હનુમાન જન્મોત્સવ ના દિવસે સાભળો "" હનુમાન જન્મ કથા "" | Hanuman Janma Katha Gujarati | Okaharan |
Hanuman-Janma-Katha-Gujarati |
ચૈત્ર માસની પૂર્ણિમા ની તિથિ એ હનુમાન જંયતિ ઉત્સવ ઉજવાય છે આ દિવસે હનુમાનજી નો જન્મ થયો હતો આ દિવસે હનુમાન મંદિરે હનુમાન જંયતિ ધુમધામથી ઉજવાય છે. હનુમાનજી જાગતા દેવ છે . હનુમાનજી નું સાત ચંરજીવિ માં સ્થાન છે.હનુમાનજી ને તેમના માતા પિતા એટલે કે અંજનીપુત્ર કેસરીનંદન તરીકે ઓળખાય છે . હનુમાનજી ને વિષ્ણુ ભગવાન ના સાતમાં અવતાર શ્રી રામચંદ્ર ના પરમ ભક્ત માનવામાં આવે છે. શિવ રુદ્ર અવતાર પણ માનવામાં આવે છે.
હનુમાન જંયતિ ના દિવસે આ 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.
આ વર્ષે ચૈત્ર માસની સુદ પક્ષની પૂર્ણિમા હનુમાન જયંતિ 16 એપ્રિલે ઉજવવામાં આવશે. આ દિવસે હનુમાનજી માટે વિધિ-વિધાન પૂજા કરવામાં આવે છે. હનુમાનજી ની વિશેષ આશીવૉદ મેળવવા ઉપવાસ કરતા હોય છે.
સૂર્યના વરથી સ્વર્ણ બનેલા સુમેરુમાં કેસરીનુ રાજ્ય હતુ. તેની અતિ સુંદર અંજના નામની પત્ની હતી. એક વાર અંજનાએ પોતાની ઈચ્છઅનુસાર સુંદર સ્ત્રીનો દેહ ધારણ કર્યો. પૂર્ણ સ્ત્રીત્વ સાથે તે સુંદર પુષ્પોની માળા, અલંકારો અને સૌમ્ય વસ્ત્ર ધારણ કરીને વર્ષાઋતુમાં પર્વતના શિખર પર વિચરવા લાગી. આ સમયે પર્વતની ટોચ ઉપર વાયુ સડસડાટ વાતો હતો. અંજનાના શરીર ઉપરનું સૂક્ષ્મ વસ્ત્ર વાયુએ ખસેડી નાખ્યું.
સર્વાંગ સુંદર એવી અંજના ઉપર વાયુદેવ તત્કાળ કામવશ થઈ ગયા. તેમણે અદ્રશ્ય સ્વરૂપે પોતાની લાંબી ભુજાઓ પ્રસારી અંજનાને છાતી સાથે ચાંપી ગાઢ આલિંગન કર્યું. આથી વાયુદેવનું આત્મતેજ તરત જ અંજનાના ગર્ભની અંદર પ્રવિષ્ઠ થઈ ગયું. જયારે અંજનાને ભાન થયું કે પોતાને કોઈએ ગાઢ આલિંગન કર્યું છે. પરંતુ દ્રષ્ટિએ કોઇ પુરુષ જોવામાં આવતો નથી. ગભરાયેલી અંજના એકદમ ક્રોધિત થઇ બોલી, ‘મારા પતિવ્રતને કલંક લગાડનાર તું કોણ છે?’
હનુમાન જંયતિ ના દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.
આ સાંભળી વાયુદેવ તરત જ પ્રત્યક્ષ થયા અને અંજનાને સાંત્વન આપતાં બોલ્યા : ‘હે, સુશ્નોણી! તું ભય ન પામ. હું તારા પતિવ્રતનો નાશ નહીં કરું. હે મહાયશસ્વિની તારા પર મારું મન અત્યંત આસકત થવાથી મેં તને માત્ર આલિંગન જ કર્યું છે. પરંતુ તેથી તને મારા અંશરૂપે એક મહાસમર્થ પુત્ર પ્રાપ્ત થશે. તેના સામર્થ્ય, બુદ્ધિ, તેજસ્વી, બળ, પરાક્રમને ત્રિલોકમાં કોઇ પણ આંબી નહીં શકે. તદ્દન મારા સમો જ થશે.’ સમય જતા અદ્ભુત શકિતશાળી પુત્રનો જન્મ થયો. તે પુત્ર એટલે મહાબલી હનુમાનજી.
મહાવીર હનુમાન કપિવર કેસરીના ક્ષેત્રજ પુત્ર અને વાયુદેવના ઔરસ પુત્ર છે. હનુમાન નાનપણમાં ઉદય પામતા સૂર્યને કોઇ તેજસ્વી ફળ માનીને તેને પકડવાની ઇચ્છાથી આકાશમાં ઊડવા લાગ્યા. ત્યારે સૂર્ય દેવે પોતાના તેજ વડે હનુમાનજીને પાછા પૃથ્વી પર નાખ્યા. છતાં પણ બાલહનુમાન ફરીથી તેજ ગતિથી સૂર્ય તરફ ધસ્યા. દેવતાઓમાં હાહાકાર મચી ગયો. બાલહનુમાનને રોકવા માટે ઈન્દ્ર દેવે તેમના પર વજ્રનો પ્રહાર કર્યો. આથી તેમનો ડાબો હનુ (હડપચી) છેદાઈ અને તે એક પર્વતના શિખર પર પડયા. આથી જ અંજનીપુત્ર ‘હનુમાન’ કહેવાયા.
પોતાના પુત્ર ઉપર ઇન્દ્ર દેવના વજ્ર પ્રહારથી વાયુદેવ ક્રોધિત થયા અને આખા બ્રહ્માંડમાંથી પોતાનું અસ્તિત્વ શૂન્ય કરી નાખ્યું. સૃષ્ટિમાં વાયુ વગર હાહાકાર થઇ ગયો ત્યારે દેવતાઓએ સ્તુતિ કરી વાયુદેવને પ્રસન્ન કર્યા. પ્રસન્ન થયેલા વાયુદેવે દેવતાઓને પોતાના પુત્રને વરદાન આપવા કહ્યું - તરત જ બ્રહ્માજીએ વરદાનરૂપે હનુમાનનું શરીર વજ્રનું કરી દીધું અને સર્વ દેવતાઓએ પણ વિવિધ શકિતઓ આપી હનુમાનજીને મહાશકિતશાળી બનાવી દીધા. આ રીતે વરદાનના પ્રભાવથી આગળ જઈને હનુમાનજીએ અમિત પરાક્રમના કામ કર્યા.
હનુમાન જંયતિ ના દિવસે હનુમાનજી નો આ પાઠ કરવાથી નકારત્મક ઉર્જા સામે રક્ષણ મળે છે અહી ક્લિક કરો.
હનુમાન જંયતિ ના દિવસે હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ રુદ્રાભિષેક , લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇