રવિવાર, 28 ઑગસ્ટ, 2022

રામદેવપીર નોરતામાં નિત્ય પાઠ કરો "" શ્રી રામદેવ બાવની "" ગુજરાતીમાં | Ramdev Bavni Gujarati Lyrics | Okhaharan

 રામદેવપીર નોરતામાં નિત્ય પાઠ કરો  "" શ્રી રામદેવ બાવની ""  ગુજરાતીમાં | Ramdev Bavni Gujarati Lyrics | Okhaharan
ramdev-bavni-gujarati-lyrics

 

શ્રી રામદેવ બાવની


જય જય ગજમુખ ગવરી સુત,

રૂપ આપનું છે. અદ્ભુત.

શરણાગતના સંકટ હરો,

વરદ હસ્ત મસ્તક પર ધરો. ૨

વીણાધરી જય વાગેશ્વરી,

વિશુદ્ધ વાણી દેજો ભરી. ૩

રામદેવના ગુણલાં ગાઉ,

 લખી બાવની પાવન થાઉં. ૪

ચૌદમી સદીમાં રામદેવ થયા,

અદ્ભુત જીવન જીવી ગયા. ૫

મરુભૂમિ પોકરણ ગઢ ગામ,

અજમલજી રાજાનું નામ.

સુંદર નાર મીણલદે સતી,

મન કર્મ વચને સેવે પતિ. ૭

દર્શન કરવા અજમલરાય,

દર વર્ષે દ્વારિકા જાય. ૮

અજમલજીને નહિ સંતાન,

માગ્યું પુત્રતણું વરદાન. ૯

કાઢી ભક્ત કેરું માપ,

પુત્ર રૂપે પ્રગટ્યાં પ્રભુ આપ. ૧૦ 

શ્રી રામદેવ 24 ફરમાન ગુજરાતી અથૅ સહિત

રામદેવજી રાખ્યું નામ,

પારણે ઝૂલે પુરણ કામ. ૧૧

 કુમકુમ કેરાં પગલાં પડયાં,

રાય-રાણીને નજરે ચડ્યાં. ૧૨

પુત્ર જોઈ હૈયે હરખાય,

નક્કી આવ્યા રણછોડરાય. ૧૩

ગરમ દૂધને આવ્યા વેગ,

ચૂલેથી ઉતારી દેગ. ૧૪

માતા મનમાં વિસ્મિત થયાં,

પુત્રપ્રેમમાં ડૂબી ગયાં. ૧૫

પુત્ર લઈ બેઠાં છે બહાર,

જાતો દીઠો ઘોડેસ્વાર. ૧૬

રામદેવજીએ લીધી હઠ,

ઘોડો લાવી આપો ઝટ. ૧૭

અજમલજી ત્યાં આવ્યા પાસ,

દરજીને તેડાવ્યો ખાસ. ૧૮

કપડું આપ્યું ચાલીસ હાથ,

દરજીને સમજાવી વાત. ૧૯

મેલા ફાટ્યા ડૂચા ભરી,

લીલ લુગડે સુંદર કરી. ૨૦.

દરજી ઘોડો લાવ્યો દ્વાર,

થયા રામદેવ ઝટ સ્વાર. ૨૧

ઊડી ઘોડો ગગને ગયો,

 હાહાકાર ભારે ત્યાં થયો. ૨૨ 


દરજીભાઈને પૂર્યા જેલ,

 ઊતરી આવ્યા રામદે મહેલ. ૨૩

રામદે દેખી રાજી થયા,

દરજીના સૌ દુઃખડા ગયા. ૨૪

કર ભાલો લઈ વનમાં ગયા,

ભૈરવા દૈત્યની સામે થયો. ૨૫

ભૈરવ માર્યો ભાલે કરી,

 દુનિયાની ઉપાધી હરી. ૨૬

ગુરુ બનાવ્યા બાલીનાથ,

રામદેવ પગ મૂક્યો હાથ. ૨૭

જ્ઞાન દઈને કંઠી ધરી;

રામદેવને સિદ્ધિ વરી. ૨૮

ભકતતણો જોઈને ભાવ,

બોયતા વણિકનું તાર્યું નાવ. ૨૯

અસત્ય વણઝારાએ કહ્યું,

મીસરી કેરું મીઠું થયું. ૩૦

 મીઠું સરોવર કડવું થયું,

અભિમાન ઝંભાનું હર્યું. ૩૧

સગુણાબેનનું સંકટ હયુ,

શાહ સૈન્યને પૂરું કર્યું. ૩૨ 

શ્રી રામદેવપીર ચાલીસા

વાંકી નેત્રા સીધી કરી,

રણુજે લાવ્યા પોતે વરી. ૩૩

મરેલ ભાણેજ જીવતો કર્યો,

શોક સગુણા કેરો હર્યો. ૩૪

બાર વાયકમાં પોતે ગયા,

 બાર બીજના સ્વામી થયા. ૩૫

નિજ્યા ધર્મનો દઈ ઉપદેશ,

ભકતોને દીધો આદેશ. ૩૬

ડાલીબાઈને દાસી કરી,

સિદ્ધિ સઘળી દીધી ભરી. ૩૭

દલુ વાણિયે રાખી ટેક,

રામદેવ પર ભાવ અતિરેક. ૩૮

નરનારી જાત્રાએ જાય,

માલ દેખી ચોર સાથે થાય. ૩૯

ઘેરી ઝાડી ચારે કોર,

હથિયાર લઈ ઉગામે ચોર. ૪૦

વણિક મારી લૂંટ્યો માલ,

શેઠાણી થઈ ગઈ બેહાલ. ૪૧

રામદેવને કર્યો પોકાર,

વ્હેલા આવો જગ્દાધાર. ૪૨

ચોપાટ રમતાં સૂમ્યો સાદ,

રક્ષણ કરવા લાગ્યો નાદ. ૪૩

લીલે ઘોડે થયા અસવાર,

 હાથે લઈ લીધા હથિયાર. ૪૪

રામદે આવી ઊભા રહ્યા,

સમાચાર શેઠાણીએ કહ્યા. ૪૫ 


ધડ મસ્તક બે જોડયા સાથ,

માથે મૂક્યો મીઠો હાથ. ૪૬

ભકત દલુને જીવતો કર્યો,

માલ બધો લાવીને ધર્યો. ૪૭

ભાટી ભગતની ભંભલી ભરી,

સજીવન વીરડી ત્યાં તો કરી. ૪૮

હરજી ભાટી સંકટ મ્હાંય,

 સત્વર જઈને કીધી સહાય. ૪૯

 કાપડ ઘોડો સાચો કર્યો,

જોધપુર રાયનો હુંપદ હર્યો. ૫૦

પૂરણ કરી પોતાનું કામ,

લીધી સમાધિ ગયા સ્વધામ. ૫૧

હરભજીને દર્શન દીધાં,

 સાથે બેસી કસુંબા લીધાં. ૫ર

દોહરો :

રામદેવની બાવની જે કોઈ પ્રીતે ગાય;

ગોવિંદ આ સંસારના સંકટ તેના જાય.



બીજ સ્પેશિયલ શ્રી રામદેવપીર નો આ પાઠ કરવાથી ભક્તો ના સવૅ કષ્ટ દૂર કરે છે 


 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

  જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇