બુધવાર, 19 જુલાઈ, 2023

પુરૂષોતમ માસ નિત્ય કરવામાં આવતો શ્રી પુરૂષોતમ સ્ત્રોત ગુજરાતી લખાણ સાથે | Purushottam Stotram in Gujarat Lyrics | Okhaharan

 પુરૂષોતમ માસ નિત્ય કરવામાં આવતો શ્રી પુરૂષોતમ સ્ત્રોત ગુજરાતી લખાણ સાથે  | Purushottam Stotram in Gujarat Lyrics | Okhaharan 

purushottam-stotram-in-gujarat-lyrics
purushottam-stotram-in-gujarat-lyrics


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું અધિક માસ એટલે કે પુરૂષોતમ માસ નિત્ય કરવામાં આવતો શ્રી પુરૂષોતમ સ્ત્રોત ગુજરાતી લખાણ સાથે આ સ્ત્રોત નો ઉલ્લેખ પદ્મપુરાણ મા કરેલ છે આ પરમ પાવન સ્તોત્રના નિત્ય ૧૧ પાઠ કરવાથી શ્રી પુરુષોત્તમપ્રભુની કૃપા થતાં મનનું ધાર્યું કાર્ય પૂર્ણથાય છે. 


શ્રી પુરુષોત્તમ સ્તોત્ર


નમઃ પુરુષોત્તમાખ્યાય નમસ્તે વિશ્વભાવન ।
નમસ્તેઽસ્તુ હૃષીકેશ મહાપુરુષ પૂર્વજ ||૧|| 


યેનેદમખિલં જાતં યત્ર સર્વ પ્રતિષ્ઠિતમ્ । 
લયમેષ્યતિ યત્રૈવત્ તં પ્રયતન્નોસ્મિ કેશવમ્ ॥૨॥


 પરેશઃ પરમાનંદઃ પરાત્પરતરઃ પ્રભુઃ
 ચિદ્રૂ પશ્ચિત્પરિજ્ઞેયો સ મે કૃષ્ણઃ પ્રસીદતુ ॥૩॥


 કૃષ્ણં કમલ પત્રાક્ષં રામ રઘુકુલોદ્ભભવમ્ ।
 નૃસિંહં વામનં વિષ્ણુ સ્મરન્ યાતિ પરાં ગતિમ્ ॥૪॥


 વાસુદેવં વરાહ  ં ચ કંશકેષિનિષૂદનમ ।
 પુરાણપુરુષં યજ્ઞપુરુષં પ્રણતોમ્યહમ્ ॥૫॥


 અનાદિનિધનં દેવં શંખચક્ર ગદાધરમ્
 ત્રિવિક્રમં હલધરે પ્રણતોઽસ્મિ સનાતનમ્ ॥૬॥ 


ય ઈદં કીર્યચેત્ નિત્યં સ્તોત્રાણામુત્તમોત્તમમ્ ।
સર્વપાપ વિનિમુક્તો વિષ્ણુલોકે મહીયતે ॥૭॥ 


ઈતિ શ્રી પદ્મપુરાણોક્ત પુરુષોત્તમ સ્તોત્રં સંપૂર્ણમ્

શ્રી પુરૂષોત્તમ સ્તુતિ ગુજરાતી અથૅ સહીતગાયને એક વસ્તુ ખવડાવવાથી 24 કલાક મા સવૅ મનોકામના પૂણૅ થાય  સાથે ઈચ્છાપૂર્તિ થાય

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે     

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  

 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે    

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે  


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


પુરુષોત્તમ માસ કથા અધ્યાય બીજો | Purushottam Maas Mahatmy Katha Adhyay 2 in Gujarati | Adhik Mass 2023 | Okhaharan

 પુરુષોત્તમ માસ કથા અધ્યાય બીજો | Purushottam Maas Mahatmy Katha Adhyay 2 in Gujarati | Adhik Mass 2023 | Okhaharan 

purushottam-maas-mahatmy-katha-adhyay-2
purushottam-maas-mahatmy-katha-adhyay-2શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પુરૂષોત્તમ માસની કથા અધ્યાય બીજો શ્રી નારદજી નો પ્રશ્ર્ન અને અમૃત ધારા જે વાતૉ કહેવાય વર વગર ની વહુની વાતૉ. અધ્યાય બીજો શ્રી નારદજીનો પ્રશ્ન અમૃતધારા - વર વગરની વહુની વાર્તા - સંકીર્તન

 સુત બોલ્યા તે પછી પરીક્ષિત રાજાએ પોતાના મોક્ષ માટે પ્રશ્ન કર્યો ત્યારે શુકદેવજીએ તેમને શ્રીમદ્ ભાગવત સંભળાવ્યું. ઋષિઓ બોલ્યા ઃ ‘હે સત્પુરુષ સુત ! તમે શ્રી વ્યાસ મુનિના મુખેથી તેમની કૃપાને લીધે જે કંઈ નવીન- સાંભળ્યું હોય તે કહો. મનને પ્રસન્ન કરનારી, સારરૂપ પવિત્ર અમૃત કરતાં પણ અધિક તથા શ્રેષ્ઠ કથા અમને સંભળાવો. જેથી અમે પણ એ જ્ઞાનગંગામાં સ્નાન કર્યું હોવાનો આનંદ લઈએ.’ સુત બોલ્યા ‘હે મુનિશ્રેષ્ઠો! તમે અતિ ઉત્તમ હોવા છતાં મને ભગવતકથા વિશે પૂછો છો તો શ્રીવ્યાસના મુખથી મેં જે સાંભળ્યું છે તે હું તમને કહું છું.’ એક વખત બ્રહ્માજીના પુત્ર દેવર્ષિ નારદજી ગંગાજીના કિનારે આવેલા બદરીનારાયણના આશ્રમમાં ગયા. ત્યાં જઈને દેવોના દેવ અને તપસ્વી તે નારાયણ ભગવાનને ત્યા સાષ્ટાંગ નમસ્કાર કરી નારદજી બે હાથ જોડી તેમની સ્તુતિ કરવા લાગ્યા. નારદ બોલ્યા હૈ દેવોના દેવ ! આપ સત્યવ્રતવાળા હોઈ ત્રણે કાળે સત્ય છો. સત્યની ઉત્પતિ આપથી જ થઈ છે. આપ પોતે જ સર્જનહાર છો, પ્રાણીમાત્રના પાલક-- પોષક છો, છતાં જપ-તપ આપ મૃત્યુલોકના દ્વારા પ્રાણીમાત્રને બોધ આપો છો. જો આપ તપ ન કરો તો કળિયુગમાં (લોકોએ) કરેલા પાપથી આ પૃથ્વી ડૂબી જાય. પુણ્યશાળી તથા પાપી એમ બંને પ્રકારના લોકોથી આ પૃથ્વી છવાયેલી છે તે કેવળ (આપે કરેલા તપરૂપ) પુણ્યથી જ ટકે છે.'


"" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે


‘હે ભગવાન! હું અત્યારે મૃત્યુલોકમાંથી આવ્યો છું. ત્યાં મેં બધા મનુષ્યોને મોહ-માયામાં ફસાયેલા, પાપમાં રચ્યાપચ્યા રહેલા તથા વિષયામુક્ત મનવાળા અને સ્ત્રી- પુત્ર-ઘર વગેરેમાં રત રહેલા અને અસત્ય બોલતા જોયા. તેથી આપ મને એવો કોઈ ઉપાય બતાવો કે આ મનુષ્યો પવિત્ર પંથે વળે અને તેમનું કલ્યાણ થાય. વળી, ‘ઉપકાર’ કરવો એ વિષ્ણુ ભગવાનને પણ પ્રિય છે એવો વેદમાં ખાસ નિશ્ચય કરાયો છે માટે લોકોનો ઉપકાર કરવા તથા તેમનું સદાય હિત થાય તેવી જે કોઈ સારરૂપ પવિત્ર વ્રત કે કથા હોય તો કહો,જેને માત્ર સાંભળવાથી જ લોકોનું કલ્યાણ થાય નિર્ભયપણે મોક્ષને પ્રાપ્ત કરે.’

શ્રી નારદનુ વચન સાંભળી ભગવાન નાચયણે કહ્યું નારદજી આપે આજે લોકહિતાથે ધણો શ્રેષ્ઠ પ્રશ્ર્ન પૂછયો તમારા જેવા પુનિત માહાત્માઓ જ પાપીઓનો સંસારીઓન તમને પવિત્ર પાવન પૂછ્યો. તમારા જેવા પુનિત મહાત્માઓ જ ઉદ્ધાર કરે છે. તમારા જેવા સંતો જ આ સંસારીઓના ત્રિવિધ તાપ, દુ:ખોનો નાશ કરે છે. હું તમને પવિત્ર પાવન પુરુષોત્તમ માસની કથા કહું છું, જેનાં શ્રવણ-પઠન, જપ- તપ-વ્રત-ઉપવાસથી માનવીનાં કષ્ટો, પાપ, તાપ, દુઃખ, દારિદ્રય, કષ્ટો, સંતાપો નાશ પામે છે અને તે પ્રભુના ધામને પામે છે.’


શ્રી નારાયણ બોલ્યા ‘હે નારદ ! ગોપીઓના મુખરૂપ કમળના રસને ગ્રહણ કરવામાં ભ્રમર સમાન, રાસલીલા ચાલુ કરનાર રસિક પુરુષોના શણગાર રૂપ, આદિ પુરુષ પરમાત્મા સ્વરૂપ અને વૃંદાવનમાં વિહાર કરનાર વ્રજપતિશ્રીકૃષ્ણની પવિત્ર કથા તમે સાંભળો.'


‘હે પુત્ર! જેમની આંખના માત્ર એક જ પલકારથી આ જગતને ઉત્પન્ન કરનાર બ્રહ્મા પ્રગટ્યા છે તે પરમેશ્વરનાં કર્મોનું વર્ણન કરવા પૃથ્વી પર કોણ સમર્થ છે? આ અદ્ભુત પુરુષોત્તમ માહાત્મ્ય હું તમને આદરપૂર્વક કહું છું. કેમકે એ ત્રિવિધ તાપ, દરિદ્રપણાને તથા વૈધવ્યને દૂર કરનાર, શ્રેષ્ઠ પુત્રો તથા મોક્ષને આપનાર છે અને સેવવા યોગ્ય છે.’


નારદજીએ પૂછ્યું : ‘હે શ્રી નારાયણ મુનિ ! તે પુરુષોત્તમ દેવ કોણ છે ? એમનું માહાત્મ્ય કયું છે તે મને આશ્ચર્ય જેવું લાગે છે તેથી મને એ વિસ્તારથી કહો.’


 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.


સૂત બોલ્યા ‘હે મુનિઓ ! નારદજીનું એ વચન સાંભળી શ્રી નારાયણ પુરુષોત્તમમાં મનને બરાબર એકાગ્ર કર્યા પછી આમ બોલ્યાં
શ્રી નારાયણે કહ્યું : ‘હે દેવર્ષિ નારદ! ‘પુરુષોત્તમ’ એવું એક મહિનાનું નામ છે અને તે નામ પણ કારણ સહિત છે, તે મહિનાના સ્વામી કૃપા સાગર શ્રી પુરુષોત્તમ કહેવાય છે. એ માસનું વ્રત કરવાથી શ્રી પુરુષોત્તમ ભગવાન પ્રસન્ન થાય છે.


નારદજીએ પૂછ્યું : ચૈત્ર વગેરે મહિનાઓ અને તે તે મહિનાના સ્વામીઓ તો મેં સાંભળ્યા છે, પરંતુ આ મહિનાનું નામ પ્રથમ વખત જ સાંભળું છું. તે મહિનામાં શું કરવું? એ બધું કરવાથી કયા દેવ પ્રસન્ન થાય છે, એ કયું ફળ આપે છે તે મને કહો. હે જગતના નાથ ! વિધવાપણું તથા વાંઝિયાપણું આદિ ક્ષયરોગ, જે જે દોષો છે, તેઓથી પીડાતા મનુષ્યોને જોઈને મને દુઃખ થાય છે માટે તે સાંસારિક જીવોને દુઃખોથી મુક્તિ મળે અને તેમનું કલ્યાણ થાય તેવો સરળ ઉપાય મારા પર કૃપા કરી કહો, જેથી મારા મનને હર્ષ થાય. તમે બધું જાણનારા અને સર્વ તત્ત્વોનું સ્થાન છો.’


સૂતપુરાણી બોલ્યા હે મુનિશ્રેષ્ઠો ! બ્રહ્માના પુત્ર, નારદજીનું આવું રસયુક્ત તથા લોકહિતના કારણરૂપ વચન સાંભળી દેવોના દેવશ્રી નારાયણ ચંદ્રમા જેવા શાંત અને મેઘના શબ્દ જેવી આનંદદાયક વાણીથી પુરુષોત્તમ માહાત્મ્યની કથા કહેવા લાગ્યા. એ જ કથા હું તમારી આગળ રજૂ કરું છું.’


‘શ્રી બૃહન્નારદીય પુરાણ’ના પુરુષોત્તમ માહાત્મ્યનો
‘શ્રી નારદજીનો પ્રશ્ન’ નામનો બીજો અધ્યાય સંપૂર્ણ.


હવે પતિતપાવન પુરુષોત્તમ માસની કથાનું રસપાન કરીએ


વરવગરની વહુની વાતા


ભૃગુપુર ગામમાં એક બ્રાહ્મણ-બ્રાહ્મણી હે. પતિ-પત્ની બહુ ધર્મિષ્ઠ અને ધર્મધ્યાન કરનાર. સંપત્તિ તો ઘણી પણ સંતતિ નહિ. શેર માટીની ખોટ.
એવામાં પાવન પુરુષોત્તમ માસ નજીક આવ્યો. બ્રાહ્મણી વિચાર કરે છે કે પ્રભુએ એકાદ દીકરો દીધો હોત તો દિકરાની વહુ આવત. વહુ ઘરનું કામ કરત અને હું નિરાંતે પ્રભુનું ભજન કરતી. રાંધવા-ચીંધવાની કડાકુટ ન રહે અને હેઠા હૈયે કથાવાર્તા સંભળાય.


ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ


બ્રાહ્મણીએ મનની વાત પતિને કરી. બ્રાહ્મણ તો હસવા લાગ્યો. ‘ગાંડી થઈ છે કે શું? આપણે રહ્યા વાંઝિયા! દીકરો હોય તો વહુ આવે, દીકરા વગર તે વહુ આવે ખરી ?' પણ બ્રાહ્મણી તો હઠે ભરાણી કે હવે તો આ ઘરમાં વહુ આવે તો જ હા, નહીંતર ના. દીકરા હોય એ તો વહુ લાવે, પણ વગર દિકરે વહુ લાવે તો જ ખરા કહેવાય. તમે વહુ લાવો તો જ અન્ન લઈશ, નહીં તો પ્રાણ છોડી દઈશ.’

રાઘા શ્રી કૃષ્ણ ના ફોટો ખરીદી કરવા અહી ક્લિક કરો 


બ્રાહ્મણ તો મુંઝાણો! ત્યારે બ્રાહ્મણીએ ઉપાય દેખાડયો કે તમે કન્યા શોધી કાઢો. કન્યાનાં મા-બાપ પૂછે કે વર કાં છે ? ત્યારે કહેવાનું કે દિકરો કાશીએ ભણવા ગયો છે. એની પોથી છે એની સાથે કન્યા ત્રણ ફેરા ફરે. ચોથો ફેરો દિકરો કાશીએથી આવીને ફરશે.'


બ્રાહ્મણના ગળે વાત ઊતરી ગઈ. એ તો નીકળ્યો કન્યા શોધવા. ગામે ગામ ફરતો ત્રંબાવટી નગરીમાં આવ્યો. એક બ્રાહ્મણના ઘેર રાતવાસો કર્યો. રાતે વાળુ-પાણી કર્યાં, પછી વાત નીકળી. એ બ્રાહ્મણના ઘરમાં જ કન્યા હતી. બ્રાહ્મણે કન્યા જોઈ. રૂપ રૂપના અંબાર જેવી સદ્ગુણી કન્યા જોઈને બ્રાહ્મણનું મન માની ગયું. કન્યાના પિતાએ પણ હા પાડી.


ઘડિયાં લગ્ન લેવાયાં. પોથી સાથે ફેરા ફરીને કન્યા સાસરે આવી ! બ્રાહ્મણીના હરખનો પાર ન રહ્યો. એણે તો ઘરની બધી જવાબદારી વહુને સોંપી દીધી અને પોતે ધર્મ- ધ્યાનમાં લાગી ગઈ. વહુએ તો આવતાં વેંત જ ઘર સંભાળી લીધું. સાસુ-સસરાની ખરા દિલથી સેવા કરતી. પુરુષોત્તમ માસ શરૂ થતાં બ્રાહ્મણ બ્રાહ્મણી નદીએ સ્નાન કરવા જાય. વાર્તા સાંભળે, દેવદર્શન કરે અને બપોરે ઘેર આવીને તૈયાર ભોજન જમે.


એક દિવસ બ્રાહ્મણ-બ્રાહ્મણી નદીએ નહાવા ગયા. પાછળથી પડોશણ દેવતા લેવા આવી. વહુને જોઈને પૂછવા લાગી કે તું કોણ છે ? વહુ તો બોલી કે હું આ ઘરની વહુ છું. ત્યારે પડોશણે ખડખડાડ હસીને મહેણું માર્યું કે બ્રાહ્મણ- બ્રાહ્મણી તો વાંઝિયા છે. તેને વળી દીકરો કેવો ને વાત કેવી ?
વહુ તો બિચારી રડવા લાગી. સાસુ સસરા આવ્યા એટલે બધી વાત કરી. બ્રાહ્મણી પડોશણને ‘જૂઠ્ઠી-અદેખી, કોઈનું સારું જોઈ શકતી નથી' તેમ કહી ભાંડવા લાગી. પછી વહુને રાજી રાખવા સાત ઓરડાની ચાવી આપતાં કહ્યું, ‘છ ઓરડામાં ખાવા પીવાની, પહેરવા ઓઢવાની ચીજ છે. ખાજો-પોજો, પહેરજો ઓઢજો પણ સાતમો ઓરડો ખોલશો નહિ.’
વહુએ તો ચાવીઓ લઈ લીધી. પહેલો ઓરડો ખોલ્યો. એમાં મેવા-મીઠાઈ હતાં, બીજામાં હીરનાં ચીર,ત્રીજામ હીરા-માણેક, એમ છ ઓરડા જોઈ લીધા. પછી સાસુની શિખામણ ભૂલીને સાતમો ઓરડો ખોલ્યો તો અંદર એક દિવ્ય પુરુષ બેઠો બેઠો પોથી વાંચે છે. દેવતાઈ રૂપ છે. વહુને જોતાં જ એ પુરુષ બોલ્યોઃ ‘ઉઘાડ્યાં છે એવાં જ બારણાં બંધ કરો. મારાં માતા-પિતાનું વ્રત તૂટશે. મારો પાઠ અધૂરો હેશે. વ્રત પૂર્ણ થયે હું તમારી સાથે ચોથો ફેરો ફરીશ.’


વહુની આંખમાં હરખનાં આંસુ આવી ગયાં. પોતે સાતમો ઓરડો ઉઘાડચો છે એ વાત સાસુને ન કરી. એમ કરતાં પુરુષોત્તમ માસ પૂર્ણ થયો.વહુએ સાસુને કહ્યું કે ‘હવે તમારા દિકરાને બોલાવો એટલે મારાં અધૂરાં લગ્ન પૂર્ણ થાય.’


બ્રાહ્મણ-બ્રાહ્મણી મુંઝાયાં. દિકરો તો હતો નહિ. લાવવો ક્યાંથી ? બંને ઝેર ઘોળવાનો વિચાર કરતાં હતાં ત્યાં જ વહુએ જઈને સાતમો ઓરડો ખોલ્યો અને પતિને સાદ દીધો. સાદ દેતાં જ એક દિવ્ય પુરુષ બહાર આવ્યો. બ્રાહ્મણ-બ્રાહ્મણી તો ફાટી આંખે તાકી રહ્યા. એ સ્વયં પુરુષોત્તમ પ્રભુ હતા, જે પોતાના ભક્ત આ વૃદ્ધ બ્રાહ્મણ દંપતિની લાજ રાખવા ખુદ પધાર્યા હતા. પ્રભુએ ચોથો ફેરો પૂર્ણ કરી મા-બાપના આશીર્વાદ માંગ્યા ત્યારે બ્રાહ્મણ-બ્રાહ્મણીની આંખો વરસી પડી.

કાંઠાગોરમાની કથા


વહુ દીકરા સાથે સુખેથી જીવન વીતાવી બ્રાહ્મણ બ્રાહ્મણી અંતકાળે વૈકુંઠ પામ્યા. હે પુરુષોત્તમરાય ! તમે જેવા બ્રાહ્મણ-બ્રાહ્મણીને ફળ્યા એવા સૌને ફળજો.

શ્રી પુરૂષોત્તમ સ્તુતિ ગુજરાતી અથૅ સહીતગાયને એક વસ્તુ ખવડાવવાથી 24 કલાક મા સવૅ મનોકામના પૂણૅ થાય  સાથે ઈચ્છાપૂર્તિ થાય

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે     

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  

 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે    

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે  


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇