રહણ સમયે ગાયને ઘાસ, પક્ષીઓને અન્ન, જરૂરિયાતમંદોને વસ્ત્ર દાન કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે.


હવે આપણે એ જાણીએ સુતકકાળ સમય


આ વષૅ 2023 નું પહેલું ચંદ્ર ગ્રહણ 5 મેં 2023 શુક્રવાર ના રોજ થશે ચંદ્ર ગ્રહણ શરૂઆત નો સમય 5 મેં 2023 રાત્રે 8:46 થઈ શરૂ થઈ ને મધ્ય રાત્રિએ 1:02 મિનિટ સુધી રહેશે આમ છાયા ચંદ્ર ગ્રહણ સમય 4:15 મિનિટ નો રહેશે. ચંદ્ર ગ્રહણ તુલા રાશિમાં આવે અનુરાધા નક્ષત્રમાં થશે એટલે રાશિ તથા નક્ષત્ર વાળા એ વધારે ધ્યાન રાખવું પડશે હવે વાત કરીયે કે સૂતક કાળ સમય વિશે આ ચંદ્ર ગ્રહણ ભારતમાં દેખાશે નહીં માટે તેનો કોઈ સૂતક કાળ રહેશે નહીં બધા મંદિર દેવસ્થાન માં પૂજા પાઠ ચાલુ રહેશે અને મંદિર ખુલ્લા રહેશે. 

ૐ ભાસ્કરાય નમઃ



મિત્રો આ ચંદ્ર ગ્રહણ સૂતક સમય ની માહિતી તથા આ સમય દરમિયાન શું કરવું અને શું કરવું ની માહિતી‌‌.

 

 શ્રી સૂર્ય નારાયણ દેવ ના ચાલીસ ગુણ નો પાઠ 

 

"" શ્રી શિવ એકાદશ નામ મંત્ર  "" અહી ક્લિક કરો.    


રામ રક્ષા સ્ત્રોત અહી ક્લિક કરો.    

 

હનુમાનજી વડવાનલ સ્ત્રોત અહી ક્લિક કરો.   


શ્રી વિષ્ણ્વષ્ટકમ્  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 

Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.